વિરોચનનગર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વિરોચનનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા સાણંદ તાલુકામાં આવેલું એક ગામ છે. વિરોચનનગર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી,[ડાંગર]વગેરે ધાન્ય પાકો તેમજ કપાસ, દિવેલીજેવા રોકડિયાં પાકો તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.આ ગામમાં ખેતીલાયક જમીનનો વિસ્તાર આશરે ૫૦૦હેક્ટર છે, આ ગામમાં બે પ્રાથમિક શાળા,પોસ્ટ ઑફિસ સ્ટેટ બેંક,પંચાયતઘર, આંગણવાડી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.આ ગામ સાણંદ તાલુકાનું સૌથી મોટું ગામ છે,આ ગામની કુલ વસ્તી આશરે ૧૦,૫૦૦ જેટલી છે. આ ગામમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કૂવો છેં,આ ગામમાં બે તળાવ , બે બૉરવૅલ આવેલા છે.

વિરોચનનગર
—  ગામ  —
વિરોચનનગરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°05′51″N 72°13′39″E / 23.097418°N 72.227490°E / 23.097418; 72.227490
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ જિલ્લો
તાલુકો સાણંદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી

આ ગામમાં સુંદર મંદીરો આવેલા છે. જયાં દુર દુરથી ભાવિક ભકતો માતાજીની માનતા માનવા આવે છે. હાઇવે ઉપર આવેલ ગોગા મહારાજનું મદિર તથા ગામનું માં મેલડીમાતાના મંદિરે દર્શન કરવા લોકો આવતા હોય છે.આ ગામમાં ગૌભકત શ્રી શંભુ મહારાજ નો જન્‍મ થયો હતો.

આ પણ જુવો

ફેરફાર કરો
સાણંદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

બાહ્ય કડીઓ

ફેરફાર કરો