મોયદ (તા. પ્રાંતિજ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(મોયડ (તા. પ્રાંતિજ) થી અહીં વાળેલું)

મોયદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા પ્રાંતિજ તાલુકામાં આવેલું એક ગામ છે. મોયદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી, મગફળી, વરિયાળી, તમાકું તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, બેંક, ATM, પક્ષીઘર, તેમ જ દૂધની ડેરી, અમૂલ પાર્લર જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

મોયદ
—  ગામ  —
મોયદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°26′22″N 72°51′11″E / 23.439433°N 72.853131°E / 23.439433; 72.853131
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો પ્રાંતિજ
વસ્તી ૭,૯૦૫[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, આરોગ્ય કેન્દ્ર, બેંક, ATM, પક્ષીઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી, ગુવાર

ધાર્મિક સ્થળો ફેરફાર કરો

અહીં રામજી મંદિર, પ્રણામી મંદિર, સ્વામીનારાયણ મંદિર, ખોડિયાર માતાનું મંદિર અને સાંગમેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર તેમજ અન્ય મંદિરો આવેલા છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Moyad Village Population, Caste - Prantij Sabarkantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-04.