બીલપડ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બીલપડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આંકલાવ તાલુકામાં આવેલું એક ગામ છે. બીલપડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, કપાસ, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામના લોકો શાકભાજી વેચવા માટે વડોદરા તાલુકાના પાદરા શાક માર્કેટમાં જાય છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

બીલપડ
—  ગામ  —
બીલપડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°23′29″N 72°59′40″E / 22.39127°N 72.99455°E / 22.39127; 72.99455
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
તાલુકો આંકલાવ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,
શક્કરીયાં તેમજ શાકભાજી

અહીં સંતશ્રી કબીર સાહેબનું મંદિર તેમજ જંબુસર હાઈવે પર જતાં વહાણવટી સિકોતેર માતાનું મંદિર આવેલું છે. અહીં જન્‍માષ્‍ટમી પર શ્રાવણ વદની સાતમ-આઠમના રોજ મોટો લોકમેળો ભરાય છે. ગામના લોકો દર મહિનાની પૂનમના દિવસે ગામની ભાગોળે એક જમણવારનું આયોજન કરે છે. સંત કબીર સાહેબના મંદિરે બધા લોકો ભોજન લે છે. દિવાળી પછીના બેસતા વર્ષના દિવસે ગામલોકો ભાથીજીના મંદિરે શ્રીફળ અને ખાંડ ચઢાવે છે.


આંકલાવ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન