નાયકા (તા. સમી)
નાયકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા સમી તાલુકામાં આવેલું એક ગામ છે. નાયકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. નાયકા ગામનું નામ પાટણની મહારાણી નાયકાદેવી ઉપરથી રાખવામાં આવેલું છે.[સંદર્ભ આપો]
નાયકા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°40′57″N 71°46′30″E / 23.6824°N 71.775124°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
તાલુકો | સમી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોગામમાં બહુધા માતાજીનું મંદિર, સતી માતાનું મંદિર અને શ્રી સ્વયંભૂ દુધાધારી મહાદેવનું મંદિર આવેલું છે
સૌર પાર્ક
ફેરફાર કરોનાયકા ગામ ખાતે ૧૨.૩ મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલાર પાર્ક આવેલો છે. આ સોલાર પાર્કનું નિર્માણ ગુજરાત સરકારના ઊર્જા વિકાસ નિગમના સૌજન્યથી આસ્ટોનફિલ્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ સોલાર પાર્ક માંથી ઉત્પન્ન થતી વિજળી ૨૯,૯૦૦ ગામોને માટે વિજળી પૂરી પાડી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટમાં એઞીનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રકશન (ઇ.પી.સી)નું કામ શ્નાઇડર ઇલેક્ટ્રિક કંપની દ્વારા હાથ ધરાયુ છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |