ભારતમાં શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે.[૧] તે શિયાળુ પાક તરીકે પણ ઓળખાય છે. આ પાકની કાપણી શિયાળામાં નવેમ્બરથી એપ્રિલમાં થાય છે. ઘઉં, બાજરી, વટાણા, ચણા[૨] અને રાઈ એ મહત્ત્વના રવિ પાકો છે. ભારતના ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભાગ જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. પશ્ચિમી ફેલાયેલા વાવાઝોડાને કારણે વરસાદની પૂરતી પ્રાપ્તિ આ પાકોની સફળતા માટે મદદરૂપ છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Balfour, Edward (1885). The Cyclopaedia of India and of Eastern and Southern Asia (3 આવૃત્તિ). London: Bernard Quaritch. પૃષ્ઠ 331. મૂળ સંગ્રહિત માંથી 2014-04-15 પર સંગ્રહિત.
  2. Rabi crop planting rises 10% in a week, 2016.