ખાવડા (તા. ભુજ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ખાવડા (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે.[] ખાવડા પછ્છામ ટાપુની પશ્ચિમે કચ્છના મોટા રણમાં આવેલું છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

ખાવડા (તા. ભુજ)
—  ગામ  —
ખાવડા પોસ્ટ ઓફિસ
ખાવડા પોસ્ટ ઓફિસ
ખાવડા (તા. ભુજ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°50′29″N 69°43′49″E / 23.841489°N 69.730310°E / 23.841489; 69.730310
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 1 metre (3.3 ft)

કોડ

ખાવડા કચ્છ રાજ્યના રાવના શાસન હેઠળ હતું અને તે વિચિત્ર સંજોગો હેઠળ તેમના શાસન નીચે આવ્યું હતું. કુંવર દેશલ ૧ (૧૭૧૮-૧૭૪૧) ના જન્મ સમયે પછ્છામના સામાઓએ તેમની વફાદારી દર્શાવવા માટે રાવને બળદ ગાડું ભુજથી એક દિવસમાં જેટલું અંતર કાપી શકે તેટલી જમીન આપવાની તૈયારી બતાવી. સામાઓએ અંતરની ગણતરી ખોટી કરી અને ગાડું સંધારા, અંધો, ખારી, ધલુઆરા, ગોડપર, લુડીયા અને ખાવડા પાર કરી ગયું અને ત્યારબાદ જ્યારે તેમણે ગાડાનાં ચાલકને લાંચ આપી ઉભું રખાવ્યું ત્યારે તેમની પાસે જરાયે જમીન બાકી રહી નહોતી.[]

ખાવડા 23°51′N 69°43′E / 23.85°N 69.72°E / 23.85; 69.72 પર આવેલું છે.[] તેની સરેરાશ ઉંચાઇ ૧ મીટર (૩ ફીટ) છે. નજીકમાં આવેલો કાળો ડુંગર કચ્છનો સૌથી ઊંચો પર્વત છે.

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત.
  2. ગેઝેટિર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર, એન્ડ મહી કાંઠા. ગર્વમેન્ટ સેન્ટ્રલ પ્રેસ દ્વારા પ્રકાશિત. ૧૮૮૦. પૃષ્ઠ ૨૨૭-૨૨૮.
  3. Falling Rain Genomics, Inc - Khavda

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન