રોજકા (તા. ધંધુકા)
રોજકા (તા. ધંધુકા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધંધુકા તાલુકામાં આવેલું એક ગામ છે. રોજકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ભાલીયા ઘઉં, બાજરી, કપાસ,ચણા, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. મુખ્ય પાક ભાલીયા ઘઉં, ચણા છે તથા મોણસેર તળાવ પાસેના વિસ્તારમાં જીરુ પણ વાવવામાં આવે છે, જે સારા પ્રમાણમાં થાય છે.
રોજકા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°20′56″N 72°02′17″E / 22.349024°N 72.037933°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
તાલુકો | ધંધુકા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય પાક | ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
ભૂગોળ
ફેરફાર કરોઆ ગામની પૂર્વ દિશામાં ઉમરગઢ તથા પશ્ચિમ દિશામાં ધંધુકા શહેર આવેલું છે. દક્ષિણ દિશામાં ખરાડ અને કોઠડીયા તેમ જ ઉત્તર દિશામાં ખસ્તા ગામ આવેલાં છે. ગામના પાદરમાં સુખભાદર નદી વહે છે. આ ગામની બંને બાજુ નર્મદાની બે મુખ્ય નહેરો છે.
મહત્વનાં સ્થળો
ફેરફાર કરોરોજકા ગામમાં બુટ ભવાની માતાનું મંદીર તથા શિવજીનું મંદીર આવેલાં છે. ત્યાં દર વર્ષે પલ્લી ભરાય છે અને વાળા કુળના લોકો આ પલ્લીમાં ભાગ લેવા દુર-દુરના વિસ્તારોમાંથી આવે છે. રોજકાથી ૪ કિ. મી. દુર મલકા તલાવડીને કાંઠે હનુમાનજીનું મંદિર આવેલું છે, જેની સ્થાપના ગોપાળાનંદ સ્વામી એ કરી હતી. એવી વાયકા છે કે અહી સ્વામિનારાયણ ભગવાને સુખડી આરોગી હતી. ગામમાં છત્રીના ચોકમાં ચબુતરો આવેલો છે તેમજ વીર શહીદ પી.એસ.આઇ. અજુર્નસિંહ વાળાનું સ્મારક આવેલુ છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |