ખડીયારાપુરા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ખડીયારાપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા માતર તાલુકામાં આવેલું એક ગામ છે. ખડીયારાપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, ઘઉં, બાજરી, દિવેલી, તમાકુ, ટામેટાં તેમજ અન્ય શાકભાજીની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા આદર્શ પ્રાથમિક શાળામાં આપવામાં આવે છે, તદઉપરાંત પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં આશરે ૪૦૦ કુટુંબ વસવાટ કરે છે અને વસતી આશરે ૩,૩૦૦ છે.

ખડીયારાપુરા
—  ગામ  —
ખડીયારાપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°42′30″N 72°39′50″E / 22.70847°N 72.663899°E / 22.70847; 72.663899
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો માતર
વસ્તી ૩,૩૦૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, ઘઉં, બાજરી, દિવેલી, તમાકુ, ટામેટાં

તાલુકાના નક્શામાં ખડીયારાપુરા ગામ હૃદયાકારે આવેલું છે, જે એક વિશિષ્ટતા છે. આ ગામમાં તળાવના કિનારે મહાકાળી માતાજીનું મંદીર આવેલું છે, અહીંયા ખાસ કરીને નવરાત્રી દરમ્યાન ગરબી લેવાનો તથા માનવાનો એક અનેરો મહિમા છે. આ ઉપરાંત ગામમાં નીલકંઠ મહાદેવ, હનુમાન, રામજી મંદીર અને વેરાઈ માતાજી વગેરે મંદીરો પણ આવેલાં છે.