ગંગાપુરા ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામનું પેટા ગામ છે. અહીં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. ગામમાં કુલ ૧૧૦ જેટલા ઘર આવેલા છે તથા એક આંગણવાડીનું મકાન, ૨ દૂધ ડેરીઓ, પાણીની ટાંકી, ચબૂતરો તથા સ્મશાન આવેલું છે. આ ગામમાં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે અને અહીં ચૈત્ર વદ આઠમના દિવસે વરઘોડો તથા રાસ-ગરબાનું આયોજન થાય છે.

ગંગાપુરા
—  ગામ  —
ગંગાપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°38′01″N 72°17′37″E / 23.6336618°N 72.2935645°E / 23.6336618; 72.2935645
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો ચાણસ્મા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી