વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તાર

ભાવનગર શહેરમાં આવેલ આરક્ષિત શહેરી વન વિસ્તાર

વિક્ટોરીયા પાર્ક એ ભારતના ગુજરાતના ભાવનગર શહેરમાં આવેલ આરક્ષિત શહેરી વન વિસ્તાર છે. આ વન વિસ્તાર ૨૦૨ હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે[૧].

વિક્ટોરીયા પાર્ક આરક્ષીત શહેરી વન વિસ્તાર
આઈ.યુ.સી.એન. શ્રેણી ૫ (આરક્ષીત ભૂમિ/ દરીયાઈ પ્રદેશ)
Victoria Park, Bhavnagar.svg
વિક્ટોરિયા પાર્ક સાથે દુરના છેડે ગૌરીશંકર તળાવ અને ભાવવિલાસ પેલેસ
Map showing the location of વિક્ટોરીયા પાર્ક આરક્ષીત શહેરી વન વિસ્તાર
Map showing the location of વિક્ટોરીયા પાર્ક આરક્ષીત શહેરી વન વિસ્તાર
સ્થળભાવનગર, ગુજરાત, ભારત
નજીકનું શહેરભાવનગર
વિસ્તાર૨૦૨ ha
સ્થાપનામે ૨૪, ૧૮૮૮

વિગત ફેરફાર કરો

આ વન વિસ્તારની સ્થાપના ૨૪ મે ૧૮૮૮[૧]ના રોજ ભાવનગર રજવાડાંનાં તત્કાલીન મહારાજા તખ્તસિંહજી જસવંતસિંહજી(૧૮૫૮–૧૮૯૬) દ્વારા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં એક વન ભોજનશાળા અને બાળકો માટેનું રમતગમતનું ઉદ્યાન પણ આવેલ છે. વન ભોજનશાળાનું નામ મિસ્ત્રી હરીલાલ વન ભોજનશાળા છે. આ પાર્કની અંદર કૃષ્ણકુંજ તળાવ આવેલું છે. જેમાં વચ્ચે એક ટાપુ પર અનેક પ્રકારના બગલા, ચમચા અને જળકાગડા પ્રકારના પક્ષીઓના માળાની વસાહત બને છે. કૃષ્ણકુંજ તળાવની પશ્ચિમ દિશામાં બકી હીલ તરીકે ઓળખાતી ટેકરી આવેલી છે, જેના ઉપરથી આખા વિક્ટોરીયા પાર્ક, કૃષ્ણકુંજ તળાવ અને ગૌરીશંકર તળાવનું અવલોકન શક્ય છે.

વૃક્ષો ફેરફાર કરો

આ આરક્ષીત શહેરી વન વિસ્તારમાં ૨૪૧ પ્રકારની વનૌષધિઓ અને ૬૯ પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે.[૧] જેમાંથી મુખ્યત્વે નિચે પ્રમાણેની જાતીઓના વૃક્ષો જોવા મળે છે.[૨]

અરડૂસો, અરીઠા, અર્જુન, આપ્ટો, આમલી, આમળા, આસોપાલવ, આંબો, ઈંગોરીયો, ઉમરો, કણઝો, કરંજ, કાસીદ, કીગેલીયા પીનાટા, કોઠી, ખજૂરી, ખીજડો, ખેર, ગરમાળો, ગુલમહોર, ગુંદી, ગુંદો, ગોરસઆમલી, ચીકુ, ચંદન, ચંપો, જાકારાન્ડા મીમોસીફોલીઆ, જામફળ, જાંબુ, તામ્રસિંગી, દેવકંચન, ધાવડો, નગોડ, નીલગીરી, નેવરી, પારસપીપળો, પિલુડી તૂરી, પિલુડી મીઠી, પીપર, પીપળો, બકાન લીમડો, બદામ, બાવળ ગાંડો, બાવળ ગોરડ, બાવળ દેશી, બાવળ રામ, બાવળ લીસો, બાવળ હરમો, બીલી, બૂચ, બોરડી, બોરસલી, મહુડો, રગતરોહિડો, રાયણ, રૂખડો, લીંબડો, વડ, શરૂ, શિરીષ, શેવન, સફેદ શીમળો, સરગવો, સીસમ, સંઘસરો.

પશુ-પક્ષીઓ ફેરફાર કરો

 
પાર્કનો નક્શો

આ પાર્કમાં ૧૬૬ પ્રકારના પક્ષીઓ[૧] અને ૧૩ પ્રકારનાં સાપ પણ જોવા મળે છે.[૧]

અન્ય ફેરફાર કરો

આ ઉદ્યાનની પશ્ચિમ-દિશામાં ગૌરીશંકર તળાવને કિનારે એક ટેકરી પર સુંદરાવાસ બંગલો નામની રજવાડા સમયની ઈમારત આવેલી છે. ૨૦૦૫ સુધી વન ખાતાના કબ્જામાં રહેલી એ જગ્યા હાલમાં ખાનગી માલિકીની છે.[૩].

સમાચારમાં ફેરફાર કરો

  • ૨૩ જૂન, ૨૦૧૩ના દિવસે છપાયેલા સમાચાર પ્રમાણે આગલી રાત્રે રાજ્યના મંત્રી પુરૂષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી અને જયેશ કોટકના જુથ વચ્ચે સુંદરાવાસ બંગલો અને એના આસપાસની જમીનની માલીકી અંગે મારામારી થઇ હતી.[૪]
  • ૨૬ એપ્રિલ, ૨૦૧૫ના દિવસે આ પાર્કની ઉત્તર-દિશાની ૫ કિમીથી વધારે લાંબી દિવાલ પર ૧૭૦૦થી વધારે ચિત્રકારોએે દ્વારા ૧૭૦૦થી વધારે ચિત્રો દોરવામાં આવ્યા હતા.[૫]

છબીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "દિવ્ય ભાસ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર" (PDF). દિવ્ય ભાસ્કર. મેળવેલ ૨૪ મે ૨૦૧૫.[હંમેશ માટે મૃત કડી]
  2. ભટ્ટ, ડો. ડી. સી. (૧-માર્ચ-૨૦૦૧). "વિક્ટોરીયા પાર્કના વૃક્ષો". સૃષ્ટી. ગાંધીનગર: ગીર ફાઉન્ડેશન (૩૦): ૧૦-૧૧. Check date values in: |publication-date= (મદદ)
  3. "ગુજરાત સમાચાર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર". ગુજરાત સમાચાર. મૂળ (HTML) માંથી ૪ જુલાઇ ૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૪ જુલાઇ ૨૦૧૫.
  4. "જમીનની માલીકી અંગે મારામારી". ગુજરાત સમાચાર. ૨૩ જૂન ૨૦૧૩. મૂળમાંથી અહીં સંગ્રહિત 2015-07-04. મેળવેલ ૪ જુલાઇ ૨૦૧૫.CS1 maint: bot: original URL status unknown (link)
  5. "દિવ્ય ભાસ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર" (PDF). દિવ્ય ભાસ્કર. મેળવેલ ૨૬ મે ૨૦૧૫.[હંમેશ માટે મૃત કડી]