બિદડા (તા. માંડવી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બિદડા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું એક મોટું ગામ છે.[૨] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૨]

બિદડા
—  ગામ  —
બિદડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°54′02″N 69°28′37″E / 22.900470°N 69.476831°E / 22.900470; 69.476831
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૯,૩૫૯[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

અહીં બિદડા જૈન તીર્થ તરીકે ઓળખાતું આદિશ્વર ભગવાનનું ૧૦૦ વર્ષ જુનું દેરાસર આવેલું છે. એપ્રિલ ૨૦૧૫માં આ દેરાસર ખાતે દશાહ્નિકા મહામહોત્સવ યોજાયો હતો.[૩]

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ફેરફાર કરો

બિદડા ગામનો વહીવટ ગ્રામ પંચાયતને હસ્તક છે. બિદડા ગ્રામ પંચાયત આશરે ૧ જૂન ૧૯૫૨થી અસ્તિત્વમાં છે. જેના પ્રથમ સરપંચશ્રી પ્રેમજી ભોજલ હતા.

માનવ અને પશુ વસ્તી ફેરફાર કરો

વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ બિદડા ગામની વસ્તી ૯૩૫૯ની છે. જેમાં પુરૂષની સંખ્યા ૪૭૫૮ અને સ્ત્રીની સંખ્યા ૪૬૦૧ છે. જે પૈકી અનુસુચિત જાતીની કુલ સંખ્યા ૧૮૬૮ છે. જેમાં અનુસુચિત જાતીના પુરૂષની સંખ્યા ૯૪૬ અને સ્ત્રીની સંખ્યા ૯૨૨ છે. તેમજ અનુસુચિત જન જાતીની કુલ સંખ્યા ૩૨૪ છે. તેમાં પુરૂષોની સંખ્યા ૧૬૭ અને સ્ત્રીની સંખ્યા ૧૫૭ છે.[૧]

આ ગામની પશુ વસ્તી ગણતરીના આંકડા નીચે મુજબ છે.[૧]

ગામ/વોર્ડ સંજ્ઞા ગામ/વોર્ડનું નામ ગાય પાળતા પરિવારોની સંખ્યા ગાયોની સંખ્યા ભેંસ પાળતા પરિવારોની સંખ્યા ભેંસોની સંખ્યા ઘેટાં પાળતા પરિવારોની સંખ્યા ઘેટાંની સંખ્યા બકરી પાળતા પરિવારોની સંખ્યા બકરીઓની સંખ્યા ભૂંડ પાળતા પરિવારોની સંખ્યા ભૂંડની સંખ્યા ઘોડો અને ટટ્ટુ પાળતા પરિવારોની સંખ્યા ઘોડા અને ટટ્ટુની સંખ્યા ખચ્ચર પાળતા પરિવારોની સંખ્યા ખચ્ચરોની સંખ્યા
૫૦૭૨૭૩ બિદડા ૭૫૯ ૨૮૬૫ ૧૭૧ ૪૮૫ ૧૫ ૫૮૨ ૧૧૬ ૯૨૨
માંડવી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Bidada Village Population - Mandvi - Kachchh, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૭ એપ્રિલ ૨૦૧૭.
  2. ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર માંડવી તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત.
  3. "બિદડા મહાતીર્થ ધર્મ મહોત્સવથી ગુંજી ઉઠ્યો". kutchhuday.in. કચ્છ ઉદય. મૂળ માંથી 2020-10-22 પર સંગ્રહિત.