ખડાણા (તા. પેટલાદ)
ખડાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા પેટલાદ તાલુકામાં આવેલું એક ગામ છે. ખડાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ખડાણા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°28′36″N 72°47′57″E / 22.476641°N 72.79921°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
તાલુકો | પેટલાદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમજ શાકભાજી |
ખડાણા ગામની પૂર્વ બાજુએ જોગણ, પશ્વિમ બાજુએ પંડોળી ગામનો સીમ વિસ્તાર, ઉત્તર બાજુએ પન્ડોળી ગામ અને દક્ષિણે કણિયા અને દંતેલી ગામ આવેલાં છે. આશરે ૮૦૦ વર્ષ પૂર્વે સૈયદ લોકોએ ખડાણા ગામ વસાવેલુ મનાય છે.તે વખતે ગામ હલની જગ્યાથી થોડુ દૂર વસેલુ હતુ. તેની કેટલીક નિશાનીઓ આજે પણ જોવા મળે છે. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ગામથી લગભગ ૮ કિ.મી. દૂર આવેલું છે. વસ્તી ગણતરી મુજબ ગામમાં ૧,૫૨૮ ઘરો આવેલાં છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |