ગુજરવાડા (તા. સમી)
ગુજરવાડા (તા. સમી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા સમી તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ સમી તાલુકા થી 5 કીમિ ના અંતરે આવેલું છે. ગુજરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો., એરંડા, તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામ માં રામજી મંદિર આવેલ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે . ગામમાં મહિષાસુરમર્દિનીનું પ્રાચીન મંદિર આવેલું છે. તેમજ શ્રી ગેબીગીરનારી બાપુ (શ્રી ગેબીબાપુ) ની જીવંત સમાધિ આવેલી છે ,ગામ ની પાદર માં રામદેવપીર નું ભવ્ય મંદિર આવેલું છે, તેમજ ગુર્જરેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે. પાણી ના મોટા બે તળાવ આવેલ છે.
ગુજરવાડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°40′57″N 71°46′30″E / 23.6824°N 71.775124°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
તાલુકો | સમી |
આગેવાન | |
સરપંચ | ભવાનભાઈ પટેલ |
વસ્તી | ૨,૦૦૦ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | શ્રી ગુજરવાડા ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |