વર્ષ ૨૦૧૦ દરમ્યાન થયેલો સંદેશાવ્યવહાર

પ્રબંધંકશ્રી ધવલભાઈ, જય માતાજી...સીતારામ...હરે કૃષ્ણ!... આપને અને આપના પરિવાર તથા સૌ પ્રિય જનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા. Happy New Year 2010! આપણા સૌ મિત્રોની મહેનતનું ફળ હવે વિકિપીડિયામાં ઝળહળી રહ્યુ હોય તેવુ મને લાગે છે. જેથી આપશ્રી પ્રબંધંક તરીકેનાં કાર્યમાં સહયોગ આપતા રહો (વિકિનાં યોગદાનને ચેક કરી અને અમને સલાહ સુચન આપો) તેવી મારી તેમજ વિકિપીડિયાનાં સૌ મિત્રો વતી વિનંતી છે. અને બીજુ કે થોડુ ઝઘડી પણ લઈએ, હમણા કેમ કાંઈ સંદેશ નથી ? અમદાવાદથી આવ્યા એટલે કાંઈ હવા આવી ગઈ છે.:-) જો જો ભાઈ, અમે નાના છોડવા છીએ હજુ!.. થોડા થોડા સમયે પાણી અને ખાતરનું સિંચન કરતા રહેજો... અને હવે અશોકભાઈને તમે પણ કહો કે, વિકિપીડિયામાં આપણી સાથે ફરી પાછા આ નવા વર્ષથી થોડા સક્રીય થાય...ચાલો જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૪:૫૩, ૧ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ક્રિસમસ દ્વીપ ફેરફાર કરો

ભાઈ શ્રી ધવલ ભાઈ આજે ક્રિસમસ દ્વીપ નામના લેખમાં એક સુધરો થયેલ જોવા મળે છે તે અનુસાર હિંદી મહાસાગર નું નામ હિંદ મહાસાગર બદલવામાં આવ્યું છે. અમે ભૂગોળમાં હીંદી મહાસાગર જ શીખ્યા છીએ. અને ઈંડીયન આ શબ્દનો સીધો અનુવાદ હીંદી થાય છે કંફર્મ કરશો. --sushant ૧૬:૨૩, ૩ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

(Indian Ocean-નીચેના મુદ્દાને અહીં ભેળવ્યો)
આપણે શું શીખ્યા છીએ તે વાત હમણાં વિસારે પાડીએ અને વ્યાકરણની દ્રષ્ટીએ વિચારીએ તો India = ભારત = હિંદ (નામ)અને Indian = ભારતીય = હિંદી (વિષેશણ) છે. વળી ભારતની પશ્ચિમે આવેલ સમુદ્રને આપણે આરબ સમુદ્ર નહીં પણ (Arebian)અરબી સમુદ્ર કહીયે છીએ ફરી અરબી એ વિષેશણ છે. (હિંદ મહાસાગર (નામ સાથે)એ પ્રયોગ હિંદી ભાષામાં પ્રચલીત છે જ્યાં આજે પણ અરબ (નામ) સાગર એમ પ્રયોગ થાય છે.) --sushant ૧૬:૫૩, ૪ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)
તમારી દલીલ સાથે હું સહેમત નથી.કેમકે (૧) મેં India નો સમાનાર્થી હિંદ એવો નથી કર્યો એ તો માત્ર તમને વ્યાકરણના નામ અને વિશેષણ ના પ્રયોગનો ફરક કરાવી આપવા તે પ્રમાણે લખ્યું છે. (૨)Indian Ocean માં Indian આ શબ્દ વિશેષણ છે તેથી તેના સ્થાન પર વિશેષણ જ વપરાવું જોઈએ. હિંદ એ શબ્દ નામ છે અને હિંદી આ શબ્દ વિષેશણ છે. (૩) હિંદી આ શબ્દનો ઉપયોગ તાર્કીક છે અને મહારાષ્ટ્રના પાઠ્ય પુસ્તકો અનુસાર યોગ્ય પણ છે. (૪)તમારી ચર્ચામાં તમે તાજ મહેલ, જુનાગઢ નો ઉલ્લેખ કર્યો તે પણ અહીં અ સંગત છે કેમ કે આ લોક બોલીની અજ્ઞાનતા અને જોડણી સંબધી ફરક છે નહિ કે વ્યાકરણ સંબંધી. (૫)મારી દલીલના સંદર્ભે મેં જે અરબી (અરબી એ વિષેશણ છે) સમુદ્ર ની દલીલ કરી તે તમે ગણતરીમાં નથી લીધી.
આમ હિંદી મહાસાગર આ પ્રયોગ અયોગ્ય ગણી હટાવી ન શકાય. જો શબ્દનો અર્થ વધુ સાર્થક કરવો હો તો કૌંસમાં તેનો પર્યાય આપી શકાય છે.--sushant ૧૫:૪૬, ૫ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)
(હિંદી મહાસાગર નીચે શરુ કરેલો નવો મુદ્દો અહીં ભેળવ્યો)
આ ચર્ચાનો અંત આણવા જ મેં સુઝાવ આપ્યો છે કે આ બંને શબ્દનો સમાવેશ લેખમાં કરવામાં આવે. જેથી આ ચર્ચાનો અંત આવે. પણ આ સુઝાવ ન સ્વીકારીતા આ ચર્ચા લાંબી ચાલી છે. મુંબઈ માં ચાલતાં ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં હિંદી મહાસાગર એ શબ્દ વપરાય છે અને ગુજરાતમાં કદાચ હિંદ મહાસાગર. તો શા માટે બંને શબ્દને સમાવી ન લેવા? તેમાં વાંધો શું છે? અને પૂર્વે તાજ મહલ આદિ ના અવસરે અમુક દલીલ માની લેવાનો અર્થ એ થોડો છે કે દરેક દલીલ મારે સ્વીકારવી જ જોઈએ?--sushant ૧૬:૪૩, ૬ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

જય વસાવડાની બાહ્ય કડીઓ ફેરફાર કરો

તમે જય વસાવડાના લેખમાંથી તેમની ઓરકુટ અને ફેસબુક પ્રોફાઈલની લિન્ક્સ દૂર કરી છે. પણ મારો મત એ છે કે જે વ્યક્તિ વિષે વધુ માહિતી ઉપલબ્ધ ન હોય અથવા વિકિપીડિયામાં તેવી માહિતીનો સમાવેશ કરી શકાય તેમ ન હોય તો તેની social networking sites ની પ્રોફાઈલ ની લિંક આપવામાં કંઈ વાંધો નથી. જેમ કે ચેતન ભગત, શશી થરૂર, અશોક બેન્કર વગેરેના ઈંગ્લીશ વીકી પેજમાં તેમના twitter profile ની અને facebook page ની લિન્ક્સ આપેલી જ છે. તો પછી જય વસાવડાના લેખ માં કેમ નહિ? અને રહી વાત તેમના વિદેશ પ્રવાસ કે માતા-પિતાના લગ્નની, તો તે માહિતી મેં લખી નથી અને મારો પણ તેને દૂર કરવાનો ઈરાદો હતો. આગળ કહેલી વાત પર તમારો પ્રતિભાવ આપશો જેથી હું આગળ કાર્ય કરી શકું. -- Prakashkhanchandani ૦૮:૧૧, ૬ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

તમારા માર્ગદર્શન ખૂબ ખૂબ આભાર. મને તમારી ભાષા કોઈ પણ રીતે અયોગ્ય લાગી નથી. તમે ગુજરાતી વિકિપીડિયાને વધુ ને વધુ સારું બનાવવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છો, તે બદલ પણ તમને દાદ આપું છું. જય વસાવડાની ફેસબુક અને ઓરકુટની પ્રોફાઈલની લિંક આપવાનું કારણ એ હતું કે તેમાં લેખક પોતાના રીડર્સ સાથે રોજ-બ-રોજ કમ્યુનિકેશન કરતા રહે છે. વીકી આર્ટીકલ વાંચનાર દરેકને તે જગ્યાએ દોરવાનો મારો આશય હતો. આ ઉપરાંત તેમના ટ્વિટર એકાઉન્ટમાં પણ તેઓ જરૂરી માહિતી મૂકતા રહે છે. જેમકે કાલે જ તેમણે તેમની નવી બૂક પૂરી થયાની જાહેરાત તેના પર કરી. જોકે તે માહિતી પણ તમે લેખમાંથી દૂર કરી દીધી છે. અને હું માનું છું કે આવી લિંક આપવાથી વાચક પાસે લેખમાં ફેરફાર કરાયા પહેલા જ માહિતી પહોંચી શકે છે, અને એમ પણ બને કે તે વાચક આ માહિતી ને લેખમાં ઉમેરવા લલચાય અને આ રીતે વધુ ઝડપથી તે લેખને ઉત્કૃષ્ટ અને અપ-ટુ-ડેટ બનાવી શકાય. વીકીપીડીયાનો મુખ્ય હેતુ જ વાચકોને પાર્ટીસિપેટ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ફરી વખત તમારો આભાર. -- Prakashkhanchandani ૧૦:૨૯, ૬ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

મુખપૃષ્ઠ માટે સૂચન ફેરફાર કરો

હેલ્લો, ધવલ ગુજરાતી વિકિપીડિયાના મેઈન પેજ પર 'ગુજરાતીમાં યુનિકોડ લેખન માટે સહાયતા'નું સેક્શન છે. તેમાં ગૂગલની ટ્રાન્સલિટરેશન સુવિધા વિષે પણ માહિતી આપવી જોઈએ. મારા મતે તે બીજી કોઈ પણ સુવિધાઓ કરતા વધારે ઉત્તમ છે. હાલ વધુને વધુ લોકો ગુજરાતીમાં લખવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી તેને ટાઈટલ પેજ પર સમાવવું જોઈએ. જેથી વધુ લોકો ગુજરાતી વિકિપીડિયામાં લખી શકશે. આપ પ્રબંધક હોવાથી આપને આ સૂચન કર્યું છે. તમને યોગ્ય લાગે તેમ કરશો. -- Prakashkhanchandani ૧૦:૫૦, ૭ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

હિંદી મહાસાગર ફેરફાર કરો

ભાઈ શ્રી ધવલ ભાઈ, આ ચર્ચાનો અંત લાવવતા પહેલાં, તમે જે જવાબ આપ્યો છે તે મને એક આરોપ સમાન લાગે છે અને તેનો મારે જવાબ વાળવો જ રહ્યો. (૧) હિંદી મહાસાગર એ મેં મારા સંતોષ માટે નથી મુક્યો. જોડણીની દ્રષ્ટિએ તે સાચો છે મહારાષ્ટ્રમાં ગુજરાતી ભણેલો એક બહુ બહોળો વર્ગ તેને હિંદી મહાસાગર તરીકે જાણે છે તે માટે મુક્યો છે. (૨) જોડણીની અધિકૃતતા જો મહારાષ્ટ્રના પાઠ્ય પુસ્તક ન હોય તો ગુજરાતના પાઠ્ય પુસ્તક પણ ન હોઈ શકેૢ કેમ કે બંને રાજ્યમાં ગુજરાતી ભાષાના પ્રકાંડ વિદ્વાનો દ્વારા જ પાઠ્ય પુસ્તક લેખન કરવામાં આવે છે. (3) હિંદી મહાસાગર એ જરા પણ ખોટી જોડણી નથી અને આજે પણ અહીંના પુસ્તકોમાં હિંદી મહાસાગર જ શબ્દ વપરાય છે. (૪) Christmas=નાતાલ અને Island=દ્વીપ/ટાપુ, એવો કોઈ અર્થ મેં નથી કર્યો તેને મારા માથે ન મઢવા વિનંતિ. તે તમારું અર્થ ઘટન છે અને તમને યોગ્ય લાગે તો તે પ્રમાણે કરી શકો છો. મારું અર્થ ઘટન આ પ્રમાણે હતું, Indian એ વિષેશણ છે. માટે હિંદી જે એક વિષેશણ છે તે વપરાવું જોઈએ. નહિ કે હિંદ જે એક નામ છે. મારું અર્થ ઘટન સાચા સંદર્ભમાં સમજવા વિનંતિ. --sushant ૧૬:૦૧, ૭ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ધવલભાઈ, આ હિંદ મહાસાગર અને હિંદી મહાસાગર શબ્દ વિષે શું તમે બન્ને મિત્રો મીઠો ઝઘડો કરો છો તે મને ના સમજાણુ સાલુ. કાંઈ વાંધો નહી પણ સાચી જોડણી ગોતવા માટે તમે બન્ને મિત્રોએ સારી મહેનત કરી છે. જે બાબતે હું તમારી બન્નેની પીઠ થાબડુ છુ. તમારી ચર્ચા અત્યાર સુધી તો મે મુંગે મોઢે સાંભળી પણ હવે થયુ કે, આ ચર્ચાનાં અંત લાવવા હું પણ ટપકી પડુ. તેથી મેં આજે હિંદ મહાસાગરને ગુગલમાં સર્ચ કર્યુ તો ૭૨૬ પરિણામ મને મળ્યા અને હિંદી મહાસાગરને સર્ચ કરાવ્યો તો ૯૭૬ પરિણામ મળ્યા.આ ફકત તમારા બન્નેની જાણ માટે, બાકી જે હોય તે મારા મતે તેને કોઈએક નામથી રીડાયરેક કરાવી દો. બાકી આ ચર્ચા અહીંથી જ બંધ કરવા તમારા મિત્ર તરીકે તમને બન્નેને નમ્ર વિનંતી છે. અને આ બાબતે તમે બન્ને ભવિષ્યમાં મનમાં કાંઈપણ મતભેદ રાખશો નહી તેવી વિનંતી...ચાલો જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૯:૩૧, ૮ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ફેરફાર કરો

ધવલભાઈ, આ લેખમાં નક્શાની સાઈઝ અત્યંત મોટી થઈ ગઈ છે. મેં તેને સરખી કરવા પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી.તેને સરખી કરવા વિનંતિ.--sushant ૧૭:૧૪, ૧૪ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ધવલભાઇ,

આપણી વચ્ચે થયેલ વાત મુજબ રણછોડરાય વિશે અલગ લેખ તો બનાવ્યો છે પણ હવે થોડીક મુંજવણ છે કે કઇ માહિતી ડાકોર મા રાખવી ને કઇ માહિતી રણછોડરાય મા? તો આપ લેખ વાંચીને માર્ગદર્શન આપશો અથવા યોગ્ય ફેરફાર કરશો એવી આશા રાખુ છુ.

--Hirenvbhatt ૧૩:૧૮, ૧૯ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)હિરેન ભટ્ટ

હવા મહેલ ફેરફાર કરો

ધવલજી, આ લેખમાં માહિતીચોકઠામાં location map એ ઢાંચાને કારણે કાંઈ ગડબડ થઈ ગઈ છે. તે સુધારી આપવા વિનંતિ. --sushant ૧૭:૦૧, ૨૦ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

આજનું ચિત્ર ફેરફાર કરો

ધવલજી આજનું ચિત્ર આ ખંડમાં કાંઈક ગડબડ થઈ છે. ફોટો જાસૂદના ફૂલનો છે અને વિવિરણ - ગાંધીજી ના બાળપણની તસવીર- એવું છે --203.115.67.25 ૧૭:૫૭, ૨૨ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ઈંડિયા ગેટ ફેરફાર કરો

ધવલજી આપની મદદની ફરી જરૂર પડી છે. ઉપરના લેખમાં માહિતીચોકઠાંમાં ફરી ગડબડ થઈ ગઈ છે. સુધારવામાં મદદ કરશો. --sushant ૧૯:૨૬, ૨૩ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

ઇએમઇ મંદિર‎ ફેરફાર કરો

ભાઇશ્રી ધવલ, નમસ્કાર. વધુમાં ઇએમઇ મંદિર લેખ માટે અંગ્રેજી વિકિમાંથી અક્ષાંસ રેખાંશનો ઢાંચો અહીં લીધો છે, જે geohack પર લઇ જાય છે, પરંતુ બરાબર લિંક થતો નથી‎. આ વિશે ઘટતું કરવા પ્રયત્ન કરવા વિનંતી છે. આંકડા ગુજરાતીમાં લખી શકાય તો સારું.--સતિષચંદ્ર ૧૮:૩૮, ૨૮ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

આમેરનો કિલ્લો ફેરફાર કરો

ધવલજી, આ લેખમાં અમુક ચિત્રો દેખાતાં નથી. આ વિશે ઘટતું કરવા પ્રયત્ન કરવા વિનંતી છે. ---sushant ૧૪:૩૩, ૨૯ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

આપના પ્રોત્સાહન બદ્દલ ખૂબ ખૂબ આભાર. આ વિષય ખૂબ મોટો છે. તેને ઘણો સમય લાગશે. આજે મેં એક ચાંદ વાવડીનો લેખ અનુવાદ કર્યો છે. તેમાં મને પણ નિર્દેશાંક સંબંધે પ્રોબ્લેમ છે. અને આમ પણ મારા મોટા ભાગના લેખમાં તેની જરૂર પડે છે. --sushant ૧૬:૨૧, ૨૯ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

રણછોડરાય ફેરફાર કરો

ભગવાન રણછોડરાય નો લેખ ખુબ જ સુંદર અને નયનરમ્ય બની ગયો છે તે બદલ ખુબ ખુબ આભાર. રહીવાત , લેખમાંની અસંગતતાની તો એ માટે રણછોડરાય લેખ ની ચર્ચા જવાબ આપેલ છે જે એકવાર વાંચી લેશો.

જયગઢ કિલ્લો ફેરફાર કરો

પ્રિય ધવલજી,જયગઢ કિલ્લો આ લેખમાં અમુક ચિત્રો દેખાતાં નથી, જરા લાવી આપવા વિનંતિ. --sushant ૧૫:૧૫, ૨ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ઉમેદ ભવન મહેલ ફેરફાર કરો

પ્રિય ધવલજી,"ઉમેદ ભવન મહેલ "આ લેખમાં અમુક ચિત્રો દેખાતાં નથી, જરા લાવી આપવા વિનંતિ.--sushant ૧૭:૦૪, ૩ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ --sushant ૧૪:૩૪, ૫ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

રણછોડરાય ફેરફાર કરો

રણછોડરાય લેખમાં હાલના મંદિર વિશે ફેરફાર કરેલ છે જેની નોંધ લેશો. આ પુર્વે મે એક ફાઇલ ranchhodrayjitemple.jpg અપલોડ કરી છે પરંતુ તેને સફળ રીતે લેખ મા સમાવી શક્યો નથી. તેનાં લાઇસન્સ ની માહીતી મારે આપવાની હતી જે સ્કેન્ડ ફાઇલ હોવાથી આપતા ફાવ્યુ નહતુ તો આ બાબતે મદદ ની આશા રાખુ છુ.--Hirenvbhatt ૧૩:૪૫, ૫ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

મે ચઢાવેલ ફોટો, વર્ષોથી ડાકોર માં છાપવામાં આવતી વિવિધ પ્રસંગો પરની આમંત્રણ પત્રિકાથી લીધેલ સ્કેન્ડ ફાઇલ છે તો શું એને પબ્લિક ડોમાઇન ગણી શકાય? --Hirenvbhatt ૦૪:૩૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ધવલભાઇ રણછોડરાય લેખમાં નાનકડો ફેરફાર કર્યો છે કારણકે સાંજના જમણની સખડીભોગની થાળીમાં ભગવાન શુદ્ધ જામખંભાળિયા ઘી થી બનેલ છપ્પનભોગ આરોગે છે જેની એક થાળીમાંથી આજના ખાધે પીધે સુખી એવા ચાર-પાંચ માણસ આરામથી પેટભરીને જમી શકે છે. કોઇવાર ડાકોર રાત્રિ રોકાણ કરવાનો અવસર મળે તો આ થાળી અવશ્ય આરોગજો, ભગવાનના પ્રસાદની ખરી મજા આવશે. ભુલચુક માફ કરશો. --Hirenvbhatt ૦૯:૦૨, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ધવલભાઇ, હવે જ્યારે ભારત આવો અને સખડીભોગનો પ્રસાદ લેવા ચોક્ક્સ મને યાદ કરજો. તમને મદદ કરવામા મને આનંદ મળશે. રહી વાત ફોટોની, આ ફોટો સુશાંતભાઇએ મુકેલ છે જે મને પણ થોડો અયોગ્ય લાગે છે. રણછોડજીનો અસલ ફોટૉ મળવો મુશ્કેલ છે પરંતુ ફરી જ્યારે હુ ડાકોર જઇશ ત્યારે મંદિરનો ફોટો અવશ્ય લાવીશ.

ધવલજી, આપે જે ફોટો દૂર કર્યો છે, તેમાં મારે કશો વાંધો નથી ઊલટું તમે સારું કર્યું ખોટું ચિત્ર રાખવા કરતાં ન હોય તે સારું. આ તો મે વિકિકોમન્સમાં સર્ચ કર્યું અને આ નામે મને એક ફોટો મળ્યો હતો તે મેં લગાડ્યો. આપે મને શ્રી કૃષ્ણના રૂપ આપે જે માહિતી આપી તે મારી મટે નવી જ્ઞાનની વાત થઈ. આ પરથી એક સુઝાવ છે. કે શ્રી કૃષ્ણના નામ અને તેમના રૂપનું વર્ણન કરતો એક લેખ બને તો કેમ? --sushant ૧૩:૩૯, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

લક્ષ્મી નિવાસ મહેલ ફેરફાર કરો

આમાં અમુક ફોટા નથી દેખાતા. જરા લાવી આપશો? --sushant ૦૯:૦૪, ૭ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ભાઇશ્રી ધવલ, નમસ્કાર. ડાકોરના લેખમાં કોમન્સ પરથી બે તસવીર ગોઠવી હતી. હિરેનભાઇએ ધ્યાન દોરતાં ખબર પડી કે એમાંની એક તસવીર ડાકોરની નથી. ધ્યાનથી જોતાં આ તસવીર સોમનાથ મંદિરની છે એવી ખબર પડી.[૧] આથી મેં આ તસવીર ડાકોરના લેખમાંથી દુર કરી સોમનાથના લેખમાં ગોઠવી છે. પરંતુ અંગ્રેજી વિકિમાં આ વિશે માહિતી આપવાનું આપને સોપું છું, જેથી ત્યાં પણ યોગ્ય લેખને યોગ્ય તસવીર મળી શકે.--સતિષચંદ્ર ૧૭:૪૫, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

 
Dhavalbhai, Many Many Happy Returns of The Day!

ધવલભાઈ, હરે કૃષ્ણ...સીતારામ...જય માતાજી... જન્મ દિવસ મુબારક, ભાઈ. જીવનનાં દરેક ક્ષેત્રોમાં તમે પ્રગતિ કરો તેમજ આનંદમય જીવન જીવો તેવી ગુજરાતી વિકિપીડિયા તેમજ તેનાં દરેક સભ્યમિત્રો તરફથી શુભકામના પાઠવુ છુ. --જીતેન્દ્રસિંહ ૦૫:૩૭, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

ભાઇશ્રી ધવલ,

જન્મદિન નિમિત્તે ખુબ ખુબ વધાઇ. આપના કુશળતાભર્યા વહીવટ, લેખનશૈલી, કોમ્પ્યુટર જ્ઞાન વગેરેનો લાભ અમને તેમ જ ગુજરાતી વિકિપીડિયાને હરહંમેશ આપતા રહેશો એવી અનેક ઉત્તમ શુભેચ્છાઓ.--સતિષચંદ્ર ૦૬:૩૦, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

હરે કૃષ્ણ...સીતારામ...જય માતાજી...અરે યાર આપણે બધા ભલેને જુદાજુદા શહેરોમાં વસીયે, છતા પણ મન તો એકજ છે ને! એટલે ભુલાવાનો તો કોઈ સવાલ જ નથી...અને તમે કહો છે કે ૧૦૦ વર્ષ જીવવાની આશા જન્મે. પણ અમે એમ કહીએ છીએ કે, તમારે ૧૦૦ વર્ષ તો જીવવાનું જ છે. અમને કેક તો ખાવા મળશે..:-):-)...--જીતેન્દ્રસિંહ ૦૬:૫૪, ૪ માર્ચ ૨૦૧૦ (UTC)

ભાઇ શ્રી ધવલ, નમસ્કાર, વધુમાં તાજેતરમાં આપણા સભ્ય જયશ્રીબેન દ્વારા કરવામાં આવેલા ઢોસા તેમ જ ઘી લેખોના અનુવાદનું કાર્ય ખુબ જ અભિનંદનને પાત્ર છે. ખરેખર સુંદર અનુવાદ થયો છે, એમના જ્ઞાન તેમ જ કૌશલ્યનો આ કાર્યમાં પરિચય મળે છે. વળી એમની વાનગીઓની શ્રેણી પણ આપણા વિકિમાં ધુમ મચાવી રહી છે. એમનું યોગ્ય સન્માન કરવા હું આપને ભલામણ કરું છું. આપણા જુના સભ્યોનાં કાર્યોને પણ યોગ્ય ન્યાય આપશો એવી મારી આપને વિનંતી છે.--સતિષચંદ્ર ૧૮:૧૬, ૧૧ માર્ચ ૨૦૧૦ (UTC)

એ રામ રામ...રામ રામ... ફેરફાર કરો

શ્રી ધવલભાઈ, હરે કૃષ્ણ...સીતારામ...જય માતાજી... કુશળ હશો, શું ચાલે છે નવીનમાં...તિથી અને તારીખોનાં લેખોને ભાઈશ્રી અશોકભાઈએ શરૂઆત કરી હતી, તેને મે ચાલુ રાખીને આટલે સુધી પહોંચાડી છે. જેથી બાકી રહેતા લેખોને તમે પુર્ણ કરશો તેવી વિનંતી છે.. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૭:૩૦, ૨૧ માર્ચ ૨૦૧૦ (UTC)

ધવલભાઈ, કુશળ હશો.. આજે તો રામનવમીનો ઉપવાસ પુર્ણ થઈ ગયો હસે..અને મારે તો થોડાક માટે જ રહી ગયુ, નહીતર રામનવમીનું ફળાહાર આપણા અશોકભાઈને ઘરે જ થાત. હું કાલે જ મારા એક મિત્રની સાથે જુનાગઢ ગયો હતો. ત્યાં અશોકભાઈને મળ્યો હતો. તેઓએ અમારી ખુબજ સારી આગતા સ્વાગતા કરી હતી અને તેઓનાં ઘરે જ ફળાહાર માટે વિનંતી કરી હતી. પણ મારે નવરાત્રી ચાલતી હોવાથી અમો ત્યાં રોકાણા ન હતાં.

બીજુકે અશોકભાઈ અહી આપેલી સાઈટો ઉપર સેવા કરી રહ્યા છે તેથી તેની મુલાકાત ત્યાં લેશો અને સમાચાર પુછતા રહેશો.. બીજુ કે મે તિથી અને તારીખનાં લેખમાં તમારા માટે છોડેલા લેખ વિષે મને વધારે ટપ્પા નથી પડ્યા એટલે તમને સોપ્યુ છે બીજુ એ કે, તિથી અને તારીખનાં લેખો લખવાનો અશોકભાઈ અને મને જ જસ મળે તેનાં કરતા તમે પણ સામેલ થાવ તેવી મારી ઈચ્છા હતી.. બાકી અમને દરબારોને જેમ દારૂની લત ના છુટે તેમ આ વિકિપીડિયાની તમે લત લગાડી છે તે હવે છુટતી નથી..એટલે હું કયાંય જઈશ નહી :-) બાકી નવીનમાં બોલો.. શુ હમણા કાંઈ વધારે કામમાં વ્યસ્ત લાગો છો ....જય માતાજી...

હરિલાલ ઉપાધ્યાય ફેરફાર કરો

ભાઇશ્રી ધવલ, નમસ્કાર. વધુમાં હિસાબી વર્ષ પૂર્ણ થતાં કામકાજમાં રાહત થઇ હશે, ખરું ને? હવે અહીં વધુ સમય ફાળવી શકશો. ખાસ તો હરિલાલ ઉપાધ્યાય લેખમાં ઢાંચો છે, જેનું માત્ર શીર્ષક જ દેખાય છે. આ પ્રશ્ન ઉકેલી આપશો.--સતિષચંદ્ર ૦૩:૪૩, ૩ એપ્રિલ ૨૦૧૦ (UTC)

ગુજરાતી શબ્દો ફેરફાર કરો

આપનો સંદેશ મળ્યો. અમે રહ્યાં મુંબઈગરાં, અને અહીં ની બોલાતી ગુજરાતીમાં સાકર શબ્દ જ વપરાય છે અહીં ખાંડ શબ્દ એટલો પ્રચલીત નથી તે અનુસાર અમારે લખવામાં પણ સાકર શબ્દ જાવી જતો હોય છે. જો સાકર એ શબ્દ વાચકોના મનમાં અવઢવ પેદા કરે એમ હોય તો ભલે ખાંડ શબ્દ રહે; પણ મુંબઈના, કચ્છના અને દક્ષિણ ગુજરાતના અન્ય સમુદાય જેમાં ખાંડ શબ્દ પ્રચલિત નથી તેમની સમજણ માટે ખાંડ સાથે સાકર શબ્દ પણ લેખમાં રહે તે ઈચ્છનીય છે. કિશમિશ કે મનુકા માટે સુકી દ્રાક્ષ એ શબ્દ પ્રયોગ બરાબર છે.--Jaishree ૧૫:૪૩, ૨૦ એપ્રિલ ૨૦૧૦ (UTC)

શુભા મુદ્ગલ ફેરફાર કરો

ભાઇશ્રી ધવલ, શુભા મુદ્ગલ લેખમાં ઢાંચો છે, જેનું માત્ર શીર્ષક જ દેખાય છે. આ પ્રશ્ન ઉકેલી આપશો.--સતિષચંદ્ર ૧૨:૪૩, ૧૨ મે ૨૦૧૦ (UTC)

ભાઇશ્રી ધવલ, નમસ્કાર. શુભા મુદ્ગલ લેખની તસવીરમાં કંઈક ગરબડ છે, સુધારી આપશો એવી વિનંતી છે. વધુમાં આપના ફેરફારોની સંખ્યા, મારી ભૂલ ના થતી હોય તો એક નવો મુકામ સર કરે છે, આ પ્રસંગે હાર્દિક શુભેચ્છા કે આપ નવી નવી મંઝીલ સર કરતા રહો. અભિનંદન.--સતિષચંદ્ર ૧૫:૨૭, ૧૧ જૂન ૨૦૧૦ (UTC)

તીખીચટણી - નામાંતરંણ ફેરફાર કરો

ધવલભાઈ , નમસ્કાર, કુશળ હશો. હાલમાં કોથમીરની ચટણી આ લેખનું નામાંકરણ કરવામાં આવ્યું છે. મારા મતે તીખી ચટણી એ આ લેખનું વધુ યોગ્ય શીર્ષક ન હોઈ શકે. તીખી ચટણી, મીઠી ચટણી, ખાટી ચટણી આદિ એ સ્વાદને આધારે એક વર્ગીકરણ જૂથનું નામ હોઇ શકે નહી કે કોઇ એક વિશિષ્ટ ચટણી નું નામ. દા.ત. મરચાં+દાળીયા+મીઠું વાપરીને બનતી ચટણી પણ તીખી ચટણી હોઇ શકે અને કોથમીર વાપરીને બનતી ચટણી પણ. ગળી ચટણી ગોળ+આમલીૢ ખજૂર+આમલીૢ કોકમ+ખજૂર એમ કોઇ પણ પદાર્થ મેળવીને બનાવી શકાય.. જો તીખી ચટણી એ નામ હોવુઁ એટલું જ જરૂરી હોય તો તીખી ચટણીને રીડાયરેક્ટ કરી કોથમીરની ચટણી કે અન્ય ચટણી પર લઇ જઈ શકાય.વળી પાક શાસ્ત્રમાં પરંપરાથી ચટણીઓને તેમના મુખ્ય ઘટકોથી ઓળખાય છે જેમકે ફુદીનાની ચટણીૢ કરમદાંની ચટણીૢ કમરખની ચટણીૢ નારિયેળની ચટણી આદિ. તે હિસાબે પણ કોથમીરની ચટણી યોગ્ય છે. તે પ્રમાણે ઘટતું કરવા વિનંતી. --Jaishree ૧૪:૫૮, ૧૬ જૂન ૨૦૧૦ (UTC)

તમારી દલીલ સાથે હું સહેમત નથી. બાકી તમને જેમ યોગ્ય લાગે તે. --Jaishree ૧૫:૦૫, ૧૯ જૂન ૨૦૧૦ (UTC)
જયશ્રી બેનની દલીલ વધુ તર્ક સંગત છે.--sushant ૦૪:૦૮, ૨૦ જૂન ૨૦૧૦ (UTC)

ભાઇશ્રી ધવલ,

ગામના નામમાં ફેરફાર માટે ધ્યાન દોરવા બદલ આભાર. મારી પાસેની યાદી અંગ્રેજીમાં હોવાથી તકલીફ થઇ હતી. હવે ધંધુકા તાલુકાના ગામોની યાદીમાં જોઇને સાચું નામ વાગડ બદલી નાખ્યું છે.--સતિષચંદ્ર ૧૪:૧૨, ૧૮ જૂન ૨૦૧૦ (UTC)

There is an effort from WikiMedia foundation to create localized logo for all Wikipedias. Foundation is asking for the right open source font that can be used for creating logo for Gujarati Wikipedia. Could you please help me regrading this? Please mail me the details. My email address is shijualexonline@gmail.com --Shijualex ૦૦:૫૭, ૨૩ જૂન ૨૦૧૦ (UTC)

correct translation?? ફેરફાર કરો

Is the translation મેત્રોલીંક એક્ષ્પ્રેસ્સ ગાંધીનગર અને અમદાવાદ of MetroLink Express Gandhinagar and Ahmedabad correct? If not, please could you correct it on the English Wikipedia. --92.21.135.101 ૧૬:૦૯, ૩૦ જૂન ૨૦૧૦ (UTC)

Hello! can you please create this article Selena on this wiki? please and thank you! (en:Selena, the English version). AJona1992 ૦૧:૫૦, ૧૯ જુલાઇ ૨૦૧૦ (UTC)

બ્રહ્મા ફેરફાર કરો

દંડવત પ્રણામ પ્રભુ, શિક્ષાપત્રીનાં શ્લોકો પ્રમાણે

અને તે ઇશ્ર્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તે ઇશ્ર્વર છે અને તે શ્રીકૃષ્‍ણ જેતે આપણા ઇષ્‍ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્‍ય છે અને સર્વ અવતારના કારણ છે (૧૦૮) શિક્ષાપત્રી
અને શ્રીકૃષ્‍ણભગવાન તથા શ્રીકૃષ્‍ણ ભગવાનનાં જે અવતાર તે જે તે ધ્‍યાન કરવા યોગ્‍ય છે તથા શ્રીકૃષ્‍ણભગવાનની જે પ્રતિમાં તે પણ ધ્‍યાન કરવા યોગ્‍ય છે માટે એમનું ધ્‍યાન કરવું અને મનુષ્‍ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્‍ણભગવાનના ભકત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્‍યાન કરવા યોગ્‍ય નથી, માટે એમનું ધ્‍યાન ન કરવું (૧૧પ) શિક્ષાપત્રી

ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક આચાર્ય ચૈતન્ય મહાપ્રભુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક આચાર્ય સ્વામિનારાયણ ભગવાન બંને ભગવાનનાં વીચાર એક છે. ...એ ત્રણેના નિયંતા કૃષ્ણ છે એવી માન્યતા ફક્ત ગૌડિય વૈષ્ણવ પરંપરામાં નથી. - V das

ભક્તિબલ્લભ તીર્થ ગોસ્વામી મહારાજ અસ્તીત્વમાં છે, માટે ભક્તિ બલ્લભ તીર્થ મહારાજને Delete કરો. - V das

પુનઃસ્વાગત ફેરફાર કરો

સ્વાગત બદલ આભાર ધવલ ભાઇ... આપ સહઃ પરિવાર કુશળ હશો. હું આપની વાત થી સંમત થાઉં છું અને ફરી ભાંગફોડ પ્રવૃત્તિ બદલ મને માફ કરશો. આ અવલંબન ટાળવાનો સુજાવ યોગ્ય છે. હું આજકાલ સંસારમાં ખુંપેલો છું માટે સમયનો અભાવ રહે છે. આપ જ્ઞાન, ઉમર અને સમજદારીમાં મારાથી મોટા છો માટૅ નિ:સંકોચ પણૅ મારા કોઇપણ યોગદાનમાં કંઇપણ ફેરફાર (અથવા દૂર કરો)તો મને ખોટું નહીં લાગે. હું સત્વરે મારા લેખો માં સુધારા કરવા લાગી પડીશ! સીતારામ... મહર્ષિં --Maharshi675 ૦૮:૫૯, ૨૧ જુલાઇ ૨૦૧૦ (UTC)

આ સંદેશો તમને હું બીજી વખત લખ્વા કરું છું પણ તમારી ચર્ચાનું પાનું --- કેબી થી લાંબું હોવાથી લખ્વામાં તકલીફ પડૅ છે અને મોઝિલામાં આ તકલીફ વિશેષ છે. અને આ PC પર મને limited rights છે.

શું દરેક ભજનો અને સ્તુતીઓ જેમાં અન્ય માહિતી ન સમાવી શકાય તેને વિકિસોર્સમાં ફેરવવી પડશે? જો હા તો દરેકને પહેલા ટેગ કરી અને કઇક ઓટોમેટિક રીતે આવું સંભવ ન બને? સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૧:૨૦, ૨૧ જુલાઇ ૨૦૧૦ (UTC)

સાક્ષાત્ ફેરફાર કરો

Please translate the article on the Sakshat computer to Hindi. Thanks. --92.11.24.4 ૧૭:૨૨, ૨૩ જુલાઈ ૨૦૧૦ (UTC)

મીંઢોળાનો ફોટો ફેરફાર કરો

ધવલ સર આ ફોટો મારા મીત્ર દ્વારા મને એ-મેઇલ થયેલ છે. જ્યાં સુધી મે તપાસ કરી છે, ત્યાં સુધી તેના પર કોપીરાઇટ નથી તેથી મુક્યો છે. છતાં પણ આપ અનુભવી છો તો યોગ્ય નીર્ણય લેશો.

શુભા મુદ્ગલ ફેરફાર કરો

ધવલ "સર", શુભા મુદગલ ના લેખમાં ફોટો ખૂબ મોટો થઈ ગયો છે, સરખો કરી આપશો અને શ્રેયા ગોષાલના લેખમાં ફોટો નથી તે પણ ઉમેરાઈ જાય તો મજા આવી જાય. --sushant ૧૭:૫૦, ૩૧ જુલાઇ ૨૦૧૦ (UTC)

ધવલજી, આ વિષે સતિષભાઈએ આપનું ધ્યાન દોર્યું હશે તે વાતની મને ખબર ન હતી. જો ખબર હોત, તો તમે સુધારો કરવામાં આટલા મોડા કેવી રીતે પડ્યા તે ટકોર જરૂર કરત :)--sushant ૧૭:૦૨, ૫ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

ધવલભાઇ, નમસ્કાર. આજરોજ વાર્ટા નદી (યુરોપ)‎ માટે ઇન્ફો બોક્સનો ઢાંચો બનાવતી વખતે એમાં આવતા સહાયક ઢાંચા પણ બનાવવાથી એમાંના ફોટાની સાઇઝ યોગ્ય માપની કરી શકાઇ. એ જ પ્રમાણે ઉપરોકત શુભા મુદ્ગલના લેખમાં પણ ઢાંચો:Min‎ બનાવવાથી હવે તસવીર યોગ્ય માપની જોવા મળે છે.--સતિષચંદ્ર ૧૧:૧૯, ૨ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

Hi, please delete ચિત્ર:LataM-fairuse.gif, ચિત્ર:Aishwarya rai.jpg, ચિત્ર:ShahRukh-fairuse.jpg. Free versions are available and replaced the images. Hekerui ૦૮:૧૭, ૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

બહુપર્યાયી શબ્દને ડિલીટ કરો ફેરફાર કરો

વિકિપીડિયા:બહુપર્યાયી શબ્દ અને ઢાંચો:બહુપર્યાયી શબ્દને ડિલીટ કરો. - V das

પ્રબંધક ફેરફાર કરો

મારે પ્રબંધક બનવું છે, તો મારે શું કરવું? કૃપા કરી જણાવશો. - V das

ચાણક્ય પંડિતે કહ્યું છે કે,
||આહાર નીદ્રા ભય મૈથુનચ્ય સાંમાન્ય યેત પશુભી નરાણાંમ ધર્મ એકો અધિકો વિષેશો ધર્મ હિન મનુષ્ય પશુભી સમાનાં||
સામાન્ય રીતે લોકો વિકિપીડિયા પર આહાર નીદ્રા ભય અને મૈથુન પરજ લેકો લખે છે, પણ મને ધર્મ પર લેખો લકવું વધારે પ્રીય છે.

પ્રબંધક બનવાની ઇચ્છાનાં કારણો ફેરફાર કરો

શાસ્ત્રોમાં ભગવાનને ઓળખવાં માટે ઉપાયો આપયા છે,

૧. તેનું શાસ્ત્રમાં વરણન હોય.
૨. તેના હાથ અને પગ પર પવીત્ર ચીન્હો હોય.
૩. તે છ ઐશ્વર્યથી હંમેશા પરીપુર્ણ હોય.
૩.૧ સહુતી વધારે ધની
૩.૨ સહુતી વધારે સુંદર
૩.૩ સહુતી વધારે જ્ઞાની
૩.૪ સહુતી વધારે ત્યાગી
૩.૫ સહુતી વધારે પ્રખ્યાત
૩.૬ સહુતી વધારે બળવાન

પણ વિકિપીડિયા પર ધણા લેખોમાં સામાન્ય જીવોને 'ભગવાન', 'અવતારી', 'પુરૂષોત્તમ' વગેરે પ્રત્યયથી સંબોધવામાં આવે છે. એવા લેખો ડિલીટ કરવાં મારે પ્રબંધક બનવું છે. - V dasનાં જય સ્વામિનારાયણ

વિકિપીડિયા એ જ્ઞાનકોષ છે, અહીં કોઈ એક વ્યક્તિ કે ધર્મની માન્યતા પ્રમાણેનું લખાન લખવામાં નથી આવતું, અહીં સર્વમાન્ય અને સર્વ સ્વિકૃત(શાસ્ત્રો) માહિતીઓજ તેના યથાયોગ્ય (શાસ્ત્ર) સંદર્ભ સાથે લખવામાં આવે છે. શાસ્ત્રોમાં વરણન ના હોય એવા 'ભગવાન', 'અવતારી', 'પુરૂષોત્તમ' વગેરે લેખો ડિલીટ કરવાં મારે પ્રબંધક બનવું છે. - V dasનાં જય સ્વામિનારાયણ

સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ લેખ PSPatelએ બનાવ્યો છે. મારું નામ તો ઇતિહાસમાં પણ નથી. પ્રબંધકે ખોટા આરોપો લગાવવાં જોઇયે નહી.. - V das

ચિત્ર:Vishnu on Lotus.jpg ફેરફાર કરો

ચિત્ર:Vishnu on Lotus.jpgને ડિલીટ કરો. કૉમ્નસ્ પર File:God Vishnu.jpg અથ્તિત્વ છે. - V dasનાં જય સ્વામિનારાયણ

કૉમ્નસ્ પર વિડીયો ફેરફાર કરો

કૉમ્નસ્ પર વિડીયો કઇ રીતે ચડાવવું તે વીષે માહિતી આપો. - V dasનાં જય સ્વામિનારાયણ

File extension does not match MIME type. લખેલો સંદેશ આવે છે. - V dasનાં જય સ્વામિનારાયણ

આ ફાઇલ .wmv છે, .ogv કરીને ચડાવજો. ફાઇલની લિંક નીચે છે.

પ્રિય ધવલ સરજી, કમળો આલેખમાં કોઠો બનવામાં કાંઈ ગડબડ થઈ ગઈ છે. સુધારી આપશો. --sushant ૦૮:૨૯, ૧૫ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

આભાર ધવલભાઈ, હવે સરસ દેખાય છે. આજે "સંધિ" નો ઢાચો બનાવ્યો પણ એક પ્રશ્ન થયો કે શા માટે આપણે અંગ્રેજી ઢાચાઓ નો ઉપિયોગ ન કરી શકીયે? દા.ત. "Treaty". વધુમાં infobox person માં name = "સીતારામ" લખિયે કે infobox વ્યક્તિ માં નામ="સીતારામ" એમ લખિયે તો વધું સરળ ન બને? કહેવાનો મતલબ એમ કે infobox વ્યક્તિ અને infobox person બન્ને સહ-અસ્તિત્વ ધરાવે. આવું કરએ તો કેમ લાગે? સીતારામ.... મહર્ષિ --Maharshi675 ૧૪:૨૪, ૧૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

ભાષાંતર ફેરફાર કરો

વધુમાં ગુગલ ટ્રાન્સલેટ ટુલકિટ વડે થતા ભાષાંતરીત લેખો ખરેકર સુંદર છે. હમણા જ બનેલા સભ્યો દ્વારા આવું ઉમદા યોગદાન સરાહનીય છે. સીતારામ.... મહર્ષિ --Maharshi675 ૧૪:૩૫, ૧૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)


માહિતીચોકઠાં અને નવા બનેલા સભ્યોનું યોગદાન ફેરફાર કરો

ભાઇશ્રી ધવલભાઇ.. તમે લખેલ મુદ્દા ઘાટા અક્ષરે આપેલ છે.

  • બે ઠાંચાઓ રાખવા બાબતે વિચારી શકીએ, જો કે તેનાથી ડુપ્લિકેશન વધી જશે: આવા ડુપ્લિકેટ લેખોને ફક્ત એક શ્રેણીમાં રાખિ જ્યારે ઠિક સમય લાગે ત્યારે દૂર કરવા અઘરું નહીં પડે.
  • આમે આપને સ્વતંત્ર થઈએ તો વધુ સારૂં નહી? શું કામ કોઈના પર પરતંત્ર રહેવું અને ક્યાં સુધી?: સ્વતંત્રતો છીએ જ પણ આ પ્રશ્ન સ્વતંત્રતા નો નહીં પણ સહેલાઇનો અને સગવડનો વધું છે.
  • ગુગલ ટ્રાન્સ્લેટ ટૂલકીટનો ઉપયોગ...વધુમાં આ સભ્યો (કે પછી કોઈ એક જ સભ્ય) આપણી લેખન શૈલીથી માહિતગાર નથી હા! એટલા માટે જ તો આપે જે પશ્નો લખ્યા તે ઉભા થાય છે. જેવા કે શબ્દશ: ભાષાંતર, લાલ કડીઓ વગેરે. પરંતું જો આપડે ધીરજ રાખી થોડી મહેનત કરીયે તો આ લેખો મઠારી શકાય. પણ તમારી વાત સાચી તેમની ઉપસ્થિતી કંઇક અજીબ રીતે જ થાય છે.
  • મને લાગે છે કે આ કોઈક પ્રોજેક્ટના ભાગરૂપે થતું કામ હોય... તો-તો સારું ન કહેવાય? શરુઆતમાં ભૂલ કરશે અને ત્યાર બાદ લેખનશૈલીનો પરિચય મેળવશે. આપણે તેમના લેખ મઠારીને તેમને તેઓ ક્યાં ભૂલ કરે છે તે દર્શાવવા પ્રયત્ન કરએ તો? હાની કશી નહીં પણ લાભ તો સ્પષ્ટ છે જ.

સીતારામ.... મહર્ષિ --Maharshi675 ૦૯:૧૦, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

તમારી વાત થી સહમત થાવ છું ધવલભઇ. તમારી વાત સાચી છે. સીતારામ.... મહર્ષિ --Maharshi675 ૦૯:૩૭, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

સીતારામ - જય માતાજી ફેરફાર કરો

મિત્ર ધવલભાઈ, હું આપણા ગુજરાતી વિકિપીડિયા પરિવારનાં સભ્યમિત્રોથી ઘણા દિવસથી દુર છુ. તે માટે ક્ષમા માંગુ છુ. તમને બધાને ખ્યાલ જ છે કે, મે "સીતારામ ટ્રેડીંગ કંપની" નામે લોખંડનાં સ્ક્રેપનો નવો ધંધો શરૂ કર્યો છે. જેથી તેનાં સેટીંગમાં નવરાશ નથી મળતી. તમારી બધાની યાદ તો આવે જ છે. પણ અહીં વાત કરી શકાતી નથી. બીજુ કે, મેં વિકિપીડિયામાં જે લેખથી શરૂઆત કરી હતી તે જગ્યા એટલે શ્રી નાથજીદાદાની જગ્યા દાણીધારનો એક બ્લોગ બનાવેલ છે જે આપલોકો વાંચજો અને તેમાં આપની કોમેન્ટ અને સજેશન આપશો તેવી મારી વિનંતી છે. જેની અહીં કડી આપેલ છે. [શ્રી નાથજીદાદા.વર્ડપ્રેસ.કોમ] મારો સંપર્ક મારા ઈમેઈલ ઉપર કરતા રહેજો...જય માતાજી--જીતેન્દ્રસિંહ ૧૬:૦૦, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

 

Hello,

Please could you replace the current logo being used with the new logo that I have created on the right? Wikimedia recently changed the logo to a new design and new logos are already on English, Malayalam, Bengali etc. Thanks.

--RaviC ૧૪:૨૭, ૨૪ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

બ્લોગ આધારિત યોગદાન ફેરફાર કરો

કદાચ તમે રુપેનભાઇને વિકિનીતિ વિશે મારા કરતા વધારે સારી-રીતે સમજાવી શકો. જુઓ

સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૮:૦૬, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

અંગ્રેજી અંકો ફેરફાર કરો

આ ગુગલ ટ્રાન્સલેટ ટુલ દ્વારા બનેલા લેખો માં તથા બીજા અમુક લેખોમાં અંગ્રેજી આકડાઓ આપેલા છે. કોઇ સરળ-ઓટોમેટિક રસ્તો ખરો કે બધા આકડા ગુજરાતીમાં થઇ જાય? સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૪:૧૪, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

બૉટ, એક માત્ર ઉપાય છે. જે હું આજે રન કરવા પ્રયત્ન કરીશ. પરંતુ તે આપને વખતો વખત કરતા રહેવું પડશે, કેમકે બૉટ રન કર્યા પછી બનેલા લેખોમાં તે નહી બદલાય. પરંતુ, નિશ્ચિત સમયાંતરે યાદ રાખીને બૉટ રન કરતા રહીશું. પરંતુ મારે તે પહેલા તપાસ કરવી પડશે કે સભ્યનામોની સહીમાં રહેલા આંકડાઓનું તો રૂપાંતરણ નહી થઈ જાય ને, જો તેમ હશે તો અન્ય કોઈક માર્ગ શોધવો પડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૦, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
બૉટ ફક્ત લેખોમાં જ ફેરફાર કરે અને ચર્ચાના પાનાઓ ને અવગણે તેવું ન બને? સ્કોપ નક્કી કરવાનો ઓપ્શન ખરો તેમા? સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૪:૩૫, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
I think there is such option, that is what I need to check.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૯, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
માફ કરજો, તમને જણાવવાનું ભુલી ગયો કે આ કામ બોટ દ્વારા શક્ય નથી. હું ગયા અઠવાડીયે કરવા બેઠો હતો, પણ પછી, ધ્યાન ગયું કે અંગ્રેજી આંકડા અન્ય ઘણી જગ્યાએ વપરાય છે, જેમકે રંગોના નામમાં, વેબસાઈટ્સનાં એડ્રેસીસમાં, સ્થળોના અક્ષાંશ-રેખાંશમાં વગેરે, અને આ બધા આંકડા બદલાઈ જતાં તકલીફ થાય તેમ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૯, ૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

Template Citation needed ફેરફાર કરો

સંદર્ભો નામે ઢાંચો તો છે પણ જે તે લખાણમાં (સંદર્ભ???) એમ આપણે લખીયે છીએ. કે આપણી પાસે આવો કોઇ ઢાંચો મોજુદ છે? અંગ્રેજી વિકિ મા તો સોફેસ્ટીકેટૅડ ઢાંચો છે... સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૧:૪૧, ૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

છે, જરૂરથી છે. આપણી પાસે પણ સંદર્ભ છે જ, જે આપ જે તે જગ્યાએ {{સંદર્ભ}} લખીને વાપરી શકો છો. આ ઉપરાંત મેં ઉપરની ચર્ચામાં પણ લખ્યું છે જે જોઈ લેશો.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૪, ૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

નવો અવતાર ફેરફાર કરો

ધવલજી, આજે ગુજરાતી વિકીનો નવો અવતાર જોયો. ઠીક છે કાંઈ ખાસ સુંદર નથી. વળી મને તે ઘણો ધીમો લાગે છે. ફોન્ટ કાંઈ વધુ પડતા વણાંક ધરાવે છે.(જૂના ફોન્ટ લાવી શકાયતો પ્લીઝ જરૂર પ્રયત્ન કરશો.) સૌથી મહત્વની વાત તો એ કે કી બોર્ડ પરની ડીલીટ કી કામ નથી કરતી. જેથી અમને એડીટીંગ કરવામાં ઘણી અગવડ પડે છે.--sushant ૧૬:૪૧, ૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

જો કે મારે તો સ્પિડમાં કોઈ ફેર નથી પડ્યો, પરંતુ તમે કહો છો તેમ હોઈ શકે, જો કે આપને જો આ નવું રૂપ બીલકુલ જ પસંદ ના હોય તો ઉપર Take me back લખેલી કડી છે, જેના પર ક્લિક કરતાં તમે જૂના રૂપ પર પાછા જઈ શકશો, અને તેમ કરતા તે તમને તમારા પ્રતિભાવો પણ પુછશે, ત્યાં તમે તમને નડતી બધી સમસ્યાઓ જણાવી શકો છો. મારે તો જો કે ડિલિટ કી પણ કામ કરે છે, પરંતુ સૌથી મોટી તકલીફ છે સર્ચ બોક્સની, તેમાં ગુજરાતી ટાઈપ નથી થતું અને લેખન માટેના બોક્સની ઉપર જે અંગ્રેજી લખવા માટેની પસંદ આવતી હતી તે નથી, પરંતુ તે તો આપ આપના કોમ્પ્યૂટરની Esc key પ્રેસ કરીને લખી શકો છો, જે પહેલાના વિકિમાં નહોતું થતું. હા, આપણે આ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૯, ૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

આલમપનાહ ફેરફાર કરો

માનનિય સાહેબશ્રી સુરત નાં પેજ પરથી આલમપનાહ નેં કાઢવા નું કારણ જણાવશો?, હું આ રજાઓ દર્મ્યાન સુરતનાં આ બંન્ને ઐતિહાસીક કોટ નીં તસ્વીરો લઇ આવ્યો હતો.

Gujarat International Finance Tec-City ફેરફાર કરો

Hello, could you provide an accurate transliteration into the Gujarati alphabet of Gujarat International Finance Tec-City?

I have added one from Google, but I believe it is not correct.

Thanks. --92.9.89.252 ૧૨:૪૩, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

શબ્દ પ્રયોગ વિષે અવઢવ ફેરફાર કરો

હમણાં અનુવાદ કરતી વખતે મને બે શબ્દો સામે થયાં galaxy અને milky way. આ બનેં શબ્દોનો ગુજરાતી અનુવાદ આકાશગંગા થાય છે.આ શબ્દોથી ગૂંચવડ થાય છે. તો આપણે શું કરવું? galaxy ને ગુજરાતીમાં પણ ગેલેક્સી રાખીએ કે તેને 'તારા મંડળ' કહીએ કે પછી milky wayને ગુજરાતીમાં "દૂધીયો પટ્ટો" કહીયે કે તેને અકાશ ગંગા જ રહેવા દઈએ? મારા મતે galaxy ની વ્યાખ્યા એ તારાઓનો ગતિમાન સમૂહ એમ થતો હોવાથી galaxyને "તારામંડળ" કહી અને milky wayને આકાશ ગંગા કહીયે તે વધુ યોગ્ય ગણાશે. ગુજરાત રાજ્યના પાઠ્ય પુસ્તકો જેમાંથી આપ ભણ્યા હશો તેમાં galaxy માટે કોઈ અલગ શબ્દ હતો? માર્ગદર્શન આપશો અને સૂચન કરશો.--sushant ૧૭:૧૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી અમે તારામંડળ એવો શબ્દ ચોક્કસપણે ભણ્યા છીએ, અને આકાશગંગા પણ. માટે, આપનું સુચન તદ્દન યોગ્ય છે, galaxy માટે તારામંડળ અને milky way માટે આકાશગંગા શબ્દોનો પ્રયોગ કરવો એકદમ ઉચિત રહેશે. પરંતુ ધ્યાન રાખજો, તારામંડળ અને આકાશગંગા બન્ને સમાસરૂપ શબ્દો છે, એટલે 'તારા મંડળ' અને 'આકાશ ગંગા' એમ ધૂટું પાડીને ન લખતાં 'તારામંડળ' તથા 'આકાશગંગા' લખવું. અને છેલ્લે, શબ્દ છે ગુંચવણ નહીકે ગુંચવડ. કોઈ લેખમાં વાપરતી વખતે ધ્યાન રાખજો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

તારક વડે નવાજવા બદલ આપનો ખુબ ખુબ આભાર ધવલભાઇ... સીતારામ.... મહર્ષિ --Maharshi675 ૦૮:૩૧, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

અરે ભાઈ, આભાર તમારે નહી, મારે માનવો જોઈએ, આવી સુંદર કામગીરી નિભાવવા બદલ. અને સાથે સાથે મારે માફી પણ માંગવી જોઈએ, આપને તારક એનાયત કરવામાં મોડું થયું તે બદલ.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૦, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

Broken links and image tags ફેરફાર કરો

Broken links and image tags જે લેખમાં હોય તે automatic કોઇ શ્રેણીમાં ઉમેરાય જાય તો આવા લેખો ને મઠારવા સહેલા પડે... સીતારામ.. મહર્ષિ --Maharshi675

વાળ ખરવા ફેરફાર કરો

શ્રી ધવલભાઈ, વાળ ખરવા લેખના ઢાંચામાં તસવીર દેખાતી નથી. આપને આ ક્ષતિ નિવારવા મારી વિનંતી છે.--PSPatel ૨૨:૨૮, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

જૈન ધર્મ - જૈનત્વ ફેરફાર કરો

ધવલજી, જૈનત્વ આવો કોઈ શબ્દ પ્રચલિત નથી. પણ મારા મતે આવો શબ્દ પ્રચલન આવે તેમાં કશું ખોટું નથી. હિંદુત્વ આ શબ્દ પણ ક્યારેક કોઈએ પ્રથમ વખત પ્રચલનમાં લીધો હશે અને આગળ જતાં પ્રચલીત બન્યો. જો વ્યાકરણની દ્રષ્ટીએ તેમાં કોઈ આપત્તિ ના હોય તેને વપરાશમાં લાવવો જોઈએ. અને એક જૈન ધર્મ નામે પેજ બનાવી તેને જૈનત્વ પર રીડાયરેક્ટ કરી દેવો જોઈએ. --sushant ૧૫:૫૪, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

ડાયરેક્ટ રીડાયરેક્ટ જે રીતે કરવું હોય તે રીતે કરો મારે કશો વાંધો નથી. --sushant ૧૫:૧૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

ગ્લોબલ વોર્મિંગ ફેરફાર કરો

ગ્લોબલ વોર્મિંગ ના લેખને વૈશ્વિક ઉષ્ણતા નામે બનાવાયું છે. વોર્મિંગ આ શબ્દ નું ભાષાંતર ઉષ્ણતા એ થોડું અજુગતું લાગે છે. વોર્મિંગ એ ગરમ થવાની ક્રિયા છે તેને ઉણતા ન કહી શકાય. ઉષ્ણતાનો અંગ્રેજી પર્યાય warmth થઈ શકે છે. મેં હિંદી વિકિપીડીયા પર જોયું, ત્યાં આને ઉષ્મીકરણ એવું નામ અપાયું છે , જે મને વ્યાકરણની દ્રષ્ટીએ પણ યોગ્ય લાગે છે. શું આ શબ્દ આપણે પણ વોર્મિંગ માટે વાપરીશું? --sushant ૧૫:૪૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

હિંદીમાં વપરાતા ઘણા શબ્દો મને વ્યક્તિગત રીતે પસંદ નથી, કોઈ પણ શબ્દનું ભદ્રંભદ્ર ભાષાંતર કરવા કરતાં તેનો મર્મ સમજીને સરળતાથી જીભે ચઢે તેવા શબ્દોનો વપરાશ કરવો મને ઉચિત લાગે છે. ઉષ્ણતા શબ્દતો અસ્તિત્વમાં છે (અને 'વૈશ્વિક ઉષ્ણતા' શબ્દસમૂહ પણ), પરંતુ ઉષ્મીકરણ એવો શબ્દ આજ સુધી મેં તો ક્યારેય સાંભળ્યો નથી. અને મૂળ ગ્લોબલ વોર્મિંગ શબ્દસમૂહનો અર્થ આપણે વૈષ્વિક ઉષ્ણતા શબ્દોથી સરળતાથી સમજાવી શકીએ છીએ, માટે મને આવા પરગ્રહથી ઉતરી આવેલા ઉષ્મીકરણ જેવા શબ્દનો પ્રયોગ ઉચિત નથી લાગતો. અંગ્રેજી શબ્દ વોમિટિંગનું શું ગુજરાતી કરીએ આપણે? ઉલટીકરણ કે ફક્ત ઉલટી? A vomiting patient came to see doctorનું ગુજરાતી આપણે ઉલટીકરણનો દર્દી દાક્તર પાસે આવ્યો એવું કરીએ તેના બદલે ઉલટીનો દર્દી દાક્તર પાસે આવ્યો એ વધુ વ્યવહારૂં લાગે છે, ઉલટીકરણ વ્યાકરણની દૃષ્ટિએ યોગ્ય લાગતું હોવા છતાં ગુજરાતી ભાષામાં વ્યવહારમાં નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૧૫, ૧ ઓકટોબર ૨૦૧૦ (UTC)
સૌથી પહેલાંતો તમારું ઉદાહરણ મને અસંગત લાગે છે. વળી તમે આપેલ ઉદાહરણ માટે ગુજરાતીમાં પ્રયોગ છે કે કે જે અંગ્રેજીના vomoting patient શબ્દને યોગ્ય રીતે દર્શાવે - ઊલટી કરણ નહી પણ ઊલટીપીડિત થાય, અને તે વાપરી શકાય. પણ વોર્મિંગ આ શબ્દ માટે યોગ્ય પર્યાય નથી માટે આપણે નવો શબ્દ બનાવવો પડે. જો આપણને આઈસક્રીમ, હોસ્પીટલ જેવા શબ્દો અંગ્રેજી ભાષામાંથી લેવામાં આપત્તી ના હોય, તો આપણી ભાષાની સગી બહેન જેવી ભાષામાંથી નવો શબ્દ લેવા સામે આટલી આપત્તિ કેમ? વળી જ્યારે શબ્દકોશ આદિની રચના થઈ ત્યારે આવી સમસ્યા ન હતી માટે આ વા શબ્દોબ્દો ન રચાયા અને વ્યવહારમાં ન હતાં પણ હવે તેને ઉપયોગમાં લઈ વ્યવહારમાં લવાવા જોઈએ. આપણે શબ્દકોષ, વ્યવહાર જેવી મર્યાદિત સીમાના કુંડાળાથી બહાર જોવું જોઇએ અને ભાષાનો વિકાસ રુંધવો ન જોઈએ. નવા શબ્દોથી ભાષા સમૃદ્ધ બને છે અને કોઈ નુકશાન તો નથી જ.તે ઉપરાંત ઉષ્મીકરણ આ શબ્દ બોલવામાં સરળ અને સુગમ છે. --sushant ૦૨:૫૯, ૨ ઓકટોબર ૨૦૧૦ (UTC)
સવાલ સુગમતા અને નવા શબ્દો શોધવાનો નથી, સવાલ છે, જે શબ્દો પ્રચલિત હોય તેનો ઉપયોગ કરવાનો. તમને ખ્યાલ ના હોય તો જણાવું કે આનાથી પણ અઘરો પ્રષ્ન હતો જુનાગઢ કે જૂનાગઢ બેમાંથી કઈ જોડણી પસંદ કરવી, આમાંથી એક સાચી છે અને બીજી પ્ર॑ચલિત, ત્યાં સુધી પ્રચલિત કે ગુજરાત સરકાર અને ખુદ જિલ્લા પંચાયત પણ આ ખોટી જોડણી વાપરતી આવી છે, આવા સમયે આપણે ડહાપણનો દરિયો લહેરાવીને અને સુધારાવાદી વિચારો લઈને આગળ વધીને સાચી જોડણીને અહીં પ્રાધાન્ય આપીએ તો બહોળો વર્ગ કે જે આજે નહી અને કાલે પ્રચલિત જોડણીને કારણે અહીં તે શબ્દ સર્ચ કરે તો તેને લેખ હોવા છતા હાથમાં કશું ના આવે. અંગ્રેજી શબ્દો જેને આપણે સ્વિકાર્યા છે તે ભાષા પ્રત્યેની આભડછેટને કારણે નહી પણ લોકજીભે ચઢી ગયા હોવાને કારણે, અને માટે જ આપણે આઈસક્રીમ માટે હીમ-મલાઈ અને હોસ્પીટલમાટે અસ્પતાલ કે ઋગ્ણાલય જેવા શબ્દો વાપરવાનું અહીં ટાળ્યું છે. માટે મને લાગે છે કે તમારી દલિલ અને દૃષ્ટાંત બન્ને અહીં અસ્થાને છે. આપણો ધ્યેય અહીં એ છે કે સમાજમાં પ્રચલિત શબ્દો વિષે જાણકારી શોધનારને અહીં રહેલી અમુલ્ય માહિતી આપણી ભાષામાં સુલભ થાય, આપણો ઉદ્દેશ્ય નવો શબ્દકોષ લખવાનો કે સમાજને નવાશબ્દો ધરવાનો નથી. જો તમારા સુચવેલા સંકર શબ્દો (હાઈબ્રિડ)નો ઉપયોગ કરીએ તો લોકોમાં જે પ્રચલિત શબ્દો છે તેનાથી સર્ચ કરતા આપણું પાનું ક્યારેય સર્ચ રિઝલ્ટમાં દેખાશે જ નહી, હવે મહેરબાની કરીને એવી દલીલ ના કરશો કે આપણે સર્ચ એન્જીનનમાં પણ સુધારા લાવવા જોઈએ. માટે હું આ ઉલટીકરણ, ઉલટીપીડિત અને ઉષ્મીકરણ જેવા શબ્દોનો સખ્ત વિરોધ કરૂં છું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૩, ૩ ઓકટોબર ૨૦૧૦ (UTC)
બહુ કરી! ગાંધીજ્યંતીની વધાઇ. :-) કાશ આપણા વિકિમાં એક ભાષાવિદ હોત પણ ખેર. આપણે એક લેખનાં મથાળા પાછળ આટલી દીર્ઘ ચર્ચા ટાળીયે અને પરસ્પર સહકાર થી વધુ ને વધું સારું યોગદાન આપવા પ્રયત્ન કરીયે. પણ એક વાત સારી એ છે કે આવી સુદીર્ઘ ચર્ચાથી મંથન સારું થાય છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૭:૦૮, ૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)
મહર્ષિભાઈ, સાચી વાત છે, કિ-બોર્ડ પર ફરતી આંગળીઓ અટકે, માઉસ વડે 'સાચવો' પર ક્લિક કરી દઈએ પછી સાલું લાગે કે આ બહુ વધારે પડતું લખાઈ ગયું. પરંતુ, જ્યાં સુધી નિવેડો ના આવે ત્યાં સુધી મન જંપે નહી, એટલે આવું થાય છે. માફ કરજો!--ધવલચર્ચા/યોગદાન ૦૮:૦૭, ૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)
તમારો અત્યંત આક્ર્મક પ્રત્યુત્તર વાઁચી ને લાગે છે ધવલજી કદાચ તમે આ ચર્ચા વધુ પડતી પર્સનલી લઈ લીધી છે. જે હોય તે - મને એક વાત સમજાતી નથી કે સંકર અને હાયબ્રીડ વસ્તુઓને નીચી નજરથી કેમ જોવામાં આવે છે? સંકર જાતિના ઢોર વધુ દૂધ આપે છે, હાયબ્રીડ ફળો વધુ મધુર હોય છે અને વધુ પોષક તત્વો ધરાવે છે. આવું એટલા માટે થાય છે કે સંકરીત વસ્તુ જે બે કે વધુ વસ્તુના સંવર્ધનથી બને છે તે દરેકના ગુણ તે ધરાવે છે. પ્રકાશસંશ્લેષણૢ સાત્મીકરણૢ નિર્જલીકરણ આદિ સંજ્ઞાઓ પહેલેથી શબ્દકોષમાં ન હતી. વખત જતે નવી શોધો થઈ અને તેમાં રહેલ ક્રિયા આદિને ધ્યાનમાં રાખતા નવા શબ્દોને ગૂંથી કાઢવામાં આવ્યા. (તમારા મતે સઁકર કે હાયબ્રીડ શબ્દો બનાવાયા કેમ ને?) આ નવા (સંકર) શબ્દો ભાષામાં આવવાથી ભાષા સમૃદ્ધ બની. આપે લખ્યું કે - સમાજમાં પ્રચલિત શબ્દો વિષે જાણકારી શોધનારને અહીં રહેલી અમુલ્ય માહિતી આપણી ભાષામાં સુલભ થાયૢ આપણો ઉદ્દેશ્ય નવો શબ્દકોષ લખવાનો કે સમાજને નવા શબ્દો ધરવાનો નથી. - હું તેનાથી સહેમત નથી. નવી માહિતી ઉમેરતાૢ અન્ય ભાષામાઁથી અનુવાદ કરતાં એવા ઘણા શબ્દો આવે છે કે જેનો તાત્પર્ય ગુજરાતીમાં મળતો નથી તેવા સમયે ગુજરાતે ભાષાના બે શબ્દોનું યુગ્મ બનાવીને જો વધુ સચોટ સંજ્ઞા બનતી હોય તો તે વાપરવામાં આપત્તિ ન હોવી જોઇએ. અને જ્યાઁ સુધી સરળ શબ્દો શોધવાનો પ્રશ્ન છે તો આપણે તેવા પ્રચલિત શબ્દના નામે એક નવો લેખ લખી તેને રીડાયરેક્ટ કરી શકાય છે જ. આમ કરતા લોકોને વધુ સચોટ શબ્દની જાણ પણ થઈ જાય.
માતૃભાષાની સમૃદ્ધિ એતો દરેક ગુજરાતીનો ઉદ્દેશ્ય હોવો જોઈએ અને તે મારો ઉદ્દેશ્ય છે. વિકિપીડિયામાં મારું યોગદાનનો ઉદ્દેશ્ય પણ માહિતી દ્વારા ભાષાની સમૃદ્ધી જ છે અને તેમ કરતાઁ ક્યારેક કોઇ નવો શબ્દ નિર્મિત થઇ જાય તો તે કરવો જોઈએ. અહીં મુદ્દો માત્ર “ઉષ્મીકરણ”નો નથી એક સિદ્ધાંતનો છે કે નવા વધુ યોગ્ય શબ્દો લેવા કે જૂના પ્રચલિત શબ્દોથી ચલાવ્યે રાખવું. મારા મતે જેમ બારીમાંથી ઘરમાં વહી આવતી હવા ઘરના વાતાવરણને સ્વસ્થ રાખે છે તેમ અન્યભાષામાંથી આવેલ શબ્દો કે અન્ય સાહિત્યમાંથી કે તેજ આપણીજ ભાષાના યુગ્મિક શબ્દો (સંકરીત) ભાષાને સમૃદ્ધ બનાવે છે માટે તેમને વપરાશમાં મુકાવા જોઈએ. --sushant ૧૬:૧૧, ૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)
મૂળ મુદ્દા પર ચઢતાં, આપના છેલ્લા ફકરામાં લખેલા સવાલના જવાબમાં એટલું જ લખવાનું કે, જે શબ્દો પહેલેથી પ્રચલિત હોય તેને સ્થાને નવા સંકર શબ્દોનો ઉપયોઙ ટાળવો જ ઘટે, તેના કારણે ભાષાની સમૃદ્ધિ ના થાય, કેવળ કન્ફ્યુઝન થાય. સવાલ ફક્ત એ શબ્દનો નથી, આપને લેખમાં જેટલી વાર વાપરવો હોય તેટલી વાર વાપરો, આપનો પોતાનો બ્લૉગ બનાવો અને સમાજને આ શબ્દથી પરિચિત કરાવો, પુસ્તકઓ લખો તે શબ્દ પર, મને કશો વાંધો નથી, પરંતુ તે લેખનું શીર્ષક બદલીને તેને આ નવા શબ્દ હેઠળ મુકવાની તરફેણમાં હું બીલકુલ નથી. જય શ્રી કૃષ્ણ!--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૯, ૫ ઓકટોબર ૨૦૧૦ (UTC)

ધવલભાઈ તમારો આભાર. મને વિકિમાં પ્રવેશ કર્યાને એક જ દિવસ થયો છે એટલે વિકિના બધા નિયમો સમજાઈ જશે પછી તો સહજ રીતે વ્યવસ્થિત બની શકીશ. દાખલા તરીકે તમારી તરફથી જે જાણ થઈ ત્યાર પછી કવિ જયન્ત પાઠકને મળેલા ચન્દ્રકની યાદીમાં ઉમેરો કર્યો છે તે તમે નોંધ્યું હશે. ફરી તમારો આભાર અને તહેવારોની શુભેશચ્છાઓ. તમે નીચે સહી કરવા જે રીત બતાવી એ કઈ ‘કિ’થી લખાય તે જણાવશો

વિકિપીડિયા મીટઅપ - અમદાવાદ ફેરફાર કરો

કેમ છો, ધવલભાઈ?

અમે અમદાવાદમાં વિકિપીડિયા મીટઅપનું આયોજન કરી રહ્યા છીએ. આ અંગે તમારા સૂચનો આપવા વિનંતી. ઈમેલ પર આ અંગે વધુ માહિતી મોકલીશ પછી આપણે આ અંગે અલગ પાનું બનાવીશું.

--Kartik ૦૫:૩૩, ૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)

ધવલજી, બે લેખ ઓડિસી અને શાત્રિય, આમાં અમુક ફોટા જોઈ શકાતા નથી. તે લાવી આપવા વિનંતી. --sushant ૧૨:૦૭, ૨૦ નવેમ્બર ૨૦૧૦ (UTC)

જો કોપીરાઈટની પળોજણ હોય તો રહેવા દો. અને સાત્રિય નૃત્યનો પ્રતિભાવ મેં આપ્યો છે. --sushant ૦૪:૨૪, ૨૧ નવેમ્બર ૨૦૧૦ (UTC)

મોઢેરા, સૂર્યમંદિર ફેરફાર કરો

આ લેખમાં મેં માહિતી ચોકઠું મંદિર મુકવાની ઘણી મથામણ કરી પણ બરાબર આવતું નથી. જરા ઠીક કરી આપશો અને મને જણાવશો મેં ક્યાં ભૂલ કરી?--sushant ૧૨:૪૫, ૧ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

એમ નહીં, ચિત્ર નથી દેખાતું અને તેને બદલે 280px વંચાય છે --sushant ૧૫:૨૫, ૧ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

સાતપુડા પર્વત ફેરફાર કરો

આ લેખના ઢાંચા માં કાંઈક ગડબડ છે. જરા રિપેર કરી આપશો. --sushant ૧૫:૪૬, ૪ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

વિંધ્યાચલ પર્વતમાં પણ કંઈક ગડબડ છે.--sushant ૧૬:૧૯, ૪ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

ભાષાંતર ફેરફાર કરો

ભાઇ શ્રી, ડી એસ વ્યાસ, બીજી ભાષાઓ માંથી ઉતારેલા લેખોમાં પહેલી લીટીમાં ભાષાંતર લખવાનું હોય એવી મને ખબર નહોતી. માટે માહિતી આપવા બદલ આભાર. એક લેખનો અનુવાદ પુરો કર્યા પછી બીજો લેખ હાથ પર લેવાની આપની સલાહનો પણ અમલ કરવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ. - કૌશલ દેરાસરી

ટાયફોઈડ ફેરફાર કરો

ધવલજી , રોગ આ શ્રેણીમાં ટાયફાયડ, અને ટાઈફોઈડ નામે બે લેખ છે . એકનું ભાષાંતર થઈ ગ્યું છે અને બીજાનું ફરી ન થાય તે માટે બંને માંથી એક શૂરો લેખ કાઢી નાખશો જી. --sushant ૦૧:૫૭, ૧૫ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

Return to the user page of "Dsvyas/Archive 4".