ઇલોલ (તા. હિંમતનગર)
ઇલોલ (તા. હિંમતનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા હિંમતનગર તાલુકામાં આવેલું એક ગામ છે. ઇલોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ત્રણ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ઉપરાંત એક ખાનગી શાળા, સંતશ્રી ગોબરજી વણઝારા આશ્રમ શાળા પણ આવેલી છે.
ઇલોલ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°35′42″N 72°57′44″E / 23.594959°N 72.962227°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સાબરકાંઠા |
તાલુકો | હિંમતનગર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
ગામના નામ વિષેની વાયકા
ફેરફાર કરોઆ ગામનું નામ ઇલોલ કેવી રીત પડ્યું તેનો ચોક્કસ ઇતિહાસ નથી, પરંતુ એક દંતકથા મુજબ આ સ્થળે એક ગાઢ જંગલ હતું. ત્યાં "ઇલો" નામનો એક રબારી ગાયો ચરાવવા આવ્યો હતો. અહીં એક વાઘની ખુબજ બીક હતી અને એ બીકને કારણે અહીંના સ્થાન પર માનવ વસવાટ થતો નહતો. આ વાઘનો ભેટો ઇલા રબારી સાથે થઈ ગયો, ઇલો રબારી મરણિયો થઈ વાઘ સાથે લડ્યો અને વાઘને મારી નાખ્યો. ત્યાર બાદ અહીં લોકોએ વસવાટ કર્યો. ઇલા રબારીના નામ પરથી આ ગામનું નામ ઇલોલ રાખ્યું.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |