લોધી (તા. સરસ્વતી)
લોધી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા સરસ્વતી તાલુકામાં આવેલું એક ગામ છે. લોધી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. કપાસનો પાક રેકોર્ડ માત્રામાં લેવાય છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી પ્રાથમિક સારવાર કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
લોધી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°51′03″N 72°06′53″E / 23.850809°N 72.114838°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
તાલુકો | સરસ્વતી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૧૨ દરમિયાન સરપંચ ઉમેદવાર બિનહરિફ રહેલ હોવાથી સમરસ ગામ થયેલ છે. આ ગામ રબારી સમાજમાં લોધી લુણીઓનું ગામ તરિકે જાણીતું છે. અહીં તાલુકાનું મોટામાં મોટુ તળાવ અવેલું છે.[સંદર્ભ આપો] તળાવમાં ખોદકામ કરવાથી કોતરણીવાળા પથ્થરો નીકળે છે. અહીં શ્રી વિહતમાતાનું મંદિર પણ આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |