કુંભારા (તા. બોટાદ)
કુંભારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના બોટાદ જિલ્લામાં આવેલા બોટાદ તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, હીરા ઉદ્યોગ તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, રજકો, ચણા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
કુંભારા | |||||||
— ગામ — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°14′17″N 71°31′23″E / 22.237942°N 71.522992°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | બોટાદ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
ગામમાં ધરાની ખોડીયાર, શીતળામા, દાડમા દાદા, હનુમાનની દેરી, મેલડીમાતાજી તેમજ રામદેવપીરના મંદિરો આવેલા છે.
ઇતિહાસ
ફેરફાર કરોઘણા સમય પહેલા અહીં માત્ર કુંભારની માટીનો ટીંબો હતો અને ગામ ન હતું. મેરામભાઇ ખાચર નામના ક્ષત્રિયે અહીં ગામ વસાવ્યું તેથી, ગામનું નામ મેરામગઢ રાખવા પ્રયત્નો થયેલ છે.[૨][૩]
ભૂગોળ
ફેરફાર કરોગામની નજીક ગોમા નદી પર બંધ આવેલો છે. ગોમા નદી પર સૌની યોજના અંતર્ગત એક પમ્પીગ સ્ટેશન બનાવેલ છે.
|
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.
- ↑ ઝવેરચંદ મેઘાણી. સોરઠી બહારવટિયા.
- ↑ ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રની રસધાર. ૩. પૃષ્ઠ ૭૪.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |