ખડોદી (તા. ખાનપુર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ખડોદી (તા. ખાનપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી ધરાવતા મહીસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકાનું એરૂ નદીના કાંઠે વસેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાયખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, ઘઉં, મગફળી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, પોષ્ટઓફિસ, મીનરલવૉટર પ્લાન્ટ, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ખડોદી
—  ગામ  —
ખડોદીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°49′15″N 73°44′52″E / 22.820862°N 73.747786°E / 22.820862; 73.747786
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહીસાગર
તાલુકો ખાનપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, પોષ્ટ ઓફિસ, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, ઘઉં,મગફળી, તુવર, શાકભાજી

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

ગામમાં નદીને કાંઠે આવેલા ઝાલા બાવજીના મંદિરે દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે લોકમેળો ભરાય છે. ગામમાં ધોળેશ્વર દાદા (શિવજી પરિવાર)નું ઐતિહાસિક જૂનું પુરાણું મંદિર આવેલું છે તેમજ કાશી વિશ્વનાથ મંદિર અને રામજી મંદિર પણ આવેલું છે.