તખતગઢ (તા. પ્રાંતિજ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
તખતગઢ (તા. પ્રાંતિજ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા પ્રાંતિજ તાલુકામાં આવેલું એક ગામ છે. તખતગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દૂરવાણી કેન્દ્ર, પંચાયતઘર, આંગણવાડી, તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
તખતગઢ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°26′22″N 72°51′11″E / 23.439433°N 72.853131°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સાબરકાંઠા |
તાલુકો | પ્રાંતિજ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
તખતગઢ ગામને ૨૦૦૦ની સાલમાં ગોકુળીયું ગામ અને ૨૦૦૯-૨૦૧૦માં કેન્દ્ર સરકાર દ્વારા નિર્મળ ગામ તરીકે પસંદગી કરવામાં આવી હતી. મીટર વડે પાણી વિતરણ કરવાની શરૂઆત રાજ્યમાં સૌ પ્રથમ તખતગઢ ગામથી થઇ હતી.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Shukla, RakeshKumar (2020-02-10). "તખતગઢ,મીટરથી પાણી વિતરણ કરતું રાજ્યનું સૌપ્રથમ ગામ". divyabhaskar. મેળવેલ 2020-03-30.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |