ખુમાપુર (તા. મોડાસા)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ખુમાપુર (તા. મોડાસા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા મોડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. ખુમાપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ખુમાપુર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°27′36″N 73°17′43″E / 23.460087°N 73.295399°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અરવલ્લી |
તાલુકો | મોડાસા |
વસ્તી | ૧,૧૧૩[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
ખુમાપુર ગામમાં મહાકાલેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ વાળું મંદિર, મેલડી માતાજીનું મંદિર અને જોદધા રાઠોડ રાજપુતોની કુળદેવી નાગણેશ્વરી માતા અને ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. ગામથી મેઢાસણ ગામ જવાના માર્ગ પર મેશ્વો નદી વહે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Khumapur Village Population, Caste - Modasa Sabarkantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-04.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |