સાંઢપાળીયા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સાંઢપાળીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે પટેલ સમાજની વસ્તી ધરાવતા મહીસાગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંતરામપુર તાલુકામાં આવેલું એક ગામ છે. સાંઢપાળીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, અન્નપૂર્ણા માતાજી મંદિર , આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. તદ્ઉપરાંત આ ગામમાં મુગટમણી સમાન ૨૨ એંકર જમીનમા ફેલાયેલું એક સુંદર તળાવ આવેલું છે જેમાં ગામના ગરીબ પરિવારો સરકારીશ્રીની વિવિધ પ્રકારની યોજના અંતર્ગત રોજગારી મેળવી પોતાનુ ગુજરાન ચલાવે છે જેમાં મુખ્યત્વે પિયતની સુવિધા ઉપલબ્ધ નથી તેમજ મર્યાદિત જમીન ધરાવતા ખેડૂતોનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત ગામમાં દારુબંધીનુ ચુસ્ત પાલન થયેલું છે.ગામની તમામ વસ્તી હિંદુ ધર્મમાં પાલન કરે છે. ગામમાં મુખ્ય વસ્તી પાટીદાર ઉપરાંત ખાંટ, બારીયા લોકોની વસ્તી છે.

સાંઢપાળીયા
—  ગામ  —
સાંઢપાળીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°11′22″N 73°53′34″E / 23.18947°N 73.8928°E / 23.18947; 73.8928
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહીસાગર
તાલુકો સંતરામપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, અન્નપૂર્ણામાતાનુ મંદિર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન,મોટા ભાગના લોકો સરકારી નોકરીઓમાં જોડાયેલા છે
મુખ્ય ખેત-ઉત્પાદનો મકાઈ, બાજરી, તુવર શાકભાજી, આદૂ , તરબૂચ