નાપા વાંટો
નાપા વાંટો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા બોરસદ તાલુકામાં આવેલું એક ગામ છે. નાપા વાંટો ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કેળાંની ખેતી કરવામાં આવે છે. કેળાં ઉપરાંત ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકોનું પણ વાવેતર થાય છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
નાપા વાંટો | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 22°23′54″N 72°53′58″E / 22.398443°N 72.899314°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
તાલુકો | બોરસદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમજ શાકભાજી |
આ ગામમાં મહંમદ બેગડાના સમયના અવશેષો જોવા મળે છે. આ ગામમાં બાંધેલું તળાવ આવેલું છે જે અમદાવાદના કાંકરિયા તળાવની પ્રતિકૃતિ જેવું છે. જેમ કાંકરિયામાં નગીનાવાડી છે તેવી જ આ તળાવમાં પણ એક નગીનાવાડી છે. કાંકરિયા તળાવની જેમ આ તળાવને પણ ૮ બાજુ આવેલી છે. આ તળાવમાં ત્રણ આરા(ઘાટ) આવેલા છે. ૨ ધોબી ઘાટ અને ૧ હાથી આરો આવેલો છે. આ ગામમાં એક વાવ પણ આવેલી છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |