વડાલી
વડાલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.
વડાલી | |||||
— નગર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 23°56′34″N 73°02′16″E / 23.942912°N 73.037764°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | સાબરકાંઠા | ||||
તાલુકો | વડાલી તાલુકો | ||||
નજીકના શહેર(ઓ) | ઇડર | ||||
વિધાનસભા મતવિસ્તાર | વડાલી | ||||
વસ્તી | ૨૦,૬૪૬[૧] (૨૦૧૧) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
• 75 metres (246 ft) | ||||
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, નગર પાલિકા, તાલુકા પંચાયત, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, કોલેજ (સરકારી, વિજ્ઞાન, આઇટીઆઇ, પોલીટેકનિક) | ||||
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન | ||||
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી શાકભાજી | ||||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરોવડાલી ઇડરથી ઉત્તરમાં રહેલું પ્રાચીન નગર ગણાય છે, કદાચ તે ચીની પ્રવાસી હ્યુઆન ત્સાંગે માળવા અને વલભીની વચ્ચે મુલાકાત લીધી તે ઓ-ચા-લિ અથવા વડારી હશે. ૧૧મી સદીમાં તે મોટા રાજ્યનું કેન્દ્ર હતું.[૨]
પરમાર વંશના હરીપાલના પુત્ર સહનપાલે વિક્રમ સંવત ૧૨૬૪ (ઇ.સ. ૧૨૦૮)માં વડાલીમાં વૈદ્યનાથ મંદિરનો મંડપ બંધાવ્યો હતો.[૩]
નામ
ફેરફાર કરોવડાલીનું જૂનું નામ વત્પલી હતું, જે કાળક્રમે અપભ્રંશ થઈને વડાલી બન્યું.
ભૂગોળ
ફેરફાર કરોનજીકનું શહેર ઇડર આશરે ૧૩ કિમીના અંતરે આવેલું છે. વડાલી અંબાજીથી ૬૫ કિમીના અંતરે આવેલું છે.
આબોહવા
ફેરફાર કરોશિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯o સે. રહે છે. જ્યારે ઉનાળામાં સૂકી હવા તાપમાનમાં વધારો કરે છે જેના કારણે ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૫o સે. સુધી પહોંચી જાય છે. સામાન્ય રીતે અહીં વિષમ આબોહવા હોય છે.
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોવડાલીમાં ઘણા મંદિરો અને જૈન દેરાસર આવેલા છે. અહીં ૪ અતિ પ્રાચીન દેરાસર છે. અમીઝરા પારસનાથના દેરાસર માટે એમ કહેવાય છે કે ત્યાં એક સમયે અમી (અમૃત) ઝરતાં હતાં. ત્યાં મણિભદ્ર દાદાની પ્રતિમા વિરાજે છે.
મુખ્ય વિસ્તારો
ફેરફાર કરોધરોઈ ત્રણ રસ્તા, શ્રીનગર, સગર વાસ, ગાયાત્રીનગર, આંબેડકર નગર, ઉમિયાનગર, શાંતિ નગર, સ્વાયમ બંગલો, રામનગર, બજરંગપુરા વગેરે અહીંના મુખ્ય વિસ્તારો છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Vadali Population, Caste Data Sabarkantha Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2018-08-04.[હંમેશ માટે મૃત કડી]
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૪૪૨. આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
- ↑ Gazetteers: Sabarkantha District. Directorate of Government Print., Stationery and Publications. ૧૯૭૪. પૃષ્ઠ ૭૪.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |