સિદસર (તા. ભાવનગર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સિદસર (તા. ભાવનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. સિદસર ગામની હાલની ૨૦૧૧ મુજબની વસ્તી લગભગ ૨૦,૦૦૦ સુધીની થવા જાય છે. ભાવનગરની જાણીતી એવી શાંતિલાલ શાહ કોલેજ સિદસર ગામમાં આવેલી છે.

સિદસર
सिदसर/Sidsar
—  ગામ  —
સિદસરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°45′52″N 72°09′07″E / 21.764473°N 72.151930°E / 21.764473; 72.151930
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
વસ્તી ૨૦,૦૦૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 24 metres (79 ft)

કોડ
  • • ફોન કોડ • +૦૨૭૮
    વાહન • જી જે ૦૪

ઇતિહાસ ફેરફાર કરો

સિદસર ગામનો કોઈ ખાસ કોઈ લેખ કે પુરાતન અવશેષો મળતા નથી. સિદસર ગામ ક્યારે બંધાણુ તેની પણ ચોક્કસ માહિતી મળતી નથી. સિદસર ગામમાં પ્રથમ રાણા દરબારો આવીને વસ્યા હતા. સર ભાવસિંહજી પહેલા જેમણે પહેલા શિહોર અને ત્યાર બાદ ભાવનગર ને રાજ્ય તરીકે વસાવ્યુ હતું, તે ભાવનગર રાજ્યના તાબામાં સિદસર ગામ આવતું હતું.

અંગ્રેજ સરકારના શાસનમાં ભાવનગર રાજ્ય અંગ્રેજોને કર ભરતુ અને તેમના વતી વહીવટ ચલાવતું હતું તે અંગ્રેજ શાસનમાં રેવન્યુ રેકર્ડમાં સિદસર ગામ હાલનું અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના તાબા હેઠળ સમાવેશ થતો હતો[સંદર્ભ આપો]. સિદસર ગામમાં સમયાંતરે કાજાવાદરા પટેલ, ધાલ્ખા ભરવાડ આવીને વસ્યા હતા.

ભૂગોળ ફેરફાર કરો

સિદસર ગામ ભાવનગર શહેર અડીને આવેલું બાજુનું ગામ છે. ગામની પશ્ચિમ બાજુમાં માલેશ્રી નદી વહે છે જે માળનાથની ડુંગળમાળા (સિદસરથી લગભગ ૨૦ કિમિ દુર) થી ભિકડાની કેનાલ દ્વારા વહીને આવી ભાવનગરના બોર તળાવને મળે છે.

ભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન