ચલા (તા. વાપી)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ચલા (વાપી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા વાપી તાલુકામાં આવેલું એક ગામ છે. ચલા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ખેતી, ખેતમજૂરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય હતો. તે વખતે શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનો લેવામાં આવતાં હતાં. હવે વાપી નગરના એક વિસ્તાર તરીકે આ ગામનું શહેરીકરણ થઇ ગયું છે, જેથી અહીં રહેણાંક સોસાયટીઓ તેમ જ શોપીંગ સેન્ટરો દેખાવા લાગ્યાં છે. ગામના લોકો મોટેભાગે વાપી જી. આઇ. ડી. સી. ખાતે નોકરી કરવા માટે જાય છે.
ચલા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°23′40″N 72°54′17″E / 20.394486°N 72.904714°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
તાલુકો | વાપી તાલુકો |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી |
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |