અંબાચ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

અંબાચ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક ગામ છે.

અંબાચ
—  ગામ  —
અંબાચનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ચિખલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી

સારવણી, કાકડવેલ, વેલણપુર, ગોડથલ, કણભાઈ, ફડવેલ ગામોની વચ્ચે અંબાચ ગામ આવેલું છે. ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામની વચ્ચેથી એક નદી પસાર થાય છે, જેમાં મે અને જુન મહિના સિવાય નિયમિત રીત કેલિયા ડેમમાંથી પાણી મળી રહે છે. તે સિવાય ગામમાં ઉકાઇ બંધમાંથી પાણી મળી રહે તે માટે નહેરની વ્યવસ્થા છે. આ સિવાય ગામમાં ખાનગી કૂવા, બોરનું પ્રમાણ જોવા મળે છે. પાણીના સ્ત્રોતનું પ્રમાણ વધુ હોવાથી ખેતીના પાકમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અંબાચ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી છે. ગામમાં અભ્યાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડી અને પ્રાથમિક શિક્ષણ માટે ધો. ૧ થી ૮ સુધીની સરકારી શાળા આવેલી છે.