ભાવનગર તાલુકો
ભાવનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીનો એક તાલુકો છે.[૨]
ભાવનગર તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભાવનગર |
મુખ્ય મથક | ભાવનગર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૭૮૭૩૧૯ |
• લિંગ પ્રમાણ | ૯૨૦ |
• સાક્ષરતા | ૭૨.૯% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ભાવનગર તાલુકાનો ઉત્તર દિશાનો થોડો ભાગ ભાલ વિસ્તારમાં પડે છે.
ભાવનગર તાલુકામાં આવેલા ભાવનગર શહેરની નજીક જુના બંદર અને નવા બંદર નામના બે બંદરો આવેલ છે. ઉપરાંત ભાવનગર શહેરની નજીક આવેલા રૂવા ગામની સીમમાં વિમાન મથકની પણ સગવડ છે. ભાવનગર તાલુકામાં ચિત્રા, વરતેજ, અને વિઠ્ઠલવાડી નામના જી.આઇ.ડી.સી વિસ્તારો પણ આવેલ છે.
ચિત્રામાં આવેલ મસ્તરામ બાપાની જગ્યા ભાવિક લોકોમાં બહુ પ્રખ્યાત છે.
ગામો
ફેરફાર કરોભાવનગર તાલુકામાં ૫૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૩]
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Bhavnagar Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-12-04 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "Taluka Panchayat". Bhavnagar District Panchayat, Gujarat Government. મૂળ સંગ્રહિત માંથી ૨૦ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત.
- ↑ "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Bhavnagar, Bhavnagar, Gujarat". Ministry of Panchayati Raj, Government of India. મૂળ સંગ્રહિત માંથી ૧૩ નવેમ્બર ૨૦૧૧ પર સંગ્રહિત.