થુવાવી
થુવાવી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લામાં આવેલા ડભોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. "થુવાવી"નું મૂળ નામ "થંભાવતી" નગરી હતું.[સંદર્ભ આપો] થુવાવી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, ઔદ્યોગિક તાલિમ સંસ્થા (I.T.I.), પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં પીવા માટે આધુનિક આર.ઓ.પધ્ધતિ દ્વારા પાણીનું શુદ્ધિકરણ કરવા માટેની સુવિધા પણ છે. ગામમાં ગટરયોજનાની સુવિધા પણ છે. સ્વતંત્રતાની ચળવળમાં આ ગામના લોકોનો મહત્વનો ફાળો છે.
થુવાવી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°07′46″N 73°25′03″E / 22.129471°N 73.417557°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વડોદરા |
તાલુકો | ડભોઇ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ઘઉં, બાજરી, તુવર, શાકભાજી |
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોઆ ગામની ઉત્તર દિશામાં પૌરાણીક વણઝારી વાવ આવેલી છે, તેમાં શિકોતર માતાનું મંદિર અને ઉપર બિલ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ગામની પૂર્વ દિશામાં ગામથી થોડે દૂર જુનું પુરાણું પ્રસિધ્ધ "ભૂતનાથ મહાદેવજી"નું મંદિર આવેલું છે. આ ગામમાં સિંચાઇ લાયક મોટું તળાવ છે. ગામના આઝાદ ચોકમાં ભારતની આઝાદીના પ્રતિક સમો વિજયસ્થંભ આવેલ છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |