વાંઝણા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વાંઝણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક ગામ છે. ગામમાં ડાંગર તેમ જ શેરડી મુખ્ય પાક છે અને કેરી, ચીકુની વાડી સાથે કેળાની વાડીઓ પણ છે. ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. ગામની નજીકમાં ધોડીયા સમાજના જ્ઞાનકિરણ ટ્રસ્ટ તરફથી બનાવવામાં આવેલું ભવન આવેલું છે.

વાંઝણા
—  ગામ  —
વાંઝણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ચિખલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી

ભૂગોળ ફેરફાર કરો

વાંઝણા ગામ ચિખલીથી ૧૨ કિલોમીટરના અંતરે (ચિખલી-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર) આવેલા રાનકુવા ગામથી ૩ કિલોમીટર ઉત્તર દિશામાં ખારેલ જવાના રસ્તે આવ્યું છે. તે અરબી સમુદ્ર થી ૨૫ કિલોમીટરના અંતરે અને દરિયાની સપાટીથી ૧૫ મીટરની ઊંચાઈએ આવેલું છે.