છિપડી (તા. કઠલાલ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

છીપડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા કઠલાલ તાલુકામાં આવેલું એક ગામ છે. છીપડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા (આર્ટ્સ અને સાયન્સ શાખાઓ), કન્યા શાળા, કૌશલ્ય વર્ધન કેન્દ્ર, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

છિપડી
—  ગામ  —
છિપડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°54′01″N 72°59′28″E / 22.900314°N 72.991168°E / 22.900314; 72.991168
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો કઠલાલા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં

છીપડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૯ પર આવેલું છે. છીપડીમાં એક જૂની વાવ પણ આવેલી છે.

મુખ્ય મંદિરો

ફેરફાર કરો
  • શક્તિધામ
  • ગાયત્રી શક્તિપીઠ
  • રામેશ્વર મહાદેવ
  • રામેશ્વર મહાદેવ
  • રુપાંદે માતાનું મંદિર
  • રામદેવપીર મંદિર