ડુમખલ (તા.ડેડીયાપાડા)
ડુમખલ (તા.ડેડીયાપાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ડેડીયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. ડુમખલ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો (જંગલમાંથી પ્રાપ્ત થતી ઈમારતી લાકડા સિવાયની ખોરાક તરીકે વાપરી શકાય તેવી તેમ જ વેચાણ કરી પૈસા મેળવી શકાય તેવી વસ્તુઓ) એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. ડુમખલ જવા માટે ડેડીયાપાડાથી મોસદા થઈ અને જવાય છે.
ડુમખલ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°44′23″N 73°50′42″E / 21.7396°N 73.8449°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નર્મદા |
નજીકના શહેર(ઓ) | ભરુચ અને અંકલેશ્વર |
લોકસભા મતવિસ્તાર | ભરુચ લોકસભા મતવિસ્તાર |
વિધાનસભા મતવિસ્તાર | ડેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર |
વસ્તી | ૧,૨૮૫ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો એવો મુખ્ય રાજ્ય ધોરી માર્ગ નં. ૧ આ ગામ પાસે આવેલ દેવગંગા નદીના સામેકાંઠે આવેલા વડફળી ગામ સુધી આવી પૂરો થાય છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |