Santswamiji
જય સ્વામિનારાયણ
સ્વાગત
ફેરફાર કરોસ્વાગત!
ફેરફાર કરોપ્રિય Santswamiji, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
Category:ગુજરાતી સાહિત્યકાર
ફેરફાર કરોપ્રિય સંતસ્વામીજી, આપ વિકિપીડિયામાં ઘણું સારૂં યોગદાન કરી રહ્યાં છો, આપનો ઘણો આભાર. મેં હાલમાંજ તમે લખેલાં લેખો જોયા, આનંદ છે કે આપ લોકોને સ્વામિનારાયણ સંપ્રદાય વિષે માહિતગાર કરી રહ્યાં છો. આપે ગઇ કાલે 'Category:ગુજરાતી સાહિત્યકાર'માં ફેરફાર કરીને, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી તેમાં ઉમેર્યું છે, પરંતુ, તે યોગ્ય રીત નથી. કોઇ પણ પાનાંને જે તે શ્રેણીમાં ઉમેરવા માટે, તે જ પાનાં ને અંતે [[Category:ગુજરાતી સાહિત્યકાર]] ઉમેરવાથી, તે પાનું આપોઆપ તે શ્રેણીમાં ઉમેરાઇ જશે. ઉદાહરણ તરીકે, આપ કંડારી ગામ પર લેખ લખો તો, લેખને અંતે [[Category:ગુજરાનાં ગામો]] લખવાથી, આપો આપ તે પાનું ગુજરાતનાં ગામોની શ્રેણીમાં ઉમેરાઇ જશે. મેં ઉપરોક્ત ત્રણ પાનાઓને યોગ્ય શ્રેણીમાં ઉમેરી દીધા છે. મારી આ વાતને ટીકા તરીકે ન લેતાં ફક્ત એક માર્ગદર્શિકા ગણજો. ભવિષ્યમાં લેખન અંગે કોઇ પણ મદદની જરૂર પડે તો વિના સંકોચે મારો સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૧, ૨૪ એપ્રિલ ૨૦૦૮ (UTC)
વિકિપીડિયા ચોતરો(અન્ય) - કલર અને બ્લેક અક્ષરો
ફેરફાર કરોસ્વામીજી, તમે વિકિપીડિયા ચોતરો(અન્ય) પર લખેલાં તમારા પ્રષ્નનો જવાબ મે ત્યાં આપ્યો છે, જે તમે અહીં ક્લિક કરવાથી જોઇ શકશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૩, ૨ મે ૨૦૦૮ (UTC)
મહાવરો
ફેરફાર કરોસ્વામીજી, આપે તાજેતરમાં પુનઃયોગદાન કરવાનું શરૂ કર્યું તે બદલ આપનું સ્વાગત. આપને એક વિનંતિ કરવાની કે, વધુ યોગદાન કરતા પહેલા થોડો ગુજરાતી ટાઈપીંગનો મહાવરો કરી લો તો વધુ સારૂ, ખાસ કરીને નવા લેખો બનાવતા પહેલા જોડણીનું ખ્યાસ ધ્યાન રાખો. આપને ઋ લખવામાં તકલિફ લાગે છે. જેમકે વચનામૃત, કૃષ્ણ, વિગેરે. આપ કિ-બોર્ડ પર R (r નહી) પ્રેસ કરશો તો ઋ લખાશે, અને કૃ માટે તમારે kR અને મૃ માટે mR ટાઇપ કરવાનું રહેશે. આ ઉપરાંત અહીં જ્યાં સુધી અક્ષરને અંતે a ટાઈપ નહી કરો ત્યાં સુધી તે અક્ષર ખોડો રહેશે, અને માટે જ તમે બનાવેલું પાનું વચનામૃત વચનામ્રુત્ એમ વંચાતુ હતું.
વધુમાં એક વાત તરફ ધ્યાન દોરવાનું કે, કોઈપણ લેખમાં લખાણને અંતે આપનું નામ કે સહી ના ઉમેરી શકો. આપનું નામ જે તે લેખનાં ઈતિહાસમાં આપોઆપ જ તમે કરેલા કરેલા યોગદાન સાથે સંકળાઈ જાય છે. આપના નામનો ઉલ્લેખ કે સહી ફક્ત ચર્ચાનાં પાનઓ પર જ કરી શકો છો.
શ્રેષ્ટ માર્ગ છે, ઉપરનો સ્વાગત સંદેશો ધ્યાન પૂર્વક વાંચો અને તેમાં આપેલી કડીઓની મુલાકાત લેશો તો યોગદાન કરવાનું ૫૦% જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. આ બાબતોનું ધ્યાન રાખવાથી અને થોડો મહાવરો કરવાથી આપનું કાર્ય વધુ લોકભોગ્ય બની રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૪૫, ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)
યોગદાન
ફેરફાર કરોશ્રી સંતસ્વામીજી, જય સ્વામિનારાયણ, સીતારામ, જય માતાજી... ઘણા દિવસથી તમારી સાથે વાત કરવાની ઈચ્છા હતી જે આજે પુર્ણ કરી રહ્યો છું. મને એ જાણીને ઘણો આનંદ થયો કે તમે પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરીને પણ ગુરૂકુળમાં સેવા આપી રહ્યા છો. તે ઉપરાંત તમો સતસંગી તેમજ સાહિત્યનાં અભ્યાસુ છો, અને વિદેશમાં પણ જઈ આવ્યા છો જેથી તમને જે યોગ્ય લાગે તે લેખોમાં યોગદાન કરો અને વિકિપીડિયાને સમૃધ્ધ કરવામાં મદદરૂપ થાઓ તેવી સૌ વિકિમિત્રો તરફથી તમને વિનંતી કરૂ છુ. બીજુ ખાસ એ પણ જણાવવાનુ કે અહીં યોગદાન કરતા આપણે સૌ, વિકિની નિતી નિયમોનો ચુસ્તપણે અમલ કરવાનો હોય જ છે. જેથી તમને આ અગાઉ ધવલભાઈએ પણ ઉપરની ચર્ચામાં ધ્યાન દોરેલ છે પણ તમો હજુ પણ લેખને અંતે તમારી સહી કરો છો તે ન કરવી જોઈએ. તમે ધાર્મિક વ્યક્તિ હોવા છતા આ નિયમનો પાલન નથી કરતા એટલે સંકોચ સાથે તમને વિનંતી કે તમો લેખને અંતે તમારી સહી ન કરતા પણ ફકત કોઈની સાથે ચર્ચાનાં પાનામાં ખાસ કરજો જ...તો ચાલો, મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા હશો અને તેનો અમલ કરશો તેવી આશા સાથે જય સ્વામિનારાયણ...ધર્મ વિષેની વધુ ચર્ચા આવકાર્ય અને વધુ માહિતી માટે મને સંદેશ મોકલશો...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૪:૦૯, ૧૦ ઓકટોબર ૨૦૦૯ (UTC)
ગુજરાતી વિકીના ૧૦,૦૦૦ લેખો પૂર્ણ
ફેરફાર કરોઆજ વગડાવો વગડાવો રૂડા શરણાઈયું ને ઢોલ, શરણાઈયું ને ઢોલ નગારા,શરણાઈયું ને ઢોલ..... આનંદો મિત્રો, આપના અથાગ પરિશ્રમ સ્વરૂપે ગુજરાતી વિકી એ ૧૦,૦૦૦ લેખ પૂર્ણ કર્યાં છે આજે 'ગુજરાતી' શબ્દને ૧૦,૦૦૦ લેખની શ્રીણીમાં જોતાં છાતી ગજ ગજ ફૂલી જાય છે.આપ સૌને હાર્દિક અભિનંદન. સંખ્યાનું એક સોપાન પૂર્ણ થયું આપનો આવો સહકાર સદા મળતો રહે તેજે અભ્યર્થના. ઘણા લોકોનું આમાં યોગદાન રહ્યું છે પણ તેમાં સતિષચંદ્ર ભાઈ, અશોકભાઈ, જીતેન્દ્ર ભાઇ નું નામ તો ખાસમ્ ખાસ ઉલ્લેખ માંગે છે. --sushant ૧૬:૦૭, ૧૨ ઓકટોબર ૨૦૦૯ (UTC)
શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન
ફેરફાર કરોસંત સ્વામિજી, જય સ્વામિનારાયણ...સીતારામ....જય માતાજી... તમને અને તમારા સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ સંતોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન
. તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તેમજ ૧૦૦૦૦ લેખોનો અંક વટાવવામાં યોગદાન આપનાર તમામ વિકિમિત્રોનો દિલથી આભાર માનુ છું, સૌ મિત્રો આવો જ સહયોગ આપતા રહે તેવી મારી ઈચ્છા છે. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૮:૧૧, ૧૩ ઓકટોબર ૨૦૦૯ (UTC)
સંદેશ
ફેરફાર કરોસંતસ્વામિજી, જય સ્વામિનારાયણ
નવા વર્ષનાં તમને અને ભારતવર્ષનાં દરેક ધર્મનાં સાધુ સમાજને મારા રામ...રામ...જય સ્વામિનારાયણ...નુતનવર્ષાભિનંદન... સ્વામિજી તમારો સંદેશો મળ્યો અને તેમાં યાચના શબ્દ વાંચીને મારા દિલમાં એક ઠેસ પહોંચી કે, જો ભારતનાં સાધુસંતો પણ યાચના કરશે તો આ બગડેલા સમાજને કોણ સુધારશે. તમારો તો અમારા ક્ષત્રિયો પાસે હક્ક છે. અને તમે તો અમને આદેશ કરી શકો છો. જેથી મારો કહેવાનો મતલબ છે કે, તમે એવુ વાતાવરણ તૈયાર કરો કે, અમારા જેવા ક્ષત્રિયો હવે શક્તિ વિહીન થઈ ગયા છે, તેને પાછા સાચા રસ્તે વાળીને બેઠા કરો. મારે તમને ઉપદેશ ન આપવો જોઈએ કારણકે, તમારો ત્યાગ અને સમર્પણ અમારા કરતા વધુ હોય છે.
ખાસ તો હું તમને જણાવુ કે, હું જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકામાં આવેલ શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર નો હું સેવક છુ. જેથી સીતારામ, હનુમાનજી અને નાથજીદાદાનો ભકત છું. તેની સાથે હું તમામ ધર્મનો આદર કરૂ છુ. દરેક ધર્મસ્થળે હું જાઉ છું. અને આપણો સનાતન ધર્મ કેવી રીતે પુન:સ્થપાય તેવું ગોતુ છું. કારણકે અત્યારનાં સમયમાં એટલા બધા ધર્મો અને પંથો થઈ ગયા છે કે, માણસ સાચો ધર્મ કયો છે તેજ નક્કી નથી કરી શકતો. કારણકે બધા પંથો પોતાનાં તરફ વધુને વધુ અનુયાયીઓ કેવી રીતે જોડાય તેવુ જ કરતા હોય છે. એટલે એક સમય એવો આવશે કે માણસ ધર્મથી દુર ખસતો જાશે.
સ્વામિજી માફ કરશો, પણ આતો તમારા જેવા યોગ્ય વ્યક્તિ મળતા મારા દિલનો ઉભરો ઠાલવ્યો છે. કદાચ તમે મારા અભિગમ સાથે સંમંત ન પણ હોય.. હવે મુળ વાત ઉપર આવુ. હું પણ તમારી જેમ જ એક દિવસ નવો નિશાળીયો હતો. અને ધીરે ધીરે આપણા ગુજરાતી વિકિપીડિયાનાં મિત્રો જેવાકે, પ્રંબધંકશ્રી ધવલભાઈ, જુના જોગી અને ઓલરાઉન્ડર અશોકભાઈ મોઢવાડીયા, વિકિપીડિયામાં સૌથી વધુ જેનુ યોગદાન છે તેવા સતિષચંદ્રજી, તેમજ આધ્યાત્મિક જ્ઞાન વધુ ધરાવતા મહર્ષિભાઈ અને બધાનું માથુ ખાવાવાળો હું. અમે બધા મિત્રો એક પરિવારની જેમજ કામ કરીએ છીએ અને ઉપર નામ લખેલ કોઈપણ વ્યક્તિને પ્રશ્ન પુછીને સમાધાન કરીએ છીએ. આ ઉપરાંત જો કોઈ વિકટ પ્રશ્ન હોય તો બધા સાથે ચર્ચા કરીને તેનો યોગ્ય રસ્તો કાઢીએ છીએ. જેથી તમે યોગદાન કરતા રહો અને કાઈપણ પ્રશ્ન હોય તો અમારા માંથી કોઈપણનો સંપર્ક કરશો જેથી તમારી સમસ્યાનુ નિરાકરણ થઈ જશે. હુ તમે લખેલ સ્વામિનારાયણ સંપ્રદાય નાં લેખને વાંચીને જોઈ લઈશ અને શક્ય હશે તેટલો તેને ટુંકો બનાવીશુ અને તેને મસ્ત લેખ બનાવીશુ જેથી વાંચવા વાળાને સંપુર્ણ માહિતી મળી શકે અને ઉપયોગી થાય. અને તેમાં ભલે મેસેજ આવ્યા કરે તેની ચિંતા ના કરશો. અમુક લેખ તો ૩ લાખ બાઈટસથી પણ વધારે છે. પણ આતો લેખ નાનો હોયતો તે જલ્દી ખુલી જાય એટલે આવે છે. બાકી ચિંતા ના કરતા અમે તમારી સાથે જ છીએ. અને હું ક્ષત્રિય હોવાને નાતે તમને વિશેષ અધિકાર આપુ છુ કે, તમારે મારી પાસે વિનંતી ના કરવી પણ હક્કથી આદેશ આપશો જે હું શિરોમાન્ય ગણીશ.. આ તો વધારે થઈ ગયુ લાગે છે:-) તમને થાસે કે બાપુતો વાતુડીયા છે. તો ચાલો, જય સ્વામિનારાયણ...સીતારામ...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૪:૨૦, ૨૩ ઓકટોબર ૨૦૦૯ (UTC)
ચિત્ર સ્રોત
ફેરફાર કરો- ચિત્ર:20090608 04.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.
* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.
- ચિત્ર:20090715 2.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.
* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.
- ચિત્ર:Swaminarayan 3.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.
* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.
દૂર કરવા વિનંતી | ડભાણ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |