ધંધોડા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ


ધંધોડા (તા. છોટાઉદેપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા છોટાઉદેપુર તાલુકામાં આવેલું એક ગામ છે. ધંધોડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.ગામમાં ખોડિયાર માતા અને હનુમાનજીનું મંદિરો આવેલા છે.ધંધોડા ગામની ઉત્તરે-મલાજા,દક્ષીણે-ઓલિઆંબા,પાધરવાટ,સિમલફળિયા,પુર્વે- ઘેંલવાંટ,પશ્ર્ચિમે-પુનિયાવાંટ જેવા ગામો આવેલા છે. ગામમાં ધોરણ ૧થી ૮ ની ૨ પ્રાથમીક શાળા તથા ધોરણ ૧થી ૫ ની મોટાફળીયા પ્રાથમીક શાળા આવેલી છે.ગામમાં આનંદ ફળિયા (ધંધોડા) પ્રાથમીક શાળા છે. ગામમાં ધોરણ ૮ થી ૧૦ ની શ્રી પી. એલ.મકવાણા હાઇસ્કુલ આવેલી છે. ગામમાં હવામાન ખાતાની ઓફીસ પણ નવીવસાહત ફળીયામાં આવેલી છે. ,

ધંધોડા
—  ગામ  —
ધંધોડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′31″N 74°00′47″E / 22.30868°N 74.013184°E / 22.30868; 74.013184
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો છોટાઉદેપુર
તાલુકો છોટાઉદેપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો આનંદ ફળિયા પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, તુવર, શાકભાજી


છોટાઉદેપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન