ભુવા ટીંબી (તા. સુત્રાપાડા)
ભુવા ટીંબી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સુત્રાપાડા તાલુકામાં આવેલું ગામ છે. ભુવા ટીંબી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ભુવા ટીંબી | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 20°52′31″N 70°39′28″E / 20.875273°N 70.657690°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ગીર સોમનાથ | ||
વસ્તી | ૧,૫૬૧ (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરોઈ.સ. ૧૮૩૯માં કારડીયા રાજપૂત હમીરે આ ગામ ફરી વસાવ્યું. આ ગામમાં ડોડીયા બારડ ,પરમાર,મોરી, ઝાંકટ અને ગોહીલ જાતિના કરાડિયા રાજપૂત લોકો રહે છે.[૧] પંદરમી સદીમાં રાજા કે ગરાસિયા ભુવડ દ્વારા આ ગામની સ્થાપના થઈ હતી. આથી આ ગામમાં આવેલા તળાવનું નામ ભુવડ તળાવ પડ્યું હશે. આ તળાવ પાસે આવેલા સંસ્કૃત શિલાલેખ અનુસાર આ તળાવનું ખોદકામ બારડ કુળના રાજા ભારમની પત્ની મગતીની પુત્રી બાઈ વગટીએ શ્રી ભુવડના આત્મશ્રેયાર્થે કરાવેલું હતું. એટલે શક્યતઃ વગટી એ આસપાસના કોઈ ગામની ગરાસિયા ભુવડની વિધવા પત્ની હોવી જોઈએ. આ શિલાલેખ એમ પણ જણાવે છે કે તે ઈ.સ. ૧૪૦૧ (સંવત ૧૪૫૭)માં વિજયી રાજા શ્રી શિવગણના શાસન દરમ્યાન કોતરવામાં આવ્યો હતો. આ શિવગણ લગભગ સોમનાથના વાજા કુળનો રાજા હોવો જોઈએ. ઉના નજીકના ફુલકામાં મળી આવેલ ઈ. સ. ૧૩૮૯ (સંવત ૧૪૪૫)ના શિલાલેખમાં પણ શિવગણનું નામ છે. આથી માની શકાય છે કે બંને શિલાલેખ એક જ રાજા શિવગણનો ઉલ્લેખ કરે છે. આ ગામમાં રાવણ તાડનું વન છે.[૨]
વસ્તી
ફેરફાર કરોઈ.સ. ૧૮૭૨ની વસ્તી ગણતરી અનુસાર અહીંની વસ્તી ૨૭૫ જણની હતી, પણ ઈ.સ. ૧૮૭૮-૭૯ના દુકાળને કારણે આ વસતી ઈ.સ. ૧૮૮૧માં ઘટીને ૨૬૮ થઈ ગઈ.[૨]
પેઢવાડા, પ્રાંસલી, ફાચરિયા, અરણેજ અને સોલાજ અહીંની નજીકના ગામડાં છે.
આ ગામમાં ભુડવાગમ, અમૃતાલયમ, સુખનાથ મહાદેવ, રામ અને હનુમાનના મંદિરો છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ કરાડિયા એટલે એવા રજપૂતો જે મહેનત મજૂરી અને સેવા આદિ કરીને નિર્વાહ ચલાવે છે. ગરાસિયામાં ગરને કર શબ્દ સાથે બદલીને આ શબ્દ બન્યો છે.
- ↑ ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૦.