કાકરાપાર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કાકરાપાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાના કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું તથા તાપી નદીના કિનારે વસેલું એક ગામ છે. કાકરાપાર ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. જુવાર, મગફળી, ડાંગર, ચણા, વાલ, તુવર અને અન્ય શાકભાજી અહીંનાં ખેત- ઉત્પાદનો છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે.

કાકરાપાર
—  ગામ  —

કાકરાપારનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°15′15″N 73°18′08″E / 21.254167°N 73.302222°E / 21.254167; 73.302222
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો માંડવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો જુવાર, મગફળી,
ડાંગર, ચણા, વાલ, તુવર,
શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર

કાકરાપાર ખાતે તાપી નદી ઉપર વિયર બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધના પાણીમાંથી નદીના બંને કાંઠા (ડાબા કાંઠા તેમ જ જમણા કાંઠા) તરફ મોટી નહેરો કાઢવામાં આવેલી છે. આ કાકરાપાર સિંચાઇ યોજના દક્ષિણ ગુજરાતના ઘણા મોટા વિસ્તારને સિંચાઇ માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુતમથકની પણ સ્થાપના કરવામાં આવેલી છે જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે. કાકરાપાર ખાતે ગુજરાત રાજ્યના જંગલ ખાતાનાં કાર્યાલયો તથા જળસંપત્તિ વિભાગનાં કાર્યાલયો પણ આવેલાં છે.