ઝંખવાવ
ઝંખવાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે.ઝંખવાવ જંકશન થી રાજપીપળા,માંડવી,કીમ તથા નેત્રંગ જેવા મોટા શહેરો તરફ જઈ શકે છે.ઝંખવાવ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, જુવાર, તુવર, કપાસ તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, મીશનરી શાળા, પેટ્રોલ પંપ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સ્થાનીક મોટુ બજાર, સરકારી આઇ.ટી.આઇ., રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, બેંક, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે. આ ગામ મગફળી, સોયાબીન, કપાસ, તુવેર, મગ, ચણા જેવી ખેતપેદાશોના ખરીદ-વેચાણ માટે જાણીતુ છે.
ઝંખવાવ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°28′18″N 73°08′52″E / 21.471619°N 73.147759°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | માંગરોળ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, જુવાર, તુવર, કપાસ, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર |
વાંકલ સુધીનો વિસ્તાર સપાટ છે પરંતુ ઝંખવાવની હદ શરૂ થતા જંગલ વિસ્તાર શરૂ થઈ જાય છે. ઝંખવાવ જમીન માર્ગે તથા ગુજરાતની અનોખી નેરોગેજ રેલ્વે લાઇનથી જોડાયેલું છે. ભૂતકાળમાં જ્યારે આ નેરોગેજ રેલ્વે છેક રાજપીપળા સુધી જતી હતી ત્યારે ઝંખવાવ મહત્વનુ સ્ટેશન હતું. આજે તે આ નેરોગેજ રેલ્વે લાઇનનું છેલ્લુ સ્ટેશન છે. દેખીતી રીતે આસપાસના ગામો કરતા તેનો વિકાસ વધારે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |