વર્ષ ૨૦૧૧ દરમ્યાન થયેલો સંદેશાવ્યવહાર

{{સ્વાગત}} ઓટોમૅટિક કેમ નહીં હોય? જો કોઇ નવું ખાતું ખોલાવે (manually) તો આપો આપ આ સંદેશ જવો ન જોઇયે? Admin માં ફક્ત તમે જ એક્ટિવ છો તો સ્વાગત સંદેશમાં અન્ય પ્રબધકોની બદલે તમારું નામ મુકીયે તો કેમ? કારણ કે કોઇ નવા સભ્ય અન્ય પ્રબધક ને મદદ માગે તો જવાબ મળવાની સંભાવના નહિવત છે... સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૪:૧૯, ૩૦ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

ના ભાઇ, મારુ નામ મુકવાનું નહીં પરંતુ મારો કહેવાનો અર્થ એમ હતો કે અન્ય કોઈ જ પ્રબંધક સક્રિય નથી તો સંદેશમાં અન્ય પ્રબંધકોની બદલે "ધવલભાઇ વ્યાસ"નો સંપર્ક કરો એમ લખીયે તો વધુ યોગ્ય રહે.... સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૯:૧૬, ૩ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

ઢાંચો અક્ષાંસ રેખાંશ

ફેરફાર કરો

ધવલજી, માથેરાન આ લેખમાં ભૂગોળ પરિચ્છેદમાં એક ઢાંચો છે તે બરાબર દેખાતો નથી, તે સરખો કરી આપશો? --sushant ૧૭:૫૩, ૭ જાન્યુઆરી ૨૦૧૧ (UTC) પશ્ચિમ ઘાટમાં તો પર્વતમાળાનું ચોકઠું જ ગાયબ છે. શું કાંઈ પ્રોબ્લેમ છે? --sushant ૧૭:૫૭, ૭ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

ધન્યવાદ ધવલ! --sushant ૧૬:૨૦, ૧૧ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

The Gujarati Wikisource

ફેરફાર કરો

Hi! Honorable administrators of the Gujarati Wikipedia! Sorry for writing in English, I don't know the Gujarati language. The Gujarati test-Wikisource is pretty big, so, it needs to be a normal Wikisource, not a part of the Old Wikisource. Please, help in creation of the independent Gujarati Wikisource! The Request for opening the Gujarati Wikisource is here, also it needs to translate these messages. Thank you very much for your attention to this problem and, please, ask wikipedians of the Gujarati Wikipedia, who can help you in the creation! --Andrijko Z. ૧૩:૨૬, ૯ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

So, what will we do for its creating? What’s next step?--Andrijko Z.

Of course no=) I'm just usual user of Wikimedia project, as you, and Admin in Incubator, as you in Gujarati Wikipedia=) I just asked all the admins to start active work for creating the project.--Andrijko Z. ૧૮:૦૮, ૯ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

It should do someone of the Gujarati Wikipedia. What about you or admins of your wiki?--Andrijko Z. ૧૫:૨૧, ૧૦ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
For the creation must be translated all the messages on translate.wiki, also some users sould do 10 changes in Gujarati category's articles (about 2-3 months), also someone should write to the Language committee for asking what to do next, better to start doing all these positions now (I will do 10 changes per month, just miserable, also some more users (2-4) should do the same)--Andrijko Z. ૧૧:૧૫, ૧૧ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
You’re welcome. I’ll help you as I can.--Andrijko Z. ૧૧:૩૬, ૧૧ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
આ બધું શું છે? these messages આ પાના પર તો ભાષાંતર કરવા માટે કશું છે જ નહીં! --sushant ૧૬:૨૬, ૧૧ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
છે. કુલ ૧૫૧૦ સંદેશા એવા છે જેનું ભાષાંતર બાકી છે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૨૯, ૧૨ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
તે કેમ કરવાનું છે તે જણાવશો. એકાદુ સેમ્પલ ત્યાં ભાષાંતર કરીને મુકશો તો આઈડીયા આવશે.. મહાબળેશ્વરના લેખમાં મદદ કરવા ધન્યવાદ. --sushant ૦૩:૩૮, ૧૬ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

દિવ્યાશ ભાઇ તમે મારા ઉત્પલ દત્ત આર્ટીકલમાં ફેરફાર કર્યા પણ તમે શું ફેરફાર કર્યા તે મને સમજાયું નહીં...મેં ભેદ ખોલીને જોયું તો બધુ તેમનું તેમ જ લાગ્યું...મને આ અંગે જાણવશો...ને શું ફેરફાર કર્યા તે કંઇ રીતે જોવું તે પણ જણાવશો...જો આજ પછી તમને મારા કોઇ આર્ટીકલમાં ફેરફાર કરવાનું મન થાય તો તેમ કરતા પહેલા મારી જોડે તે અંગે ચર્ચા કરશો તો મને વધુ ગમશે.

નમસ્કાર

ફેરફાર કરો

મિત્ર, કુશળ હશો ! હું હવે નિયમિત અહીં આવવાની કોશીષ કરેશ. Vkvora2001 ૧૮:૩૧, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

જન્મદિવસની શુભકામનાઓ

ફેરફાર કરો

ભાઇ શ્રી ધવલભાઇ, તમને જન્મ દિવસ નિમિત્તે મારા હાર્દિક અભિનંદન. આપનું દરેક વર્ષ મંગળમય નિવડે અને આપ ખુબ પ્રગતિ કરો તેવી પ્રભુને પ્રાર્થના. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૮:૦૩, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

હાર્દિક અભિનંદન. સીતારામ..Vkvora2001 ૧૬:૧૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)
  • ભાઇશ્રી ધવલ, તુમ લીખો હજારો સાલ, સાલ કે એડીટ હો પચાસ હજાર. જન્મદિન નિમિત્તે અનેક શુભેચ્છાઓ.--સતિષચંદ્ર ૧૭:૧૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

ભાઇશ્રી ધવલ, નમસ્કાર. વધુમાં મારી પસંદ [૧] પર ક્લિક કરવાથી ખુલતા પાના પર કંઇક વાંધો પડે છે. અહીં આંતરિક ત્રુટિ મથાળાવાળું પાનું દેખાય છે. યોગ્ય કાર્ય કરી ત્રુટિ નિવારી આપશો.--સતિષચંદ્ર ૧૬:૨૬, ૧૦ માર્ચ ૨૦૧૧ (UTC)

ભાઇશ્રી ધવલ, આ 'આંતરિક ત્રુટિ મથાળાવાળું પાનું [૨] અને (english wikipedia) પર પણ દેખાય છે.--સતિષચંદ્ર ૦૯:૩૫, ૧૮ માર્ચ ૨૦૧૧ (UTC)

છન્ યોઉ હેલ્પ્ મે પ્લેઅસે ?

ફેરફાર કરો

Sorry to bother you, but I am looking for a person who could upload on gu.wikipedia an artiche about an international artistic movement [૩]. Can you help me when you have time ? Thanks !--Alessandroga80 ૨૦:૦૨, ૧૪ માર્ચ ૨૦૧૧ (UTC)

ધવલ ભાઈ, મસૂરી આ લેખમાં એક હવામાન સંબંધી ચોકઠું છે. તેમાં અમુક એરર દેખાય છે. જરા જોઈ આપશો? --sushant ૧૧:૧૦, ૧૭ એપ્રિલ ૨૦૧૧ (UTC)

Hi. I am Vaibhav Jain. I have contact you to inform you that we have open a new Sanskrit Wikipedia Embassy and need users who can help new users in languages other than Sanskrit. It will not take much of your time. Please inform me on my English userpage if you are interested. Vibhijain ૧૧:૩૧, ૨૫ એપ્રિલ ૨૦૧૧ (UTC)

વિકિપીડિયામાં પરત ફરવાના મુળમા

ફેરફાર કરો

શ્રી ધવલભાઈ, હરે ક્રિષ્ના, સીતારામ, જય માતાજી.. હવે મારો નવો ધંધો હળવે હળવે સેટ થતો જાય છે..એટલે હવે નજીકનાં સમયમાં જ નિયમિત તમારા દર્શન કરવાનો મોકો મળશે..તેવુ લાગે છે..બીજુ કે, ઘરનાં બધા સભ્યો મજામાં ને... યાદી આપજો.. --જીતેન્દ્રસિંહ ૧૨:૧૪, ૧૫ મે ૨૦૧૧ (UTC)

એક્સપ્લોરરમા પ્રોબ્લેમ

ફેરફાર કરો

Dear Dhaval, since last two days i have problem in opning wikipedia in IE. When i open wikipedia i can not see the left column where globe and other options are seen. the full screeis coverd by મુખષ્ઠ and things coming below by comparatively bigger fonts. Even there is no horizontal slide bar.... the same problem occurs at my office also. but in chrome or fire fox this problem does not come. please check up --sushant ૧૪:૩૬, ૫ મે ૨૦૧૧ (UTC)

I use IE 8 and face this problem --sushant ૧૬:૩૪, ૬ મે ૨૦૧૧ (UTC)
Today i have observed same problem in google chrome also. However i have observed some thing else also. the list of options appearing in the left and at the top i.e personal options generally are visible at the bottom in this mysterious display. now if u lick at any of the options there(i.e. visible at the bottom), the new page which is displayed becomes automatically ok. --sushant ૦૨:૪૮, ૮ મે ૨૦૧૧ (UTC)

હેમંત ચૌહાણ તથા મણિરાજ બારોટ અંગે

ફેરફાર કરો

મા.ધવલભાઇ,કુશળ હશો,વિગતમાં લખવાનું કે હેમંત ચૌહાણ તથા મણિરાજ બારોટના લેખોમાંથી પ્રશસ્તિભર્યાં વાક્યો દૂર કર્યાં છે. તેમ છતાં હજું કંઇ વાંધાજનક લાગતું હોય તો સુધારી લેવા વિનંતી છે. હેમંત ચૌહાણ અને સ્વ.મણિરાજના ચાહકો તથા અન્યોને તેમના વિશે જાણકારી મળી રહે તે માટે આ પાનાં રાખવાં જ જોઇએ.

માર્ગદર્શન બદલ આભાર

ફેરફાર કરો

શ્રી ધવલભાઇ,કુશળ હશો.

મારી અને જીતેન્દ્રસિંહજીની ચર્ચામાં વચ્ચે પડીને મદદ કરવા બદલ ધન્યવાદ. બીજું કે આપ ક્યાર સુધી આ રીતે મદદ કર્યા કરશો. તૂટેલી કડી ફરી પાછી કેવી રીતે પ્રસ્થાપિત કરવી ? અને ખોટાં લખાયેલાં શિર્ષકોને કેવી રીતે બદલવાં (દા.ત. પ્રેમસાહેબની જગ્યાએ પ્રેમ સાહેબ કરવું હોય.) એ જ અમારા જેવા નવોદિતોને શીખવી દો તો આપનું કાર્યભારણ ઓછુ થાય અને અમે જાતે કંઇક કર્યાનો સંતોષ મેળવી શકીએ.--Pranay ૧૭:૦૫, ૨૩ મે ૨૦૧૧ (UTC)

લેખ કાઢી નખવા બાબત

ફેરફાર કરો

શ્રી ધવલભાઇ,કુશળ હશો.

મેં સ્વ.કે.કા.શસ્ત્રીજી આ શિર્ષકથી એક લેખ બનાવેલો, સર્ચ કરતાં કે.કા.શસ્ત્રી શિર્ષકથી આ લેખ અગાઉથી હતો જ જેને વિકિપિડીયાના લેવેલનો લેખ બનાવવા માટે સુધારવાની(ક્લિન અપ) ની ટેગ હતી. આથી મેં મારા લેખમાંની માહિતી તેમાં ઉમેરીને આ લેખને વ્યવસ્થિત કર્યો છે. એટલે હવે મારા સ્વ.કે.કા.શસ્ત્રીજી આ શિર્ષકવાળા લેખની કોઇ જરૂર રહેતી ના હોવાથી તેને ડિલિટ કરશો.વધુમાં મેં જોસેફ મેકવાનનો પણ લેખ બનાવ્યો છે. તેમાં પણ "જોસેફ મેકવાન આ રીતે લખવું જોઇએ.." નામનું એક વાક્ય લખેલું જોસેફ મેકવાન નામનું બીજું પાનું છે.એને પણ ડિલિટ કરવા તકલીફ લેશો.

શ્રી ધવલજીને નિવેદન

ફેરફાર કરો

પ્રિય વિકિપીડિયન મિત્ર, સન્ત કબીર વિષેના લેખમાં મે ઉપર મુજબ ના સુધારા કરેલ.(આ સુધારા સન્ત કબીરની ચર્ચાના પાના પર હાલ પણ લખેલા છે.) જેને આપણા પ્રબન્ધક શ્રી ધવલજીએ વિકિ બોટ દ્વારા એકી ઝાટકે ઉલ્ટાવી દીધા.

પ્રિય મિત્ર, મારા આ સુધારાઓમા વાંધાજનક શુ હતું ? તે તેમને ઉલ્ટાવવાની શ્રી ધવલજીને ફરજ પડી, મિત્રો, આટલું કોઇ ધવલજીને પૂછી શકશે.

કંઇ વાંધાજનક હોય તો તે વિશે સન્ત કબીરની ચર્ચાના પાના પર કે અન્ય જગ્યાએ જાણ કરવી જોઇતી'તી. આ રીતે કોઇની મહેનતને વેડફી દેવામાં આવશે તો પછી વિકિપીડિયા ગુજરાતી નબળું જ રહી જશે ? વળી અહિં દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો હક છે.(વાણી સ્વાતંત્ર્યના નામે ગમે તે બોલવાનો કે લખવાનો કોઇને હક નથી એ હું જાણું જ છું), પણ સાચા વિચારો -સાચી વાત રજૂ કરવાનો દરેકને હક છે એ કોઇએ ભૂલવું ન જોઇએ.(જે પુસ્તકમાંથી મેં પંક્તિઓ લીધેલી એ કોઇ સામાન્ય પુસ્તક નથી. વિશ્વસનીય અને ઉચ્ચકોટિનું સાહિત્યિક મૂલ્ય ધરાવતુ એ પુસ્તક છે. જેના લેખનમાં લેખકે પ્રાચીન હસ્તપ્રતો પર આધારિત 25 થી વધુ પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી લખેલું છે.) સાચી વાત રજૂ કરવી તેને ભાગફોડિયા પ્રવ્રુતી ગણાય ? ક્યા કારણસર આ સુધારા વારમ્વાર ઉલ્ટાવી નાખવામા આવે છે એ(સન્ત કબીરની ચર્ચાના પાના પર)

જણાવવા તસ્દી લેવા વિન્નતી. અસ્તું....જય ભારત.

ગામનામો સુધારવા બાબત

ફેરફાર કરો

શ્રી ધવલભાઇ, કુશળ હશો.

આપે આપેલ માર્ગદર્શન પ્રમાણે મેં વડગામ તાલુકાનાં 48 ગામોનાં નામ ખોટાં હતાં, એ સુધારીને તેની કડીઓ પણ પૂર્વવત કરી લીધી છે. વધુમાં આ ગામોના લેખોમાં પણ ગામોનાં નામ ખોટાં હતાં, એ સુધારી લીધાં છે એ જાણશો. બીજું કે આપ પાલનપુર તાલુકાનાં 30 ગામોનાં નામ ખોટાં હતાં જે મેં સુધારેલાં તેની કડીઓ પૂર્વવત કરવાનું આપે જણાવેલ પણ હજુ કરી નથી, એ કામ થાય તો કરી લેજો ના થાય તો વાંધો નહીં હું બે દિવસમાં એ કામ પણ કરી નાખીશ. બસ એજ,....આવજો...મારા લાયક કામ હોય તો જણાવશો.--Pranay ૧૨:૫૪, ૨૬ મે ૨૦૧૧ (UTC)

કલ્યાણપુર તાલુકાનાં ગામો અંગે

ફેરફાર કરો

શ્રી ધવલભાઇ, કુશળ હશો.

જામનગરના કલ્યાણપુર તાલુકામાં મેં આજથી બાર વર્ષ પહેલાં સાતેક વર્ષ શિક્ષક તરીકે સેવા આપેલી. આથી આ ગામો પ્રત્યે મને લાગણી હતી અને તેમનાથી હું પરિચિત પણ હતો. વિકિપીડિયામાં કલ્યાણપુર તાલુકામાં જોયું તો તેનું એકપણ ગામ બતાવતું ન હતું, એટલે જે ગામોનાં નામ યાદ આવ્યાં તે લખીને તેમના લેખ તૈયાર કરવાનો ઇરાદો રાખેલ. પણ પાનાં કોરાં જોઇ આપે ડિલિશનની ટેગ મારતાં ઉતાવળમાં આ ગામો વિષે લખી નાખવું પડ્યું છે. તો આપ એ લેખો જોઇને તેમાં જે કંઇક સુધારા-વધારા કરવા જેવા લાગે તે કરીને ડિલિશનની ટેગ હટાવી લેશોજી. બસ એજ,....આવજો...એક વૃક્ષ વાવજો. પ્રકૃતિપ્રેમી હોઇ આ વાક્ય લખ્યું છે, મોકો અને જ્ગ્યા મળે તો આ કામ કરવા જેવું ખરું, શું કહો છો ? ધવલભાઇ. --Pranay ૧૮:૪૮, ૨૯ મે ૨૦૧૧ (UTC)

અભિનંદન

ફેરફાર કરો

તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. I am very happy that under your active administrativeship wiki has achived this feat! --sushant ૧૭:૦૧, ૩ જૂન ૨૦૧૧ (UTC)

ખરેખર ધવલભાઇની આગેવાનીને કારણે જ અહીં ટકી શક્યા છીએ, નહીંતર ક્યારેક કંટાળૉ તો આવે જ છે. લાંબા સમયથી કાર્યરત રહેલા સભ્યોમાં ધવલભાઇને પણ કેમ ભુલી શકાય? ભવિષ્યમાં પણ આ રીતે જ યોગદાન તથા માર્ગદર્શન આપતા રહેશો એવી આ ગૌરવપ્રદ અવસરે શુભેચ્છા સાથે ખુબ ખુબ અભિનંદન--સતિષચંદ્ર ૦૪:૦૨, ૬ જૂન ૨૦૧૧ (UTC)

ભાઇશ્રી ધવલ,

નમસ્કાર. ખાસ તો મેરા નામ જોકર માટેની તસવીર ફાઇલ અંગ્રેજી વિકિમાંથી ગુજરાતી વિકિમાં અપલોડ કરી છે. તેના પ્રકાશન અધિકાર માટે ચકાસણી કરી આપવા વિનંતી છે. આ રીતે ફાઇલ લેવાનું શક્ય હોય તો અહીં ઘણા લેખો માટે તસવીર પ્રાપ્ય થાય તેમ હોવાથી અન્ય વિકલ્પ (કોમન્સ સિવાય) પણ વિચારી શકાય. હિંદી વિકિમાં આ રીતે અમુક ચિત્રો અપલોડ થયેલાં જોવા મળે છે.--સતિષચંદ્ર ૧૯:૩૧, ૭ જૂન ૨૦૧૧ (UTC)

સ્ટ્રાસબોર્ગ (ફ્રાન્સ)

ફેરફાર કરો

ધવલભાઇ, નમસ્કાર સહ જણાવવાનું કે સ્ટ્રાસબોર્ગ (ફ્રાન્સ) લેખના ઢાંચામાં એરર મેસેજ આવે છે. આપ સમય ફાળવી ઠીક કરી આપશો એવી મારી વિનંતી છે.--PSPatel ૦૬:૧૩, ૨૭ જૂન ૨૦૧૧ (UTC)

Hello Dhaval! Would it be possible to translate in Gujarati this article about this important Indian journalist (preserving references)? [૪] Thanks for all! Amiens984 ૧૨:૧૨, ૮ જુલાઇ ૨૦૧૧ (UTC)

Invite to WikiConference India 2011

ફેરફાર કરો
 

Hi Dsvyas,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

હાજરી પત્રક

ફેરફાર કરો

હું વીકી કોન્ફરન્સમાં હાજર રહીશ. Vkvora2001 ૧૫:૪૭, ૧૬ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)


Dear Dsvyas. Namaste. By way of introduction I am an active member on English and Hindi Wikipedias. With I recently worked with Vibhijain on translating the article on Jagadguru Rambhadracharya from English and Hindi into the Gujarati article જગદ્ગુરુ રામભદ્રાચાર્ય. It is a best efforts translation and none of us knows Gujarati well, so I would request you to proofread the article and correct spelling and grammatical mistakes. Also I would like to make this article featured on the cover page of Gujarati Wikipedia. It is already on the main page of Hindi, Sanskrit and Pali Wikipedias. Vaibhav is working towards the main page layout and it looks like this. Please help in making this article appear on the main page - it would be a great thing for Gujarati Wikipedia as well as it currently has no article on main page. Thanks in advance. Nmisra ૦૧:૦૨, ૧૩ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)

શું વિકિ મિત્રો મળવાના છે?

ફેરફાર કરો

ધવલ જી, શું ગુસાપ સાથે મિટીંગ નક્કી થઈ? કૃપયા તાત્કાલિક જણાવશો. જેથી મારે તત્કાલ ટિકિટ કઢાવવાની ખબર પડે. --sushant ૧૫:૫૫, ૧૬ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)

લેખનું નામ બદલવા

ફેરફાર કરો

ટનાસવા (તા. ઉપલેટા) આ ગામનું નામ તણસાવા છે. જેને બદલવાની જરૂર છે. ઘટતું કરશો. --sushant ૧૬:૧૨, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૧ (UTC)


લેખનું નામ બદલવા

ફેરફાર કરો

નાની ભાગેડી (તા. કાલાવડ) આ ગામનું નામ ભગેડી સોરથા (તા. કાલાવડ) આ ગામનું નામ સોરઠા છે. જેને બદલવાની જરૂર છે. ઘટતું કરશો.છે. જેને બદલવાની જરૂર છે. ઘટતું કરશો. --sushant ૦૫:૨૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧ (UTC)


લેખનું નામ બદલવા

ફેરફાર કરો

નીચેના ગામની નામની જોડણીમાં ફરક છે અને નામ બદલવાની જરૂર છે. ઘટતું કરશો.છે. --sushant ૦૫:૨૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧ (UTC)


- * બાગધારા (તા. જામજોધપુર) + * બગધરા (તા. જામજોધપુર) <br\> - * બાવડીદાદ (તા. જામજોધપુર) + * બાવડીદડ (તા. જામજોધપુર) <br\> - * કલાણપુર (તા. જામજોધપુર) + * કલ્યાણપુર (તા. જામજોધપુર)<br\> - * મંડાસણ (તા. જામજોધપુર) + * માંડાસણ (તા. જામજોધપુર)<br\> - * છાતર + * છતર (તા. કાલાવડ)| છાતર<br\> - * ફગસ + * ફગાસ (તા. કાલાવડ)| ફગસ <br\> - * ગાલપાદર + * ગળાપાદર (તા. કાલાવડ)| ગાલપાદર <br\> - * જલાણસર + * ઝાલાણસર (તા. કાલાવડ)| જલાણસર <br\> - * માછલીવાડ + * માછલી વડ (તા. કાલાવડ)| માછલીવાડ<br\> - * નાના બડનપર + * નાના બાદનપર (તા. કાલાવડ)| નાના બડનપર <br\> - * નાની ભાલસણ + * નાની ભલસાણ(તા. કાલાવડ)| નાની ભાલસણ<br\> --sushant ૦૫:૨૪, ૨ ઓકટોબર ૨૦૧૧ (UTC)

લેખનું નામ બદલવા

ફેરફાર કરો

વ્યવસ્થપક સાહેબ, રીંછવડ ગામની નામની જોડણીમાં ફરક છે આ ગામ રીંછવાડ છે. નામ બદલવાની જરૂર છે. ઘટતું કરશોજી. --sushant ૦૮:૧૩, ૪ ઓકટોબર ૨૦૧૧ (UTC)

નમ્સ્કાર, હુ ગુજરાતિ વિકિપેડિયા પર નવો Editor છું, આપ નું કામ ખરે ખર પ્રશંસનીય છે. હું મૂળ જામનગર નો રહેવાસી, હાલ માં પુને અભ્યાસ કરું છું, અંગ્રેજી વિકિપેડિયા પર અત્યાર સુધી યોગદાન દેતો હતો, અને હું પુને માં વિકિપેડિયા Campus એમ્બેસેડર છું. અને ગુજરાતી વિકિપેડિયા પર ટેકનીકલ યોગદાન દેવા પણ ઈચ્છું છુ. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૨૦:૪૯, ૧૭ ઓકટોબર ૨૦૧૧ (UTC)

ભાઇશ્રી ધવલ, WikiConference India 2011, Mumbai ખાતે તમે પધારશો એ જાણી ખુશી અનુભવું છું. જો કે મારે એ દિવસોમાં સામાજીક વ્યસ્તતા રહેવાને કારણે હાજર રહેવાય તેમ નથી. વધુમાં દિવાળી વેકેશન+ઉત્સવની તૈયારીમાં છીએ. બસ એજ--સતિષચંદ્ર ૧૮:૧૫, ૨૦ ઓકટોબર ૨૦૧૧ (UTC)

શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન

ફેરફાર કરો
 
શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

ધવલભાઈ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૩૦, ૨૧ ઓકટોબર ૨૦૧૧ (UTC)

શુભકામના

ફેરફાર કરો

બધા મીત્રોને, દીવાળી અને નવા વર્ષ માટે સાલ મુબારક અને નુતન વર્ષ અભીનંદન...Vkvora2001 ૦૫:૨૮, ૨૨ ઓકટોબર ૨૦૧૧ (UTC)

ભાઈ શ્રી ધવલ ભાઈ, આજ કાલ એક વિચિત્ર ઘટના જોવા મળે છે. હજી લેખ લખવાનું શરૂ કરીએ તેટલામાં તો કોઈ તેના પર ડીલીટ ટેગ મુકી દે છે. તેને જરા સમજાવોને કે આવા નકામના કામ કરવા કરતાં નવા લેખ રચીને રચનાત્મક યોગદાન કરે! સૈન્ય જ્યારે નાનું હોય ત્યારે રાજા પણ જો મેદાન માં ઉતરી પડે તો સૈનિકોનો જુસ્સો વધી પડે. --sushant ૧૬:૪૧, ૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)

Bot flag for Vagobot

ફેરફાર કરો

Hi, Dsvyas. I requested for bot status. Best regards, Vago ૧૨:૫૮, ૧૪ નવેમ્બર ૨૦૧૧ (UTC)

બે સુધારા

ફેરફાર કરો

ભઈ શ્રી, બે સુધારા કરવાના છે ડાભા (તા. બાયડ)‎ આ લેખ ડીલીટ કરવાનો છે કેમકે તેમાં ક્રોસ લિંક નથી. અને પછી દાભા (તા. બાયડ)‎ અનું નામ બદલીને ડાભા (તા. બાયડ)‎ જરવાનું છે. લેખની સાચી જોડણી ડાભા (તા. બાયડ)‎ છે. --sushant ૦૮:૪૧, ૧૫ નવેમ્બર ૨૦૧૧ (UTC)

મારી ચર્ચા માં મયુર ની વિનંતી અંગે.

ફેરફાર કરો

સુ ધવલ.

હું સ્પંદન ગુજરાતી વિકિપીડિયા નો અત્યંત જુનો પ્રબંધક છું. તમે અને તમારા સાથીઓ એ જે રીતે ગુજરાતી વિકિપીડિયા ને જીવતું રાખ્યું છે તે બદલ તમને સૌને ધન્યવાદ. મેં વર્ષોથી અહિંયા કઇં યોગદાન આપ્યું નથી પણ વિકિપીડિયા ની વુદ્ધી જોઇ મને અત્યંત ખુશી થાય છે. જો તમને કોઇ પણ પ્રશાસન ને લગતી જરૂર પડે તો મને ચોક્કસ સંપર્ક કરજો. મારી એક વિનંતી છે. મયુર કરીને એક વ્યક્તિ એ મારા ચર્ચા પત્ર પર એક વિનંતી મુકી છે (છેક નીચે). તેને પોતાનું યઝરનેમ બદલવું છે અને તેને અમુક અધિકારો પણ જોઇએ છે. તમે જો આ વ્યક્તિ અંગે તપાસ કરીને નિર્ણય લઇ શકો તો ઘણું સારું રહેશે. કારણકે હું ઘણા વખત થી અહિંયા આવતો જતો નથી, તેથી મને ખબર નથી કે જનતા એ ભેગી થઇને કેવા નિયમો બનાવ્યા છે, અને મારે સમાજે ભેગા થઇને તૈયાર કરેલા નિયમોથી વિરદ્ધ બને ત્યાં સુધી નથી જવું. મયુર એ મને ઇમેઇલ પણ કર્યો છે જેમાં અધિકારો ની માગણી છે. તમે તેને પુછી શકો છો કે તેને શું જોઇએ છે. તમને વિકિપીડિયા ના નિયમો અંગે ચર્ચા કરવી હોય કે એવું કઇંક કરવું હોય જે તમારા વિકિપીડિયા પર ના હાલ ના અધિકારો થી શક્ય ન હોય તો મને ચોક્કસ ઇમેઇલ કરજો. સ્પંદન (Spundun) ૨૦:૫૩, ૧૮ નવેમ્બર ૨૦૧૧ (UTC)

Hi! Please feel free to send me an email!

ફેરફાર કરો

Logicwiki ૧૧:૨૦, ૨૦ નવેમ્બર ૨૦૧૧ (UTC)

કાપીરાઇટ ચિત્ર

ફેરફાર કરો

નમસ્કાર, મૈંને કુછ સમય પહલે [સમસ્ત ચિત્ર જિનકા કોઈ લાઈસેન્સ વિકલ્પ નહી દિયા ગયા થા ઉનકો ઉપરોક્ત શ્રેણી મેં વર્ગીકૃત કિયા થા. કૃપયા બતાયે કિ ઇન ચિત્રોં કા ક્યા કરના હૈ. યહિ આપ ચાહે તો ઇનકે નિર્માતા કો સૂચિત કિયા જા સકતા હૈ. --Mayur (talkEmail) ૦૫:૧૯, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)

આ તરફ એક નજર ફેરવવા વિનન્તી. મે અમુક ફેરફારો અને અમુક નવા પ્રોજેક્ટ્સ સુઝવ્યા છે, તો ક્રુપા કરી એમને આગળ ધપાવવા પોતાના ઇનપુટ્સ આપશો.

--DharavSolanki ૦૫:૩૨, ૨૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)

આ લેખમાં એક ચિત્ર ખૂટે છે તે લાવી આપશો પ્લીઝ. --sushant ૧૦:૫૩, ૨૪ નવેમ્બર ૨૦૧૧ (UTC)

ઘનશ્યામ ઠક્કર

ફેરફાર કરો

ભાઈ શ્રી આ લેખ મને કંઈક વધુ પડતો અલંકારી ભાષામાં લાગે છે. જે વિકિની માપદંડ અનુસાર નથી લાત્ગતો. જરા મઠારી આપશો. --sushant ૧૫:૧૨, ૨૫ નવેમ્બર ૨૦૧૧ (UTC)

અભ્યારણ્યો --- જોડણી

ફેરફાર કરો

અભ્યારણ્યો કે અભ્યારણ્ય આ શબ્દ ની જોડણી ખોટી છે. તો કોઈ બોટ ચલાવીને તેને અભયારણ્ય કે અભયારણ્યો કરી શકાય? જો હોય તો કરી આપશો જેથી મારે એક એક લેખમાં ફાઈન્ડ રીપ્લેસ ની માથાકૂટ મટે--sushant ૦૮:૨૨, ૨૯ નવેમ્બર ૨૦૧૧ (UTC)

ધ્યાન દોરવા બદલ આભાર. આજે સાંજે જ બોટ દ્વારા આ ફેરફાર કરવાનો પ્રયત્ન કરીશ. તમે મેન્યુઅલી કરવાની જહેમત ના ઉઠાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૯, ૨૯ નવેમ્બર ૨૦૧૧ (UTC)

માતૃભાષા, વીકીપીડીયા

ફેરફાર કરો

આજ શુક્રવાર ૨.૧૨.૨૦૧૧ના નેપાળના એક ભાઈના કામ માટે મુંબઈમાં એક સરકારી કાર્યાલયમાં ગયો હતો. મને કહેવામાં આવ્યું દસ પંદર મીનીટમાં કામ થઈ જશે ત્યાં સુધીમાં બેસો અથવા ક્યાં જવું હોય તો જઈ આવો. સમય પસાર કરવા મારી બેગમાંથી ગુજરાતી સાહીત્ય પરીષદ તરફથી પ્રગટ થતા પરબના જુના અંકો કાઢી વાંચવા બેસી ગયો.

પરબ પાનું ૭૯, સપ્ટેમ્બર ૨૦૧૧. તારીખ ૨૧.૮.૨૦૧૧ના રોજ માતૃભાષા, વીકીપીડીયા અને ઈન્ટરનેટના સંદર્ભે યુકેથી આવેલા શ્રી ધવલભઅઈ વ્યાસ સાથે ચર્ચાનો કાર્યક્રમ ગુજરાતી સાહીત્ય પરીષદ દ્વારા યોજાયો હતો. વરીષ્ઠ સાહીત્યકાર રતીલાલ બોરીસાગર અને રમણ સોની ઉપસ્થીત હતા. વગેરે, વગેરે,

પરબ પાનું ૭૩. ઓક્ટોબર, ૨૦૧૧. ગુજરાતી ભાષા અને એનું સાહીત્ય આવતી કાલની પેઢીને સુપેરે ઈન્ટરનેટ ઉપર મળી રહે એ માટે વીકીપીડીયા સાથેના જોડાણોને વધુ દ્દઢ અને વેગવાન કરવામાં આવ્યા. યુકેથી આવેલા ધવલ શાહ અને પરીષદના રુપલ મહેતા આમાં ખુબ કાર્યરત છે.

આ માહીતી વીકીપીડીયા ઉપર ધવલભાઈ વ્યાસને તથા અશોકભાઈ મોઢવાડીયાને વાંચનયાત્રા - મારૂં વાંચન ઉપર ચીત્રકથા મોંઘેરા મહેમાન ઉપર મુકેલ છે. Vkvora2001 ૧૧:૧૩, ૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

અણિયોડ કે અણીયોર

ફેરફાર કરો

ભાઈશ્રી, તાજે તરમાં એક અજ્ઞાત સભ્ય દ્વારા અણિયોડ નામે એક લખાયો છે. વિકી પર પહેલેથી અણીયોર (તા. માલપુર) નામે લેખ છે. શું આ બંને એક જ હશે? અને હોય તો તેમને જોડી દેવા જોઈએ. --sushant ૧૩:૪૫, ૩ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

અણિયોડ નામે એક ગામ તલોદ તાલુકામાં છે, જેનું નામ અહીં અણીઓદ તરીકે લખવામાં આવેલું હતું. મેં તેને સુધાર્યું છે. મારા મતે તે જ આ ગામ હોવું જોઈએ. લેખ બનાવનાર આઈ.પી. એડ્રેસ પર સંદેશો તો મુક્યો છે. જોઈએ હવે ત્યાં કોઈ જવાબ મળે છે કે નહી.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૫૦, ૪ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

I am a user limited by local language skills

ફેરફાર કરો

Dear friend,

I am not very familiar with the script of your language. Although I may be able to read the text and contents written in your script very slowly and poorly, I may not be able to comprehend the proper meaning of the same fast, accurate or efficient. My intention of staying here as a user is mostly to get involved in the cross-integration of Indic Wikipedias.

Therefore, Kindly try to write to me in English, whenever you need to communicate with me.

In the meanwhile, I will try my level best to learn more and become fluent in your language.

Thank you. Viswaprabha ૧૫:૧૦, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

Sorry, I can´t understand anything. Please write me in english, if possible.Thank you Antur ૧૬:૧૨, ૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

સવિનય કાનૂનભંગની ચળવળ

ફેરફાર કરો

આ લેખમાં અમુક એરર મેસેજ દેખાય છે. જોઈ જશો. --sushant ૦૮:૨૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

લોગ ઈન કરવામાં તકલીફ

ફેરફાર કરો

ધવલજી, લાગે છે કે વિકિપીડિયાના લોગ ઈન અને ફોન્ટ પસંદ કરો આદિમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. સવારે લોગ ઈન કરતાં મને એરર મેસેજ મળ્યો કે કૂકીઝ એનેબલ કરેલી નહીં હોય તો વિકિપીડિયામાં પ્રવેશ કરવા નહીં મળે. શું કૂકીઝ એનેબલ કરવી જરૂરી છે? તો પછી હું કદાચ મારી ઓફીસ થી લોગઈન નહીં કરી શકું. --sushant

આજે હું પણ લોગીન કરી શક્યો છું. ધન્યવાદ --sushant ૦૪:૦૧, ૧૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ભાઇશ્રી ધવલ. પુનઃસ્વાગત બદલ ખુબ ખુબ આભાર. વળી અશોકભાઇ તથા બાપુ પણ આવી ગયા છે એ જોઈ મઝા પડી ગઇ. હવે મળતા રહીશું. --સતિષચંદ્ર ૦૯:૧૮, ૧૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

મુખપૃષ્ઠ

ફેરફાર કરો

આ વિષે મે આપને એક ઇ-મેલ મોકલેલ છે. મારા પર જ્ઞાનાભિષેક કરશો એવી આશા સાથે...

પ્રત્યુત્યર ની રાહ જોઈ રહ્યો છું. આપનો ઇ-મેલ મળ્યો નથી.--121.247.193.212 ૦૩:૧૪, ૧૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
માફ કરજો, કોઈક કારણે અટકી ગયો હતો, હવે પાક્કા પાયે ગયો છે, તમને મળી જવો જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૨, ૧૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

(નામ ફેર માહિતિ પત્રક); ૧૩:૩૧ . . Dsvyas (ચર્ચા | યોગદાન)‎ હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા નું નામ બદલી ને વર્...

ફેરફાર કરો

ધવલભાઇ,

વર્ણવ્યવસ્થા અલગ અલગ ધર્મોમાં અલગ અલગ રીતે જોવા મળે છે. અહીંયાથી તમે જે હટાવ્યું તે હિંન્દુ ધર્મની વર્ણવ્યવસ્થા વિષેનું હતું. આથી વર્ણવ્યવસ્થાનો લેખ દરેક ધર્મની વર્ણવ્યવ્યસ્થાને લગતો હોવો જોઇએ જ્યારે હિંન્દુ ધર્મની વર્ણવ્યવસ્થા એ એક સ્પેસિફિક લેખ અલગ હોવો જોઈએ.

આશા છે હું મુદ્દાને સમજાવવામાં સફળ રહ્યો છું. --Tekina ૧૪:૩૨, ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

માફ કરજો. મને અન્ય ધર્મોમાં વર્ણવ્યવસ્થાનો ખ્યાલ નથી, સામાન્ય રીતે ગુજરાતીમાં આપણે જ્યારે વર્ણવ્યવસ્થા એમ કહીએ ત્યારે સીધો નિર્દેશ હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા પર જ હોય છે. અન્ય ધર્મોમાં જે વ્ય્વસ્થા હોય તેને આપણે જે તે ધર્મની વર્ણવ્યવસ્થા તરીકે ઓળખાવી શકીએ. જેમ હિંદુ ધર્મમાં વર્ણવ્યવસ્થા કે વર્ણાશ્રમ ધર્મ એવો ઉલ્લેખ છે, તેમ અન્ય ધર્મમાં જે તે શબ્દ પ્રચલિત હોય તે વાપરીને આપણે તે વર્ણવ્યવસ્થાઓને અલગ તારવી શકીએ. હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા એ નામે લેખ તો રહેવા જ દીધો છે, જેથી કોઈ વાંધો ના હોવો જોઈએ. છતાં જો ચર્ચાને અંતે યોગ્ય લાગે તો બધું પુર્વવત્ કરવામાં મને કશો વાંધો નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૯, ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ઘાંચી નામફેર ?

ફેરફાર કરો

ધવલ ભાઈ આપે નામ બદલ્યું એ સારું કર્યું પણ મને એમ થાય છે કે જો પ્રથમ વખત ઘાંચી પાનું બનાવવામાં આવ્યું અને એમાં મુસ્લિમ ઘાંચી નું વિવરણ કર્યું તો પછી તેનું ટાઈટલ ઘાંચી (મુસ્લિમ ) કરવું જરૂરી છે? મુસ્લિમો માં પટેલ સરનેમ પણ હોય છે તો હવે શું હું એવી વિનંતી કરી શકું કે પટેલ નું પાનાંનું શિર્ષક બદલી ને પટેલ (હિંદુ) કરી દેવું, જેથી હું પટેલ (મુસ્લિમ ) પાના નું વિવરણ લખી શકું ? અને મુસ્લિમોમાં સોલંકી સરનેમ પણ હોય છે તો શું હું તમને એમ વિનંતી કરી શકું કે તેનું નામ બદલી ને સોલંકી(હિંદુ) કરી દેવું જેથી નવા પાના સોલંકી (મુસ્લિમ) વિષે હું લખી શકું ? આશા છે આ બાબતે આપ પ્રકાશ પાડશો.

હું પટેલ વિષે પણ સરસ પાનું બનાવવા માંગું છું જો તેનું શિર્ષક તમે ઘાંચીના સંદર્ભમાં કર્યું તેમ પટેલ (હિંદુ) અને પટેલ(મુસ્લિમ) {આ પાનું હું ભવિષ્ય માં બનાવી શકીશ } કરી દો તો.

http://en.wikipedia.org/wiki/Ghanchi પાનાંનુ શિર્ષક પણ Ghanchi (Hindu) કરવા વિનંતી.

મુસલમાન પાનાંનું શિર્ષક મુસ્લિમ કરવા વિનંતી. કારણકે મુસ્લિમ શબ્દ મુસલમાન શબ્દ કરતાં વધુ વ્યાપક છે.--હમઝા ૧૦:૨૧, ૨૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

હમઝાભાઈ, મુસ્લિમ નામે પાનું અસ્તિત્વમાં છે જ. મુસલમાન શબ્દ મૂળ ગુજરાતી ભાષાનો શબ્દ છે, જ્યારે મુસ્લિમ અંગ્રેજી શબ્દ છે તેમ મારૂં માનવું છે, જેની પુષ્ટિ આપ અહીં કરી શકશો. મારા અનેક મુસ્લિમ મિત્રોની સાથે વાત કરતા તેઓ પોતાને મુસલમાન તરીકે ઓળખાવવા વધુ પસંદ કરતા તેવું મને યાદ છે. શક્ય છે કે સમય જતાં સમાજમાં આવા પ્રેફરન્સીસ બદલાયા હોય અને આજકાલ લોકો મુસલમાન શન્દનો ઉપયોગ કરવાનું ટાળતા હોય અને તેને સ્થાને મુસ્લિમ શબ્દ વાપરવો વધુ ઉચિત માનતા હોય. આપણે અહીં શક્ય તેટલા ગુજરાતી શીર્ષક રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, અને માટે મુસલમાન નામે મૂળ પાનું રાખ્યું છે. છતાં આપનો અનુરોધ હશે તો મૂળ પાનું મુસ્લિમ બનાવી, મુસલમાન નામના પાનાંને ત્યાં રિડાયરેક્ટ કરવામાં મને કોઈ વાંધો નહી આવે.
રહ્યો સવાલ પટેલ, સોલંકી અને શાહ શબ્દોનો, તો તેમાં પણ ગુજરાતી ભાષામાં વાત કરતી વખતે મહદંશે પટેલ, સોલંકી કે શાહ શબ્દો સાંભળતા વેંત હિંદુ સમાજમાં આ નામે પ્રચલિત અટકો અને તે જ્ઞાતિઓ જ ધ્યાને આવે જ્યારે ઘાંચી જ્ઞાતિ બંને ધર્મના લોકોમાં છે તેવી મોટેભાગે સહુને ખબર હોય માટે ઘાંચી મુખ્ય લેખ બનાવી ઘાંચી (મુસ્લિમ) અને ઘાંચી (હિંદુ) એમ બે જુદા લેખો બનાવવા વધુ ઉચિત છે. તમે જ્યારે મુસ્લિમ સમાજમાં રહેલા પટેલ કે સોલંકી સરસ પાના બનાવો ત્યારે તેમને પટેલ (મુસ્લિમ) અને સોલંકી (મુસ્લિમ) એવા શીર્ષક સાથે બનાવવા વધુ યોગ્ય રહેશે. અને પટેલ તથા સોલંકી નામના મૂળ પાનાઓમાં મથાળે નોંધ મૂકી શકાય કે મુસ્લિમ સમાજમાં વપરાતી આ અટક માટે જુઓ લેખ પટેલ (મુસ્લિમ). આ સંદિગ્ધ પાનાની સ્પષ્ટતા કરવા માટેની એક સામાન્ય પદ્ધતિ છે. તમે અમેરિકા અને કરિયાતું આ બંને લેખો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે મેં જે સુચવ્યું છે તે કોઈ અપવાદ કે વિશિષ્ટ ગોઠવણ નથી, પરંતુ સામાન્ય પ્રથા છે.
આપ જાતે પણ અંગ્રેજી વિકિપીડિયામાં જઈને Ghanchiનું શીર્ષક બદલીને Ghanchi (Hindu) કરી શકો છો, તેના માટે મારા પર નિર્ભર રહેવાની જરૂર નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૦, ૨૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)


મિત્ર ધવલભાઇ, આપના સુચનો બદલ આભાર, મારા મતે ઘાંચી સમાજ એ ખાસ કરીને મુસ્લિમોમાં સામાન્ય છે. હિન્દુ ઘાંચી સમાજ મોટેભાગે મોદી એવી અટકનો ઉપયોગ કરે છે. દા.ત. ફેસબુકમાં તમે ઘાંચી શબ્દ શોધશો તો મોટાભાગે મુસ્લિમ વ્યક્તિઓના નામ જ દર્શિત થશે. માટે મારા માનવા મુજબ આપ જો પટેલમાં કર્યું તેમ મુળ પટેલ પાનું હિન્દુ સમાજ માટે જ્યારે પટેલ(મુસ્લિમ) પાનું મુસ્લિમ સમાજ માટે બનાવી શકાય તેમ જ મુળ ઘાંચી પાનું કેમ ના બનાવી શકાય, અહિં ગુજરાતમા ઘાંચી એટલે મુસ્લિમ ઘાંચી એવી જ વ્યાપક માન્યતા છે. તો પટેલ, શાહ, સોલંકી પાનાંની જેમ ઘાંચી પાનું (નહિ કે ઘાંચી (મુસ્લિમ)) બનાવી શકાય અને તે પાનાંમાં પટેલના સંદર્ભમાં આપે જણાવ્યું તેમ જ મથાળે નોંધ મૂકી શકાય કે હિન્દુ સમાજમાં વપરાતી આ અટક માટે જુઓ લેખ ઘાંચી (હિન્દુ). જ્યારે પાનું બની ચુક્યું છે તો તે પાનાંને મુળ શિર્ષક કેમ ના આપી શકાય ? આપ આ વિશે વિચાર કરો તો ગમશે.

અને અંગ્રેજી પાનાં માં શિર્ષક કેમ બદલવું તેની કડી આપવા વિનંતી.

મુસ્લિમ અને મુસલમાન બન્ને શબ્દોનો અર્થ એક જ થાય છે તો તે વિશે શું ફેરફાર કરી શકાય બન્ને પાનાંઓમાં, વિગતે જણાવવા વિનંતી. --હમઝા ૦૪:૪૫, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ભાઈ, તમે લેખ અટક મટે નહી પણ સમુદાય માટે બનાવ્યો છે, હિંદુઓમાં પણ ઘાંચી સમુદાય જ છે. મુસ્લિમ સમુદાયમાં ઘાંચી સમાજ અટક તરીકે પણ ઘાંચી જ વાપરે છે જ્યારે હિંદુ ઘાંચી મોદી અટક વાપરે છે. મારો વિશ્વાસ કરો કે જ્યારે ગુજરાતમાં પણ તમે ઘાંચી શબ્દ કહો એટલે વિચાર હિંદુ ઘાંચીનો જ આવે. અટક વિષેની તમારી વાત સાચી છે. લેખની શરૂઆતમાં લખેલું છે જે "એ ગુજરાતી મુસ્લિમ સમુદાય છે...", આને બદલે "એ ગુજરાતી મુસ્લિમ સમુદાય દ્વારા વાપરવામાં આવતી એક અટક છે..." તેમ કરવામાં આવે તો ઘાંચી નામે પાનું મુસ્લિમ સમુદાય વિષે માહિતી આપવા માટે યોગ્ય છે. પરંતુ તેથી આગળ એક પગલું વિચારીએ અને જો મુસ્લિમ શબ્દ કાઢવો જ હોય તો, તે જ લેખમાં હિંદુ ઘાંચી વિષેની માહિતી પણ ઉમેરી દઈએ તો કેવું રહેશે? તેમ કરવાથી બંને ઘાંચી સમુદાય વિષે માહિતી એક જ લેખમાંથી મળી રહે અને હિંદુ મુસ્લિમનો કોઈ બખેડો જ ના રહે. એક વાતનું આપણે ધ્યાન રાખવું પડશે કે અંગ્રેજી અને ગુજરાતી બંનેનો વાચક વર્ગ અલગ રહેવાનો. માટે બંને જગ્યાએ પાનાંના શીર્ષક એક સરખા હોવા જરૂરી નથી.
તમે ગુજરાતીમાં પણ ઘાંચી (મુસ્લિમ) રાખવા માટે સહમત નથી, તો શું ખરેખર તમારે અંગ્રેજીમાં પાનાંનું નામ બદલવું છે?--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૮, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ધવલભાઇ, હું આપની એ વાત પર હું સહમત છું કે ઘાંચીનાં મુળ પાનાંમાં હિંદુ ઘાંચીની વિગત પણ ઉમેરી દેવામાં આવે. જો આપ ઘાંચીના પાનાઓમાંથી ઘાંચી (હિંદુ) તેમજ ઘાંચી (મુસ્લિમ) વિગત હટાવીને માત્ર ઘાંચી એવા શિર્ષકથી પાનું રાખો તો હું એમા જરુરથી ઘાંચી (હિંદુ) વિશેની માહિતી ઉમેરવાનો પ્રયત્ન કરીશ. સમસ્યાના સરળ નિદાનના સુઝાવ માટે આપનો આભાર. અને આવુંજ કૈંક અંગ્રેજી આવૃતીમાં પણ કરી શકાય કે કેમ એ વિશે જણાવવા વિનંતી. આગળની ચર્ચામાં કહ્યું તેમ મુસ્લિમ અને મુસલમાન બન્ને શબ્દોનો અર્થ એક જ થાય છે તો તે વિશે બન્ને પાનાંઓમાં શું ફેરફાર કરી શકાય ? વિગતે જણાવવા વિનંતી. --હમઝા ૧૩:૩૦, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
હમઝાભાઈ, મેં ઘાંચી એ નામે એક જ પાનું રહેવા દઈ, મુસ્લિમ અને હિંદુ એવા બે પાનાં દૂર કર્યા છે. તથા હિંદુ ઘાંચી વિષયક પણ થોડી ઘણી માહિતી ઉમેરી છે. આપ જોઇ લેશો. સ્વાભાવિક રીતે જ બંબે ધર્મના સમુદાયોનો સમાવેશ થતો હોવાથી લેખના આંતરિક સ્વરૂપમાં થોડો ઘણો ફેરફાર થયો છે, જે સહ્ય હશે તેમ આશા રાખું છું.
મુસ્લિમ અને મુસલમાન બંને શબ્દો સાચા છે, તો પછી હવે તે વિષયક કશું કરવાની આવશ્યકતા નથી. કારણકે ગુજરાતી વિકિપિડિયામાં આ બંને શબ્દોથી શોધ કરતાં એક જ લેખ પર દોરી જાય છે. તે લેખનું મૂલ શીર્ષક ગુજરાતી શબ્દનં રાખ્યું છે, જે મારા મતે તો યોગ્ય છે. જેમ ગુજરાતીમાં બ્રાહ્મણને અંગ્રેજીમાં બ્રાહ્મીન કહેવાય છે, પરંતુ અહીં આપણે બ્રાહ્મણ શબ્દ વાપરીને જ લેખ બાનાવ્યો છે તે રીતે મુસલમાન શબ્દ મારા મતે વધુ ઉચિત છે. કદાચ તમે પણ બોલચાલમાં "એક સાચો મુસલમાન દિવસમાં પાંચ નમાઝ પઢે" કે "એક મુસલમાન માટે હજ કરવી તે સૌથી મોટી ફરજ છે" જેવા વાક્ય પ્રયોગ વધુ કરતા હશો, નહી કે એક મુસ્લિમ માટે આમ કે તેમ અગત્યનું છે. હું ખોટો પણ હોઈ શકું છું, જો મારી ભૂલ થતી હોય તો સુધારશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૮, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ધવલભાઇ, આપે ખરેખર સરસ લખાણ ઉમેર્યું છે. જો કોઇ સુધારા વધારા જણાશે તો હું ચોક્કસ તે કરીશ. આખરે મુશ્કેલીનો સુખદ અંત આવ્યો એ સારું થયું. મુસલમાન પાનાંમાં જો આગળ કઈંક સુધારો કરવાની જરુર હશે તો હું ચોક્કસ જણાવીશ. હાલ પુરતું મુસલમાન શિર્ષક બરાબર છે.

New template created but shows error Template:Islam

ફેરફાર કરો

ધવલભાઇ, મે ઇસ્લામના અંગ્રેજી ઢાંચા પરથી ગુજરાતી ઢાંચો બનાવ્યો પરંતુ તેમાં કોઇ પ્રોટેક્શન એરર આવે છે. શક્ય હોય તો એરર સુધારી આપવા અને ઢાંચો અધિકૃત કરવા વિનંતિ. --હમઝા ૦૬:૨૨, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

હમઝાભાઈ, ઢાંચો:ઇસ્લામ હવે બરોબર જોઈ શકાય છે. મેં પ્રયોગાત્મક ધોરણે મુસ્લિમ લેખમાં તે ઉમેરી પણ જોયો અને ત્યાં પણ બરાબર કામ કરે છે. ઢાંચામાં વપરાયેલા અમુક શબ્દો પર ગુજરાતીમાં થોડા અલગ નામે લેખો પહેલેથી જ અસ્તિત્વમાં છે, માટે મેં આપે બનાવેલા ઢાંચામાં તે નામો સુધાર્યા છે જેથી ઢાંચાની કડી પર ક્લિક કરતાં જ જે તે પાનાં પર પહોંચી શકાય. આપ એક વખત નજર નાંખી લેશો. મેં ઉપરના સંદેશામાં જણાવ્યું છે તેમ, ગુજરાતી અને અંગ્રેજીના વાંચક વર્ગમાં તફાવત છે અને માટે પાનાંના શીર્ષક પણ અહીં આબેહુબ અંગ્રેજીની જેમ જ હોવા આવશ્યક નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૧, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
આપનો આભાર ભુલો સુધારવા માટે. --હમઝા ૧૩:૧૯, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ના ભાઈ, તે ભૂલો નહોતી. ધ્યાન બહાર ગયેલી વિગતો હતી, જે મેં ઠીક કરી છે. તમે જે સુંદર યોગદાન કરી રહ્યાં છો તેમાં ભૂલ કે ખામી શોધવી શક્ય જ નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૨, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ધવલભાઇ, મારું લખાણ વખાણવા બદલ આભાર પણ ભુલ દેખાય તો તરત જ સુધારી દેવા વિનંતી. --હમઝા ૦૪:૩૬, ૨૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ધવલભાઇ, મારા યુસર પ્રોફાઇલમાં હુ ધર્મ કેવી રીતે મુકી શકું ? મારી અંગ્રેજી પ્રોફાઇલમાં તે બરાબર ચાલે છે પરંતુ ગુજરાતી પ્રોફાઇલમાં એરર આવે છે. ઘટતું કરવા વિનંતી. --હમઝા ૦૪:૩૦, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ધવલભાઇ, બધુ બરાબર છે પરંતુ લિંક માં તકલીફ લાગે છે. જોઇ લેવા વિનંતી. --હમઝા ૦૫:૧૧, ૩ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

નમસ્કાર,
શું ગુજરાતી વિકિપીડિયા પર ગુજરાતી માં ઈનપુટ માટે નારાયમ સ્ક્રીપ્ટ ચાલુ છે ?? કદાચ નથી.
શું આપણે ભેગા થય ને તે ચાલુ કરાવી છે ?? રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૪:૦૯, ૨૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ના, નથી. હું તેના પર કામ કરી રહ્યો છું. મુંબઈ હેકેથલોન દરમ્યાન મારે જુનેદ-નારાયમના ડેવલપર સાથે વાત થઈ હતી. તે પછી પણ હું તેના સંપર્કમાં છું. થોડા સમયમાં સક્રિય થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૮, ૨૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
Return to the user page of "Dsvyas/Archive 5".