ઉંદરા (તા. સરસ્વતી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઉંદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા સરસ્વતી તાલુકામાં આવેલું એક ગામ છે. ઊંદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઉંદરા
—  ગામ  —
ઉંદરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°51′03″N 72°06′53″E / 23.850809°N 72.114838°E / 23.850809; 72.114838
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો સરસ્વતી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ઉંદરા ગામમાં શ્રી ક્ષેત્રપાળ વીર દાદાનું મંદિર આવેલું છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજ ઉપરાંત અમુક માલધારી સમાજના લોકો શ્રદ્ધા ધરાવે છે. ઉંદરા ગામમાં ક્ષેત્રપાળ વીર દાદાના મંદિરે ચૈત્ર મહિનાની સુદ ચૌદશે રબારી સમાજનો અને પૂનમે તમામ સમાજનો મેળો ભરાય છે જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે.