ફડવેલ
ફડવેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક ગામ છે. ફડવેલ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.
ફડવેલ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | ચિખલી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી |
ગામની વસ્તી ૫,૬૦૦ જેટલી થાય છે. ગામમાં ગૌણવન પેદાશમાં ઔષધિય દવાનું ઉત્પાદન થાય છે. ફડવેલ ગામમાં મત્સ્ય ઉછેર કેન્દ્ર આવેલું છે. ગામમાં પાણીની સારી એવી સવલતો પ્રાપ્ય છે. અહીં શામળાદેવ, હનુમાનજી, કાકાબળિયા, મહાદેવજી તેમજ ચોસઠ જોગણીઓનાં મંદિરો આવેલા છે. ફડવેલ ગામની વૃક્ષ ઉછેર મંડળીને સામાજિક વનીકરણ ક્ષેત્રે ઉચ્ચ પરિણામો હાંસલ કરવા બદલ ઈન્દિરા પ્રિયદર્શીની વૃક્ષ મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર ૧૯૮૬ના[૧] વર્ષમાં પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત ગામના શ્રી પરવેઝજી કાવસજી ઈટાલીયાએ ઇ. સ. ૧૯૯૧-૯૨ના વર્ષનો વનપંડિત એવોર્ડ તરીકે ઓળખાતો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર પાપ્ત કરી ફડવેલ ગામનું નામ રોશન કર્યું છે[૨].
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2013-03-14.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2013-03-14.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |