સુત્રાપાડા તાલુકો

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો

સુત્રાપાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો છે. સુત્રાપાડા આ તાલુકાનું મુખ્યમથક છે.

સુત્રાપાડા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોગીર સોમનાથ
મુખ્ય મથકસુત્રાપાડા
વિસ્તાર
 • કુલ૩૨૬.૭ km2 (૧૨૬.૧ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૨૨૪૦૬
 • ગીચતા૩૭૦/km2 (૯૭૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

સુત્રાપાડા તાલુકાનો વિસ્‍તાર ૩ર૬.૭ ચો.કિ.મી છે. ચ્યવન ઋષિનો આશ્રમ તેમજ ભૃગુ ૠષિ દ્વારા સ્‍થાપિત આશ્રમ, કે જેનો વિક્રમાદિત્ય રાજાએ જિર્ણોદ્ધાર કર્યો હતો તે અહીં આવેલા છે. S-GJ-175 હેઠળ જાહેર કરવામાં આવેલું રાજ્ય સંરક્ષિત સ્મારક પુરાતન ગાયત્રી મંદિર પણ આ તાલુકાનાં પ્રશ્નાવડા ગામ નજીક આવેલું છે. તાલુકાનાં મુખ્યમથક સુત્રાપાડાથી ર કિ.મી.નાં અંતરે ગુજરાત હેવી કેમીકલ્‍સ લી.ની સોડાએશ (ધોવાનો સોડા)ની વિશાળ ફેકટરી આવેલી છે. આ ઉપરાંત મોરાસા ગામમાં સિમેન્ટ ફેક્ટરી પણ સ્થાપવામાં આવી છે. સુત્રાપાડા તાલુકાનો મુખ્ય પાક મગફળી છે.

ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે સુત્રાપાડા તાલુકાની વસ્તી ૧૯,૪૮૬ કુટુંબોમાં કુલ ૧,૨૨,૪૦૬ છે જેમાં ૬૨,૪૩૫ પુરુષો અને ૫૯,૯૭૧ સ્ત્રીઓ છે.[]

સુત્રાપાડા તાલુકામાં આવેલાં ગામો

ફેરફાર કરો
સુત્રાપાડા તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન