સાંપલા (તા.પાદરા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સાંપલા (તા.પાદરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા પાદરા તાલુકામાં આવેલું એક ગામ છે. સાંપલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સાંપલા
—  ગામ  —
સાંપલાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′00″N 73°05′00″E / 22.2333°N 73.0833°E / 22.2333; 73.0833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
તાલુકો પાદરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ કપાસ, તુવર , શાકભાજી

રણમુક્તેસ્વર મહાદેવ મંદિર તળાવના કિનારે આવેલ છે. આ મંદિરના પરિસરમાં પ્રવેસતા જમણી બાજુ એક શુરવીરનો પાળિયો આવેલો છે. તેમજ ગામની મધ્યમાં એક રામજી મંદિર આવેલ છે. તેની સામે એક ચબુતરો આવેલ છે.

તળાવની કિનારે બંધાવેલ ઓવારા આગળ સયાજીરાવ ગાયકવાડના સમયની નોધ કરેલ તકતી ૧૯૩૬ની લાગેલી છે. ઈ.સ. ૧૯૮૧માં ગામની ભાગોળે બસ સ્ટેન્ડ નજીકથી એક શિલાલેખ મળેલો હતો. જે અરબી-સંસ્કૃત મિશ્રિત ભાષાનો હતો. જે તે સમયના સરપંચ નદુભાઈ પટેલ દ્વારા પુરાતત્ત્વ વિભાગને સોંપવામાં આવ્યો હતો અને તેના પર ઝેડ. એ. દેસાઈ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. જે અનુસાર આ શિલાલેખ પર ૧ ઑગસ્ટ ૧૩૦૪ની નોધ મળી આવી હતી, જે કર્ણદેવ સલાંકીના સમય હતો.