મોરગર (તા. નખત્રાણા)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
મોરગર (તા. નખત્રાણા) (અથવા મોરગઢ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
મોરગર (તા. નખત્રાણા) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°14′59″N 69°20′24″E / 23.249780°N 69.339926°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરોમોરગરની સ્થાપના ઇસ ૯૪૨માં અણહિલવાડ પાટણમાંથી ચાવડા વંશના પતન પછી સામંતસિંહ ચાવડાના પુત્ર અહિપતે કરી હોવાનું મનાય છે. અહિપતે કચ્છમાં શાસન સ્થાપ્યું હતું અને ૯૦૦ જેટલાં ગામો જીતીને મોરગરને પોતાની રાજધાની બનાવી હતી. હવે ચાવડકો તળાવના નામ સિવાય ચાવડા શાસનના કોઇ પુરાવાઓ મળતા નથી.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર નખત્રાણા તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-08-30 પર સંગ્રહિત.
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૪૪.
- આ લેખ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૪૪. માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |