વિકિપીડિયા:ચોતરો (સમાચાર)
ચોતરો | |
ચોતરો | નવી ચર્ચા શરૂ કરો |
દફ્તર | જૂની ચર્ચાઓ |
સમાચાર | જૂના સમાચારો |
અન્ય | અન્ય જૂની ચર્ચાઓ |
વિકિપીડિયા ના સમાચાર વિભાગ માં નવી ટેમ્પલેટ, વિકિપ્રૉજેક્ટ વગેરે જેવા સમાચાર ને લગતી જાહેર ખબર મૂકાય છે.
હંમેશા તમારી કૉમેન્ટ ની નીચે હસ્તાક્ષર(signature) કરો. (તમે ~~~~ટાઇપ કરીને અથવા ઉપર આવેલ એડિટ(Edit) ટૂલબાર(Toolbar) પર ક્લિક કરીને હસ્તાક્ષર કરી શકો છો.
About new input system
I have enabled a new input system whose input functions are listed here. Please feel free to contact me here if needed. Thanks. --Eukesh ૨૧:૩૪, ૨૩ February ૨૦૦૭ (UTC)
૫૦ લેખ પૂરા! Reached 50 Articles!
૧૧ માર્ચ, ૨૦૦૫
- ગુજરાતી વિકિપીડીયાએ ગઇકાલે અમિતાભ બચ્ચન ઉપર લખેલા સ્ટબ સાથે ૫૦ લેખ પૂરા કર્યા.
March 11, 2005
- Yesterday Gujarati wikipedia reached 50 articles with a stub on Amitabh Bachchan (see the en: article here)
Wikimedia Collaboration
A new attempt to get the Wikimedia community to collaborate on multi-lingual tasks is the Wikimedia Collaboration of the Week. Please see the page on meta for details. It would be great if you could translate the following and encourage editors here to improve the Gujerati help pages. The text below is from en:Template:Wm-cotw and will be updated every week. Thanks. Angela ૨૦:૨૫, ૩ Apr ૨૦૦૫ (UTC)
The Wikimedia Collaboration of the Week is an attempt to get the Wikimedia community to join forces in tackling problems that affect all our projects. The current COTW is to create a standard multilingual manual for the MediaWiki software. The help pages should be linked from Help:Contents on Meta, our Wikimedia-wide coordination wiki. Please see the instructions for this COTW and help to make it happen! |
વિકિપીડિયા:દરેક ભાષાના વિકિપીડિયામાં હોય એવા પ્રારંભિક લેખોની યાદી નો ઉમેરો થયો છે. લોકો એ પાના પર જઇને કોઇ પણ લેખ ચાલુ કરી શકે છે.
--સ્પંદન (Spundun) 17:50, 17 Oct 2004 (UTC)
Trying to set the gears in motion
નમસ્તે,
ગુજરાતી વિકિપીડિયાના ચક્રો ગતિમાન કરવાની જરૂર છે. અત્યારે હું વિકિપીડિયા:Community Portal ના પાના ને વ્યવસ્થિત કરવાની યોજના ઘડી રહ્યો છું. શરૂઆતમાં માંગેલા પાના ની યાદી બનાવવી છે, જેથી લોકોને એક દીશા મળે. સ્પંદન (Spundun) 19:46, 28 Sep 2004 (UTC)
Hi all,
Gujarati wikipedia needs to get going. Next thing I plan to do is put the વિકિપીડિયા:Community Portal page in a better shape. I dont want to overkill/over engineer the community right now, but putting a list of wanted articles sounds like a nice start. સ્પંદન (Spundun) 19:46, 28 Sep 2004 (UTC)
Gujarati Blog World
ગુજરાતી ભાષા માં હવે ઘણા બ્લોગ થ ઇ ગયા છે અને નવા ઉમેરાતા જાય છે. એકવીસમી સદીને અનુરૂપ આ પ્રવૃત્તિ ઘણી સારી છે. મેં પણ ત્રણ બ્લોગ છેલ્લા બે મહિનામાં શરુ કર્યા છે. જેની લીંક નીચે પ્રમાણે છે.
sureshbjani.wordpress.com આમાં ગુજરાતી સાહિત્યના સર્જકોનો સંક્ષિપ્ત પરિચત આપવામાં આવે છે. suresh_jani.blogspot.com આમાં મારી સ્વરચિત રચનાઓ મૂકેલ છે. kavyarasaswad.blogspot.com આમાં મને ગમતા કાવ્યો અને ગઝલો રસાસ્વાદ સાથે મૂકેલ છે. વાંચીને પ્રતિભાવ આપવા વિનંતિ છે.
ગુજરાતી ભાષાના ઇન્ટરનેટ પર વધતા જતા વ્યાપને ધ્યાનમાં રાખીને હમણા એક નવી વેબસાઇટની શરૂઆત કરવામાં આવેલ છે. ગુજરાતીબ્લોગ્સ.કોમ ના નામથી ચાલુ કરેલી આ વેબસાઇટ માત્ર ગુજરાતી બ્લોગરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ વેબસાઇટ દ્વારા કોઇ પણ વ્યક્તિ પોતાનો ગુજરાતી બ્લોગ ચાલુ કરી શકે છે અને તે પણ વળી મફતમાં!
માર્ચ ૨૯ ૨૦૦૭
- વિકિપીડિયા પર નવી યોજના ચાલુ કરવામાં આવી છે: વિકિપીડિયા:પ્રસ્તુત લેખ. સહુને ભાગ લેવા આમંત્રણ છે.
chotro
mne aje kubj annd thyoche karn ke huje gamma rhuchu te gam to vsvlevle prkhiytche karnke sahbudinrthod amaragam nu gavrvche ajepn amaragamma kada patiyamasmacharlkhayche ane mari veb na smachar ape mukina apemotukamkreluche mnepn visvlevle vatokrvanomokomliyoche khub khub abhar
there is no half word
Please guide us how to write the half ward and Hasw and dirg if we can write alon then rasbau and dirgau also we can write there is not inuf word for writting gujrati grametically. is the there any body can set that caractor so we can start transletting the english article.
Regards
Shamji K. Varsani Who ever does that please contact me on shamjikvarsani@yahoo.co.in
Article on MP3
મારે mp3 પર article English Wikipediaના introduction લઈને લખવૉ છે. કેવી રીતે? Please મદદ કરૉ.
- સમીરભાઈ, તમારે જે લેખ લખવો છે, તે જો અંગ્રેજી વિકિપીડિયા પર હોય તો શ્રેષ્ઠ રસ્તો છે તેનો અનુવાદ કરો. આપ તે Article ને English Wikipedia માં en:MP3 પર જઇને ખોલો, તેને મથાળે Edit લખેલા Tab પર ક્લિક કરો, બધું લખાણ copy કરો, અહીં ગુજરાતીમાં એમપી-થ્રી (MP3) અથવાતો તમને યોગ્ય લાગે તે નામથી નવું પાનું બનાવો અને અંગ્રેજીમાંથી લાવેલું લખાણ ત્યાં paste કરો. હવે આ લખાણનું ભાષાંતર કરવાનું ચાલું કરો, તમારો લેખ ધીમે ધીમે તૈયાર થતો જશે. શરૂઆતમાં ક્યાંય પણ અટવાવ તો મારો સંપર્ક કરજો, અને બીજી કોઇ ભુલ થાય તો ચિંતા ના કરશો, હું કે બીજા અન્ય સક્રિય અનેનુભવી સભ્યો તે ભુલો સુધારી દેશે. આશા છે કે મોડો મોડો પણ મારો જવાબ તમને મદદરૂપ થશે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૨૪, ૧૧ એપ્રિલ ૨૦૦૮ (UTC)
પહેલી વાર
માર્ નામ્ ન્િલેશ્ વસાણી છ્ે. હુ પહેલ્ી વર્ ગુજરતિ મા લખુ છુ.
આભાર્.
- નિલેશ વસાણી, તમે પહેલી વખત ગુજરાતીમાં લખ્યું અને તે ઘણું સારૂ રહ્યું છે, તો હવે અહીં ખાતું ખોલીને વધુ લખવાનું ચાલુ કરવામાં રસ ખરો?
વિકિપેદિઅ મન્ લખવુન્ છ્હે , પન્ શેનો લેખ્ લખ્વો. . અનુવાદ જ કરવૂ કે પછી મૌલીક લખવુન્.
Voting for Administrator
Hi Friends, I have been working as an Administrator since January, but because of lack of enough votes, I have been grated temporary Admin Rights, which are renewd every 3 months, current rights expires on 12th June. Rather than getting temp rights once again, I would need all of yours support ત્o get a permanent Admin Rights to continue contributing Gujarati Wikipedia as an administrator. I could will really appreciate if you would vote for me here and let me know what your expectations are.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૬, ૪ જૂન ૨૦૦૮ (UTC)
પ્રબંધક હક્કો માટે મતદાન
મિત્રો, હું જાન્યુઆરી મહિનાથી વિકિપીડિયામાં પ્રબંધક તરિકે કામ કરી રહ્યો છું, પરંતુ મને પુરતા મતો નહી મળવાને કારણે પ્રબંધક તરિકેનો સ્થાયી હક્ક મળવાને બદલે, દર વખતે ૩-૩ મહિના માટે કામચલાઉ હક્કો મળ્યા છે અને હાલના હક્ક ૧૨ જુને પુરા થઇ જશે. ફરી એક વખત કામચલાઉ હક્કો મેળવવાને બદલે, મને આપણા આ ગુજરાતી વિકિપિડિયામાં પ્રબંધકના કાયમી હક્કો સાથે વધુ સારી રીતે નિર્વિઘ્ને કામ કરવા મળશે જે માટે મારે આપ સહુના સહકારની આવશ્યકતા છે, જો આપ અહીં મારા માટે આપની સંમતિ આપશો તો હું આપનો ઘણો આભારી થઇશ. અને હા, સાથે સાથે આપની શું અપેક્ષાઓ છે તેના સુચનો પણ કરશો તો આપણે આ વિકિપિડિયાને અંગ્રેજી કરતા પણ સારા સ્વરૂપમાં રજુ કરી શકીશું. --ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૬, ૪ જૂન ૨૦૦૮ (UTC)
જેમ એક બીજ વાવવાથી ઘણા બધા બીજ પેદા થાય છે, તેમ ગુજરાતિ વિકિપીડિયા ના વિકાસ માટે વધુ અને વધુ બિજ નિ જરૂર છે.
One subject and Two stubs
અમરેલી જિલ્લો અને અમરેલી એમ એક જ વિષય પર બે સ્ટબ છે....આ વિષય પર બે માંથી કોઈ એક ને કાઢી ને બંનેને ભેગા કરવા પડે તેમ મને લાગે છે....આપના પ્રતિભાવો જણાવશો--Adhyaru19 ૦૯:૩૧, ૬ ઓગસ્ટ ૨૦૦૮ (UTC)
- અધ્યારૂ, જવાબ આપવામાં ઘણું મોડું થયું છે તે બદલ માફી માંગું છું. આપે જણાવેલાં બન્ને સ્ટબો પૈકી અમરેલી જિલ્લો લેખ જીલા વિષે છે જ્યારે અમરેલી તે શહેર વિષેનો લેખ છે, અને બન્નેની માહિતી પણ એક બીજાથી જુદી પડે છે, માટે તે બંને લેખો અસ્તિત્વમાં રહેવાં જોઇએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૦, ૨૫ નવેમ્બર ૨૦૦૮ (UTC)તમારા જ્વાબ્ થિ આનદ્ થયો
hathiyaar nee peti should be Saadhan nee peti
I believe the word hathiyaar nee peti should be replaced to 'Saadhan nee peti'. Hathiyaar is like weapon and Saadhan is like a tool. In gujarati, Hathiyaar naa badle Saadhan shabd vadhu saaru laagshe. 220.226.168.198 ૦૯:૧૩, ૨૩ નવેમ્બર ૨૦૦૮ (UTC)
- સાચી વાત છે તમારી, હથીયાર એટલે weapon થાય, પરંતુ, ગુજરાતીમાં ટૂલ્સને માતે પણ હથીયાર શબ્દ વપરાય છે, કોઇ પ્લંબર કે ઇલેક્ટ્રીશિયનને પુછશો તો તે પોતાનાં સાધનનોને હથિયાર જ કહેશે, અને માટે જ દશેરાને દિવસે લોકો પોતાના આવા સાધનોની પુજા કરતાં કરતાં હોય છે. મારે મતે સાધનોની પેટી અને હથીયારનિઇ પેટી બંને શબ્દો અજુગતા લાગે છે, ટૂલ બોક્સ માટે હજુ વધુ સારો ગુજરાતી શબ્દ મળવો જોઇએ, ભાષાંતર કરતી વખતે જરૂરી નથી કે તેનું શ્બ્દશ: ભાષાંતર કરીએ, આમ કરવાથી ઘણી વખત આપણી ભાષા આપણને પારકી લાગવા માંડે છે. તો ચાલો મિત્રો અંગ્રેજી શબ્દ Tool Box માટે યોગ્ય ગુજરાતી શબ્દ સુચવો તો!--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૭, ૨૫ નવેમ્બર ૨૦૦૮ (UTC)
વિકિપીડિયા પર લેખ
આજે તા=૪/૩/૦૯ નાં દિવ્ય ભાસ્કર દૈનિકમાં ગુજરાતી વિકિપીડિયા વિષયક લેખ આવેલ છે. (દિવ્ય ભાસ્કર, કળશ) અહીં પાના ૪ પર જવાથી આ લેખ વાંચી શકાશે.જો કે તે લેખ PDF ફોર્મેટમાં મળશે,કોઇમિત્રને આની અન્ય કડી ધ્યાને હોયતો અહીં મુકવા વિનંતિ. --અશોક મોઢવાડીયા ૦૯:૦૯, ૪ માર્ચ ૨૦૦૯ (UTC)
હવે ગુજરાતી ભાષાંતર શક્ય છે
- પ્રિય વિકિમિત્રો, આનંદો. ખુશીનાં સમાચાર એ છે કે "ગુગલ ટ્રાન્સલેટ" પર હવે કોઇ પણ ભાષામાંથી ગુજરાતી ભાષામાં સીધું ભાષાંતર થઇ શકે છે. જો કે થોડો વ્યાકરણ તથા હ્રસ્વ ઇ,ઉ તથા દીર્ઘ ઇ,ઉ નો જરૂરી સુધારો કરવો પડે છે, પરંતુ તે પણ ટુંક સમયમાં ઠીક થઇ જશે. આ સગવડ પ્રાપ્ત કરવા માટે આપે તે સાઇટ પર જઇ (ગુગલ ટ્રાન્સલેટ) અને આપનું વિકિ યુઝર નેમ અને ત્યાર બાદ અહીં આપેલ કોડ ટાઇપ કરવાનો રહેશે. કોડઃ (Abril tonto), ત્યાં પ્રથમ ખાનાંમાં "સ્પેનિશ" અને બિજા ખાનામાં "અંગ્રેજી" રાખવાનું (જે લગભગ તો હશેજ) ત્યાર બાદ ટ્રાન્સલેટ બટન પર ક્લિક કરતાંજ આપને માટે ગુજરાતી ભાષાનું ઓપ્શન ચાલુ થઇ જશે. વધુ માહિતી માટે પ્રબંધકશ્રીનો સંપર્ક કરવો. આભાર.--અશોક મોઢવાડીયા ૧૦:૨૫, ૧ એપ્રિલ ૨૦૦૯ (UTC)
gujrati recipebookby sudhabenmunshi vadodra
I want Gujrati website for gujrati food by Sudhabenmunshi. Vadodra
કોપીરાઇટ
ઘણા એવા લેખો હોય છે, જેમાં અગાઉ વાપરેલા ફોટાલેવા પડે છે, તો તેને લેવા શું કરી શકાય અને જો ગુગલ અર્થ પરથી લીધેલી ઇમેજ મુકીએ તો કોપીરાઇટ લાગી શકે ખરો , જો આના વિશે કોઇ પણ સભ્ય પાસે માહિતી હોય તો મહેરબાની કરી જણાવજો--sunil c solanki ૦૫:૫૫, ૧૨ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
Meaning Of UTC
હુ અત્યારે જ વિકિપીડિયાનો મેમ્બર બન્યો છુ..મને એ ખબર નથી કે અહી કોઈ પોતાના પાછળ યુ.ટી.સી. લખે છે તેનો અર્થ શુ છે?
- રિતેષભઈ, UTCનો અર્થ છે Coordinated Universal Time, જે GMT એટલેકે ગ્રીનીચ મીન ટાઈમની લગભગ સમકક્ષ રહે છે. બંનેની વચ્ચે મહત્તમ ૦.૯ સેકન્ડનો ફરક હોઈ શકે છે. સામાન્ય વપરાશમાં GMT વપરાતો હોય છે, પરંતુ UTC તે પૃથ્વિની વધતી અને ઘટતી ગતિને ટ્રેક કરીને સમયમાં અમુક સેકંડો દૂર કરે છે. મૂળ મુદ્દે જોવા જઈએ તો એમશી શકાય કે તે સમયનો એક નિર્દેશાંક છે, જેને વૈશ્વિક સમય પ્રણાલી અનુસરે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૧૯, ૧૯ ઓકટોબર ૨૦૧૦ (UTC)
અમિતાભ બચ્ચન
પ્રસ્તુત લેખમાં રાજકારણની ચર્ચાસ્પદ વાતો લંબાણભી મુકાયેલી છે. આ અમિતાભની પર્સનાલિટી વધારે છે તેવું લાગતું નથી; આને બદલે એની અનેક સિદ્ધિઓની વાતો વથુ લખાવી જોઈએ. –––રમેશ શાહ
- મુરબ્બી રમેશભાઈ, ધ્યાનથી જોતાં મને એમાં કશું વાંધાજનક લાગ્યું નહી. વધુમાં, તે લેખ અંગ્રેજી વિકિપીડિયામાંથી ભાષાંતર કરીને બનાવવામાં આવ્યો છે, જેથી કરીને તેમાં કરેલી દરેક વાતને યોગ્ય સંદર્ભ સાથે ટાંકવામાં આવી છે. આવા સવિસ્તૃત માહીતી વાળા લેખને ટુંકાવવાને બદલે યોગ્ય સંદર્ભો આપી, આપ કહો છો તેવી સિદ્ધિઓ તેમાં ઉમેરીએ તો કેવું રહેશે?--ધવલચર્ચા/યોગદાન ૨૨:૨૩, ૧ નવેમ્બર ૨૦૧૦ (UTC)
- શબ્દની જોડણી સાચી હોય તો તે શોભે; વાક્ય રચના સારૌ હોય તો તે શોભે; સાચાં શબ્દો અને સારી વાક્ય રચના પછી તેમાં સાહિત્યીક રજુઆત હોય તો તે દમદાર બને; ફકરાઓમાં વિચારોની સુવાસ હોય તો તે શોભે. ગુજરાતી વિકિપીડિયામાં જઈ કેટલાક લખાણો વાંચતાં તેમાં ઉપર જણાવી તે બધી સામગ્રીની અછત વર્તાણી ! એમાં પદાર્પણ કરનાર વ્યક્તિ ઊત્સાહી હોય તેટલું પર્યાપ્ત નથી. તેનામાં રજુઆતની ધગશ ઉપરાંત એક સાહિત્યકારની છટા હોવી જરૂરી છે. અને આ જે બધું રજુ થાય છે તેનો યશ કે અપયશ વિકિપીડિયાને મળવાનો છે. અંગ્રેજીમાં જે બધું જોયુ તે પ્રત્યે જે અહોભાવ થયો છે તેનાથી એક વેંત ઊંચો ભાવ મને મારી પોતાની ભાષાની સામગ્રી માણવામાં થવી જોઈએ.
- આટલું સંચાલકો માટે. –––––––––––––––––– રમેશ બાપાલાલ શાહ
- રમેશભાઈ, સાચી વાત છે, વ્યાકરણની અને ભાષાની દૃષ્ટિએ લેખ સુદૃઢ હોવો જોઈએ, પરંતુ તકલિફ એ છે કે અહીં વિકિમાં આપણે સહુ કોઈને યોગદાન કરવાનો મોકો આપીએ છીએ, અને સાથે સાથે કોઈએ કરેલા યોગદાનને મઠારવાનો મોકો પણ સહુ કોઈને આપીએ છીએ. આપે કહ્યું તેમ ધગશને કારણે કોઈએ કરેલા ભાષાંતરમાં જ્યાં જ્યાં આપણને ચૂક દેખાય ત્યાં ત્યાં વિના સંકોચે ફેરફાર કરવા માંડવું. રહ્યો સવાલ સાહિત્યીક રજુઆતની, તો અહીં આપણે તથ્યો લખીએ છીએ, એટલે સાહિત્યીક રજૂઆત ના હોય તો વધુ સારૂં. સાહિત્યકારની છટાથી આપણે નવલકથાઓ લખી શકીએ, પરંતુ વાસ્તવિકતા રજૂ કરવા માટે બને તેટલી સરળ ભાષા વાપરવી જોઈએ. એ જ ફરક છે જ્ઞાનકોષ અને સાહિત્યીક કૃતિ વચ્ચેનો.
- વધુમાં આપના સંદેશાને અંતે --~~~~ ટાઈપ કરવાથી, આપની સહી આપોઆપ ઉમેરાઈ જશે, જેથી આપે સંદેશાને અંતે આપનું નામ લખવાની જરૂર નહી રહે. અને વાંચકને સંદેશાનો સમય પણ જાણવા મળશે, તથા આપના નામ પર લિંક ઉમેરાશે, જેના પર ક્લિક કરવાથી અન્યો સીધા આપના સભ્ય પાનાં પર પહોચીં શકશે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૭, ૨ નવેમ્બર ૨૦૧૦ (UTC)
અંગ્રેજી વિકિપીડિયાની જેમ ગુજરાતી વિકિપીડિયામાં Infobox - ઇન્ફોબોક્ષ કે માહિતીચોકઠું - ના વિષે
અંગ્રેજી વિકિપીડિયાની જેમ ગુજરાતી વિકિપીડિયામાં Infobox - ઇન્ફોબોક્ષ કે માહિતીચોકઠુંનો કઇ રીતે ઉપયોગ કરવો તે ખ્યાલ નથી. કોઇ કેહેશો કે તે કઇ રીતે ઉપયોગ કરી શકાય ? અને શું અંગ્રેજી Infobox નું ભાષાંતર કરી શકાય કે નહિં ?
- હા નિલેશભાઈ, માહિતીચોકઠાનું ભાષાંતર જરૂરથી કરી શકાય. જુઓ, માહિતીચોકઠું વ્યક્તિ, એ સિવાય અન્ય ઘણા માહિતીચોકઠાં ગુજરાતીમાં ભાષાંતરિત થયેલા છે. જો અંગ્રેજી વિકિપીડિયામાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમે જાણતા હોવ તો ગુજરાતીમાં પણ તે જ રીતે ઉપયોગ થાય છે. તમારા પ્રશ્ન પરથી એમ સમજાય છે કે તમે અંગ્રેજીમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો છો, પણ ગુજરાતીમાં ખબર નથી, જો તેમ ના હોય અને તેનો બિલકુલ ઉપયોગ કરતા ના સમજાતું હોય તો જણાવશો.
અને છેલ્લે, એક વિનંતિ કે, કોઈપણ ચર્ચાનો સંદેશો (અહીં કે કોઇ સભ્યના ચર્ચાના પાના પર) લખ્યા પછી, તેને અંતે તમારી સહી કરવાનો આગ્રહ રાખશો. જેથી સંદેશો લખનાર વિષે જાણી શકાય અને જરૂરી હોય તો તેનો વળતો સંપર્ક કરવું સહેલું થઈ પડે. સહી કરવા માટે એડિટ બોક્સમાં ચોથા ક્રમાંકનો પેનનો આઇકન વાપરવાથી આપોઆપ સહી ઉમેરાઈ જશે, નહિ તો આપ ~નો ત્રણ કે ચાર વખત (~~~~ સહી અને સમય ઉમેરશે અને ~~~ ફક્ત સહી ઉમેરશે) ઉપયોગ કરીને સહી કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૨, ૯ ઓકટોબર ૨૦૧૧ (UTC)
આભાર ધવલભાઈ. મેં એકાદ ઇન્ફોબોક્ષનું ભાષાંતર કર્યું છે. પણ હવે જ્યારે હું Infobox_mountain ને ગુજરાતી વિકીપીડિયામાં ભાષાતંર કરવા માગતો હતો ત્યારે તે નથી થતું. પહેલી વાતતો એ કે એનો રીયલ સોર્સ નથી મળતો. કઇ રીતે કરવું. ઉદારહણ સહિત સમજાવશો ? --Nileshbandhiya ૧૩:૪૮, ૨૮ ઓકટોબર ૨૦૧૧ (UTC)
WikiConference India 2011
મિત્રો, આપ સહુ મુંબઈમાં યોજાઈ રહેલી વિકિ પરિષદ, meta:WikiConference India 2011 વિષે જાણતા જ હશો. સંદેશો અહીં મુકવા પાછળનો ઉદ્દેશ એ છે કે જો આપમાંથી કોઈ ગુજરાતી વિકિપીડિયન તેમાં ભાગ લેવાના હોવ તો જણાવશો. જો આપ કોઈ એવા સભ્યને જાણતા હોવ કે જે જવાના હોય તો પણ અહીં જણાવવા વિનંતિ. હું તેમાં ભાગ લેવાનો છું અને ગુજરાતી વિકિપીડિયાના વિકાસ અને પ્રચાર-પ્રસાર વિષે વાત પણ કરવાનો છું. મારું પેપર ત્યાં રજૂઆત માટે પસંદ કરવામાં આવ્યું છે. આપની પાસેથી તેમાં રજૂઆત માટે વિચારો પણ આવકાર્ય છે. આશા છે કે શક્ય તેટલા વધુ મિત્રોને ત્યાં મળી શકીએ અને નવા મિત્રો બનાવી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૫૧, ૧૩ ઓકટોબર ૨૦૧૧ (UTC)
મુખપૃષ્ઠ
માનનિય અને મનનિય શ્રી ધવલભાઈ તથા અન્ય સભ્યો,
Believing that the category ગણિત is a good category to be put on the મુખપૃષ્ઠ of the gu.wikipedia.org as it has got sufficient number of articles.
Similarly category પ્રવાસન is also a very good good candidate for being put on મુખપૃષ્ઠ. There is an increasing trend in Global Gujarati People to search tourism information If you see the LOGs of those websites, the websites that serves information about Tourism as a whole and Tourism in Gujarat as particular got lots of searches made by the people around the world.
Request you all to enlighten me...
- સારો સુઝાવ છે. વિચાર કરી શકાય. --sushant ૦૭:૩૨, ૧૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
આમંત્રણ
મિત્રો, દ્રાક્ષ આ નવા લેખનો અનુવાદ પૂર્ણ થયો છે. તે લેખ વાંચીને તેને મઠારવા માટે આપ સૌથી આમંત્રણ છે. --sushant ૦૮:૩૪, ૩૧ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
ભારતીય વિકિ સંસ્કરણ પરનો શબ્દ પ્રયોગ
મિત્રો, આપ સૌને જાણ હશે કે ભારતીય ભાષાઓને આવરી લેતું વિકિનું પૃષ્ઠ બનાવાયું છે, જે તમે અહીં જોઈ શકશો. આ પાના પર "ગુજરાતી" ભાષાની કડી નીચે વિકિની ઓળખ નિઃશુલ્ક જ્ઞાનકોષ તરીકે થઈ છે, મારા મતે આમાં ક્ષતિ છે. " નિઃશુલ્ક જ્ઞાનકોષ " ને બદલે તે "મુક્ત જ્ઞાનકોષ" અથવા "મુક્ત વિશ્વકોષ" કે "મુક્ત વિશ્વજ્ઞાનકોષ" એમ હોવી જોઈએ. આપણા ગુજરાતી વિકિના લોગોમાં પણ "મુક્ત વિશ્વજ્ઞાનકોષ" શબ્દ પ્રયોગ થયો છે.
મારા મતે "નિ:શુલ્ક" શબ્દ એ ખૂબ ટૂંકી વ્યાખ્યા ધરાવે છે. પ્રાયઃ તેનો સંદર્ભ આર્થિક સંદર્ભે કે નાણા વ્યવહાર અર્થે થાય છે. જ્યારે "મુક્ત" શબ્દ તે વિકિ વિશ્વજ્ઞાન કોષના ઉદ્દેશ્યને વધુ સારી રીતે દર્શાવે છે.
મારી સમજ અનુસાર "નિઃશુલ્ક જ્ઞાનકોષ" ને બદલીને "મુક્ત વિશ્વજ્ઞાનકોષ" કરવી જોઈએ.
આપ સૌને નમ્ર વિનંતિ કે આપના વિચારો માંડશો.
--sushant ૧૫:૩૨, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- પ્રથમ નજરે આપનુ આ વાક્ય
- 'આપ સૌને નમ્ર વિનંતિ કે આપના બવિચારો માંડશો.'
- મને આ રીતે વંચાયુ:
- 'આપ સૌને નમ્ર વિનંતિ કે આપના વિચારો માંડી વાળશો.'. :)
- મજાક ને બાજુ પર મુકીને કહુ તો મને આપની વાત સાચી લાગે છે. વિકિપીડિયા ફક્ત 'મફત' ના અર્થમાં નહી પણ 'કોઇ બંધન વિના' ના અર્થમાં અસ્તિત્વ ધરાવે છે અને આથી મુક્ત વિશ્વજ્ઞાનકોષ શબ્દ મને પણ વધારે બંધબેસતો લાગે છે.--Tekina ૧૫:૪૨, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- પ્રથમ નજરે આપનુ આ વાક્ય
આભાર ટેકીનાજી --sushant ૧૬:૪૮, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- ટેકિનાજીએ જણાવું તેમ, નિ:શુલ્કને માંડી વાળીને 'મુક્ત' શબ્દ પ્રસ્થાપિત કરવો જોઈએ. સુશાંત સાથે શત પ્રતિશત સહમત. પણ જ્ઞાનકોશના કોશની જોડણીમાં ધ્યાન રાખવું, તે કોષ નહી પણ કોશ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૦૨, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- આભાર ધવલજી. આ જોડણીની ભુલ તરફ મારૂ ધ્યાન દોરવા માટે.--Tekina ૦૩:૫૮, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- ટેકિનાજીએ જણાવું તેમ, નિ:શુલ્કને માંડી વાળીને 'મુક્ત' શબ્દ પ્રસ્થાપિત કરવો જોઈએ. સુશાંત સાથે શત પ્રતિશત સહમત. પણ જ્ઞાનકોશના કોશની જોડણીમાં ધ્યાન રાખવું, તે કોષ નહી પણ કોશ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૦૨, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
સભ્ય:117.239.35.226 a.k.a. સભ્ય:Krutika Jani a.k.a. શૈલેષ પ્રજાપતિ
આ સભ્ય જે અદાણી ગ્રુપમાં કાર્ય કરી રહ્યા છે તે હવે અસભ્યતા તરફ જુકી રહ્યા હોય તેમ લાગે છે. કોઇ તેમને મહેરબાની કરી ને અટકાવો
Extension:Narayam Deployment
આનંદો!!! મિત્રો નારાયમ એક્સ્ટેન્શનની તરફેણમાં ધડાધડ મત મડતા હવે આ સુવિધાની ઉપલબ્ધિ નિશ્ચિત થઈ ચુકી છે. સોમવાર તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૨થી આપણા ગુજરાતી વિકિપીડિયામાં નારાયમ ઉપલબ્ધ થઈ જશે. સૌ મતદાતાઓનો આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૨, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
વિકિપત્રિકા
મિત્રો,
ખબર નથી કે તમારામાંથી કેટલાને જાણ હશે કે ભારતીય ભાષાઓના વિકિ પ્રકલ્પોના વિવિધ સમુદાયો ભેગા થઈને સમાચારોનું સંકલન કરીને એક મુખપત્ર બહાર પાડે છે, જેનું નામ છે વિકિપત્રિકા. આ વિકિપત્રિકા શું છે અને કેવી છે તે આપ અહિં જોઈ શકો છો. આ જે અંક તમે જોઈ રહ્યા છો તે પ્રથમ અંક હતો અને માટે ખૂબ અણઘડ રીતે બનાવવામાં આવ્યો હતો. હવે નવો અંક બહાર પાડવાનો સમય પાકી ગયો છે ત્યારે આપણે સહુ સાથે મળીને ચાલીએ એવી મારી ઈચ્છા છે. આ અંક આવતા મહિને બહાર પાડવાની ગણતરી છે, તો હું આપ સહુને વિનતી કરું છું કે તમને યોગ્ય લાગે તે સમાચાર, આંકડા કે એવી અન્ય વાતો મારી સાથે વહેંચશો. આપ મને મારા વ્યક્તિગત ઇમેલ સરનામા પર, કે gu.wikipedia(at)gmail.com અથવા તો આપણી ટપાલયાદીના સરનામે પણ આપના સમાચાર મોકલાવી શકો છો. જેમ આપણે કહીએ છીએ કે , તુંડે તુંડે મતિર્ભિન્ના, આપણા દરેકની દૃષ્ટિએ અલગ-અલગ બિના સમાચાર હોઈ શકે છે. હા, આ સમાચાર આપણા વિકિપીડીયા, વિકિસ્રોત, વિક્શનરી કે વિકિઅવતરણ સંદર્ભે હોવા જોઈએ.
આ વખતે આપણે બધા ભેગા થઈને સમગ્ર સમુદાયને બતાવી દેવું છે કે આપણે એકસંપથી ઘણું કરી શકીએ છીએ, અને આપણે સહુ કેવા સાથ અને સહકારથી કાર્ય કરીએ છીએ તે પણ આપણે અન્ય સમુદાયોને બતાવી શકીશું. જો મને વધુ પ્રતિભાવ મળશે તો જ્યાં સુધીમાં વિકિમીડિયા સમાચાર માટેનો ઢાંચો બનાવે ત્યાં સુધી, આપણે અહિં એક કામચલાઉ પાનું બનાવીને તેમાં આ સમાચારોનું આલેખન કરવાની શરૂઆત કરી શકીએ. પણ તેનો આધાર છે કેટલા લોકો સમાચાર લખવા તૈયાર છે તેના પર. તો રાહ શું જોવાની? બની જાવ સહુકોઈ પત્રકાર અને આપણા મેઈલિંગ લિસ્ટ પર મેં મોકલેલા સંદેશાના જવાબમાં આપના પ્રતિભાવો જણાવો. તેથી અન્યોનો પણ ઉત્સાહ વધશે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૨૧, ૨૨ માર્ચ ૨૦૧૨ (UTC)
- બહુ સરસ વિચાર છે. --sushant (talk) ૦૪:૨૧, ૨૨ માર્ચ ૨૦૧૨ (UTC)
- સુંદર કાર્ય. કેટલાક પ્રતિભાવ,વિચાર મેઈલ કરીશ. --અશોક મોઢવાડીયા (talk) ૦૭:૦૧, ૨૨ માર્ચ ૨૦૧૨ (UTC)
- મિત્રો, મેં સમાચાર લખવા માટે વિકિપીડિયા:વિકિપત્રિકા પાનું બનાવ્યું છે, અને એકાદ બે મહત્વના સમાચાર જે મને યાદ આવ્યા તે ત્યાં લખ્યા પણ છે. જો આપ ચાહો તો ત્યાં ઉમેરો કરી શકો છો, અથવા મને મેઇલ દ્વારા પણ મોકલી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૪, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)
ગુજરાતી વિકિસ્રોત
મિત્રો, આજે (આમ તો કાયદેસર જોવા જઈએ તો ગઈકાલે) ૨૭ માર્ચ ૨૦૧૨ને દિવસે આપણું પોતાનું ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું છે. આ માટેની માંગણી આપણે ૨૦૦૯માં કરી હતી, એક પછી બીજી અને બીજી પછી ત્રીજી એમ જરૂરિયાતો સંતોષાતી જતાં, અંતે આજે સાંજે આપણા વિકિસ્રોતનો જન્મ થયો છે. આપ સહુએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના સર્જનમાં ફાળો આપ્યો છે, અને આશા રાખું છું કે આગળ ઉપર પણ આપ આપણી ભાષાની સેવા કાજે વિકિસ્રોતને પણ જીવંત રાખશો. એવા ઘણા મિત્રો છે જે આ માંગણીના શરુઆતના તબક્કે સક્રિય હતા પણ આજે નથી, તેમનો ખાસ આભાર માનવો ઘટે, કેમકે જો તે સહુએ તે સમયે તે માંગણીને સમર્થન ના આપ્યું હોત તો આજે આપને આ દિવસ જોવા ના પામત.--ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૫, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)
- સૌ મિત્રોને અભિનંદન, અને વિકિનાં અધિકારીગણનો પણ ખાસ આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૨:૫૨, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)
- વિકિસ્ત્રોતનું નવું ડોમેઇન મળ્યા બદલ સૌ ગુજરાતી વિકિમીડિયન્સને અભિનંદન... નિલેશ બંધીયા (talk) ૧૩:૫૬, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)
- માતૃભાષાના તમામ સેવકોને અભિનંદન. --Tekina (talk) ૨૧:૧૬, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
વિકિપત્રિકા નો નવો ભાગ
પ્રિય મિત્રો, મેં ગુજરાતી લિસ્ટ ઉપર વિકિપત્રિકા વિષયે હમણા મેલ મોકલી. હૂં આપ સહુ ને વિકિપત્રિકા, એટલે કે આખા ભારત ના બધા વિકિપીડિયા સમૂહ ની વિગતો આપતી સમાચાર પત્રિકા છે, તેમાં ગુજરાતી વિકિપીડિયા ની માહિતી આપવા આમંત્રિત કરું છું. આપ વિકિપીડિયા પર અહીં એક લેખ શરૂ કરી શકો અને ત્યાં સહુ કોઇ સમાચાર પોસ્ટ કરી શકે છે. કોઇ પણ મદદ માટે મને જરૂર થી પૂછશો! Noopur28 (talk) ૧૮:૪૫, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)
હવે લેખમાં સંદર્ભ મુકવો એક્દમ આસાન
- આ લિંક પર જાઓ લોગ ઇન કરીને http://gu.wikipedia.org/wiki/Special:MyPage/vector.js?action=edit
- નીચેનો કોડ કોપી પેસ્ટ કરો(કોઇપણ ફેરફાર કર્યા વગર)
importScriptURI('http://en.wikipedia.org/w/index.php?title=User:ProveIt_GT/ProveIt.js&action=raw&ctype=text/javascript');
- સેવ કરો.
હવે જ્યારે તમે કોઇપણ પેજમાં ફેરફાર કરો બટન દબાવશો ત્યારે નીચે જમણી બાજુ એક ટુલબાર દેખાશે તેમાં "add a refrence" પર ક્લિક કરશો એટ્લે સંદર્ભ ઉમેરવા માટેની બધી field આવશે. જેમાં માહિતી ઉમેરિ "inser into form" પર ક્લિક કર્શો એટ્લે જ્યાં કર્સર હશે ત્યાં સંદર્ભ ઉમેરાઇ જશે. કંઇ પણ તકલીફ હોય તો જણાવશો. આભાર.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૧૦, ૧૩ જૂન ૨૦૧૨ (IST)
વિક્ષનરી અંગે
વિક્ષનરીમાં નારાયમ સ્ક્રિપ્ટ ચાલુ કરાવા મે જે બગ રિપોર્ટ કર્યો હતો તે ક્લિયર થઇ ગયો છે. હવે વિક્ષનરી પર પણ નારાયમ સ્ક્રિપ્ટ એક્ટિવેટ થઈ ગઇ છે. અને સાથે સાથે વિકિઅવતરણ પર પણ ચાલુ થઇ ગઈ છે. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૨૪, ૧૪ જૂન ૨૦૧૨ (IST)
- ખૂબ સરસ હર્ષભાઈ... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૧૪, ૨૦ જૂન ૨૦૧૨ (IST)
પ્રસ્તુત લેખ અને ઉમદા લેખ
આપડે જે સારા લેખ હોય તેને "ઉમદા લેખ" કે "પ્રસ્તુત લેખ" માં વર્ગીકરણ કરવા જોઇએ. અને એ લેખોને સુરક્ષિત કરવા જોઇએ જેથી આઇ.પી. એડિટ થી બચી શકાય. અને એનાથી આપડા વિકિપીડિયા ની ગુણવત્તા પણ સુધરશે. અને આ નિર્ણય માટે એક સમિતિ બનાવી મતદાન કરીને લેવો જોઇએ. ઉમદા લેખ અથવા પ્રસ્તુત લેખ કરતા સારા નામના સુચન આવકાર્ય છે. "Good Article" and "Fratured Article"
- આ વિષયે આપણે ક્યાંક ચર્ચા કરેલી જ છે. ઉમદા લેખ કે પ્રસ્તુત લેખ સેમી પ્રો. (માત્ર સભ્ય જ સંપાદન કરી શકે) રાખવા બાબતે સહમત. વધુ સારાં નામનું સૂચન આવકાર્ય. આ વિષયે ક્યાં વધારે ચર્ચા થયેલી છે તે મને મળતું નથી !! કૃપયા કોઈને ધ્યાને ચઢે તો જણાવશોજી. આપણે ત્યાં આ શ્રેણીમાં આવી શકે તેવા બે-ચાર લેખનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આ વિષયે સૌ મિત્રો કાર્યવાહી ઝડપી બનાવે તેવી વિનંતિ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૪૮, ૧૦ જુલાઇ ૨૦૧૨ (IST)
જૂનાગઢ ખાતે મલ્ટીમિડિયા મેલામાં વિકિ
જુનાગઢના પ્રસિદ્ધ ગાર્ડન કાફે અને સાયન્સ મ્યુઝિયમ ખાતે તા: ૨૫-૪-૨૦૧૩ થી ૨૮-૪-૨૦૧૩ સુધી યોજાયેલા ’મલ્ટીમિડિયા મેલા’માં, મેલાના આયોજક ભાવેશ જાદવ દ્વારા વિકિ પ્રત્યે આદરની લાગણીસહ વિકિના પ્રચાર-પ્રસાર અર્થે નિઃશુલ્ક સ્ટોલ આપવામાં આવ્યો હતો. આ મેલાનું આયોજન સાયન્સ મ્યુઝિયમ અને પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા ડૉ.સુભાષ અકાદમી (ઈજનેરી શાખા) દ્વારા કરાયું હતું.
ઉપરોક્ત ચાર દિવસ સુધી, સાંજે ૫-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધી ચાલતા આ મેળામાં ક્મ્પ્યુટર હાર્ડવૅર, સોફ્ટવૅર, મલ્ટીમિડિયા સંલગ્ન અત્યાધૂનિક સાધન સામગ્રીઓ, વિજ્ઞાન, તકનિકી અને નૉલેજ વિષયક સાહિત્ય, સી.ડી. ડી.વી.ડી. વગેરેનું ભવ્ય પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. શહેરનાં મલ્ટીમિડિયા તથા કમ્પ્યુટર જગત ઉપરાંત શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓએ પોતપોતાના સ્ટૉલ ઊભા કર્યા હતા.
આ મેળામાં દરરોજ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા વિવિધ માહિતીઓ આપતા ત્રણ શૉ પણ યોજાયેલા. આ દરેક શૉ દરમિયાન આપણે ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્રોત વિષયક પ્રાથમિક માહિતીઓ આપતા સ્લાઈડ શૉ દર્શાવવાનું આયોજન કર્યું હતું. સ્લાઈડ શૉનું સંચાલન વ્યોમ મજમુદાર અને હિરેન મોઢવાડીયા દ્વારા કરાયું હતું. આ ઉપરાંત મેળા ખાતે અત્યાધૂનિક 3D થિએટરમાં 3D ચલચિત્રોની ઝલક પણ બતાવવામાં આવતી હતી.
આ મુખ્ય શૉ ઉપરાંતના સમયે આપણે સ્ટૉલ પર, કમ્પ્યુટર દ્વારા સ્લાઈડ શૉ બતાવી અને મુલાકાતીઓને વ્યક્તિગત માહિતીઓ આપવાનું પણ રાખેલું. વિકિપીડિયાનાં પ્રબંધક લેખે અશોક મોઢવાડીયા તથા વ્યોમ મજમુદાર દ્વારા આ આખા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું. અન્ય સ્થાનિક મિત્રોએ પણ જરૂર પ્રમાણેની સેવાઓ આપી હતી. લોકોએ ભારે ઉત્સાહભેર આ મેળાનો આનંદ ઉઠાવ્યો હતો. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૩, ૩ મે ૨૦૧૩ (IST)
-
મલ્ટીમિડિયા મેલા ખાતે વિકિપીડિયા અને વિકિસ્રોતના સ્ટૉલ પર વ્યોમ મજમુદાર
-
વિકિપીડિયા અને વિકિસ્રોતના સ્ટૉલ પર વ્યોમ મજમુદાર, અશોક મોઢવાડીયા અને ભાવેશ જાદવ (આયોજક)
-
મલ્ટીમિડિયા મેલા ખાતે વિકિપીડિયા અને વિકિસ્રોત વિશે માહિતી દર્શાવતો સ્લાઈડ શૉ
- વાહ ભાઈ વાહ, શુ વાત છે ગરવા ગુજરાતીઓ..!! --સભ્ય:Pradipsinh hada
સંયમ વાળુ ભાષાંતર ની હિમાયત તથા હેલ્પ
જેમ કે આપ જાણો છો કે, સામાન્ય શીક્ષણ ધરાવતા ગુજરાતી લોકો પણ પોતાના રોજીંદા જીવન મા ઘણા શબ્દો મુળ અંગ્રેજી ભાષા ના એટલા હદે બોલતા હોય છે કે તેઓ તેનો મુળ ગુજરાતી શબ્દ મોટાભાગે જાણતા નથી હોતા અથવા તો કદી ઉપયોગ કરતા નથી હોતાં, દા.ત., ટ્રેઈન, પોલીસ સ્ટેશન, વોટરબેગ, કેસ, સેવ, ડીલીટ.. વગેરે વગેરે. આવા તો અગણીત શબ્દો હશે. મારી મચડી ને કરેલુ ભાષાંતર કેટલીક વાર હાસ્યાસ્પદ, કંટાળાજનક, અથવા ન સમજાય તેવુ બની રહે છે. હુ આવી જ તકલીફ gu.wikipedia.org મા અનુભવુ છું. અહીં ના મેનુ મને સમજાતાં નથી અથવા તો ઘણુ વીચાર્યા પછી સમજાય છે. હુ પહેલે થી ગુજરાત માં જ રહ્યો છુ અને ગુજરતી મીડીયમ મા જ ભણ્યો છુ, આમ મારૂ ગુજરાતી નુ શબ્દ-ભંડોળ વિકસીત છે, આમ છતા કેટલાક શબ્દો નો અર્થ ખબર હોવા છતા તેમનુ અહી શુ પ્રયોજન છે તે હુ સમજી શક્તો નથી. જેમકે ચોતરો, ઢાંચો વગેરે જેવા શબ્દો. આમ હુ લાગતા વળગતા લોકો (એડમીન, મોડરેટર) ને હીમાયત કરૂ છુ કે તેઓ અમુક ગુજરાતી ભાષા ના સર્વ સ્વીક્રુત શબ્દો ને એમ જ રહેવા દે તો તેઓ વધુ સુંદર લાગશે, જેમકે save ને સાચવો ની બદલે 'સેવ કરો'/'સેવ' લખવુ deletને 'ડીલીટ' લખો. edit ને સંપાદન કરવા ની બદલે 'એડીટ' અથવા edit જ રાખો તો વધુ સરળ લાગશે.
વધુ મા હુ આપની અમુક બાબતે મદદ ઈચ્છૂ છુ. ૧. હુ કોઇ અંગ્રેજી વીકીપીડીયા ના લેખ ને ગુજરાતી ,મા ભાષાંતરીત કરવા ઈચ્છતો હોવ તો તેમા મારે રેફરંસ લીંક મુકવાની જરૂર ખરી? રેફરંસ લીંક કઈ રીતે મુકાય? ૨. ઉપરાંત ફોટા કઈ રીતે મુકાય? 'ભૂરી કડી' કઈ રીતે બનવાય? (કોઈ લેખ મા કોઇ ચોક્કસ શબ્દ વીષે માહીતી આપતુ પેજ વીકીપેડીયા મા તૈયાર હોય તો તે શબ્દ ને તે પેજ ની લિંક રૂપે કઈ રીતે દર્શાવાય?)
-મારા ખ્યાલ પ્રમાણે હેલ્પ સેક્શન મા html code નો કઈ રીતે ઉપયોગ કરવો અને મે પુછેલા અન્ય સવાલ ના જવાબ આપતુ કોઇ પેજ હશે જ, પરંતુ એ હાલ મને મળતુ નથી.. આપ ને એ પેજ ની લીંક હોય તો મોકલવા વિનંતિ.
- આજે વ્યસ્તતાને કારણે તમારા પ્રશ્નોના જવાબ નથી આપી શકતો. આવતી કાલે જરૂરથી વિસ્તારથી જણાવીશ. પણ એક વાત, આ સ્થળ ફક્ત સમાચારો માટે છે, અહિં આ ચર્ચાને સ્થાન નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૪, ૨૧ જૂન ૨૦૧૩ (IST)
બરાબર ધવલભાઈ. ખસેડી લીધુ છે. --user:pradipsinh hada 9:35pm 21st june
- મોટાભાઈ તમે તો પાનું જ ખસેડી નાખ્યું. ધવલભાઈ આ રીતે પાનુ ખસેડવાનું નહોતા કહેતા. આ ચર્ચા તમે ધવલભાઈ અથવા તમારા ચર્ચાનાં પાના પર આગળ વધારો એવો કંઈક તેમનો કહેવાનો મતલબ હતો. હવે આ પાનું તમે પાછું મૂળ નામે ખસેડી દો.--Vyom25 (talk) ૨૨:૨૧, ૨૧ જૂન ૨૦૧૩ (IST)
દશેરાની વધામણી
અાપ સહુ મિત્રોને દશેરાની ખુબ ખુબ વધામણી સાથે ૨૩૦૦૦ લેખ નો અાંકડો પાર કરવા બદલ શુભેચ્છા. -- મકનભાઇ
- આપને અને સૌ વિકિમિત્રોને દશેરાની વધામણી. ૨૩૦૦૦+માં ફાળો આપનાર સૌ મિત્રોને પણ વધામણી. હવે ૨૫૦૦૦+ કરીશું ને ?! ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૫, ૧૩ ઓકટોબર ૨૦૧૩ (IST)
Short-term Assignment at CIS-A2K
માફ કરજો, મને ગુજરાતી નથી આવડતું એટલે હું આ સંદેશો અંગ્રેજીમાં લખી રહ્યો છું. Apologies for not posting in your language. At CIS-A2K we are looking to engage an experienced Wikimedian on a short-term assignment. Please see this notice for more details. All queries may please be sent over e-mail given in the notice.--Visdaviva (talk) ૧૫:૫૧, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
CIS-A2K Grant Report September 2012-June 2013
(Apologies for writing in English. You are welcome to translate this message)
Greetings! As many of you know that the Wikimedia Foundation approved a 22 month grant to the CIS-A2K. The aim of the grant is to support the growth of Wikimedia movement in India.
Please find the Grant Report for the first 10 months period here.
CIS-A2K will be happy to receive your feedback. Please let us know if you have any suggestions, questions and concerns about the report and our work. We would be glad to have this feedback here.
We are thankful to the Wikimedia community in India, Wikimedia India Chapter and the Wikimedia Foundation for actively engaging with our work. We will continue to work upon our deficiencies, failures and successes. Thanks! --मुज़म्मिल (वार्ता) 05:48, 6 नवम्बर 2013 (UTC).
નવા વરસની વધામણી
અશોકજી અને ધવલજીની નેતાગીરી તળે _૨૩૫૦૦_ લેખનો અાંકડો પસાર કરવા બદલ આપ સહુ ને ખુબ ખુબ શુભકામના. એક મહીનામાં જ ૫૦૦ લેખનો વધારો નવા વર્ષની શુભ શરૂઆત સુચવે છે. ----વિહંગ (talk) ૧૨:૦૩, ૧૩ નવેમ્બર ૨૦૧૩ (IST)
- આ તમે ઉના તાલુકાના ગામની તડાફડી ફોડી એમાં આ આંકડો આપણે પાર પાડ્યો. તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને સૌને નવા વરસની વધામણી. (અરે ભાઈ મને તો સંદેશ લખવા દો આ વિસંગતતા જ આવે છે પાનામાં....:-);)--Vyom25 (talk) ૧૨:૦૯, ૧૩ નવેમ્બર ૨૦૧૩ (IST)
- આપ સૌ વિકિમિત્રો આ વધાઈનાં હકદાર છો. લાગે છે કે મિત્રો હવે 25K સાથે ૨૦૧૪નાં સ્વાગતનાં મૂડમાં છે ! સૌને હાર્દિક અભિનંદન. નવવર્ષની હાર્દિક શુભકામનાઓ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૫, ૧૩ નવેમ્બર ૨૦૧૩ (IST)
- આપણે ગુજરાતીઓ તો પરાપર્વથી સમય કરતા આગળ ચાલતા આવ્યા છીએ. જુવોને બાકીની દુનિયા હજુ ૨૦૧૪માં મહીના કરતા પછી આવશે પણ આપણે તો ૨૦૭૦માં જીવવા પણ લાગ્યા છીએ. ----વિહંગ (talk) ૧૪:૪૦, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)
- આપ સૌ વિકિમિત્રો આ વધાઈનાં હકદાર છો. લાગે છે કે મિત્રો હવે 25K સાથે ૨૦૧૪નાં સ્વાગતનાં મૂડમાં છે ! સૌને હાર્દિક અભિનંદન. નવવર્ષની હાર્દિક શુભકામનાઓ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૫, ૧૩ નવેમ્બર ૨૦૧૩ (IST)
દેવ-દિવાળીની વધામણી
અશોકજી અને ધવલજીની નેતાગીરી તળે _૨૪૦૦૦_ લેખનો અાંકડો પસાર કરવા બદલ આપ સહુ ને ખુબ ખુબ શુભકામના. ફક્ત ચાર દિવસમાં જ ૫૦૦ લેખનો વધારો મોસમ બરોબર જામી છે એમ સુચવે છે...--સભ્ય:વિહંગ ૧૩:૦૬, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)
- અભિનંદન. અભિનંદન તેઓને કે જેમણે ૪ દિવસમાં આ ૫૦૦ નવા લેખો બનાવ્યા. હવે ઉપર અશોકભાઈએ કહ્યું હતું તેમ નવા વર્ષના વધામણા ૨૫ સહસ્ત્ર સાથે થશે એમાં કોઈ બેમત નથી રહ્યો, બલ્કે મને તો લાગે છે કે આ જ ઝડપે કામ ચાલશે તો ૩૦ સહસ્ત્રને પણ આંબી જઈશું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૪, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)
- સૌ વિકિમિત્રોને અભિનંદન--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૪૯, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)
મારા વતી પણ સૌને અભિનંદન.--sushant (talk) ૧૫:૩૧, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)
- મારાં પણ સૌને ખૂબ ખૂબ અભિનંદન.--Vyom25 (talk) ૧૯:૦૭, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)
નાતાલની તૈયારી
હજુતો જો કે થોડી વાર છે પણ છતા નાતાલની તૈયારીના ભાગ રૂપે આપણા ગુજરાતી વિકિએ અશોકજી અને ધવલજી ની નેતાગીરી નિચે _૨૪૫૦૦_ લેખોનો આંકડો પસાર કરી દીધો છે. આપ સહુ ને ખુબ ખુબ અભિનંદન. કોઇ પણ ઔપચારીક પરિયોજના બનાવ્યા વગર એક હાકલ વાંચી ને બધા જ મિત્રો કામમાં સહભાગી થવા તત્પર થઇ ગયા એ ખુબ આનંદની વાત છે. સહુ ને ફરી વખત ધન્યવાદ. --લિ., વિહંગ વ્યાસંગી ૦૯:૫૩, ૨૮ નવેમ્બર ૨૦૧૩ (IST)
જૂનાગઢ ગાંધીકથામાં વિકિ દ્વારા ચિત્ર પ્રદર્શનીનું આયોજન (અહેવાલ)
- તા:૨૯-૧૧-૨૦૧૩ થી ૩-૧૨-૨૦૧૩ સુધી, સાંજે ૪ થી ૭ કલાકનાં સમયે, એન.બી.કાંબલીયા વિદ્યાલય, મોતીબાગ રોડ, જૂનાગઢ ખાતે, રૂપાયતન સંસ્થા (જ્યાં આપણે વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી હતી) દ્વારા, શ્રી.નારાયણ દેસાઈનાં વ્યાસાસને ગાંધીકથાનું આયોજન કરાયું છે. સૌ મિત્રોને સહર્ષ જણાવવાનું કે, આ કથાસ્થળે આપણે વિકિપીડિયા, વિકિસ્રોત અને ગાંધીસ્મૃતિ સંસ્થા, ભાવનગરનાં સહયોગથી ગાંધીજીનાં જીવન કવનને દર્શાવતા ૧૦૦ ઉપરાંત વાસ્તવિક ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજેલું છે. આ સાથે ત્યાં વિકિસ્રોત પર આપણાં વિકિમિત્રોએ અક્ષરાંકન કરી ઉપલબ્ધ બનાવેલાં ગાંધીજીનાં પુસ્તકો અને વિકિપીડિયા પર ઉપલબ્ધ ગાંધીજી વિષયક પાનાંઓ પણ કમ્પ્યુટર દ્વારા દર્શકોને દર્શાવવામાં અને એ વિષયે માહિતી આપવામાં આવે છે. પાંચ દિવસીય કથા સાથે આ પ્રદર્શન પણ જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે. આ કાર્યમાં જૂનાગઢ ખાતેનાં સૌ વિકિમિત્રો અને અન્ય શુભેચ્છક મિત્રોનો સહયોગ મળેલો છે. સચિત્ર અહેવાલ ટૂંક સમયમાં રજુ કરાશે. અનૂકુળ પડતાં સૌ વિકિમિત્રોને આ કાર્યક્રમ અને પ્રદર્શનનાં આપણાં સ્ટોલની મુલાકાત લેવા આમંત્રણ છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન
ચિત્ર ગેલેરી
જૂનાગઢ-ગુજરાત-ભારત ખાતે તા:૨૮-૧૧-૨૦૧૩ થી યોજાયેલી ગાંધીકથામાં વિકિપીડિયા અને વિકિસ્રોત ગુજરાતી પરનાં ગાંધીજીનાં પુસ્તકો અને ગાંધીજી વિષયક લેખો તથા ગાંધીજીનાં જીવન-કવનનાં ચિત્રોનું પ્રદર્શન. વિકિમિત્રો દ્વારા.
-
ચિત્ર અને દૃશ્ય શ્રાવ્ય પ્રદર્શન
-
વિકિસભ્ય/પ્રબંધક (ગુજ.વિકિ)
-
પ્રદર્શન અને કથાસ્થળ
- ખૂબ ખૂબ અભિનંદન.--sushant (talk) ૧૬:૨૮, ૩૦ નવેમ્બર ૨૦૧૩ (IST)
Facing problems in typing your language?
Dear friends, excuse me for writing the message in English. Please feel free to translate this message in your language.
Many of you might have experienced trouble in using the input tool - Universal Language Selector (ULS). Wikimedia Foundation's Engineering Language Engineering team is trying to resolve it as soon as possible.
However, you can enable it as an opt-in option in your User preferences (Please select the user checkbox before "Enable the Universal Language Selector" as shown in the picture above). Hindustanilanguage (talk) ૧૫:૩૯, ૨૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST).
- Thank you Hindustanilanguage!
- મિત્રો, તમારી "પસંદગીઓ"માં "સભ્ય ઓળખ" ટેબ (પ્રથમ ટેબ)માં ગુજરાતીમાં વૈશ્વીકરણ નામે વિભાગ દેખાશે. તેમાં આ ઓપ્શન છે જેને તમારે ટિક/પસંદ કરવાનો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૨, ૨૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)