ભુવાવાડા (તા. સુત્રાપાડા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ભુવાવાડા (તા. સુત્રાપાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સુત્રાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. ભુવાવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, માછીમારી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભુવાવાડા (તા. સુત્રાપાડા)
—  નગર  —
ભુવાવાડા (તા. સુત્રાપાડા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°54′36″N 70°41′08″E / 20.910074°N 70.685585°E / 20.910074; 70.685585
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ઇતિહાસ ફેરફાર કરો

ભુવાટીંબીના શિલાલેખ મુજબ આ ગામના વંશજો રાજા ભુવડ સાથે સંબંધ ધરાવે છે.[૧]

અહીં સંવત ૧૪૦૦-૧૫૦૦ના જૂનાં સ્થાપત્યો આવેલા છે, જે ગામ ભુવાટીંબીના સમયનું છે તેમ દર્શાવે છે. ગામમાં આવેલા મકાનો અને ખંડેરો જેવા કે વાવ અને કિલ્લાના અવશેષો તેમજ અન્ય સ્થાપત્યો આશરે ૨૦૦૦ એકર વિસ્તાર ધરાવે છે, જે દર્શાવે કે ભૂતકાળમાં ગામ મોટું અને વસ્તી વાળું હશે.[૧]

વસ્તી ફેરફાર કરો

૧૮૭૨માં આખા ગામની વસ્તી ૨૬ લોકોની હતી પરંતુ ૧૮૭૮-૭૯ના દુષ્કાળમાં વસ્તીમાં ભારે ઘટાડો થયો અને ૧૮૮૧ની ગણતરી પ્રમાણે ૧૭ લોકો હતા. ગામ પછીથી બહાદુરપુરા તરીકે નવી જગ્યાએ વસ્યું હતું.[૧]

ભૂગોળ ફેરફાર કરો

ભુવાવાડા સુત્રાપાડાથી લગભગ 16 miles (26 km) ઇશાન ખૂણે અને ભુવાટીંબીથી ઉત્તરમાં 3.5 miles (5.6 km) દૂર આવેલું છે. ગામથી લગભગ દોઢ કિ.મી. અંતરે મેમતી ધારા સુરમત નદીને મળે છે. મેમતીનું પાણી આરોગ્ય માટે નુકશાનકારક છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૦.

  આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૦. માંથી માહિતી ધરાવે છે.