બુરથડી

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બુરથડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાની સુબિર તાલુકામાં આવેલું ગામ છે. આ ગામ આહવાથી નવાપુર જતા માર્ગ પર આવેલા શિંગાણા ગામથી આશરે ૫ કિલોમીટરના અંતરે તેમ જ ગિરા નદીના કિનારા પર આવેલું છે. ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે.

બુરથડી
—  ગામ  —
બુરથડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°35′N 73°27′E / 20.59°N 73.45°E / 20.59; 73.45
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો સુબિર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.