વિકિપીડિયા:ચોતરો (અન્ય)
ચોતરો | |
ચોતરો | નવી ચર્ચા શરૂ કરો |
દફ્તર | જૂની ચર્ચાઓ |
સમાચાર | જૂના સમાચારો |
અન્ય | અન્ય જૂની ચર્ચાઓ |
ચોતરા ના આ ભાગમાં તમે કોઇ પણ પ્રશ્નો પૂછી શકો છો.
હંમેશા તમારી કૉમેન્ટ ની નીચે હસ્તાક્ષર(signature) કરો. (તમે ~~~~ટાઇપ કરીને અથવા ઉપર આવેલ એડિટ(Edit) ટૂલબાર(Toolbar) પર ક્લિક કરીને હસ્તાક્ષર કરી શકો છો.
અન્ય માં નવી ચર્ચા ચાલૂ કરો Post a new Question/Disscussion in Miscelleneous
Stewards election
Hello,
The stewards election has started on m:Stewards/elections 2005. Anyone can vote provided that he has a valid account on meta with a link to at least one user page, on a project where the editor is a participant, with at least 3 months participation to the project. Stewards can give sysop right on projects where there are no local bureaucrate. Please vote ! Yann 14:40, 18 May 2005 (UTC)Interwiki Bot Status
Hi. I would like to get my interwiki bot YurikBot marked as a bot in your language. The bot is already operating in almost 50 languages, and it would lower the server load and improve the quality of articles if all interwikies are updated at the same time. You can read more or ask questions here. I always run the latest version of the Pywikipediabot (i am also one of the developers of this project). The request for the bot status is here. Please support. Thank you. --Yurik (en) 20:24, ૫ January ૨૦૦૬ (UTC)
- Approved. --સ્પંદન (Spundun) 21:38, ૫ January ૨૦૦૬ (UTC)
Wikimania 2007 Team Bulletin
Nepal Bhasa
- Nepal Bhasa wikipedia has recently started developing here . We would like to increase co-ordination between the two wikipedia, share resources as well as to learn from this version. If someone is interested, please visit Nepal Bhasa Embassy. Thank you. --Eukesh ૨૦:૦૭, ૪ November ૨૦૦૬ (UTC)
Incubator page for Indic scripts
Requesting help in designing a barnstar
- All Indian Languages using wikipedians,
- Further promotion of Indic language wikipedias needs mass media publicity like Print,Radio, television, approaching in academic Institutions.
- Also if possible a level of field support from network engineers in India for presentation and training in usage of Indian Languages and wikipedia can be a added boon.
- May I call on all indic language wikipedia users,to put our hands together to design special barnstars or suggest one which can be awarded to all those who will support our noble cause with actual field support among Indian education institutions and Indian mass media or actual field 'network' help to users.
- I belive we should award barnstars to such users who can support the cause through online publicity like blogs , groups etc. also.
- Please do share any good development in this regards to all indic language wikipedias at विकिपिडिया: देवनागरी टेम्प्लेट परियोजना
અજમો
WHAT IS THE ENGLISH WORD FOR GUJARATI - AJMO? (This comment was made by anonymous user from the IP address 219.91.132.118)
- Checkout en:Ajwain... I guess you can use the word Ajwain.... noone uses it outside of middle-east, egypt and india --સ્પંદન (Spundun) ૧૮:૦૫, ૧૭ April ૨૦૦૭ (UTC)
--124.125.78.156 ૧૫:૧૪, ૭ જુલાઇ ૨૦૦૭ (UTC)mare vikpidiya mate lakhavu che to kai rite. maru email:abhay_lovely_shah@yahoo.co.in
hu rajkot no eeak patrakar chu. maro mobail no.9913323334____---------
bapa sitaram
dear badha ne mara bapa sitaram
gujarati janta ne janavavanu ke have apne pan pacha padye tem nathi to bus lage raho
about swaminrayan sect
I want inf. about swaminarayan sect. how can I gate it, with ditail
Template ક્યાંથી લાવવું
હું વીકીપીડીયા નો નવો યુઝર છું અને થોડા ઘણા લેખો લખીને મારી ભાષાનું માન વધારવું છે, મે શરૂઆત તો કરી છે, પણ Template ક્યાંથી લાવવું અને existing page માં એને embed કેવી રીતે કરવું એ મને કોઇ જણાવશે?--dhaval ૦૧:૧૬, ૧૫ ડિસેમ્બર ૨૦૦૭ (UTC)
ગુજરાતી હોવાનો મને ગર્વ છે.
બધા ગુજરાતી મિત્રોને મારા નમસ્કાર., મારુ નામ નિલેશ ગાંધી છે. હું મુંબઈમાં રહું છું. હું કોમ્પુટર બનાવવાનો તથા સંભાળ લેવાનો વ્યવસાય કરુ છું. હું પ્રથમવાર કોઇપણ બ્લોગ સાઈટ માં લખાણ કરી રહ્યો છું.
હુ મારો પાસવર્ડ ભુલી ગયો છુ
- નિલેશભાઈ/સંત સ્વામિ, તમારું સ્વાગત છે, તમે જણાવો છો તેમ તમે તમારો પાસવર્ડ ભુલી ગયા છો, પરંતુ તમને તમારું સભ્યનામ (યુઝર નેમ) યાદ છે? જો તે યાદ હોય તો તમે લૉગ ઇન પેજ પર જઇને તમારૂં સભ્ય નામ લખી, "Email New Password" વાળા બટન ઉપર ક્લિક કરશો તો તમારા ઇમેલમાં તમને તમારો નવો પાસવર્ડ મળી જશે. પરંતુ મને લાગે છે કે તમે નવું ખાતું ખોલી દીધું છે, તમે પહેલાં કરેલાં ફેરફારો જાળવવા હોય તો તમે હજુ તમારો નવો પાસવર્ડ મેળવી શકો છો.
- બીજી વાત એ કે વિકિપીડિયા એ બ્લોગ સાઇટ નથી, આ એક વિશ્વકોષ છે, અહીં લખવામાં આવતા લેખો તથ્યને આધારે લખવામાં આવે છે, જ્યારે બ્લોગ્સમાં વ્યક્તિ પોતાનાં વિચારો અને અનુભવો લખી શકે છે, જે અહીં શક્ય નથી. જો આપ વિકિને બ્લોગ સમજીને આવ્યા હોવ તો લેખ લખતાં પહેલા કે લખેલા લેખોમાં સુધારા કરતાં પહેલા વિચારજો.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૬, ૧૭ એપ્રિલ ૨૦૦૮ (UTC)
add.some
આ વેબ સાઇટમાં કંઇક ઉમેરો કરવા માટેની જાણકારી આપવા વિંનંતિ છે. સુધારા કરિઍ તેમાં અમુક્ જગ્યાઍ કલર અને અમુક્ જ્ગ્યાઍ બ્લેક્ દેખાય છે.દા.ત. ગુજરાતી સાહિત્યકારના ઉપનામ માં હું ઍક નામ ઉમેરુ છુ. તો તે જુના લિસ્ટ જેમ નથી દેખાતું. શુ મારી પ્રફ્રિયામાં ભુલ હશે??'
- સ્વામી, ગુજરાતી સાહિત્યકારનાં ઉપનામની ખબર નથી, પણ તમારી સમસ્યા પરથી એમ લાગે છે કે, તમે કલર અને બ્લેક એટલે અમુક લખાણની વચ્ચે વચ્ચે જે વાદળી અક્ષરો લખાય છે તેની વાત કરતા હોવ તેમ લાગે છે, (જેમકે મારા ઉપરનાં સંદેશામાં દેખાય છે તેમ), જો એમ હોય તો, તે વાદળી અક્ષરો અન્ય પાનાં સાથેની કડી ત્યાં જોડાયેલી છે તેમ દર્શાવે છે, ક્યારેક તમને આવાજ લાલ અક્ષરો પણ જોવા મળશે, લાલ અક્ષરો એવી કડીઓ દર્શાવે છે, જેનાં પાનાં હજુ બન્યા નથી. દાખલા તરીકે કૃષ્ણ અને સ્વામિનારાયણ ભગવાન ઉપર લેખ લખાયા છે/લખાઇ રહ્યો છે, એટલે તે અહીં વાદળી રંગમાં જોવા મળશે, જ્યારે ભીમ કે સહજાનંદ સ્વામિ ઉપર લેખ લખાયો નથી, માટે તે અક્ષરો લાલ રંગનાં દેખાશે, અને તે બધા જ અક્ષરો અહીં કાળા રંગમાં દેખાશે (કૃષ્ણ, ભીમ, સહજાનંદ સ્વામિ, સ્વામિનારાયણ ભગવાન, તથા અન્ય બધુંજ લખાણ). તમે જ્યારે કોઇ લેખ લખતાં હોવ કે તેમાં સુધારો કરતાં હોવ ત્યારે જે તે શબ્દની આગળ અને પાછળ બે બે ચોરસ કૌંસ ઉમેરવાથી તે શબ્દની કડી આપોઆપ બની જશે. દા.ત. [[અમદાવાદ]] લખવાથી અમદાવાદ વંચાશે.
- સામાન્ય રીતે કડીઓ ફક્ત એવાજ શબ્દોને જોડવામાં આવે છે, જેનાં ઉપર લેખ હયાત હોય, અથવાતો લેખ લખવા શક્ય હોય, સામાન્ય શબ્દો ને કડી થી જોડવામાં નથી આવતાં. તમે તમારૂં યોગદાન આપવાનું અવિરત પણ ચાલુ રાખશો, અને ભવિષ્યમાં કોઇ પણ મદદની જરૂર હોય તો વિના સમ્કોચ મારો સંપર્ક કરશો.
- જો મે તમારી સમસ્યા સમજવામાં ભુલ કરી હોય તો માફ કરજો અને મને ફરી એક વખત સવિસ્તૃત જણાવશો. અને હા, તમારા સંદેશાને તમારી સહી ઉમેરવાની પ્રેક્ટિસ રાખશો, તેનાથી વાંચકને સંદેશો કોણે લખ્યો તે જાણવું અને તે વ્યક્તિનો સંપર્ક કરવું સરળ રહેશે. સહી કરવા માટે, એડીટરમાં ઉપર ૧૦મું આઇકોન ક્લિક કરશો તો આપોઆપ તમારી સહી ઉમેરાઇ જશે, અથવાતો --~~~~ ટાઇપ કરવાથી પણ તમારી સહી (નામ અને સંદેશાનો સમય) ઉમેરાશે. આભાર...ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૯, ૨ મે ૨૦૦૮ (UTC)
સુવર્ણ મંદિર શિર્ષક હેઠળ તાજેતરમાં નવું પાનું બનાવવામાં આવ્યું છે, પરંતુ, આ લેખ તમિલનાડુનાં કોઇક નવા બનેલાં મંદિર વિષે છે, મારી માન્યતા એમ છે કે સામાન્ય જનતા અમૃતસર સ્થિત મંદિરને સુવર્ણ મંદિર તરીકે ઓળખે છે, આ સંજોગોમાં ઉપરોક્ત લેખની યથાયોગ્ય નામ આપવું મને યોગ્ય લાગે છે, અન્ય વિકિપીડિયનૂ મત માંગુ છું. આપનો મત અહીં અથવાતો સુવર્ણ મંદિરની ચર્ચાનાં પાના પર જણાવશો. --ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૭, ૬ મે ૨૦૦૮ (UTC)
મારા માનવા મુજબ એક "એમ્બીગ્યુટી રિસોલ્વર" પેજ બનાવીને ત્યાં બંન્ને લિન્ક મુકવી જોઇએ. --Tekina ૧૬:૧૯, ૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ચિત્ર ને લેખમા કેવી રીતે સેટ કરવુ
માય ડૉકયુમેન્ટ મા રાખેલ ચિત્ર ને લેખમા કેવી રીતે સેટ કરવુ તે જણાવશો.--જીતેન્દ્રસિંહ ૦૯:૧૨, ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)
Happy Diwali & Happy New Year
નવા વર્ષમાં આપણે સૌ આપણી માતૃભાષામાં શરૂ થયેલા જ્ઞાનના આ યજ્ઞમાં યથાશક્તિ યોગદાન રૂપી આહુતિ આપી, એકમેવને મદદરૂપ થતા રહી,શાથ સહકાર આપી એક અમર વારસો તૈયાર કરીએ તેવી પ્રભૂપ્રાથના સાથે નૂતન વર્ષાભિનંદન.--અશોક મોઢવાડીયા ૧૯:૧૪, ૨૬ ઓકટોબર ૨૦૦૮ (UTC)
New User
I have just become member as ramesh. When I login I am informed that there is no such member. what shall I do? રમેસ
- મિત્ર રમેશભાઈ, મેં તપાસી જોયું તો માલુમ પડે છે કે ૧૧ ડિસેમ્બરથી માંડીને આજ સુધીમાં રમેશ કે Ramesh નામથી કોઈ ખાતું ખોલવામાં આવ્યું નથી. લગે છે કે કોઈક તબક્કે તમારું નવું ખાતું ખુલવાની પ્રક્રિયા અટકી ગઇ હશે. મને Rajesh નામથી ૧૫મી તારિખે ખાતુ ખુલેલું દેખાય છે, જો આપને શક હોય કે તમે કદાચ રમેશ ને બદલે રાજેશ નામથી ખાતુ ખોલ્યું હશે, તો તમારી ગુપ્ત સંજ્ઞા (પાસવર્ડ) વાપરીને જોઇ જુઓ, અને તેમ કરવાથી મેળ ના પડે તો ફરીથી ખાતું ખોલી જુઓ, જરૂર સફળતા મળશે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૮, ૧૮ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)
રાજા યયાતિ
મહભારત્ ની આ વાતૉ છે.જે સંયમ અને આત્મ્ નિયંતણ નૉ સંદેશ પુરૉ પાડે છે.
મને સુરતના ‘વિકિ’ મિત્રોના સંપર્કમાં આવવું છે. કૃપયા મને એ બધા મિત્રોના ઇ–મેઇલ આઇડી મેળવી આપવામાં કોઈ મદદ કરે તો આભારી થઈશ ––– રમેશ શાહ <shahrameshb@gmail.com>
Request bot flag for Gubot
I request the bot flag for Gubot:
- Operator:User:Dsvyas
- Programming language: pywikipedia
- Functions: replace
New Bot user, first Bot account. Done some changes from main account Dsvyas last night, see my owner's Contributions with summary (changed રાષ્ટ્રિય to રાષ્ટ્રીય).
Many Thanks.--Gubot ૦૯:૪૯, ૧૫ મે ૨૦૦૯ (UTC) ip એદ્ર્સ કેવિ રિતે નોધાવવુ માહિતી આપો
- Already done. Jafeluv ૧૭:૩૨, ૧૩ મે ૨૦૧૧ (UTC)
Gujarati Wikipedia
Not sure if you call Wikipedia વિકિપીડિયા or વિકિપીડિઆ. મારા મત પ્રમાણે વિકિપીડિઆ હોવુ જોઇએ.
તમને શું લાઞે છે?
- અશોકભાઈ, જે અંગ્રેજી શબ્દ encyclopedia પરથી Wikipedia ઉતરી આવ્યો છે, તેનો ઉચ્ચાર અને જોડણી એનસાઇક્લોપીડિયા થાય છે, અને માટે વર્ષોથી અહીં વપરાતી આવેલી જોડણી વિકિપીડિયા મનેતો બરાબર લાગે છે, હવે તમને શું લાગે છે? અને હા, ભવિષ્યમાં ચર્ચામાં સંદેશો લખો ત્યારે તેને અંતે --~~~~ ટાઈપ કરીને આપનિ સહી કરવાની રાખશો તો તે સંદેશો કોણે અને ક્યારે લખ્યો છે તેની અન્યોને જાણ થઈ શકશે, અને વળતો આપનો સંપર્ક કરવું સરળ બનશે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૫, ૮ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)
સલાહ
રાજાસોરસ તથા એવા કેટલાક લેખોમાં ‘અનુસ્વાર’નો ઠેકઠેકાણે બિનજરૂરી ઉપયોગ થયો છે, તે મુળ લેખક સ્વયં હટાવી શકે તે હિતાવહ છે. ––– રમેશ શાહ
મારે કલાકાર ભુપેન ખખ્ખર વિષેનો લેખ (નીચે મુક્યો છે તે) કેવી રીતે મુકવો તે જાણવું છે.
લેખક – રમેશ બાપાલાલ શાહ
- રમેશભાઈ, માફ કરજો, તમે અહીં લખેલું લખાણ મેં દૂર કર્યું છે, અને ખેદ સાથે જણાવવાનું કે આ પ્રકારના સાહિત્ય માટે વિકિપીડિયા યોગ્ય સ્થળ નથી, આપ પોતાનો એક બ્લૉગ શરૂ કરીને આ લખાણ ત્યાં લખી શકો છો. બ્લૉગ શરૂ કરવાનો ફાયદો એ રહેશે કે, ત્યાં આપ પોતાના વિચારો પોતાની ભાષામાં લખી લખશો, અને આપનો અલાયદો વાંચક વર્ગ પણ આપને ત્યાં મળી રહેશે. મેં અન્ય ચર્ચામાં લખ્યું છે કે આ જ્ઞાનકોષ છે, અને તે અન્ય સાહિત્યથી અલગ છે, જેથી અહીં ફક્ત તથ્યોનો સમાવેશ કરવામાં આવે છે, પ્રશસ્તિઓ કે વ્યક્તિગત વિચારો અને માન્યતાઓનો નહી. આપનાં ચર્ચાનાં પાનાં પરથી જાણવા મળે છે કે આપ કોમ્પ્યૂટરની દૂનિયામાં ઘણું બધું જાણો છો, માટે આપને માટે બ્લૉગ શરૂ કરવો સરળ હશે, છતાં જો તે માટે કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો નિ:સંકોચ મારા ચર્ચાનાં પાનાં પર મારો સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૫, ૨ નવેમ્બર ૨૦૧૦ (UTC)
ભાઈ ધચલભાઈ માટે––– ભાઈશ્રી સુરતના પેઇજ પરથી નીચેનું વાક્ય ઉતારેલું છે. તમારા ધ્યાનમાં તો તરત જ આવ્યું હશે કે બાજુ બાજુમાં એક શબ્દ ફરી વાર લખાયો તેમાં પણ કારણ વિના અસમાનતા રહી છે. (વિનાષક અને વિનાશક) આ વિકિપીડિયાની ગરિમા સાચવી શકતું નથી. તમે સંચાલક મિત્રો આ પ્રશ્નોથી ચિંતીત હશો જ અમ હું માનું છું. આનો કેલ વહેલા કરી લેશો એમ કહેવાનું મન થાય.
આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાષક પુર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું. આ પુરને લીધે લગભગ આખા શહેરને ૪૦ વર્ષૉ સુઘી પહોચાડી શકાય તેટલુ પાણી દરીયા મા વહી ગયુ હતુ. ––– મારું સૂચન વિકિપીડિયાની તરફેણનું છે એ તમે સમજી શકશો.
ભાઈ ધવલભઈ ! તમારી મંડળી હદ્દ કરે છે. લગભગ દરેક પાનાંમાં એક એક ફકરામાં દસ, વીસ, ત્રીસ જેટલી ભૂલો ! (આજે નરસિંહ મહેતાનાં પાનાં પર જોજો) અને છતાં મિ જિમી વેલ્સ તમારા બધાંની પીઠ થાબડ્યા કરે છે ! ગયા રવિવારે તો તેઓએ મારા મનમાં સચોટ સ્થાન લઈ લીધું હતું ––રમેશ શાહ ––– સહ્રદયી રમેશ શાહ
વડીલશ્રી રમેશભાઈ,
આપની અને ધવલભાઈ વચ્ચેની ચર્ચા ચોતરા પર વાંચી. આપ જેવા વડીલ તથા અનુભવી સાહિત્યના કસબીનું આગમન અત્યંત સુખદ છે કેમ કે અહીં છેલ્લા બે-અઢી વરસના સમયથી માત્ર થોડી જ વ્યક્તિઓએ પોતાનું યોગદાન કર્યું છે. અહીં બધા જ કાર્ય કરી શકે છે અને બધા આપ જેવા તો હોય ન શકે, ખરુંને? આપ શક્ય એટલી ક્ષતિઓ સુધારો કરી આપશો એવી મારી વિનંતિ છે. અત્યાર સુધી અમે જે ગાડું ચલાવ્યું છે તેમાં આપ જેવા ગુજરાતીના સાક્ષરોની ખોટ હતી કેમ કે અહીં દિલથી યોગદાન કરનારાઓ ગુજરાતી લેખનના વ્યવસાયી નથી, તેમ છતાં અહીં સમય મળ્યે કાર્ય કરી જાય છે. આપ અત્યાર સુધી થયેલી ક્ષતિઓ તરફ ધ્યાન દોરવાનું તથા તેને દૂર કરવાનું કાર્ય ઉપાડી લેશો તો મને લાગે છે કે ધવલભાઈ અને એમની ટુકડી કે જેમાં આપનો પણ સમાવેશ થઇ ગયો છે, બધાને સારું કાર્ય થયાનો સંતોષ મળશે.--PSPatel ૧૯:૧૭, ૪ નવેમ્બર ૨૦૧૦ (UTC)
ભાઈશ્રી
મને એ કામ કરવાનો આનંદ જ થાય. (અને મેં મારી અંદરની પ્રેરણાથી એ કાર્ય શરું કર્યું છે તે કદાચ તમે નોંધ્યું હશે.) પરંતુ મારું કામ રામસેતુ બાંધતી ખિસકોલી જેટલું જ થાય.
ખરું તો એ છે કે જે જે લોકો પ્રદાન કરી રહ્યા છે તેમનું ઘડતર કરવું ઉપયોગી બનશે. તેમનો ઉત્સાહ વધે, પાછાં ન પડે એ રીતે તેમને સારું અને સાચું લખતા કરો –એ અઘરૂં નથી. થોડી વધુ કાળજીથી એ જ લખનારા મિત્રો સાચી જોડણી લખી શકશે. ખરી રીતે તમે જોશો તો એ ખોટી ઉતાવળનું પરિણામ છે. અંતે તો આપણે ગુજરાતી વિકિપીડિયા દ્વારા એની પ્રેરણા કરનારની ગરિમા વધારવાની છે.
કુદરતી જ હું થોડા સમયથી મુંબઈમાં છું અને તે અરસામાં મને મિ. જિમી વેલ્સ સાહેબને સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. (સુરતથી હું કાંઈ અહીં આવી શક્યો ન હોત !) વળી ઘણાં સમયથી અંગ્રેજી વિકિપીડિયાનો હું બહોળો ઉપયોગ કરું છું. તેની તો મને એવી ઉમદા છાપ પડી છે કે હું તેને ‘નેક્સ્ટ ટો ગોડ’ કહું છું. એમા મને અતિશયોક્તિ નથી લાગતી.
એનું ગુજરાતી વર્ઝન આવું પાંગળું ચાલતું રહેશે તો આપણે ઝાંખા દેખાઈશું. અતિ ઉત્સાહમાં અને પાનાં વધારવાની ઉતાવળમાં આપણી ગુજરાતી વિકિ પ્રાણહીન ન બની જવી જોઈએ. એવું થશે તો લોકો અહીંયા વિઝિટ કરવાનું છોડી પણ દે ! એ આપણને નહીં ગમે.
તમે જેટલા પ્રબંધકો છો તે બધાએ પ્રતિજ્ઞા લેવી કે રોજ રોજ ૧૦૦૦ ભૂલો તો સુધારવી જ. (અત્યારે મેં જ્યાં જ્યાં જોયું ત્યાં મને એક એક ફકરામાં ૧૦/૨૦/૩૦ કે તેથી પણ વધારે ભૂલો નજરે ચડી છે.) ભાઈશ્રી, હું અંગ્રેજી વિકિ.માંથી ખૂબ લાભાન્વિત થયો છું એટલે વારંવાર આ વાત કરું છુ. તમે બધાં સ્પોર્ટિંગલી લ્યો છો. નહીં તો હું અટકી ગયો હોત. ––રમેશ બાપાલાલ શાહ
- મુરબ્બિ રમેશભાઈ, હું આપની વાત સાથે સહમત છું, કે ફક્ત પાનાં વધારવાની હોડમાં આપણે ગુણવત્તને કોરાણે મુકી દઈએ તે ના ચાલે, અંગ્રેજીમાં કહે છે તેમ, ક્વોન્ટિટીમાં નહી પણ ક્વોલિટીમાં કામ કરવું જોઈએ. પરંતુ, યોગદાન કરનાર દરેક વ્યક્તિ વ્યાકરણથી અને ભાષાનાં લેખનથી પરિચિત નથી હોતી. અને ઘણી વખત આપણે ખૂદ પણ અજાણતામાં ટાઈપિંગની ભૂલો કરી દઈએ છીએ, (નમૂના ખાતર આ જ ચર્ચામાં ઉપરાપે લખેલું મારૂં નામ જુઓ... છે ને મજાનું? હું ફક્ત હળવાશનિઇ રીતે જ આ વાત કરી રહ્યો છું, કોઈ દોષારોપણ કે આંગળી ચિંધવાનો ઇરાદો નથી, માફ કરજો) જે ધ્યાન બહાર જતી રહે છે. આપ જેવા અનુભવિ સાક્ષરની એરણ પર ચઢીને આપણું વિકિ ખરેખર સુદૃઢ બની જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૧, ૫ નવેમ્બર ૨૦૧૦ (UTC)
મિત્ર શ્રી ધવલભાઈ આગળના પત્રમાં તમારું નામ મેં જાણીને ભૂલવાળું લખેલું કે જેથી ભૂલ તરત જ નજરે ચડે. તમે એ ભૂલ પકડી પણ પાડી. તમારા નામમાં કરેલી ભૂલ તમારું નામ બગાડે તેમ વિકિમાં આવતી કોઈ પણ ભૂલ તમારું નામ બગાડશે એ વાત મંત્ર સરખી યાદ રાખી લ્યો. અને એ જ રીતે દરેકે દરેક ભૂલ પકડી પાડીને વિકિના દરેક પાનાં સાફ–સુથરા થાય તો જ આપણો ફાળો – યોગદાન – યથાર્થ બને. નવી સામગ્રી મુકનાર તો ગાફેલ હોઈ શકે પરંતુ વિકિના વૉલિન્ટિયર્સ ગાફેલ ન હોય. એ ગાફેલ રહે તો ક્યારેક કોઈ મસ્તી કરીને એલફેલ પણ લખે ! ત્યારે એમના પર ઢોળી દઈ શકીએ નહીં. આપણે જ ‘વૉચમૅન’ બની જાગૃત રહેવાનું હોય.
મેં બીજાં ઘણાં પાનાંઓ પણ જોયા. ઢગલો ભૂલો છે, મારું ગજું નથી કે ભૂલો આવતી રહે અને (હું કે તમે) એની સાફ સફાઈ કરતો રહું. સાચું તો એ જ થઈ શકે કે નવું લખાણ આવે તે બીજે જ દિવસે મઠારીને સાચું બની જવું જોઈએ. મેં જે બધા ફેરફાર કર્યા છે તે તમે ધ્યાનથી જોયા હશે જ. એમાં ફક્ત જોડણીની જ ભૂલો છે તેમ નથી, વાક્ય રચનાઓ પણ ઢંગથી નથી થઈ. વળી આપણે તો ચોતરફથી વાનગીઓ એકઠી કરતાં રહેવાની છે, એ વાનગી આપનારાઓ પીછેહટ ન કરે એ જ આપણા લાભમાં છે. નવું વર્ષ વિકિપીડિયા માટે અને તમારી સંપાદક મંડળી માટે શુભદાયી નીવડે એવી માતા સરસ્વતીને પ્રાર્થના ––રમેશ બાપાલાલ શાહ વિનંતિ ––– મારે "શિવામ્બુ્" વિષે નવો લેખ મુકવો છે તો તે માટે મારે શું કરવું જોઈએ તેની જાણ મળે તેવી ઇચ્છા છે. –
સુરતના ‘વિકિ’ મિત્રો સાથે મને કોઈ સંપર્ક કરાવી આપી શકે તો તેમનો આભારી રહીશ. –રમેશ શાહ <shahrameshb@gmail.com>ગુજરાતી વિકિના પ્રચારનો કાર્યક્રમ
ભાઈઓ, ૧૫ દિવસમાં અમદાવાદ આવું છું. આ વખતે નિયમીત યોગદાન કરતા શક્ય તેટલા વધુ સભ્યોને મળવાની ઈચ્છા છે, જોઈએ કેવીક પુરી થાય છે એ ઈચ્છા. એક વિચાર તો મારી ભારતયાત્રા દરમ્યાન ગુજરાતી વિકિના પ્રચારનો કોઈક કાર્યક્રમ કરવાનો પણ છે. ઘણા વખતથી કામમાં વધુ પડતો વ્યસ્ત હોવાને કારણે વિકિ પર આ વિષયે ચર્ચા ચાલુ નથી કરી શક્યો. તમારા લોકોના સુઝાવ જણાવશો? હું ૧૨ ઓગષ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી મહદંશે અમદાવાદમાં હોઈશ. વચ્ચે ફક્ત ૨૪-૨૯ ઓગષ્ટ દરમ્યાન હું અમદાવાદમાં નથી. આપમાંથી કોઈ પણ શાળા-કોલેજ સાથે સંકળાયેલું હોય અને જો એક નાનકડો સેમિનાર કે ટુંકી ગોષ્ટી જેવા કોઈક કાર્યક્રમનું આયોજન કરવામાં મદદ કરી શકે તેમ હોય તો હું અને મારા અન્ય પરિચિત વિકિમિત્રો તમને ઘટતી મદદ કરવા તૈયાર છીએ. આ ઉપરાંત વિકિમીડિયા ઇન્ડિયા ચેપ્ટર પણ તેનાથી બનતી મદદ કરવા માટેની તૈયારી દર્શાવી ચુક્યું છે. તો, છે કોઈ સુઝાવ?--ધવલચર્ચા/યોગદાન ૨૧:૧૨, ૩૦ જુલાઇ ૨૦૧૧ (UTC)
- મારા મતે ગુજરાતી સાહિત્ય પરિષદને આ કાર્યમાં સાથે રાખીયે તો પ્રચાર અને પ્રસારને વેગ મળે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં જ મળવાનું ગોઠવાય તો ઉત્તમ. દર વખતની જેમ, આ વર્ષે પણ હું હાજર નહીં રહી શકું. પણ ભાવનગરની ગુરુકુળ સંસ્થા અથવા દક્ષિણામુર્તિ સંસ્થામાં સેમિનાર કરવાની ઇચ્છા હોયતો તારીખ અને વીગત જણાવશો પછી હું પ્રયત્ન કરું. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૦૯:૪૦, ૩૧ જુલાઇ ૨૦૧૧ (UTC)
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને અમદાવાદમાં આપનું સ્વાગત છે. જાહેર ચર્ચા - મીટીંગ માટે આપની અનુકૂળ તારીખો જણાવશો. ~આભાર. --ગુજરાતી સાહિત્ય પરિષદ ૧૦:૧૩, ૧ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)
- પ્રિય મિત્રો, ગુજરાતી વિકિ માટે એક કાર્યક્રમ યોજવાની તક ઉભી થઇ રહી છે ત્યારે મારો પણ હાજર રહેવાનો પ્રયાસ રહેશે. ધવલભાઈ, તમે તમારી અનુકૂળતાઓ મુજબ પરિષદ સાથે કાર્યક્રમ ચોક્કસ ગોઠવો. હું હાજર રહી શકીશ.--સતિષચંદ્ર ૧૨:૨૪, ૨ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)
- સતિષભાઈ, ઘણો ઘણો આભાર. જો આ ગોઠવણ આગળ વધતી હશે તો કદાચ તમને કષ્ટ આપવું જ પડશે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૬, ૨ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)
- મિત્રો, લગભગ ૨૧ ઓગસ્ટને રવિવારે કાર્યક્રમ યોજવાની ગોઠવણ છે. હું શુક્રવારે અમદાવાદ પહોંચું છું અને લગભગ શનિવારે ગુ.સા.પ.ના પ્રતિનિધિશ્રી રૂપલબેન અને રાજેન્દ્રભાઈને મળીને પાકું કરી તમને જણાવીશ. પણ લગભગ ૨૧ તારીખ ટેન્ટેટિવલી નક્કી છે તેમ માનીને તમારા કાર્યક્રમો ઘડશો અને હાજર રહેવાનો પ્રયત્ન કરશો તો આનંદ થશે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૧૪, ૯ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)
- સતિષભાઈ, ઘણો ઘણો આભાર. જો આ ગોઠવણ આગળ વધતી હશે તો કદાચ તમને કષ્ટ આપવું જ પડશે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૬, ૨ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)
- પ્રિય મિત્રો, ગુજરાતી વિકિ માટે એક કાર્યક્રમ યોજવાની તક ઉભી થઇ રહી છે ત્યારે મારો પણ હાજર રહેવાનો પ્રયાસ રહેશે. ધવલભાઈ, તમે તમારી અનુકૂળતાઓ મુજબ પરિષદ સાથે કાર્યક્રમ ચોક્કસ ગોઠવો. હું હાજર રહી શકીશ.--સતિષચંદ્ર ૧૨:૨૪, ૨ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)
Fundraiser 2011 translation
Hi! I am Jon Harald Søby, and I work for the Wikimedia Foundation during the 2011 fundraiser. I am looking for people who can help coordinating the translations into Gujarati for this year's fundraiser. The coordinator task is to help find translators and quality checkers, and make sure the translations are done in time. If you want to help out with coordinating, translating or quality checking, add your name to this list or send me an e-mail at jsoby@wikimedia.org. Jsoby ૨૩:૧૩, ૧૮ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)
૨૧૦૦૦ લેખ પૂર્ણ
વિકિ ગુજરાતી એ ૨૧૦૦૦ લેખ પૂર્ણ કર્યા બદ્દલ સર્વ વિકિમિત્રોને હાર્દિક ધન્યવાદ. --sushant ૦૬:૨૧, ૩ સપ્ટેમ્બર ૨૦૧૧ (UTC)
સંવાદ
સંવાદ એટલે એક બીજાને સમજાય એવી કોઈ પણ પ્રકારની ભાષા,ઈશારા કે હાવભાવ
માહિતીચોકઠાં (Infobox)નું લીસ્ટ મળી શકે ખરું ?
માહિતીચોકઠાં એટલે કે Infoboxનું લીસ્ટ ક્યાંયથી મળી શકે ખુરુ ? કારણ કે ગુજરાતી વિકિપીડિયામાં કેટલા માહિતીચોકઠાં બન્યા છે, તથા કેટલાની હજુ જરૂર છે તે ખ્યાલ આવી શકે; હું માહિતીચોકઠાં બનાવુ છુ, અંગ્રેજી પરના માહિતીચોકઠાને ગુજરાતીમાં ભાષાંતર કરવાનું કાર્ય કરી રહ્યો છુ. તેના માટે માહિતીચોકઠાંની સુચીની જરૂર છે. Nileshbandhiya ૧૨:૩૩, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)
Mailing List
મિત્રો, આપણી પાસે સહુ સભ્યોને એકી સાથે સંપર્ક કરવાનું કોઈ માધ્યમ નથી. જેની ચર્ચા મેં વિકિકોન્ફરન્સ દરમ્યાન પણ વિકિમીડિયા ફાઉન્ડેશનના ઓફિસ બેરર્સ સાથે કરી હતી. તેઓની સંમતિ છે કે આપણે આપણું ગુજરાતી વિકિપીડિયાનું એક મેઇલિંગ લિસ્ટ બનાવીએ. જેનો ઉદ્દેશ્ય સભ્યોને વખતો વખત સમાચારો કે સાંપ્રત વિષયોથી અવગત કરાવવાનું રહેશે. આ માટેની પ્રક્રિયા મેં ચાલું કરી છે, જેને માટે સમાજની સહમતીની આવશ્યકતા છે. આપ સહુ, નીચે આપની સહમતી કે અસહમતી દર્શાવશો તો આપનો આભારી થઈશ.
જો આ બાબતે વધુ સ્પષ્ટતા જોઈતી હોય તો નીચે ચર્ચા હેઠળ તે મુદ્દા જણાવશો. મારાથી બનતી માહિતી આપવા પ્રયત્ન કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૫, ૨૮ નવેમ્બર ૨૦૧૧ (UTC)
સહમત
- --ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૫, ૨૮ નવેમ્બર ૨૦૧૧ (UTC)
- --અશોક મોઢવાડીયા ૧૩:૫૪, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- આમા એક પ્રોબલેમ છે. વીકીપીડીયાનો સભાસદ ઈમેઈલ સરનામું આપે એ ફરજીયાત નથી. એટલું જ નહીં ઘણાં પ્રબંધકો ઈમેઈલ એડ્રેસ આપતા નથી. હું નીયમીત વીકીપીડીયાની સાઈટની મુલાકાત લઉં છું. એટલે આ સહમતમાં સહમતી આપી છે.Vkvora2001 ૧૪:૧૮, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- --Mayur (talk•Email) ૧૪:૩૯, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- --sushant ૧૫:૧૯, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- --જીતેન્દ્રસિંહ ૧૮:૧૪, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- --ટેકિના ૧૮:૨૮ - ૭ ડિસેમ્બર ૨૦૧૧ (ભારતિય સમય)
- --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૦૭:૨૧, ૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC) અત્યન્ત્ જરૂરિ.
- --Vyom25 ૧૪:૪૦, ૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- --Nileshbandhiya ૦૯:૫૭, ૧૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- --ગુજરાતી સાહિત્ય પરિષદ ૦૬:૨૪, ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- --હમઝા ૧૨:૦૨, ૨૭ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- --Sanjaypandya003 ૧૫:૨૦, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- --Pranay
- --હમઝા ૦૯:૩૪, ૧૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- --Maharshi675 (talk) ૧૦:૫૪, ૭ માર્ચ ૨૦૧૨ (UTC) સહમત
અસહમત
ચર્ચા
- આ ઉત્તમ વિચાર છે, સહમત. --અશોક મોઢવાડીયા ૧૩:૫૬, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- આપ સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણી ટપાલ યાદી (મેઈલિંગ લિસ્ટ) હવે તૈયાર થઈ ગઈ છે, સહુ કોઈ અહીં મુલાકાત લઈને તેમાં જોડાઈ શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૩૮, ૧૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર
આપણે પહેલા પણ આ વિષયે ચર્ચા કરી ચુક્યા છીએ પરંતુ હવે ઠોસ કાર્ય કરવાનો સમય પાકી ગયો છે. આપણે જોયું છે કે અવારનવાર સભ્યો અહીં ચિત્રો ચઢાવતા હોય છે. વિકિમીડિયા કોમન્સની જેમ આપણી પાસે નવા ચઢાવેલા માધ્યમો પર ચાંપતી નજર રાખવું શક્ય નથી, અને આને કારણે શક્ય છે કે ક્યારેક પ્રકાશનાધિકારથી સુરક્ષિત ફાઈલ્સ અહીં રહી પણ જાય. આના ઉપાય સ્વરૂપે આપણે પહેલા પણ ચર્ચ્યું હતું તેમ, જો ગુજરાતી વિકિપીડિયા પર ફાઇલ અપલોડ કરવાનું અશક્ય બનાવીને તે લિંક કોમન્સ પર દોરી જાય તો આપણો હેતુ સરે. હવે આમ કરતાં મુશ્કેલી ફક્ત એક જ નડે કે કોમન્સ 'ફેર યુઝ' (ઉચિત વપરાશ) ફાઇલો સ્વિકારતું નથી, જ્યારે અંગ્રેજી અને કદાચ અન્ય વિકિપીડિયાઓ આવી ફાઇલો સ્વિકારે છે. જો આપણે અહીં ફાઇલ ચઢાવવા પર સદંતર બંધી મુકી દઈએ તો આપણી પાસે કોઈક લેખોમાં એકે ચિત્ર ના રહે તેવું શક્ય છે. હું આનો પ્રખર હિમાયતી છું, કેમકે કોઈ લેખમાં ચિત્ર નહી હોય તો કશો વાંધો નહી આવે પણ કોઈક વ્યક્તિ ઉચિત વપરાશને નામે પ્રકાશનાધિકારથી સુરક્ષિત ફાઇલ ચઢાવી દેશે અને આપણે તેની ચોક્સાઈ નહી કરી શકીએ તો તકલીફ થવાની સંભાવના છે. આ વિષે આપના મત જાણવાની ઉત્સુકતા છે. આશા રાખું કે સહુ સક્રિય સભ્યો પોતાનો મત જણાવે અને જો કોઈ નિષ્ક્રિય સભ્યોની સાથે પણ આપ સંપર્કમાં હોવ તો તેમને પણ જાણ કરવા વિનંતિ જેથી આપણે શક્ય તેટલા વધુ લોકોનો મત જાણી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૦, ૨૮ નવેમ્બર ૨૦૧૧ (UTC)
- મારો અંગત મત પણ ધવલભાઈને ટેકો આપતો જ છે. પ્રકાશનાધિકારથી રક્ષિત ચિત્રો વપરાય એ કરતાં ઓછાં કે કાયદેસરના ચિત્રો જ ચઢે તે વધુ યોગ્ય છે. આમે આપણાં પોતાના દ્વારા પડાયેલા કે બનાવાયેલા ચિત્ર (ફોટો) કોમન્સ સ્વિકારે જ છે. એક વિનંતિ એ કરીશ કે 'કોમન્સ' પર ચિત્ર ચઢાવવા બાબતે ગુજરાતીમાં જરૂરી માર્ગદર્શન કરતો એક લેખ (મદદ વિભાગમાં) બનાવીને મુકવો. જેથી નવાસવા મિત્રોને માર્ગદર્શન મળી રહે. છતાં અન્ય મિત્રોના વિચારો ધ્યાને લઈ કાર્યવાહી કરવા વિ. --અશોક મોઢવાડીયા ૧૪:૦૫, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- મારો મત છે કે ગમે એ ચીત્રો ચઢાવવા દેવા. થોડાક એવા પ્રબંધક તૈયાર કરવા જે આવા ચીત્રોની સાર સંભાળ કરે અને નકામા ચીત્રોને ચેતવણી આપી કાઢતા આવે. પ્રકાશનના અધીકારનો પ્રશ્ર્ન બધામાં આવે છે. એટલે કોઈ ધ્યાન દોરે તો ખબર પડે. બાકી મને તો પીએચડીની ડીગ્રી પણ છેવટે અહીં ત્યાંની ઉઠાંતરી જ લાગે છે. Vkvora2001 ૧૪:૨૩, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- આભાર અશોકભાઈ. આપનું સુચન સારૂં છે કે કોમન્સમાં કેવી રીતે ચિત્રો ચઢાવવા તેનું માર્ગદર્શન ગુજરાતીમાં આપીએ. જો, રિડાયરેક્ટ સેટ કરીશું તો એમ કરીશું કે અહીં 'ફાઈલ ચઢાવો'ની કડી પર ક્લિક કરતા માર્ગદર્શિકાનું પાનું ખુલે, અને તેને અંતે કોમન્સની કડી આપેલી હોય.
- વોરા સાહેબ, આપનો પણ આભાર. આપની સાથે હું પણ સહમત છું કે પી.એચ.ડી.ની થિસિસ પણ ઉઠાંતરી જ હોય છે. પણ કોઈ પાપ/ગુનો કરતું હોય તેમાં આપણે શું કામ ભાગીદાર થવું? કાલે ઉઠીને કોઈ પોતાના પ્રકાશનાધિકારથી સુરક્ષિત ચિત્રનો ઉપયોગ કરવા બદલ આપણી ઉપર દાવો ઠોકી બેસાડે ત્યારે ક્યાં જવું? અને અત્યારે જ્યારે આપણી પાસે પુરતા યોગદાનકર્તાઓ નો જ અભાવ છે ત્યારે વળી ચિત્રો ઉપર દેખરેખ રાખવા માટે ક્યાં કોઈને નિમવા? એ જ સમય આપણે કોઈ અન્ય રચનાત્મક કાર્યમાં ના વાપરીએ?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૬, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- સહેમતી --sushant ૧૫:૨૨, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- ગુજરાતી વિકિપીડિયાની હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ચિત્રો ચઢાવવા અંગેની નીતિઓમાં ફેરફાર આપે જે દર્શાવ્યા તેમાં હું પણ સહમત છુ. જેમાં મારૂ અંગત સુચનએ છેકે, જેમ અશોકભાઈ અને ધવલભાઈએ કહ્યુ તેમ "ફાઈલ ચઢાવો" ની કડી પર ક્લિક કરતા માર્ગદર્શિકાનું પાનું ખુલે તો દરેક મિત્રોમાં થોડી જાગૃતિ આવશેકે, અહીં કેવા ચિત્રો ચઢાવવા કે કેવા ના ચઢાવવા, સુંદર વિચાર છે. જેટલો વહેલો અમલમાં મુકી શકીયે તો વિકિપીડિયાને ફાયદો થશે તેવુ મારૂ માનવુ છે.--જીતેન્દ્રસિંહ ૧૮:૨૬, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- અશોક્ભાઈ તથા ધવલભાઈની સાથે હું પણ સહેમત છું.--Hirenvbhatt ૦૬:૫૯, ૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- મિત્રો, મારા માનવા મુજબ ઘણી વખત જે વસ્તુ લખાણથી સમજાવવી મુશ્કેલ હોય તે ચિત્રોથિ સમજાવવુ સરલ હોય છે માટે ચિત્રો પણ જરુરિ છે. માટે મારા માનવા મુજબ થોડાક એવા પ્રબંધક તૈયાર કરવા જે આવા ચીત્રોની સાર સંભાળ કરે.--Vyom25 ૧૪:૩૭, ૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- મિત્ર વ્યોમ, "આવા ચિત્રોની સાર સંભાળ કરે" એટલે કેવા ચિત્રોની? જરા સ્પષ્ટતા કરશો તો વધુ સરળ રહેશે. આપનું કહેવું એમ છે કે આપણે વિકિપિડીયા ગુજરાતીમાં જ લોકલી ચિત્રો અપલોડ કરવાનું ચાલુ રાખીએ અને તેમાં યોગ્ય લાયસન્સ છે કે નહી તેની દેખરેખ રાખવા માટે પ્રબંધકો તૈયાર કરીએ? આ પ્રશ્ન ફક્ત આપનો મત સમજવા અર્થે કર્યો છે, કોઈ અન્ય અર્થ ના લેશો.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૯, ૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- મિત્રો, મારા માનવા મુજબ ઘણી વખત જે વસ્તુ લખાણથી સમજાવવી મુશ્કેલ હોય તે ચિત્રોથિ સમજાવવુ સરલ હોય છે માટે ચિત્રો પણ જરુરિ છે. માટે મારા માનવા મુજબ થોડાક એવા પ્રબંધક તૈયાર કરવા જે આવા ચીત્રોની સાર સંભાળ કરે.--Vyom25 ૧૪:૩૭, ૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- અશોક્ભાઈ તથા ધવલભાઈની સાથે હું પણ સહેમત છું.--Hirenvbhatt ૦૬:૫૯, ૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- ગુજરાતી વિકિપીડિયાની હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ચિત્રો ચઢાવવા અંગેની નીતિઓમાં ફેરફાર આપે જે દર્શાવ્યા તેમાં હું પણ સહમત છુ. જેમાં મારૂ અંગત સુચનએ છેકે, જેમ અશોકભાઈ અને ધવલભાઈએ કહ્યુ તેમ "ફાઈલ ચઢાવો" ની કડી પર ક્લિક કરતા માર્ગદર્શિકાનું પાનું ખુલે તો દરેક મિત્રોમાં થોડી જાગૃતિ આવશેકે, અહીં કેવા ચિત્રો ચઢાવવા કે કેવા ના ચઢાવવા, સુંદર વિચાર છે. જેટલો વહેલો અમલમાં મુકી શકીયે તો વિકિપીડિયાને ફાયદો થશે તેવુ મારૂ માનવુ છે.--જીતેન્દ્રસિંહ ૧૮:૨૬, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- મારા અનુભવે મને શિખવ્યુ છે કે બધા સભ્યો પાસેથી એક સરખી સ્વયંશિસ્તનિ આશા રાખવી એ જરા વધુ પડતુ છે. ચીત્રો પર નજર રાખવાનુ કામ વ્યાવસાયીક ધોરણે પણ રાખવું ખૂબ કપરુ કામ છે જ્યારે અહીંયા બિન-વ્યાવસાયીક ધોરણેતો એ લગભગ અશક્ય બની જાય. [ફોટા વ્યાવસાયીક ધોરણે રાખીને વેચવાનું કાર્ય કરતી વેબસાઈટ્સ્ ના અનુભવો જોઈ જવા વિનંતિ.] હાલમાં એવી કોઈ ફુલ-પ્રુફ સોફ્ટવેર સિસ્ટમ પણ ઊપલબ્ધ નથી કે જેના વડે આ કામ ઓટૉમૅટ કરી શકાય. [નહિતર ચીનની સરકાર પાબંદી લગાવવામાં સફળ રહી હોત]. આથી મારા નમ્ર અભિપ્રાય મુજબ એવા જ ફૉટા / ચિત્રો અપલોડ થવા દેવા જે પોતાની સાથે કોઈ પેચીદા કાનુની પ્રશ્નો કે કાનુની ગુંચવાડા કે લૉ-સૂટ ને લેતા ના આવે. પછીથી દૂર કરવા નો પ્રશ્ન આવે એવા કંટેટ અપલોડ થાય એના કરતાતો વિકિમિડીયા કોમન્સ દ્વારા ચળાઈને આવતું કંટેટ મારી દ્રસ્ટીએ સલામત રસ્તો છે. ઊપરાંત નજીક આવી રહેલ ગુજરાત વિધાનસભાની ચુટણીનો રાજકીય ગર્માવો પણ કંટેટને બાયસ્ડના બનાવે તેનું પણ ધ્યાન રાખવા જેવુ ખરુ. આભાર. --Tekina ૧૫:૫૪, ૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- વિકિમીડીયા કોમોન્સની જેમ આપણે પણ ગુજરાતી વિકિપીડિયામાં ફાઇલો ચડાવવા માટે એક વિઝાર્ડની જરૂર છે કે જેમા શરૂઆતમાં એક સુચના આવે કે કઇ રીતે અને કેવી ફાઇલો - ચિત્રો અપલોડ કરવી. આવી રીતે ગુજરાતી વિકિપીડિયામાં પણ કરી શકાય જેનાથી ગુજરાતી વિકિપીડિયામાં ચિત્રો વધુ સારી રીતે અપલોડ કરી શકાય. નિલેશ બંધીયા ૧૦:૧૮, ૧૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- ધવલ ભાઈ હુ એમ કહેતો હતો કે અમુક મોડરેટર માત્ર નજર રાખે અને કોપીરાઈટ વાળા ફોટોગ્રાફ દૂર કરે. પણ વિકિમીડીયા કોમન્સનો જ ઉપયોગ કરવાનુ સૂચન મારા સૂચન કરતા સારુ છે. અને તમને અધિકાર છે મને પ્રશ્નો પૂછવાનો.--Vyom25 ૦૭:૫૨, ૧૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- વ્યોમભાઈ, આભાર. આપના જેવી સમજશક્તિ બહુ ઓછા લોકો દર્શાવતા હોય છે, એટલે અહીં કંઈપણ કરતા ડર લાગવા માંડ્યો છે હવે. ટપાલ યાદીનું કામ પુરૂં થતા હવે આ કામ હાથમાં લેવું છે. આશા રાખીએ કે વહેલી તકે ચિત્રો ફક્ત કોમન્સમાં જ અપલોડ થઈ શકે તેવી સગવડ ઉપલબ્ધ થઈ જાય.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૦, ૧૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- બધા ને મારા નમસ્કાર, હાલ ની પરિસ્થિતિ જોતા ગુજરાતી વિકિપીડિયા પર ૩૪૭ ફાયલો ચડાવેલી છે, એમાંથી ઘણી ફાયલો નું licensing ગોટાળા જનક છે, કૃપા કરી આ શ્રેણી પણ જોઈ જુઓ શ્રેણી:Non_Liecensed_Images, આ રીતે જો ફાયલ ચડાવાનું ચાલુ રહ્યું તો પ્રબંધક પર વર્ક લોડ ખૂબજ વધી જશે. હું સક્રિય પણે વિકિમીડિયા કોમન્સ નો ઉપયોગ કરું છુ અને ગુજરાતી વિકિપેડિયા પર માત્ર ને માત્ર કોમન્સ પર થી જ ફાયલો લેવાની વ્યવસ્થા કરવા નો પણ મારો અંગત મત આપું છુ. મેં પણ અહિયાં ગુજરાતી વિકિપીડિયા પર કોમન્સ પર થી થોડી ઘણી ફાયલો નો ઉપયોગ કર્યો છે. તેવું કરવું ખૂબ જ સહેલું છે અને licensing ના પ્રશ્ન ઉઠવાની તક ભી ઓછી છે. આપના સુજાવવો પણ સુચવવો. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૨૦:૩૩, ૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- પ્રકાશનાધિકારવાળાં તથા અન્ય અનઅધિકૃત ચિત્રો ન ચડાવવાં જોઇએ એવું મારૂ પણ દૃઢ્પણે માનવું છે. અને ધવલભાઈ, અશોકભાઈ તથા અન્ય મિત્રોએ સૂચવેલા વિકલ્પથી બીજો કોઇ સારો વિકલ્પ હાલમાં જણાતો ન હોવાથી તેને જ હાલ પૂરતો અમલમાં મૂકવો, ભવિષ્યમાં ટેકનોલોજી મદદે આવે ને આનાથી કોઇ સારો વિકલ્પ મળે તો એ દિશામાં વિચારવું.[Pranay]
- બધા ને મારા નમસ્કાર, હાલ ની પરિસ્થિતિ જોતા ગુજરાતી વિકિપીડિયા પર ૩૪૭ ફાયલો ચડાવેલી છે, એમાંથી ઘણી ફાયલો નું licensing ગોટાળા જનક છે, કૃપા કરી આ શ્રેણી પણ જોઈ જુઓ શ્રેણી:Non_Liecensed_Images, આ રીતે જો ફાયલ ચડાવાનું ચાલુ રહ્યું તો પ્રબંધક પર વર્ક લોડ ખૂબજ વધી જશે. હું સક્રિય પણે વિકિમીડિયા કોમન્સ નો ઉપયોગ કરું છુ અને ગુજરાતી વિકિપેડિયા પર માત્ર ને માત્ર કોમન્સ પર થી જ ફાયલો લેવાની વ્યવસ્થા કરવા નો પણ મારો અંગત મત આપું છુ. મેં પણ અહિયાં ગુજરાતી વિકિપીડિયા પર કોમન્સ પર થી થોડી ઘણી ફાયલો નો ઉપયોગ કર્યો છે. તેવું કરવું ખૂબ જ સહેલું છે અને licensing ના પ્રશ્ન ઉઠવાની તક ભી ઓછી છે. આપના સુજાવવો પણ સુચવવો. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૨૦:૩૩, ૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- વ્યોમભાઈ, આભાર. આપના જેવી સમજશક્તિ બહુ ઓછા લોકો દર્શાવતા હોય છે, એટલે અહીં કંઈપણ કરતા ડર લાગવા માંડ્યો છે હવે. ટપાલ યાદીનું કામ પુરૂં થતા હવે આ કામ હાથમાં લેવું છે. આશા રાખીએ કે વહેલી તકે ચિત્રો ફક્ત કોમન્સમાં જ અપલોડ થઈ શકે તેવી સગવડ ઉપલબ્ધ થઈ જાય.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૦, ૧૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- ધવલ ભાઈ હુ એમ કહેતો હતો કે અમુક મોડરેટર માત્ર નજર રાખે અને કોપીરાઈટ વાળા ફોટોગ્રાફ દૂર કરે. પણ વિકિમીડીયા કોમન્સનો જ ઉપયોગ કરવાનુ સૂચન મારા સૂચન કરતા સારુ છે. અને તમને અધિકાર છે મને પ્રશ્નો પૂછવાનો.--Vyom25 ૦૭:૫૨, ૧૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
નવી નીતિ અમલી
મિત્રો, આપ સહુએ જે નીતિની તરફેણ કરી હતી તે આજથી અમલમાં આવી ગઈ છે. હવેથી અહિં ગુજરાતી વિકિપીડિયામાં પ્રબંધક સિવાય કોઈ ફાઈલ નહિ ચડાવી શકે. અત્યારે તો બાજુના નેવિગેશન મેનુમાંથી ફાઈલ ચડાવોની કડી જ દૂર કરવામાં આવી છે. પણ પ્રયત્નો ચાલુ છે કે જેથી આપણે ઉપર ચર્ચ્યા મુજબ, એ કડી દેખાય, પણ જ્યારે કોઈ તેને અનુસરે ત્યારે તેને માહિતી મળે કે ફાઈલ અહિં નહી ચડાવી શકાય, કોમન્સ પર ચડાવવી અને તે કેવી રીતે કરવું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૯, ૪ મે ૨૦૧૨ (IST)
- આ સરસ કામ થઇ ગયુ. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન)
- આ નવી નીતિને હું આવકારું છું. કૉમન્સ પર ફાઈલ ચઢાવવા વિષયે માર્ગદર્શક લેખ, ગુજરાતીમાં, મેલવા પ્રયત્ન કરીશું. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૧:૪૩, ૪ મે ૨૦૧૨ (IST)
Statistical report of Indian language wiki projects - 2011 October
Dear All,
I am sharing the statistical report of Indian language wiki projects for the month of 2011 October. It is available here. https://blog.wikimedia.org/2011/12/12/indian-language-wikipedia-statistics-october-2011/
One interesting fact from this report is:
- Nearly 4.3 crore readers are there for all Indic language wikipedias! This number is huge and increased by nearly 1/3 in just 1 month! So Indic wikis has huge existing reader base.
You can find more interesting facts about Gujarati wikipedia and community from the report at https://blog.wikimedia.org/2011/12/12/indian-language-wikipedia-statistics-october-2011/
--Shijualex ૧૧:૧૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
Summary and perspectives from Discussions with Indic language wikimedians - 2011
Dear All,
I have sent a detailed note to the various local language and India community mailing lists summarizing my discussions with various Indic editors. In this note, I have also shared my perspectives on a series of issues related to community building (keeping existing editors, welcoming back old editors, attracting newbies, improving outreach, encouraging communication, collaborating on articles, and celebrating success), project quality (discouraging the use of bots for content creation and being more selective in adoption of English wikipedia policies) as well as on readership. It is a long post but I request you to go through this page in meta wiki. Please share your comments and feedback as a reply below this, or on the meta talk page of my post, or directly to me. I am really keen on hearing from as many of you as I can - and to start working together. --Shijualex ૧૩:૩૨, ૧૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
વેબફોન્ટ - લોહિત ગુજરાતી
વિકિપીડીયા ગુજરાતીમાં કેટલાક સમયથી વેબફોન્ટની પ્રાયોગીક ધોરણે શરૂઆત કરવામાં આવી છે. આ વેબફોન્ટ - લોહિત ગુજરાતી IE (Internet Explorer) માં સારી રીતે વર્ક કરે છે અથવા તો દેખાય છે. પરંતું Mozilla Firefox માં બરોબર દેખાતા નથી. - નિલેશ બંધીયા ૦૯:૪૦, ૧૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- નિલેષજી, મારે પણ પહેલા દિવસે મોઝીલામાં આ ફોન્ટ જોવામાં તકલીફ હતી. પણ હવે હું તે બરોબર જોઈ શકું છું--sushant ૧૦:૧૬, ૧૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
લોક્પ્રિય સર્જક
સાહિત્ય પરિષદ સર્જક પરિચયમાં લોકપ્રિય સર્જક સારંગ બારોટ, વિઠ્ઠલ પંડ્યા વગેરેને કેમ અવગણે છે ?? --Sanjaypandya003 ૧૫:૨૮, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- ભાઈશ્રી, આ સાહિત્ય પરિષદનું મુખપત્ર નથી. તમારો પ્રશ્ન સાહિત્ય પરિષદને પુછો અમને નહી.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૬, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- ધવલભાઈ ..તમારી ભાષામાં કડવાશ અવારનવાર ડોકાય છે જે અન્ય મિત્રો સાથેના તમારા સંવાદમાં પણ જણાય છે ... વિકિપીડિયાના સર્જક પરિચયમાં માહિતી સાહિત્ય પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવે છે એવી મારી ધારણા હતી અને ચોતરામાં એમના પણ પ્રતિભાવ હોય છે તેથી મેં આ માધ્યમમાં પ્રશ્ન પૂછ્યો હતો --Sanjaypandya003 ૦૯:૧૦, ૧૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- સંજયભાઈ, મને ટૂ-ધ-પોઇન્ટ જવાબ આપવાની આદત છે, મારા જવાબમાં કડવાશ અનુભવાઈ તે બદલ માફી માંગું છું અને સાથે સાથે આપના આ ઉત્તર તરફ આજે જ ધ્યાન ગયું તે બદલ પણ ક્ષમા ચાહું છું. મેં તો ઉપર ફક્ત એક જ વાત કહી હતી જે તમારો પ્રશ્ન સાહિત્ય પરિષદને પુછો. તમે પણ કહો છો કે તમારો પ્રશ્ન સાહિત્ય પરિષદ માટે હતો, તો તેને માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે તેમનું ચર્ચાનું પાનું. જો આપે ત્યાં પ્રશ્ન પુછ્યો હોત તો કદાચ જવાબ મળી પણ શક્યો હોત. બાકી રહી વાત લોકપ્રિય સર્જકોની, તો અહીં લોકપ્રિયતાને આધારે નહી પણ વ્યક્તિગત રૂચિને આધારે સભ્યો યોગદાન કરતા હોય છે. માટે જો આ સર્જકો પર લેખો ના બન્યા હોય અને આપને લાગતું હોય કે તે હોવા જોઈએ, તો આપ પોતે પણ બનાવી શકો છો. આશા છે કે આજના ઉત્તરમાં ઓછી કડવાશ અનુભાવાશે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૫, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
- ધવલભાઈ ..તમારી ભાષામાં કડવાશ અવારનવાર ડોકાય છે જે અન્ય મિત્રો સાથેના તમારા સંવાદમાં પણ જણાય છે ... વિકિપીડિયાના સર્જક પરિચયમાં માહિતી સાહિત્ય પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવે છે એવી મારી ધારણા હતી અને ચોતરામાં એમના પણ પ્રતિભાવ હોય છે તેથી મેં આ માધ્યમમાં પ્રશ્ન પૂછ્યો હતો --Sanjaypandya003 ૦૯:૧૦, ૧૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
Web Conference
મિત્રો, ઘણા બધા ગુજરાતી વિકિપીડિયન્સ આપણી ટપાલ યાદીના સભ્યો છે જ અને માટે ગુજરાતી વિકિપીડિયાની પહેલ વહેલી વેબ કોન્ફરન્સના આયોજનની જાણ તેમને હશે જ. જો આપ આ સંદેશો જોઈ રહ્યા હોવ અને ટપાલ યાદીમાં ના જોડાયા હોવ તો આપની જાણ સારું જણાવી દઉં કે આ રવિવારને ૧ જાન્યુઆરી ૨૦૧૨ના દિવસે આપણે એક વેબ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. જેમાં આપણે સ્કાયપ, યાહુ કે ગુગલ મેસેન્જર દ્વારા ઓનલાઈન મળીને ગુજરાતી વિકિપીડિયા વિષે ચર્ચા કરીશું. આ એક ઓપન ફોરમ રહેશે, જેથી ભાગ લેનાર સહુને જે કાંઈ પણ સમસ્યા હોય તે ત્યાં ચર્ચી શકાય છે. તે ઉપરાંત ગુજરાતીમાં યોગદાન કરવા માટેની અમુક બેઝિક ટિપ્સ પણ આપવામાં આવશે જે સહુને ઉપયોગી નિવડી શકે છે. માટે, જો આપ રવિવારની સવારે ફાફડા-ગાંઠીયા ખાઈ લીધા પછી એક કલાકનો સમય ફાળવી શકતા હોવ તો skype ID gu.wikipedia ને આપના સ્કાયપમાં ઉમેરી દેશો અને ભારતીય સમય મુજબ સવારના ૧૧ વાગ્યે કોન્ફરન્સમાં જોડાઈ જજો. જો આપને સ્કાયપમાં કોઈક સમસ્યા નડતી હોય તો અન્ય પર્યાય તરીકે યાહુ મેસેન્જરનો ઉપયોગ આપણે કરી શકીશું, અને ના છુટકે ગુગલ ટૉકનો ઉપયોગ કરીશું. આ ત્રણે માધ્યમોમાં ID એક સમાન જ રહેશે, એટલે કે gu.wikipedia. તો રવિવારની સવારે મળીએ અને નવાવર્ષની શરૂઆત નવી રીતે કરીએ. જો આપ આ કોન્ફરન્સમાં જોડાવાના હોવ તો gu.wikipedia@gmail.com પર એક ઇમેલ મોકલી દેશો જેથી કેટલા સભ્યો અપેક્ષિત છે તેની જાણ હોય. આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૪, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- જોડાવાની ઇચ્છા છે. --Tekina ૧૬:૪૪, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- gu.wikipedia@gmail.com પર ઇમેલ પણ મોકલ્યો છે. આભાર.--Tekina ૧૬:૫૭, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
વેબ મિટિંગ ૨
મિત્રો, સુશાંતભાઈ અને દીપભાઈના સુઝાવ મુજબ આવતા રવિવારને ૨૯ જાન્યુઆરી ૨૦૧૨ના દિવસે આપણી વેબ મિટિંગ ગોઠવવાનું આયોજન છે. સમય એ જ રહેશે, ભારતીય સમય મુજબ સવારે ૧૧ વાગ્યે. 'સ્કાયપ' પર મળવાનું રાખીએ કારણકે તેમાં વોઇસ કોન્ફરન્સની સગવડ છે, ગુગલ ટોક પર એક-એક વ્યક્તિ સાથે જ વોઇસ ચાટ થઈ શકે છે, સમુહમાં નહી. કોણ કોણ તેમાં જોડાઈ શકે તેમ છે તે આ અઠવાડીયા દરમ્યાન જો અહીં જણાવશો તો સારું રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૬, ૨૧ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- મિત્રો, ૨૯મીએ જોડાઇ ન શકવા બદલ (એડવાન્સમાં) માફી ચાહુ છુ. --Tekina ૦૪:૨૪, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- મિત્રો મેં પહેલાં ૨૯ તારીખ સૂચવેલી પણ મને એમ લાગે છે કે આપણે એક સામાન્ય નિયમ બનાવીયે કે દર મહિનાના પહેલાં રવિવારે મિટિંગ ગોઠવવી. તો કેમ? --sushant ૦૫:૪૯, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આ સિવાય ચોરતાના પાના પર જમણી તરફ એક બોક્સ દેખાય છે. તેમાં વિકિ ગુજરાતી મીટ ને લાગતો વિષય ઉમેરી તેને નવા પાને ડાયરેક્ટ કરીને તેમાં ચર્ચા અને નિર્ણયોની માહિતીને લાગતું એક પેજ બતાવીએ તો કેમ? આમ કરવાથી ગેરહજર રહેલા સભ્યો અને મેઈલિંગ લીસ્ટમાં ન હોય તેવા સભ્યો પણ તે વિષે માહિતી મેળવી શકે. --sushant ૦૫:૫૩, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- ઉત્તમ વિચાર છે. સુશાંતભાઈ --Tekina ૦૭:૨૫, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- કોઇ એક ચોક્કસ દિવસ દર મહિના માટે નક્કી કરી રાખવો તે અવશ્ય સારો વિચાર છે, અને મહિનામાં ફક્ત એક જ વાર શું કામ? બે વાર પણ યોજી શકીએ. પરંતુ આવો નિયત સમય નક્કી કરતા પહેલા એકાદ બે વખત નિયમિત પણે મિટિંગ યોજી શકીએ તો સારું. આપણે સામાન્ય રીતે અહીં મિટિંગોમાં થયેલી ચર્ચાઓ કે એવા અન્ય મુદ્દાઓ પર પાનાં બનાવતા નથી, એટલે ડાબી બાજુના હાંસિયામાં એવા કોઈ પાનાની કડી બનાવવી મને યોગ્ય લાગતી નથી. જેમ ગઈ વખતે રૂપલબહેને અમે કરેલી ચર્ચાની વિગત ટપાલ યાદીમાં મોકલી હતી તે રીતે કોઈ એક સભ્ય જેણે મિટિંગમાં ભાગ લીધો હોય તે આવો મેલ કરી શકે છે. જે લોકો ટપાલ યાદીમાં ના હોય તેમને જોડાવા માટે ખુલ્લું આમંત્રણ છે. તો ૨૯ જાન્યુઆરીને બદલે ૫ ફેબ્રુઆરી ગોઠવશું?--ધવલચર્ચા/યોગદાન ૨૩:૫૧, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આ વખતે નહિ જોડાઈ શકું. પરંતુ નેકસ્ટ ટાઇમ જરૂર...--Kondicherry ૧૫:૩૫, ૨૪ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- કોઇ એક ચોક્કસ દિવસ દર મહિના માટે નક્કી કરી રાખવો તે અવશ્ય સારો વિચાર છે, અને મહિનામાં ફક્ત એક જ વાર શું કામ? બે વાર પણ યોજી શકીએ. પરંતુ આવો નિયત સમય નક્કી કરતા પહેલા એકાદ બે વખત નિયમિત પણે મિટિંગ યોજી શકીએ તો સારું. આપણે સામાન્ય રીતે અહીં મિટિંગોમાં થયેલી ચર્ચાઓ કે એવા અન્ય મુદ્દાઓ પર પાનાં બનાવતા નથી, એટલે ડાબી બાજુના હાંસિયામાં એવા કોઈ પાનાની કડી બનાવવી મને યોગ્ય લાગતી નથી. જેમ ગઈ વખતે રૂપલબહેને અમે કરેલી ચર્ચાની વિગત ટપાલ યાદીમાં મોકલી હતી તે રીતે કોઈ એક સભ્ય જેણે મિટિંગમાં ભાગ લીધો હોય તે આવો મેલ કરી શકે છે. જે લોકો ટપાલ યાદીમાં ના હોય તેમને જોડાવા માટે ખુલ્લું આમંત્રણ છે. તો ૨૯ જાન્યુઆરીને બદલે ૫ ફેબ્રુઆરી ગોઠવશું?--ધવલચર્ચા/યોગદાન ૨૩:૫૧, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- ઉત્તમ વિચાર છે. સુશાંતભાઈ --Tekina ૦૭:૨૫, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આ સિવાય ચોરતાના પાના પર જમણી તરફ એક બોક્સ દેખાય છે. તેમાં વિકિ ગુજરાતી મીટ ને લાગતો વિષય ઉમેરી તેને નવા પાને ડાયરેક્ટ કરીને તેમાં ચર્ચા અને નિર્ણયોની માહિતીને લાગતું એક પેજ બતાવીએ તો કેમ? આમ કરવાથી ગેરહજર રહેલા સભ્યો અને મેઈલિંગ લીસ્ટમાં ન હોય તેવા સભ્યો પણ તે વિષે માહિતી મેળવી શકે. --sushant ૦૫:૫૩, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- મિત્રો મેં પહેલાં ૨૯ તારીખ સૂચવેલી પણ મને એમ લાગે છે કે આપણે એક સામાન્ય નિયમ બનાવીયે કે દર મહિનાના પહેલાં રવિવારે મિટિંગ ગોઠવવી. તો કેમ? --sushant ૦૫:૪૯, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
અમુક ગુજરાતી વિકિપીડિયા લેખ મર્જ કરવા વિષે
ગુજરાતી વિકીપીડિયા માં કાંકરિયા વિષે લેખ શોધતો હતો ત્યાં મને જરૂર કરતા કૈંક વધારે જ લીંક મળી ગઈ એટલે મેં બધી લીંક વારાફરથી જોઈ અને ખબર પડી કે અમુક લેખ એવા છે જેને મર્જ કરી દેવા જોઈએ .
- પહેલા બે લેખ જેને મર્જ કરવા ની જરૂર છે તે છે કાંકરીયા,_મહુવા_તાલુકો,_સુરત_જિલ્લો અને કાંકરીયા. આ બંને લેખ સુરત જિલ્લા ના મહુવા તાલુકામાં આવેલ કાંકરિયા ગામ વિષે છે.
- બીજા બે લેખ જેને મર્જ કરવા ની જરૂર છે તે છે કાંકરિયા_તળાવ અને નગીના_વાડી. આ બંને માં પહેલો લેખ અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ વિષે છે જયારે બીજો લેખ એ જ કાંકરિયા તળાવમાં આવેલા નાના બેટ વિષે છે.--Kondicherry ૧૮:૨૪, ૧૮ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- કોનારકભાઈ, આ બાબતે ધ્યાન દોરવા બદલ આભાર. પહેલા મુદ્દાના બે લેખોને બદલે હવે એક જ લેખ રહ્યો છે જે મહુવા તાલુકાના ગામ વિષે માહિતી આપે છે. બીજા લેખને સ્થાને હવે સંદિગ્ધ શીર્ષકનું પાનું બનાવ્યું છે, જે શોધનાર વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન પુરું પાડશે. આપનો તે પ્રત્યેનો પ્રતિભાવ જણાવશો. મુદ્દા ક્રમાંક ૨ના અનુસંધાને મારા મતે તો બંને લેખો રહેવા જોઈએ, કેમકે, કાંકરિયા તળાવનું પોતાનું એક આકર્ષણ, ઇતિહાસ અને મહત્વ છે, જ્યારે નગીના વાડીનું અલગ અસ્તિત્વ છે. આમ છતાં તે વિષયક વધુ ચર્ચા માટે આ સ્થાન ખુલ્લું જ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૮, ૧૮ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આભાર ધવલભાઈ, કાંકરિયા ગામ વિષે આપે જે સંદિગ્ધ શીર્ષકનું પાનું બનાવ્યું છે તે ઘણું ઉપયોગી સાબિત થશે, બીજા મુદ્દા વિષે એમ કહીશ કે નગીના વાડી લેખ માં માહિતી નહીવત સમાન છે એટલે તેને વધારવી જોઈંએ, જે હું થોડા સમય માં કરી દઈશ. આ ઉપરાંત કાંકરિયા લેખ માં મેં થોડા સુધારા કર્યા છે અને થોડા સમય પછી ફરીથી કરીશ. --Kondicherry ૦૯:૩૦, ૧૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- સંપૂર્ણ સહમત કે નગીના વાડીમાં વધુ માહિતી ઉમેરવાની જરૂર છે. જો કે આવી જ જરૂર ઘણા અન્ય લેખોમાં પણ છે. આપ નગીના વાડી લેખ પર કામ કરવા માંગો છો તે આનંદની વાત છે. મેં હમણાં જ તમે કાંકરિયા તળાવમાં કરેલા સુધારા જોયા. સરસ કાર્ય છે. Keep it up.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૦, ૨૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- ધવલભાઈ શું નગીના વાડી લેખમાં કાંકરિયા લેખ પર લઇ જાય એવી રીડાઈરેક્ટ શક્ય નથી? જો એમ શક્ય હોય તો આપણે નગીના વાડી લેખ ની બધી માહિતી સીધી કાંકરિયા લેખ માં મૂકી શકીએ.. કોઈ મંતવ્ય ?? --Kondicherry ૨૧:૦૮, ૨૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- હા એ શક્ય છે, પરંતુ નગીના વાડીની બધી જ માહિતી કાંકરિયા તળાવમાં શું કામ લઈ જવી? મેં ઉપર જણાવ્યું તેમ બંને સ્થળોની પોત-પોતાની અગત્યતા છે, અને બંને સ્વતંત્ર લેખો તરીકે અસ્તિત્વમાં રહેવા જ જોઈએ. નગીના વાડી લેખ ટુંકો છે તો તેને વિસ્તારીને મોટો બનાવી શકાય છે, તેમ ના થાય ત્યાં સુધી તેને સ્ટબ તરીકે રહેવા દેવો જોઈએ. કાંકરિયા તળાવ લેખમાં નગીના વાડી સીવાય પણ ઉમેરવા જેવું ઘણું બધું છે. આપ બંને લેખને એક કેમ કરવા માંગો છે તે જણાવશો?--ધવલચર્ચા/યોગદાન ૨૧:૧૭, ૨૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- મારું કારણ ગૌણ છે.પરંતુ હાલ પુરતું બંને લેખ ને જેમ છે તેમ રહેવા દઈએ. અને હા અને હું અ લેખ થોડા સમય પછી ફરીથી સુધારીશ.--Kondicherry ૦૭:૪૦, ૨૧ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- હા એ શક્ય છે, પરંતુ નગીના વાડીની બધી જ માહિતી કાંકરિયા તળાવમાં શું કામ લઈ જવી? મેં ઉપર જણાવ્યું તેમ બંને સ્થળોની પોત-પોતાની અગત્યતા છે, અને બંને સ્વતંત્ર લેખો તરીકે અસ્તિત્વમાં રહેવા જ જોઈએ. નગીના વાડી લેખ ટુંકો છે તો તેને વિસ્તારીને મોટો બનાવી શકાય છે, તેમ ના થાય ત્યાં સુધી તેને સ્ટબ તરીકે રહેવા દેવો જોઈએ. કાંકરિયા તળાવ લેખમાં નગીના વાડી સીવાય પણ ઉમેરવા જેવું ઘણું બધું છે. આપ બંને લેખને એક કેમ કરવા માંગો છે તે જણાવશો?--ધવલચર્ચા/યોગદાન ૨૧:૧૭, ૨૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- ધવલભાઈ શું નગીના વાડી લેખમાં કાંકરિયા લેખ પર લઇ જાય એવી રીડાઈરેક્ટ શક્ય નથી? જો એમ શક્ય હોય તો આપણે નગીના વાડી લેખ ની બધી માહિતી સીધી કાંકરિયા લેખ માં મૂકી શકીએ.. કોઈ મંતવ્ય ?? --Kondicherry ૨૧:૦૮, ૨૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- સંપૂર્ણ સહમત કે નગીના વાડીમાં વધુ માહિતી ઉમેરવાની જરૂર છે. જો કે આવી જ જરૂર ઘણા અન્ય લેખોમાં પણ છે. આપ નગીના વાડી લેખ પર કામ કરવા માંગો છો તે આનંદની વાત છે. મેં હમણાં જ તમે કાંકરિયા તળાવમાં કરેલા સુધારા જોયા. સરસ કાર્ય છે. Keep it up.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૦, ૨૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- આભાર ધવલભાઈ, કાંકરિયા ગામ વિષે આપે જે સંદિગ્ધ શીર્ષકનું પાનું બનાવ્યું છે તે ઘણું ઉપયોગી સાબિત થશે, બીજા મુદ્દા વિષે એમ કહીશ કે નગીના વાડી લેખ માં માહિતી નહીવત સમાન છે એટલે તેને વધારવી જોઈંએ, જે હું થોડા સમય માં કરી દઈશ. આ ઉપરાંત કાંકરિયા લેખ માં મેં થોડા સુધારા કર્યા છે અને થોડા સમય પછી ફરીથી કરીશ. --Kondicherry ૦૯:૩૦, ૧૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- કોનારકભાઈ, આ બાબતે ધ્યાન દોરવા બદલ આભાર. પહેલા મુદ્દાના બે લેખોને બદલે હવે એક જ લેખ રહ્યો છે જે મહુવા તાલુકાના ગામ વિષે માહિતી આપે છે. બીજા લેખને સ્થાને હવે સંદિગ્ધ શીર્ષકનું પાનું બનાવ્યું છે, જે શોધનાર વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન પુરું પાડશે. આપનો તે પ્રત્યેનો પ્રતિભાવ જણાવશો. મુદ્દા ક્રમાંક ૨ના અનુસંધાને મારા મતે તો બંને લેખો રહેવા જોઈએ, કેમકે, કાંકરિયા તળાવનું પોતાનું એક આકર્ષણ, ઇતિહાસ અને મહત્વ છે, જ્યારે નગીના વાડીનું અલગ અસ્તિત્વ છે. આમ છતાં તે વિષયક વધુ ચર્ચા માટે આ સ્થાન ખુલ્લું જ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૮, ૧૮ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
એક સુઝાવ
મુખ પૃષ્ઠ પર વિકિના બંધૂ પ્રકલ્પોને માહિતી આપેલી છે. તેમાં તે પ્રકલ્પના નામ નીચે તે શેના વિષે છે તેની માહિતી આપી છે. દા.ત. વિક્શનરી નીચે મુક્ત શબ્દ કોષ. તેજ પ્રમાણે વિકિસ્ત્રોત નીચે મુક્ત સ્ત્રોત લખાયું છે. આના પરથી શેનો સ્ત્રોત? તે જણાતું નથી, તો મુક્ત સ્ત્રોત ને બદલે મુક્ત સાહિત્ય સ્ત્રોત લખવામાં આવે તો? --sushant ૧૨:૪૫, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
Extension:Narayam મતદાન
મિત્રો, વિકિમીડિયાનું એક એક્સ્ટેન્શન છે નારાયમ જેની મદદથી વિવિધ ભાષાઓમાં ટાઇપ કરી શકાય છે. એટલું જ નહી, હાલમાં વિકિપીડિયાની મર્યાદા છે કે ફક્ત લિપ્યાંતરણ (Transliteration) જ થઈ શકે, કોઈકને ગુજરાતી ટાઈપિંગની ફાવટ હોય (જે મોટે ભાગે ઇન્સ્ક્રિપ્ટ કિ-બોર્ડ ઇનપુટિંગ મેથડ દ્વારા ટાઈપ થતું હોય છે) તેવી વ્યક્તિને આ આપણને સરળ લાગતું લિપ્યાંતરણ ટાઈપિંગ ઘણું અઘરૂં પડે. આ Narayamમાં ગુજરાતી અને લગભગ દરેક ભારતીય ભાષા માટે લિપ્યાંતરણ અને ઇન્સ્ક્રિપ્ટ એમ બંને સુવિધા ઉપલબ્ધ છે. જો આપણે ગુજરાતીમાં આ એક્સ્ટેન્શન સક્રિય કરાવીએ તો ઉપર છેક મથાળાની પહેલી લીટીમાં જમણા ખૂણે, જ્યાં ફોન્ટ પસંદ કરો પર્યાય દેખાય છે તેની બાજુમાં લેખન પદ્ધતિ એવો એક નવો પર્યાય જોવા મળશે, જેમાંથી આપ ભાષા અને કિ-બોર્ડ બંને પસંદ કરી શકો. આ નારાયમ એક્સ્ટેન્શન વિષે વધુ જાણકારી અહીં મળશે (માફ કરશો, ત્યાં અંગ્રેજીમાં છે, પણ તેનું હાર્દ મેં ઉપર જણાવી દીધું છે). મે જણાવ્યું તે બે પ્રકારના કિબોર્ડ લેઆઉટ પણ આપ જોઈ શકશો.
મેં તેનું પ્રાથમિક પરિક્ષણ કર્યું છે અને હવે તે બરાબર અક્ષરો ટાઈપ કરે છે, માટે મારા મતે તે અહીં ઇન્સ્ટોલ/ડિપ્લોય (સક્રિય) કરવા માટે તૈયાર છે. ઉપર જણાવ્યા તે સિવાયનો એક વધુ ફાયદો: લેખમાં ઘણી વખત આપણે અન્ય ભાષાના નામો લખતા હોઈએ છીએ, મહદંશે હિંદી અને સંસ્કૃત શબ્દો, આવા સમયે આપણે અન્ય સ્થળે જઈ દેવનાગરી લિપિમાં આ શબ્દો લખીને અહીં લાવવા પડે છે. નારાયમ આવતા આ સમસ્યા હલ થઈ શકે. ફક્ત દેવનાગરી જ નહી અન્ય કોઈપણ લિપિ ઉપર લેખન પદ્ધતિમાં જઈ પસંદ કરી તેમાં લખી શકાશે. મને તો આ સુવિધા ખૂબ ઉપયોગી લાગે છે. જો તમને પણ એમ લાગતું હોય કે આ નારાયમ સક્રિય કરાવવાથી આપણને ફાયદો થઈ શકે છે તો નીચે આપનો મત આપશો. સમુદાયના મતદાન પછી જ બહુમતિ પ્રમાણે આખરી નિર્ણય લેવાશે.
સહમત
- --ધવલચર્ચા/યોગદાન
- --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૨૨:૧૫, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- KartikMistry ૦૩:૧૮, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- --sushant ૦૩:૫૩, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- --Tekina ૦૬:૦૨, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- નિલેશ બંધીયા ૧૩:૩૧, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- --kondi talk/contribs૦૭:૪૫, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
અસહમત
અન્ય મત (ચર્ચા)
આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૯, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- મીત્રો, નારાયમ ને મેં પણ થોડુ ઘણુ ચકાસ્યુ છે, તે ખૂબ જ effective છે. આના થી બધા ને ગુજરાતી માં લખવુ અત્યંત સહેલુ થય જશે. મારા મતે આ જેટલુ જલ્દી ડીપ્લોય થાય તે હીતકારક રહેશે. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૨૨:૨૨, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
- આભાર આર્નવભાઈ! પણ ખરું કહું તો અત્યારે જે લોકો ગુજરાતીમાં અહીં લખે છે તેમને આનાથી કોઈ ફરક પડવાનો નથી. કેમકે અત્યારે જે લિપ્યાંતરણ થાય છે તે જ લિપ્યાંતરણ નારાયમમાં પણ થશે. અત્યારે પણ પ માટે pa અને અમૃત માટે amRta ટાઈપ કરવું પડે છે અને નારાયમમાં પણ કિ-બોર્ડ પરની એ જ કળો વાપરવાની છે. ફાયદો ફક્ત એવા લોકોને થશે જે લિપ્યાંતરણ કિ-બોર્ડને બદલે ઇન્સ્ક્રિપ્ટ કિ-બોર્ડનો ઉપયોગ કરવા ટેવાયેલા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૦, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
વિકિસ્ત્રોત લોગો (મતદાન)
ભાઈઓ અને બહેનો, આપમાંથી ઘણા બધાને ખબર હશે કે આપણે ઘણા સમયથી આપણા અલાયદા વિકિસ્ત્રોતની માંગ કરી રહ્યા હતા. તેને માટેની કાર્યવિધીનો આરંભ તો આપણે લગભગ ત્રણ વર્ષ પહેલા કરી દીધો હતો. વિકિમીડિયાની નીતિઓ અનુસાર એક પછી બીજી એમ અનેક જરૂરિયાતો સંતોષાતા સમય લાગ્યો. હવે તે માંગણીની નૌકા લગભગ કિનારે પહોંચવા આવી છે અને બધીજ ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ છે. પંદરેક દિવસમાં આપણું પોતાનું સબડોમેઈન ધરાવતું gu.wikisource.org અસ્તિત્વમાં આવી જશે. તેની ઓળખ સ્થાપવા માટેનું પહેલું પગથિયું છે, તેનો લોગો. જેને માટેની અમુક ડિઝાઈનો મેં તૈયાર કરી છે, જે નીચે આપું છું. સરખામણી માટે અંગ્રેજીનો અને સંસ્કૃતનો લોગો પણ નીચે મુકું છું. આપ પોતપોતાની પસંદગી મને જણાવશો તો આપણે સામુદાયિક રીતે નિર્ણય લઈને સર્વસ્વિકૃત (કે બહુમતિ દ્વારા પસંદ કરાયેલી) ડિઝાઈનને ગુજરાતી વિકિસ્ત્રોતના લોગો તરીકે નિર્ધારિત કરીશું. આપના મતની અપેક્ષામાં...
-
અંગ્રેજી વિકિસ્ત્રોતનો અંગ્રેજી લોગો
-
અંગ્રેજી વિકિસ્ત્રોતના લોગો મુજબનો લોગો
-
મોટા રેખા ફોન્ટમાં લોગો
-
રેખા ફોન્ટમાં
-
પદ્મા ફોન્ટમાં
-
આકાર ફોન્ટમાં
-
રઘુ ફોન્ટમાં
-
લોહિત ફોન્ટમાં
-
સંસ્કૃત વિકિસ્ત્રોતનો લોગો
-
સમ્યક ગુજરાતી ફોન્ટમાં
-
આકૃતિ ફોન્ટમાં
આપ સહુ પોતપોતાની પસંદના ફોન્ટ્સ અને કદ (મોટું કે નાનું) અહિં નીચે જણાવશો તો આભારી થઈશ.
- જાણ સારું: ગુજરાતી વિકિપીડિયાનો લોગો રેખા ફોન્ટમાં છે. બાય ડિફોલ્ટ ગુજરાતી વિકિપીડિયાનું લખાણ જે ફોન્ટમાં દેખાય છે તે રઘુને મળતા આવતા ફોન્ટ છે, જ્યારે ઉપર ફોન્ટ પસંદ કરોમાં અન્ય ઉપલબ્ધ ફોન્ટ છે, લોહિત, જે આપે અહિં ટ્રાય કરી જોયા હશે.
રેખા
- લોગો સામાન્ય લખાણ કરતા અલગ તરી આવતો અને આભુષિત હોય તો સારો લાગે. આ ફોન્ટ યોગ્ય પરવાના હેઠળ મુક્ત છે, ડિઝાઈનર છે, અંગ્રેજી ફોન્ટ્સની ડિઝાઈનને મળતા આવે છે અને ગુજરાતી વિકિપીડિયાના લોગો માટે વપરાયા છે, જે અગાઉ અહિં બહુમતી દ્વારા જ પસંદ કરવામાં આવ્યો હતો. એક સરખા ફોન્ટ્સ વાપરવાથી આપણી ઓળખ બની શકે છે તેમ મારૂં માનવું છે. માટે મારી પસંદગી આ ફોન્ટ વાળા કોઈપણ લોગો માટે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૩, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
- રઘુ પછી ની બીજી પસંદગી. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૪:૧૪, ૯ માર્ચ ૨૦૧૨ (UTC)
- Noopur28 (talk) ૧૪:૪૫, ૯ માર્ચ ૨૦૧૨ (UTC)
- મોટા રેખા ફોઁટ --Jaishree (talk) ૧૬:૨૦, ૯ માર્ચ ૨૦૧૨ (UTC)
પદ્મા
આકાર
રઘુ
- --Tekina (talk) ૧૫:૦૦, ૨ માર્ચ ૨૦૧૨ (UTC)
- --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૨:૧૭, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)
- પારંપરિક ગુજરાતી લિપિને અનુરૂપ ફોન્ટ્સ. રેખા પછી બીજી પસંદગી.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૫૫, ૯ માર્ચ ૨૦૧૨ (UTC)
લોહિત
- --sushant (talk) ૦૭:૪૯, ૨ માર્ચ ૨૦૧૨ (UTC) પ્રથમ પસંદગી
- --Vyom25 (talk) ૧૨:૧૬, ૨ માર્ચ ૨૦૧૨ (UTC)
- --kondi talk/contribs ૦૮:૧૧, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
સમ્યક
- સમ્યક ગુજરાતી ફોન્ટ પણ રાખી શકાય...નિલેશ બંધીયા (talk) ૦૬:૦૬, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)
સમ્યક પણ સારુ લાગે છે. --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૨:૧૭, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)- સમ્યક ફોન્ટ બીજા કરતા અલગ તરી આવે છે -````
- સમ્યક સરસ છે.
===આકૃતિ===
આકૃતિ ફોન્ટ થોડા સ્ટાઇલિશ છે, સાવ સાદા ફોન્ટ કરતાં, થોડું સ્ટાઇલિશ હોય તો સારૂ લાગે...નિલેશ બંધીયા (talk) ૦૬:૦૬, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)- ફોન્ટ્સના યોગ્ય પરવાનાની ખાતરી ના થઈ શકી હોવાને કારણે આનો ઉપયોગ થઈ શકે તેમ નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૭, ૯ માર્ચ ૨૦૧૨ (UTC)
- સમ્યક ફોન્ટ એ GNU GPLv3 ના લાયસન્સ હેઠળ ફ્રી ફોન્ટ છે. જે http://fedoraproject.org/wiki/Samyak_fonts તથા http://sarovar.org/projects/samyak/ પર ઉપલબ્ધ છે.--- નિલેશ બંધીયા (talk)
- સમ્યક સારા લાગે ...
- સમ્યક ફોન્ટ બીજા કરતા અલગ તરી આવે છે Really it very nice([From: Bhavesh Bhadarka]) ...
અન્ય સુઝાવ
- લોહીત કે પદ્મા ફોન્ટ કોઈ પણ ઘરેણાં કે સજાવટ વગરના અક્ષરો છે. ખૂબ જ સરળતા પૂર્વક એકી નજરે વાંચી શકાય છે. માટે મારો મત સરળતાને. લોહીત ફોન્ટમાં હ્રસ્વ ઇ ની માત્રા અક્ષરની પહોળાઈ પ્રમાણે બદલાય છે. જ્યારે અન્ય ફોન્ટમાં તે સમાન રહે છે. દા. ત. વિ અને કિ આમ લોહીત ના અક્ષરો વધુ સરળ અને સુંદર લાગે છે. હાથે લખાયેલા પ્રાકૃતિક અને અકૃત્રિમ લાગે છે.
ગુજરાતી શબ્દો ખૂબ ટૂંકી જગ્યામાં સમાયા છે. શક્ય હોય તો આ શબ્દની પહોળાઈ વધારીને તેને ચિત્ર જેટલાં પહોળા ન બનાવી શકાય? --sushant (talk) ૦૭:૫૪, ૨ માર્ચ ૨૦૧૨ (UTC)
- અંગ્રેજી વિકિસ્ત્રોતના લોગો મુજબનો લોગો જુઓ, તે ચિત્ર જેટલીજ પહોળાઈમાં સમાવેલા અક્ષરો છે. કેમકે તે ફોન્ટ જાડા અક્ષરોના છે, તેમાં આમ કરવું શક્ય છે, પણ અન્ય ફોન્ટ્સ પાતળા અક્ષરના હોવાને કારણે ચિત્ર જેટલી પહોળાઈમાં સમાવવા જતાં અક્ષરોની વચ્ચે જગ્યા વધુ દેખાય છે.
- ગુજરાતી લિપિ અને દેવનાગરી લિપિનો મુખ્ય તફાવત જ તેમનો મરોડ અને દાંડીઓના નીચલા છેડે આવતો વળાંક છે. જો દાંડીને છેડે વળાંક ના હોય તો તે કૃત્રિમ ગુજરાતી લિપિ લાગે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૧, ૨ માર્ચ ૨૦૧૨ (UTC)
- ધવલજી આજથી ૩૦૦ કે ૪૦૦ વર્ષો પહેલાં (લગભગ કવિ નર્મદના સમયમાં) લખાતી ગુજરાતી ભાષામાં પણ હિન્દીની જેમ જ ઉપર આડી રેખા આવતી. કાળ ક્રમે તે બિન જરૂરી લાગતાં અને સમય ખાનારી લાગતાં તેને હટાવી દેવાઈ હતી. અને હવે તે પરંપરાનો ભાગ બની ગઈ છે. તેમ મને પણ મરોડદાર દાંડીઓ એક બિન જરૂરી વસ્તુ લાગે છે. કૃત્રિમતા દ્વારા મારો કહેવાનો આશય એક હતો કે વિહરમાન વિકિપીડિયાનું ચિન્હ જુઓ. તેમાં વિ અને ડિ આ અક્ષરો જુઓ. હ્રસ્વની માત્ર ડ થી ઘણી દૂર જણાય છે અને વાંચતી વખતે તે થોડી ખટકે છે. અને તે આપણને પોતીકી નથી લાગતી.વળી વિકિપીડિયાના લોગોમાંના અક્ષરોના પાયામાં પણ મરોડ નથી જણાતાં. આ તો માત્ર આપણે ચર્ચા ખાતર જ બાકી મરોડાની દ્રસ્ટીએ તો એકજ ફોન્ટ છે - રઘુ. પણ મારો મત તો લોહીતને જ. તેની સ્પષ્ટતા અને ચોખ્ખાઈને કારણે. --સુશાંત
- સુશાંતભાઈ, આપની સાથે અસહમત થવા માટે અગાઉથી ક્ષમા માગુ છુ પણ મરોડદાર અક્ષરોમાં સ્પષ્ટતા અને ચોખ્ખાઈ ન હોય તેવુજો આપ કહેવા ઇચ્છતાહો તો એ ખોટુ છે. ૩૦૦થી ૪૦૦ વરસ પહેલા ગુજરાતિ ભાષામાં આજે છે તેટલું સ્ટાંર્ડર્ડાઇઝેશન નહોતું માટે ઉપરની દાંડી કાઢવાનુ શક્ય બન્યું હતું. જ્યારે એ પછી તો મહાત્મા ગાંધીજી લખતા ગયા છે કે "હવે પછી કોઇને મનફાવે તેમ જોડણી કરવાનો અધિકાર નથી". પણ બાપુ બિચારા ઉમેરવાનું ભુલી ગયા કે "મનફાવે તેમ અક્ષરોના મરોડ ના બદલવા." જે એમણે ઉમેરવુ જોએતુ હતુ કારણકે વળાંક અને મરોડ એ આ ભાષાનું અભિન્ન અંગ છે. કોઇ વળાક કે મરોડ વગર "અ" કે "ક્ષ" કે "જ્ઞ" કેવિ રીતે લખાય એ ભાષાવિદ્દોમાટે સ્ંશોધનનો વિષય છે. અસ્તુ.--Tekina (talk) ૦૫:૩૩, ૩ માર્ચ ૨૦૧૨ (UTC)
- મારા એક મિત્રજે જાણીતા ઓપ્થેલ્મોલોજીસ્ટ છે એ અત્રે હળવી શૈલીમાં ઉમેરવા માગે છે (એ અત્રે અસભ્ય છે - મતલબ કે સભ્ય નથી - અને એમજ અસભ્ય જ રહેવા માંગે છે) એટલે એમના વતી હું લખી રહ્યો છું કે "વળાંક અને મરોડ જો બરાબરના દેખાતા હોય તો એમાં વાંક ફોન્ટનો ઓછો અને આંખનો વધારે હોય છે, માટે કોઇ સારા ઓપ્થેલ્મોલોજીસ્ટને બતાવવું". આને ફક્ત એક હળવી રમુજ ગણવા વિનંતિ.--Tekina (talk) ૦૬:૦૧, ૩ માર્ચ ૨૦૧૨ (UTC)
- ધવલજી આજથી ૩૦૦ કે ૪૦૦ વર્ષો પહેલાં (લગભગ કવિ નર્મદના સમયમાં) લખાતી ગુજરાતી ભાષામાં પણ હિન્દીની જેમ જ ઉપર આડી રેખા આવતી. કાળ ક્રમે તે બિન જરૂરી લાગતાં અને સમય ખાનારી લાગતાં તેને હટાવી દેવાઈ હતી. અને હવે તે પરંપરાનો ભાગ બની ગઈ છે. તેમ મને પણ મરોડદાર દાંડીઓ એક બિન જરૂરી વસ્તુ લાગે છે. કૃત્રિમતા દ્વારા મારો કહેવાનો આશય એક હતો કે વિહરમાન વિકિપીડિયાનું ચિન્હ જુઓ. તેમાં વિ અને ડિ આ અક્ષરો જુઓ. હ્રસ્વની માત્ર ડ થી ઘણી દૂર જણાય છે અને વાંચતી વખતે તે થોડી ખટકે છે. અને તે આપણને પોતીકી નથી લાગતી.વળી વિકિપીડિયાના લોગોમાંના અક્ષરોના પાયામાં પણ મરોડ નથી જણાતાં. આ તો માત્ર આપણે ચર્ચા ખાતર જ બાકી મરોડાની દ્રસ્ટીએ તો એકજ ફોન્ટ છે - રઘુ. પણ મારો મત તો લોહીતને જ. તેની સ્પષ્ટતા અને ચોખ્ખાઈને કારણે. --સુશાંત
ધન્ય પ્રભુ ટેકીનાજીનો જય હો! :) અને તમારા મિત્રનો પણ જય હો જે અક્ષરોને પણ આ દ્રષ્ટિકોણ થી જો ઈ શકે છે!
- (--sushant
જાહેર વિજ્ઞપ્તિ
- નિલેશભાઈ, સમ્યક અને આકૃતિ ફોન્ટ્સ ઓપનસોર્સ અને ફ્રી ફોન્ટ્સ છે? તે ફોન્ટ્સનું લાયસન્સિંગ જણાવશો તો મદદરૂપ થશે.--ધવલચર્ચા/યોગદાન ૦૭:૧૯, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)
- નિલેષભાઈ, આપને વિનંતિ કે જ્યાં સુધી આપણે અહિં સામુહિક રીતે કોઈ નિર્ણય ના લઈએ ત્યાં સુધી વિકિસ્ત્રોતને સંલગ્ન કોઈ પણ જગ્યાએ (રિક્વેસ્ટ ટેમ્પ્લેટ સહિત) કાંઈ ફેરફાર ના કરવા. તેમ કરવાથી આપણી વચ્ચે એકમત નથી તેમ જાહેર થાય છે, અને તે આપણા માટે વિપરિત સંજોગો ઉભા કરી શકે છે. આપે પુરી જાણકારી વગર લોગો અપલોડ કર્યો અને તેની વિગતો ટેમ્પ્લેટમાં પણ ઉમેરી, તેમ કરતા પહેલા તમારે જે લોકો તે રિક્વેસ્ટ સાથે પહેલેથી જોડાયેલા છે તેમનો સંપર્ક કરવો જોઈતો હતો. આશા છે કે ભવિષ્યમાં આ વાતનું ધ્યાન રાખશો. આપની કાંઈ પણ ઇચ્છા હોય તો મારો અને સુશંતભાઈનો સંપર્ક કરવો અને પછી જ આગળ વધવું. તેમ કરવાથી અમે લોકોએ કરેલા કામ પર પાણી ફરવાની શક્યતા નાબૂદ થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૦૭:૩૯, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)
- ધવલભાઈ, મારો એવો કોઇ જ પ્રકારનો ઇરાદો નહોતો, કે જે તમે સમજી રહ્યા છો. માત્ર એક નવો લોગો બનાવવાની ઇચ્છા હતી. પરંતુ પાછળથી ખ્યાલ આવ્યો કે તમે અલરેડી કેટલાક લોગોઝ બનાવી દીધા છે, અને તેને ચોતરા પર મુક્યા છે. - નિલેશ બંધીયા (talk) ૦૭:૨૨, ૫ માર્ચ ૨૦૧૨ (UTC)
- ચાલો હવે. જે થયું તે! જવાદો હવે! હવે થી આગળનું નવું કશું પણ કરીએ તો એકલા ન કરતા આપણે એકબીજાને જણાવીને હળી મળીને સહયોગથી કરશું. બાકી નિલેષભાઈ તમે નવું ઈનિશિએટિવ લીધું તે ઘણી સારી વાત છે! મને તે ગમ્યું. વિકિના ધારા ધોરણ હેઠળ આવા રચનાત્મક કાર્ય ચાલુ રાખજો. અને માત્ર લોગો જ નહીં ત્યાં આપને સહભાગ માટે પણ આમંત્રણ છે. હું, ધવલજી અને સૌ વિકિ મિત્રો આપની સાથે જ છીએ. વિકિમીડિયા જેવા પ્લેટફોર્મ પર જે વાત જાય છે તેને સમાજ (કોમ્યુનિટી)ના નિર્ણય સમાન જોવાય છે. તે ફલક પર આપણા પ્રતિનિધી વાટાઘાટ કરે તે હિતાવહ છે. --sushant (talk) ૦૭:૫૯, ૫ માર્ચ ૨૦૧૨ (UTC)
- નિલેશભાઈ, કડક શબ્દો લખવા બદલ માફ કરશો. તમે જેને મારી ગેરસમજ સમજો છો એવું કશું નહોતું, મને અન્ય ત્રાહિત વ્યક્તિએ જે કહ્યું તે મેં અહીં લખ્યું હતું. મારી ભાવના તો આપને જાણ કરવાની જ હતી કે આમ થવાથી આપણી પ્રતિષ્ઠાને જ હાનિ પહોંચે છે. સુશાંતભાઈએ કહ્યું તેમ, બધાને સાથે લઈને ચાલો અને રચનાત્મક કાર્યોમાં પરેઓવાયેલા રહો, એ જ અપેક્ષા.
- હા, તમે વાપરેલા ફોન્ટ્સ વિષે જણાવશો તો તે વિષે વિચારવાનો અવકાશ મળશે, જો તે ફ્રિ ફોન્ટ્સ ના હોય તો આપણે તે વિષે વિચારી પણ નહી શકીએ. આપના પ્રતિભાવની રાહ જોઉં છું--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૬, ૫ માર્ચ ૨૦૧૨ (UTC)
- OK, ચાલો, હું થોડી ઉતાવડ કરી ગયો... પણ હવે આપણે વિકિપીડિયા વિષે વાત કરીએ. આ બન્ને ફોન્ટ્સ મને ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થતી ફ્રી ગુજરાતી સી.ડી.માંથી પ્રાપ્ત થયા છે. હું માનું ત્યાં સુધી એ ફ્રી ફોન્ટ્સ છે. છતાં વધુ માહિતી માટે આપ http://ildc.in/Gujarati/Gindex.aspx વેબસાઇટ જોઇ શકો છો, જેમાંથી મેં આ સી.ડી. મંગાવી હતી. - નિલેશ બંધીયા (talk) ૧૩:૦૮, ૫ માર્ચ ૨૦૧૨ (UTC)
- હશે, જે થયું તે ભૂલી જઈને આગળ વધીએ. મેં તમે આપેલી કડી ચકાસી જોઈ. તેમાં ફોન્ટ્સના લાયસન્સ વિષે કોઈ માહિતી નથી, કદાચ સી.ડી. પર હોય. સામાન્ય રીતે ઇન્સ્ટોલેશન વખતે ડિસ્ક્લેમર આવતું હોય છે, તેમાં તે વિષેની સ્પષ્ટતા હોઈ શકે. વેબસાઇટના ડાઉનલોડ વિભાગમાં જઈને જોતા જણાય છે કે સરકારના આ ઉપક્રમ દ્વારા અન્ય કંપનીઓએ વિકસાવેલા ફોન્ટ્સનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, અને આ કંપનિઓ સામાન્ય રીતે પોતાના ફોન્ટ્સ ફ્રિ અવેલેબલ કરાવતી નથી હોતી. ફક્ત સિડેકના રઘુ ફોન્ટ્સ ફ્રિ છે, જેનો ઉપયોગ મેં કર્યો જ છે. અન્ય ફોન્ટ્સના પરવાનાની સ્પષ્ટતા ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવું હિતાવહ નથી. જો આપને સી.ડી.માંથી આ ફોન્ટ્સના લાયસન્સિંગ અંગે કોઈ પણ માહિતી મળે તો મને અહીં કે મારા ઇ-મેલ દ્વારા સંપર્ક કરવા વિનંતિ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૭, ૫ માર્ચ ૨૦૧૨ (UTC)
- OK, ચાલો, હું થોડી ઉતાવડ કરી ગયો... પણ હવે આપણે વિકિપીડિયા વિષે વાત કરીએ. આ બન્ને ફોન્ટ્સ મને ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થતી ફ્રી ગુજરાતી સી.ડી.માંથી પ્રાપ્ત થયા છે. હું માનું ત્યાં સુધી એ ફ્રી ફોન્ટ્સ છે. છતાં વધુ માહિતી માટે આપ http://ildc.in/Gujarati/Gindex.aspx વેબસાઇટ જોઇ શકો છો, જેમાંથી મેં આ સી.ડી. મંગાવી હતી. - નિલેશ બંધીયા (talk) ૧૩:૦૮, ૫ માર્ચ ૨૦૧૨ (UTC)
- ચાલો હવે. જે થયું તે! જવાદો હવે! હવે થી આગળનું નવું કશું પણ કરીએ તો એકલા ન કરતા આપણે એકબીજાને જણાવીને હળી મળીને સહયોગથી કરશું. બાકી નિલેષભાઈ તમે નવું ઈનિશિએટિવ લીધું તે ઘણી સારી વાત છે! મને તે ગમ્યું. વિકિના ધારા ધોરણ હેઠળ આવા રચનાત્મક કાર્ય ચાલુ રાખજો. અને માત્ર લોગો જ નહીં ત્યાં આપને સહભાગ માટે પણ આમંત્રણ છે. હું, ધવલજી અને સૌ વિકિ મિત્રો આપની સાથે જ છીએ. વિકિમીડિયા જેવા પ્લેટફોર્મ પર જે વાત જાય છે તેને સમાજ (કોમ્યુનિટી)ના નિર્ણય સમાન જોવાય છે. તે ફલક પર આપણા પ્રતિનિધી વાટાઘાટ કરે તે હિતાવહ છે. --sushant (talk) ૦૭:૫૯, ૫ માર્ચ ૨૦૧૨ (UTC)
- ધવલભાઈ, મારો એવો કોઇ જ પ્રકારનો ઇરાદો નહોતો, કે જે તમે સમજી રહ્યા છો. માત્ર એક નવો લોગો બનાવવાની ઇચ્છા હતી. પરંતુ પાછળથી ખ્યાલ આવ્યો કે તમે અલરેડી કેટલાક લોગોઝ બનાવી દીધા છે, અને તેને ચોતરા પર મુક્યા છે. - નિલેશ બંધીયા (talk) ૦૭:૨૨, ૫ માર્ચ ૨૦૧૨ (UTC)
- નિલેષભાઈ, આપને વિનંતિ કે જ્યાં સુધી આપણે અહિં સામુહિક રીતે કોઈ નિર્ણય ના લઈએ ત્યાં સુધી વિકિસ્ત્રોતને સંલગ્ન કોઈ પણ જગ્યાએ (રિક્વેસ્ટ ટેમ્પ્લેટ સહિત) કાંઈ ફેરફાર ના કરવા. તેમ કરવાથી આપણી વચ્ચે એકમત નથી તેમ જાહેર થાય છે, અને તે આપણા માટે વિપરિત સંજોગો ઉભા કરી શકે છે. આપે પુરી જાણકારી વગર લોગો અપલોડ કર્યો અને તેની વિગતો ટેમ્પ્લેટમાં પણ ઉમેરી, તેમ કરતા પહેલા તમારે જે લોકો તે રિક્વેસ્ટ સાથે પહેલેથી જોડાયેલા છે તેમનો સંપર્ક કરવો જોઈતો હતો. આશા છે કે ભવિષ્યમાં આ વાતનું ધ્યાન રાખશો. આપની કાંઈ પણ ઇચ્છા હોય તો મારો અને સુશંતભાઈનો સંપર્ક કરવો અને પછી જ આગળ વધવું. તેમ કરવાથી અમે લોકોએ કરેલા કામ પર પાણી ફરવાની શક્યતા નાબૂદ થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૦૭:૩૯, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)
- નિલેશભાઈ, સમ્યક અને આકૃતિ ફોન્ટ્સ ઓપનસોર્સ અને ફ્રી ફોન્ટ્સ છે? તે ફોન્ટ્સનું લાયસન્સિંગ જણાવશો તો મદદરૂપ થશે.--ધવલચર્ચા/યોગદાન ૦૭:૧૯, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)
આજે મધ્યરાત્રી સુધીમાં મળેલા મતોને આધારે આખરી નિર્ણય લેવામાં આવશે. તો જો આપે મત ના આપ્યો હોય, કે આપનો મત ઉપરના સમ્યક કે આકૃતિ વાળા લોગોને ગયો હોય તો આપનો યોગ્ય મત આપવા વિનંતિ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૪, ૯ માર્ચ ૨૦૧૨ (UTC)
પરિણામ
આપ સૌ મિત્રોનો આવા અપ્રતિમ પ્રતિસાદ માટે અંત:કરણપૂર્વક આભાર. મતદાન હવે અધિકૃત રીતે બંધ થયેલું જાહેર કરી મળેલા મતોની સારણી નીચે આપું છું.
{નારાયમ ફોન્ટમાં અડચણ
ભાઈશ્રી ધવલજી,આજે બાય ડીફોલ્ટ હું ફેરફાર કરો ટેબમાં ગુજરાતી ઈનસ્ક્રીપ્ટા ટાઈપ ન કરી શક્યો. એસ્કેપ કી પણ વાપરી જોઈ પણ ગુજરાતી ટાઈપ ન થયું. આથી મેં નારાયમ સક્રીય કર્યું અને તેમાં ગુજરાતી ઈન્સ્ક્રીપ્ટનો વિકલ્પ પસંદ કર્યો અને ગુજરાતી ટાઈપ કરી શક્યો. હવે
- આમાં અંગ્રેજીમાં કામ કરવા માટે એસ્કેપ કી ટોગલ તરીકે કામ નથી કરતી
- આપણે સહી કરતી વખતે જે વેવ સિમ્બોલ (આડો 'ટ') મૂકીયે છીયે તે પણ કામ નથી કરતી, તેને બદલે " ્" અક્ષર આવે છે.
- હિંમત લખતી વખતે હિં અને મત વચ્ચે સ્પેસ રાખીન લખવું પડે છે એક સાથે લખતાં - હિઁઅત એમ લખાય છે!
--્્્્ સુશાંત
- વિંડોઝને બદલે ઉબંટુ વાપરોતો જીંદગી ધણી આસાન બની જાય--Tekina (talk) ૦૫:૩૭, ૩ માર્ચ ૨૦૧૨ (UTC)
- સુશાંતભાઈ, અહિં Esc key નહિ પણ Ctrl+Mનો ઉપયોગ ટોગલ માટે થાય છે. અને હા, ટાઇડ્સ (આડો 'ટ') નથી આવતો તે અને અનુસ્વાર પછીનું મ્ પણ મારા ધ્યાને ચઢ્યું છે. તેનું નિરાકરણ લાવી દઈશું. એ પહેલા અન્યોને પણા કોઈ તકલિફ નડતી હોય તો અહિં જાણી લઈએ જે કદાચ મારા અને તમારા ધ્યાને ના ચઢી હોય. હસ્તાક્ષર માટે ઉપર પેન વાળા આઇકનનો ઉપયોગ કરવો કે પછી Ctrl+M કરીને પછી ટાઇડ્સ ટાઇપ કરવા (હાલ પુરતા)--ધવલચર્ચા/યોગદાન ૦૫:૫૪, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)
- ટેકિનાજી, ઉબન્ટુના બ્રાન્ડ એમ્બેસડર છો કે? ભાઈ તમને પ્રચાર માટે મળાતી ફીમાંથી થોડું આર્થિક યોગદાન મુજ ગરિબને પણ કરશો તો હું અવશ્ય ઉબન્ટુ વાપરીશ અને અન્યોને તે વાપરવા પ્રેરીશ પણ ખરો. (એક મજાક).--ધવલચર્ચા/યોગદાન ૦૫:૫૯, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)
- વિંડોઝને બદલે ઉબંટુ વાપરોતો જીંદગી ધણી આસાન બની જાય--Tekina (talk) ૦૫:૩૭, ૩ માર્ચ ૨૦૧૨ (UTC)
હું પણ સર્વ ને ઉબન્ટુ વાપરવા ની સલાહ આપુ છુ. તેમા indic support ખૂબ જ સરસ છે. અને ઉબન્ટુ free પણ છે. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૨:૧૯, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)
Narayam: નવું કીબોર્ડ લેઆઉટ કઇ રીતે બનાવવું
આપણે ત્યાં બે કીબોર્ડ લેઆઉટ છે: ગુજરાતી લિપ્યાંતરણ અને ગુજરાતી ઇનસ્ક્રિપ્ટ. આ ઉપરાંત આપણે બહુ જ પ્રચલિત એવું ગુજરાતી ટાઇપરાઇટર કીબોર્ડ લેઆઉટ પણ વપરાય છે. સરકારી કચેરીઓમાં તો વધુ પડતું આ જ લેઆઉટ (Typewriter) વપરાય છે. જે બકમાન તરીકે પણ ઓળખાય છે. આ લેઆઉટની વિન્ડોઝ ઓ.એસ. માટે http://gujarati-component.googlecode.com/files/netGKB.zip પરથી ડાઉનલોડ કરી શકો છો. શું આ બકમાન કે ટાઇપરાઇટર કીબોર્ડ લેઆઉટ ગુજરાતી વિકિપીડિયા માટે બનાવી શકાય ખરુ ? કઇ રીતે ?
- નિલેશભાઈ, મેં જ્યારે લિપ્યાંતરણ અને ઇન્સ્ક્રિપ્ટ એ બે પર્યાય જોયા ત્યારે મને પણ ટાઇપરાઇટર કિ-બોર્ડ યાદ આવ્યું હતું, પણ હું ચોક્કસ નહોતો કે એ ઇન્સ્ક્રિપ્ટ કરતાં જુદુ છે કે નહી. મને તો એમ હતું કે ટાઇપરાઇટર અને બકમપ (બકમાન) એ બંને કિબોર્ડ્સ અલગ, પણ તમારી વાત પરથી સમજાય છે કે એ બંને એક જ છે. કેવી રીતે બનાવાય તે તો ટેક્નિકલ વસ્તુ છે, જેનો મને ખ્યાલ નથી, પણ થોડો સમય આપો, હું તપાસ કરી આપું.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૧, ૫ માર્ચ ૨૦૧૨ (UTC)
- ધવલભાઈ, મેં નવા લેઆઉટ માટેનો કોડ તો તૈયાર કરી દીધો છે, પરંતુ તેને http://svn.wikimedia.org/viewvc/mediawiki/trunk/extensions/Narayam/resources/ પર કઇ રીતે અપલોડ કરવો ? તેમાં કોડ અપલોડ કરવાથી જ તેનું ટસ્ટીંગ કરી શકાય. અથવા જો બીજે ક્યાંય અપલોડ કરવાથી થઇ શકતું તો કહો ? મેં મારા common.js પર અપલોડ કર્યું. પરંતુ મને નથી લાગતું કે તેનાથી કશો ફાયદો થાય ! -નિલેશ બંધીયા (talk)
- નિલેશભાઈ, મેં તમને ઇ-મેલ કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૧૬, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
- નવું લે-આઉટ અપલોડ કરવા માટેની અરજી બગઝીલ્લામાં કરી દેવાઇ છે. URL: https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=35044 ત્યાં વોટ (મત) આપી, ઝડપથી અમલી બનાવી શકાય. - નિલેશ બંધીયા (talk) ૧૪:૩૪, ૧૧ માર્ચ ૨૦૧૨ (UTC)
- નિલેશભાઈ, મેં તમને ઇ-મેલ કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૧૬, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
- ધવલભાઈ, મેં નવા લેઆઉટ માટેનો કોડ તો તૈયાર કરી દીધો છે, પરંતુ તેને http://svn.wikimedia.org/viewvc/mediawiki/trunk/extensions/Narayam/resources/ પર કઇ રીતે અપલોડ કરવો ? તેમાં કોડ અપલોડ કરવાથી જ તેનું ટસ્ટીંગ કરી શકાય. અથવા જો બીજે ક્યાંય અપલોડ કરવાથી થઇ શકતું તો કહો ? મેં મારા common.js પર અપલોડ કર્યું. પરંતુ મને નથી લાગતું કે તેનાથી કશો ફાયદો થાય ! -નિલેશ બંધીયા (talk)
નારાયમ સંદર્ભે સુઝાવ
મેં જોયું છે કે વિકિપીડિયાનું પાનું ખોલીએ ત્યારે બાય ડીફોલ્ટ નારાયમ નિષ્ક્રીય હોય છે. હવે ધરોકે કોઈ સામન્ય માણસ લોગઈન કરે ત્યારે ગુજરાતે ટાઈપ ન થાય તો તે કંટાળીને અહીં આવવાનું ટાળે. તેને બદલે જો નારાયમની લિપ્યાંતરણ બાય ડીફોલ્ટ સક્રીય કરી દેવાય તો નવોદીત લોકોને ગુજરાતી ટાઈપીંગ શરૂ કરવા ફાંફા મરવાની જરૂર નહીં રહે. મોટા ભગના આપણે સૌ લિપ્યાંતરણ જ વાપરીયે છીયે તે આપણું પણ કામ બચશે. --sushant (talk) ૦૯:૪૪, ૮ માર્ચ ૨૦૧૨ (UTC)
- પરંતુ મોટાભાગના લોકો, કે જેઓ કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઇપીંગથી અજાણ હોય છે, તેઓને ઇન્સ્ક્રીપ્ટ કીબોર્ડ લેઆઉટનો ખ્યાલ ન પણ હોય, એવું પણ બને. મારી જ વાત કરુ તો મને ગુજરાતી ટાઇપરાઇટર / નેટગુજરાતી કીબોર્ડ લે-આઉટનો ખ્યાલ છે, પરંતુ ઇન્સ્ક્રીપ્ટ નથી આવડતું. હા, ગુજરાતી લિપ્યાંતરણ બધાને માફક આવી શકે. એને આપણે બાય ડિફોલ્ટ કરી શકીએ, અને જો ન જોઇતું હોય તો Ctr + M તો છે જ... - નિલેશ બંધીયા (talk) ૧૦:૨૮, ૮ માર્ચ ૨૦૧૨ (UTC)
Wikisourse
Samyak font is nice! Sitaram maharshi…
વિકિસોર્સ ગુજરાતી - પ્રસ્તાવિત પરિયોજના
મિત્રો, આપ સૌને મેઈલિંગ લીસ્ટ વતી જાણ થઈ ગઈ હશે કે આપણા ગુજરાતી વિકિ એ ૧૦૦૦ લેખ પૂર્ણ કરી એક પગથિયું વટાવ્યું છે. આ ટપ્પો પૂર્ણ થતાં હવે એક નવું અભિયાન - પરિયોનજના શરૂ કરવાનો પ્રસ્તાવ છે તે વિષેની રૂપ રેખા મુકું છું. જાણું છું કે આ યોગ્ય ફલક નથી પણ જ્યાં સુધી સોર્સનું ઘર બાંધકામ હેઠળ છે ત્યાં સુધી તેમના ભાઈના ઘેર થી કામકાજ ચલાવાય તેમાં સભ્યોને આપત્તિ નહીં હોય. (આમ પણ આ બંને પરિયોજના એક બીજાના હાર્દીક સહયોગ સાથે વધે તે ઈચ્છનીય છે)--sushant (talk) ૧૨:૪૧, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)
પરિયોજના
અત્યાર સુધીના સોર્સ પરના મોટા ભાગના લેખો કાવ્ય સ્વરૂપે છે. અને અમુક લેખો ગદ્ય સ્વરૂપે પણ છે. વિકિ મીડિયાના પ્રતિનિધિ અનુસાર હવે સમાજે અમુક પુસ્તક પણ શામિલ કરવું જોઈએ. તે હિસાબે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક પુસ્તક ચઢાવવાની પરિયોજના છે. આ માટે ગાંધીજી દ્વારા લિખિત ૪૪ પાનાનું એક નાનું પુસ્તક "રચનાત્મક કાર્યક્રમ - તેનું રહસ્ય અને સ્થાન" [૧] પસંદ કરાયું છે. જો આપ આ નાનકડી પરિયોજનામાં શામિલ થઈ અને ગુજરાતી વિકિઓ ટીમ વર્કમાં પણ પાવરધા છે તે બતાવી દેવા માંગતા હોવ તો તો નીચે તમારી સહમતી તમારી ટાઈપ કરી શકવાની ક્ષમતા સાથે જણાવો .
સહભાગી સભ્ય પાસેથી અપેક્ષા: મુખ્ય કામ આપરિયોજનામાં ટાયપિંગનું છે. સહભાગી સભ્યને તેમની શક્તિ અનુસાર સ્કેન કોપી ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે. જે તેણે ટાઈપ કરીને ચઢવવાની હશે. ૧ પ્રકરણની સાઈઝ ૬૦૦ શબ્દો કે બે પાના જેટલી હશે. તમે કેટલું ટાઈ પ કરી શકશો તે જણાવશો. --sushant (talk) ૦૪:૨૧, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)
સહભાગીઓ
- સુશાંત સાવલા
- ધવલ વ્યાસ
- અશોક મોઢવડીયા
- નિલેશ બંધીયા
- જયશ્રી
- vyom25
આપ સૌ મિત્રોને પણ આ કાર્યમાં જોડાવવા હાર્દિક નિમંત્રણ
અશોક ભાઈ અને ધવલભાઈ આપના ઉમળકા ભર્યા પ્રતિસાદ બદ્દ્લ ખૂબ ખૂબ આભાર. ઈ-મેલ માં જણાવ્યા મુજબ પ્રકરણની સ્કેન કોપી આપને ઈ-મેલ દ્વારા મોકલું છું --sushant (talk) ૧૨:૪૧, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)
વ્યોમજી. નિલેશજી, જયશ્રી બેન આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે આ પરિયોજનામાં. આપનો સહકાર વધુ સુંદર કાર્ય કરવા માટે પ્રે રે છે. --sushant (talk) ૦૬:૧૩, ૨૦ માર્ચ ૨૦૧૨ (UTC)
ધવલજી, અશોકજી પાના પર સુંદર ઢાંચા ઉમેરવા માટે આભાર. --sushant (talk) ૦૬:૧૩, ૨૦ માર્ચ ૨૦૧૨ (UTC)
પરિયોજનાની કાર્ય વહેંચણીની સ્થિતી
ઢાંચો:હિન્દુત્વના ભાષાંતર બાબત
ઢાંચો:હિન્દુત્વના ભાષાંતરની જરૂરીયાત છે. આ ઢાંચામાં ઘણી બધી હિંદુ ધર્મને લગતી માહિતી હોય, તેના ભાષાંતરની આવશ્યક્તા છે. ૫૦% જેવું ભાષાંતર તો થઇ ચુકેલું છે, પરંતુ હજુ પણ જરૂરીયાત છે. તેના ભાષાંતર કરવાથી એક ફાયદો એ થશે કે તેની અંદર આવેલા લેખોની લિન્ક લાલ રંગમાં દેખાશે, જે બીજા સભ્યોને તે લેખ લખવા પ્રેરિત કરી શકે છે. અને જે લેખ વિકિપીડિયામાં લખાયેલ છે જ, તે ભૂરા રંગમાં દેખાશે. આ ઢાંચો જોઇ આપણે નવા લેખો લખી શકીએ છીએ, તથા તેન ભાષાંતર પુરા થયા બાદ હિંદુ ધર્મના લેખ પર મુકી શકાય. જેનાથી હિંદુ ધર્મને લગતા લેખની સુચી એક જ જગ્યાએથી ઉપબ્ધ બની શકે. આ હિન્દુત્વના ઢાંચામાં ફેરફાર કરવા અહીં [ક્લિક] કરો. નિલેશ બંધીયા (talk) ૦૬:૨૩, ૨૪ માર્ચ ૨૦૧૨ (UTC)
- ઢાંચો:હિંદુ ધર્મ અસ્તિત્વમાં છે, જે વધુ ઉચિત નામ છે. અંગ્રેજી શબ્દ Hinduismનું યોગ્ય ભાષાંતર હિંદુ ધર્મ થવું જોઈએ, અને માટે મારા મતે એ ઢાંચાને રાખીને તેને જ સમૃદ્ધ કરવો જોઈએ. આ ઢાંચો જોશો તો જણાશે કે તેમાં મોટા ભાગના વિષયોને આવરી લેવામાં આવ્યા છે અને લગભગ ૮૦% ઉપરની કડીઓ ભૂરા રંગમાં દેખાય છે, જેનો અર્થ એ છે કે તે લેખો બની ચુક્યા છે. આ માટે જ વારંવાર હું આગ્રહ રાખું છું કે કોઈપણ કામ શરૂ કરતા પહેલા જે તે શબ્દની વિવિધ જોડણી સાથે કે સંભવત અન્ય શબ્દો સાથે પહેલા અહિં શોધી જોવું, અને જો તે વિષય પર કે શબ્દ પર લેખ ના મળે તો જ નવો શરૂ કરવો. આમ કરવાથી ડુપ્લિકેશન ટાળી શકાય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૯, ૨૪ માર્ચ ૨૦૧૨ (UTC)
WikiQuote - વિકિઅવતરણ વિષે
આપણે હમણાંથી વિકિપીડિયા તથા વિકિસ્રોત બન્નેમાં ધ્યાન/યોગદાન આપી રહ્યા છીએ. પરંતુ આપણી પાસે વિકિસ્રોતની પહેલાનું વિકિઅવતરણ- http://gu.wikiquote.org ઉપલબ્ધ છે. મેં જોયું કે અહીં જેટલા પણ ગુજરાતી વિકિપીડિયાના સભ્યો સક્રીય છે, તેમાંથી એક પણ સભ્ય ગુજરાતી વિકિઅવતરણ પર સક્રીય નથી. અહીં વિકિઅવરતણ પર ઘણા બધા ફેરફારોની જરૂર છે. આથી મેં થોડા (આમ તો ઘણા બધા) ફેરફારો કર્યા છે. આપ સૌ પણ ત્યાં - વિકિઅવતરણ પર આપનું અમુલ્ય યોગદાન આપો એવી મારી નમ્ર વિનંતિ. - નિલેશ બંધીયા (talk) ૧૭:૩૧, ૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- નિલેશભાઈ, આપે વખાણવા યોગ્ય કાર્ય કર્યું છે. મેં અગાઉ વિકિઅવતરણને થોડું ધ્યાનાકર્ષક અને સમૃદ્ધ બનાવવા બેઝિક કાર્ય કરેલું પરંતુ ત્યારે બહુ થોડા મિત્રો એ પર કાર્યરત રહી શક્યા હતા. જો કે કદાચ ત્યારે વિકિપીડિયા ગુજરાતીની અમ સૌ મિત્રોની વધારે જરૂર જણાઈ હતી. (જેમ અત્યારે સ્રોતની છે !) આપણે વખતો વખત આ વિકિઅવતરણ પરિયોજના પર પણ જરૂરી કાર્ય કરીશું જ. (આને સર્વ મિત્રો માટેની વિનંતિ ગણવી !!) આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૨૧:૧૬, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- અશોકભાઈ સાથે સહમત. આપણે એકએક કરીને પરિયોજનાઓ પર કામ કરીએ એ આપણા અને આપણી પરિયોજનાઓ માટે હિતાવહ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૯, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
અનામી સભ્યો
છેલ્લા થોડા દિવસો થી હું તાજા ફેરફારો પર નવા પાનાઓ પર નજર રાખું છું. મેં નિરીક્ષણ કર્યું છે કે ઘણા બધા અનામી સભ્યો એટલે કે વિકિપીડિયા યુઝર આઈડી વગર નાં લોકો ખૂબ બધા બિનઉપયોગી લેખો બનાવે છે. આમ જોઈએ તો ધણા લેખો બિનઉપયોગી હોય છે અથવા તો અંગ્રેજી માં હોય છે. ત્યારે મને વિચાર આવે છે કે, શું આપણે પણ અંગ્રેજી વિકિપીડિયાની જેમ ગુજરાતી વિકિપીડિયા પર અનામી સભ્યો માટે નવા લેખો બનાવવા પર પ્રતિબંધ મુકવો જોઈએ ? જેથી કરીને પ્રબંધકો ને અને અન્ય સંપાદકો ને તે બિનઉપયોગી લેખો પર deletion tag લગાડવાથી છુટકારો મળે. આ કાર્ય કરવા માટે આપણે અંગ્રેજી વિકિપીડિયાની જેમ (WP:Afc એટલે કે article for creation) જેવું ગુજરાતી વિકિપીડિયા પર ભી પ્રબંધ કરવો પડે, જેથી અનામી સભ્યો જેને ખરેખર કોઈક લેખ ગુજરાતી વિકિપીડિયા પર જોઈએ છે તેની માંગણી કરી શકે અને પ્રબંધકો અને સંપાદકો પર બોજો ભી નાં પડે. આમ જોઈએ તો ગુજરાતી વિકિપીડિયા પર અત્યારે લગભગ ૨૨,૦૪૫ લેખો છે, જો આપણે આમ કરીએ તો આ આંકડો કદાચ ધીરે ધીરે આગળ વધે, પણ ગુજરાતી વિકિપીડિયા ની ગુણવત્તા જળવાય રહેશે. આ માત્ર મારો વિચાર છે, આપ લોકો ને ભી આ વિષે જરા વિચારીને ટીપ્પણી કરવા વિનંતિ કરું છું. આભાર --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૨૨:૦૩, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- હું એક રીતે આપની સાથે સહમત છું, પરંતુ ફક્ત નામી સભ્યો દ્વારા જ પાનાં બનાવવા દેવાની સુવિધાથી આપણી સમસ્યાનો અંત આવે તેમ મને લાગતું નથી. કેમકે, જે વ્યક્તિ અનામી રહીને પોતાની પસંદનું પાનું બનાવે છે તે સભ્યનામ લઈને અહિં જોડાઈને પણ એ જ પાનું બનાવશે, જેને દૂર કરવાની તસ્દી તો આપણે લેવી જ પડશે. તમે નોંધ્યું જ હશે કે, સમસ્યા ફક્ત નવા પાનાં બનાવનારા અનામી સભ્યોની જ નથી, પરંતુ અનામી સભ્યો દ્વારા હયાત પાનાંઓમાં થતા આડેધડ ફેરફારોની પણ છે. અને ખરેખર તો નવા પાનાં બને છે તેના કરતા વધુ ભાંગફોડ હયાત પાનાંઓમાં થતી હોય છે. અને મેં તો જોયું છે કે ઘણા નોંધાયેલા સભ્યો પણ એવા પાનાં બનાવતા હોય છે જેને દૂર કરવાની જરૂર પડે છે. ઉપરાંત વિકિપીડિયાનો મુદ્રાલેખ છે કે અહિં કોઈપણ, કંઈપણ યોગદાન કરી શકે છે. માટે આમ કરવું મને હિતાવહ નથી લાગતું. વધુમાં અંગ્રેજી ભાષાનો વ્યાપ અને તેની મુલાકાત લેતા લોકોની સંખ્યાની સામે ગુજરાતી ભાષાની મુલાકાત લેનારા સભ્યોની સંખ્યા એક અંશ માત્ર છે. પણ હા, અવશ્ય આ સુચન ધ્યાનમાં રાખવા જેવું તો ખરૂં. ભવિષ્યમાં આપણો ટ્રાફિક વધે તો અવશ્ય આ પગલું ભરવું જોઈએ. અન્ય (નામી) સભ્યોના મંતવ્યો પણ જાણીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૩, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સાચી વાત છે, ધ્યાનમાં રાખવા જેવું સૂચન. પરંતુ હાલ શ્રેષ્ઠ રસ્તો ધવલભાઈએ જણાવ્યો એ જ છે કે નામી-અનામી (સભ્ય કે IP એડ્ડ્રેસ) દરેક ફેરફાર પર નજર રાખવી (અલબત સભ્યશ્રીઓએ પણ પરસ્પર નજર રાખવી જ !) અને જો (જો !) જ્ઞાનકોશને લાયક એવું સંપાદન ન હોય તો સુધારવું, સુધરાવવું કે હટાવવું. આ એક સત્તત ચાલતી પ્રક્રિયા રહેશે, પરંતુ હાલ તો ’અહિં કોઈપણ, કંઈપણ યોગદાન કરી શકે છે’ એ મુદ્રાલેખને ધ્યાને રાખી આકરાં પ્રતિબંધનાં પગલાં ન લેવા. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૧:૪૬, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલભાઈ ane aneઅને અશોકભાઈના સુજાવ મુજબ જ મારું મન્તવ્ય છે... પણ ભવિષ્યમાં આ પ્રશ્ન ધ્યાનમાં રાખવા જેવો ખરો.. સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૫૮, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલભાઈ, અશોક્ભાઈ, મહર્ષિભાઈ સાથે સહમત --Tekina (talk) ૨૧:૩૭, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
ઢાંચો: પ્રકાશ
મુરબ્બીશ્રી ચિરાયુ એ ખૂબ સુંદર ઢાંચો પ્રકાશ બનાવ્યો છે. આભાર. આ ઢાંચો પૃષ્ઠભૂમિના રંગ અને અક્ષરના રંગ બદલે છે. મારા મતે આ નામ યોગ્ય નથી તેનું નામ રંગ સાથે સંબંધિત હોવું જોઈએ. જેમ કે રંગભેદ જેવું કશુંક. --sushant (talk) ૧૮:૧૭, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- તમારી વાત એકદમ સાચી છે સુશાંત ભાઈ. મને પણ આ નામ યોગ્ય ના લાગ્યું. હું અને ચિરાયું ભાઈ યોગ્ય નામ શોધી રહ્યા છીએ. રંગભેદ નામ થોડું ઘણું યોગ્ય લાગે છે. પરંતુ હજી સારું નામ મળે તો વધારે સારું. સૂચનો આવકાર્ય છે. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૩૨, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સુશાંત ભાઈ, હર્ષ ભાઈ નવા સુજાવ માટે ઢાંચા ની ચર્ચા આ કડી ઉપર કરવાની વિનંતિ :-ઢાંચાની_ચર્ચા:પ્રકાશ--Chirayu.Chiripal (talk) ૨૧:૦૨, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સહમત. પણ ફક્ત પૃષ્ઠભૂમિના જ નહીં, અક્ષરના પણ રંગ બદલી શકાય છે, માટે 'ઢાંચો:અક્ષર' નામ રાખીએ તો કેવું? અક્ષર અને તેની પૃષ્ઠભૂમિ બંનેનો સમાવેશ તેમાં થઈ જાય.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૪, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સુશાંત ભાઈ, હર્ષ ભાઈ નવા સુજાવ માટે ઢાંચા ની ચર્ચા આ કડી ઉપર કરવાની વિનંતિ :-ઢાંચાની_ચર્ચા:પ્રકાશ--Chirayu.Chiripal (talk) ૨૧:૦૨, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આ એક સારો સુઝાવ છે. પરંતુ હજી આપડે કોઈ સારો સુઝાવ આપે તેની રાહ જોઈએ. કદાચ આનાથી પણ કોઈ સારું નામ મળી જાય. બાકી આ નામ તો સરસ જ છે. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૦૭, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ફક્ત રંગ અથવાતો રંગાવલી રાખી શકાય.--Tekina (talk) ૦૮:૦૦, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આ એક સારો સુઝાવ છે. પરંતુ હજી આપડે કોઈ સારો સુઝાવ આપે તેની રાહ જોઈએ. કદાચ આનાથી પણ કોઈ સારું નામ મળી જાય. બાકી આ નામ તો સરસ જ છે. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૦૭, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
ઢાંચો:toolbox
ગુજરાતી વીકિપીડિયા માં સેન્ડબોક્સનું આગમન. ઢાંચો:toolbox આપના પાનાં (User Page) ઉપર ઉમેરીને લાભ મેળવો.
માહિતી માટે:-ઢાંચો:Toolbox
Chirayu.Chiripal (talk) ૨૩:૧૬, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- અતિ સુંદર.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૨, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
ઢાંચો:ઉચ્ચાર
નમસ્કાર, આપ સૌ આ ઢાંચા વિશે જાણતાજ હશો. ત્યારે મારે એક નાનકડો ઉલ્લેખ દેવો છે. જેમ આપણે ઢાંચો:ચિત્ર વાપરતી વખતે કોમ્મન્સ પર ની files વાપરિયે છે, તે જ રીતે કોમ્મન્સ પર ઘણા બધા ઉચ્ચારો .ogg extension સાથે ઉપલબ્ધ છે. જેથી તે જ વાપરવાનો આગ્રહ રાખવો. જો ત્યાં ઉચ્ચાર ના મળે તો જ તેને record કરી કોમ્મન્સ પર જ અપલોડ કરવુ. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૮:૫૩, ૨૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- માફ કરજો રંગીલો ગુજરાતી ભાઈ , આ ઢાંચો:ઉચ્ચારણ છે.Chirayu.Chiripal (talk) ૧૮:૫૭, ૨૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- કહેવાતો હું ઉચ્ચારણ જ માગતો હતો :) --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૮:૫૯, ૨૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ભાઈઓ, આપણી પાસે ઢાંચો:audio ઉપલબ્ધ હતો જ, જે થોડાઘણા લેખોમાં વપરાયેલો પણ છે. ખબર નથી કે કોઈના ધ્યાને એ કેમ હજુ સુધી ન ચઢ્યો. અવશ્ય ચિરાયુભાઈએ ગુજરાતી નામ સાથે આ ઢાંચો બનાવીને ઘણુ જ સારું કાર્ય કર્યું છે, તે વાતમાં કોઈ બેમત નથી, મારા તરફથી પણ તેમનો સવિશેષ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૬, ૨૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- કહેવાતો હું ઉચ્ચારણ જ માગતો હતો :) --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૮:૫૯, ૨૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
શ્રેણી: યાત્રાધામ કે યાત્રા ધામ ?
મિત્રો આપણે અહીં બે શ્રેણીઓ (યાત્રાધામ) અને (યાત્રા ધામ) વપરાશમાં છે. આ બંન્ને શ્રેણીને એક કરી દઈએ તો સઘળાં સ્થળોની યાદી એક જગ્યાએ થાય. પ્રશ્ન એ છે કે કઈ શ્રેણી રાખવી વધારે અર્થપૂર્ણ ગણાય ? ગુજ.લેક્ષિકોન શબ્દકોષમાં "યાત્રાધામ" શબ્દ મળે છે, જો કે ભગવદ્ગોમંડલમાં નથી. અને ’યાત્રા’ અને ’ધામ’ એમ બંન્ને અલગથી તો છે જ. સૂચનો આપવા વિનંતિ. --અશોક મોઢવાડીયા (talk) ૧૩:૨૪, ૫ મે ૨૦૧૨ (IST)
- અશોકભાઈ, સારો મુદ્દો ઉપાડ્યો છે. મને યાત્રાધામ વધુ યોગ્ય લાગે છે. કેમકે, વિભક્તિ પ્રત્યય દૂર કરીને બનેલો સમાસ છે. યાત્રાનું ધામ=યાત્રાધામ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૬, ૬ મે ૨૦૧૨ (IST)
- આભાર, ધવલભાઈ. શ્રેણી યાત્રાધામ કરી નાખું છું.--અશોક મોઢવાડીયા (talk) ૨૦:૧૦, ૬ મે ૨૦૧૨ (IST)
ઢાંચો:Delete
This is the new syntax for {{delete}}
:
{{delete|by = ~~~~ }}
This will help admin to know quickly who marked the page for deletion and when.Chirayu.Chiripal (talk) ૧૬:૧૨, ૬ મે ૨૦૧૨ (IST)
- બહુ સરસ. મેં નવભારત સાહિત્ય મંદિરમાં અખતરો કરી જોયો, અને તે સફળ નિવડ્યો છે. Thanks a lot Chirayu!--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૮, ૬ મે ૨૦૧૨ (IST)
- It's my pleasure!!-Chirayu.Chiripal (talk) ૧૬:૧૨, ૬ મે ૨૦૧૨ (IST)
બિલેશ્વર મહાદેવ
જે સભ્યને બિલેશ્વર મહાદેવ વિશે માહિતી હોય તો તે લેખમાં ઉમેરશો. --sushant (talk) ૧૮:૪૫, ૧૧ મે ૨૦૧૨ (IST)
- આમાં કરતા તો ચોતરો આનાથી જ ભરાઈ જશે. લેખ ક્યારે બન્યો હતો? શું અત્યાર સુધી તેમાં વધારો નથી થયો એનો અર્થ એવો ના કરી શકાય કે હાલમાં એવા કોઈ સભ્યો છે નહિ જેને આને વિષે ખબર હોય, અને માટે જો કાર્યકારિણી પાસે માહિતી ના હોય તો લેખને દૂર કરો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૩, ૧૧ મે ૨૦૧૨ (IST)
- મેં તો એ હિસાબે લખ્યું કે હિંદુ સભ્યોને આના વિષે કદાચ માહિતી હોય. --સુશાંત
- તમારા આશય પર સંશય નથી, સંશય પરિણામ પર છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૬, ૧૧ મે ૨૦૧૨ (IST)
- મેં તો એ હિસાબે લખ્યું કે હિંદુ સભ્યોને આના વિષે કદાચ માહિતી હોય. --સુશાંત
લાલ કડીઓ
મિત્રો, લેખમાં શક્ય તેટલી લાલ કડીઓ ઓછી કરવી. દરેક લેખમાં વિકિ પર હાજર લેખ હોય તેની અથવા જે શબ્દ/વિષય પર વહેલાસર લેખ બનાવી શકાય તેવી શક્યતા હોય તેને જ કડી ([[ ]]) આપવી. લેખમાં વારંવાર આવતા શબ્દો/વિષયોને દર વખતે કડી આપવી જરૂરી નથી, એકાદ બે વખત કડી આપવાથી કામ ચાલી જાય છે. લેખમાં રહેલી વધારે પડતી લાલ કડીઓ લેખની ગુણવત્તા ઘટાડે છે. (સર્વ મિત્રોનો અભિપ્રાય આવકાર્ય.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૩૦, ૧૩ મે ૨૦૧૨ (IST)
- સંપૂર્ણપણે સહમત! વખતોવખત આપણે સભ્યોને આ વાતથી જ્ઞાત કરતા હોઈએ છીએ, પણ અન્ય ભાષામાંથી લેખો અહિં લાવતી વેળા સભ્યો અંગ્રેજીમાં હોય તે શબ્દોને યથાવત આ [[ અને ]]ની વચ્ચે મુકી રાખે છે. થોડું ધ્યાન રાખવાથી લેખોની ગુણવત્તા વિનાપ્રયત્ને સુધારી શકાય છે. અશોકભાઈ, આ બાબત તરફ સહુનું ધ્યાન દોરવા બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૦, ૧૩ મે ૨૦૧૨ (IST)
Enable Transwiki import on Gujarati Wikipedia
This is needed to import the templates from there. Currently, it is showing "No transwiki import sources have been defined and direct history uploads are disabled..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૩૯, ૧૯ જૂન ૨૦૧૨ (IST)
- Support. This is required to import templates from English to Gujarati wikipedia.--Shiju (talk) ૧૪:૦૫, ૧૯ જૂન ૨૦૧૨ (IST)
- Support. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૪૯, ૧૯ જૂન ૨૦૧૨ (IST)
- Support...--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૨૦:૧૩, ૧૯ જૂન ૨૦૧૨ (IST)
- સહમત.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૩, ૧૯ જૂન ૨૦૧૨ (IST)
- સહમત - Support.--sushant (talk) ૦૯:૨૧, ૨૦ જૂન ૨૦૧૨ (IST)
માહિતીચોકઠાં સંબંધે મદદ
મેં હાલમાં જલારામ બાપા નામે લેખ બનાવ્યો. તેમાં માહિતીચોકઠું વ્યક્તિ વપરાયું છે પણ કહી માહિતી દેખાતી નથી. મદદ કરશો. --sushant (talk) ૧૯:૫૦, ૨૩ જૂન ૨૦૧૨ (IST)
- માહિતીચોકઠાનાં બધા પરિમાણો ગુજરાતીમાં આપવાના હતા, જે અંગ્રેજીમાં હતા. હવે ગુજરાતી કર્યું હોવાને કારને બધું બરાબર દેખાશે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૧, ૨૩ જૂન ૨૦૧૨ (IST)
સભ્ય હક્ક પ્રબંધન (રાજનૈતિક-Bureaucrat)
મિત્રો, આપને જાણ હશે કે તાજેતરમાં આપણે અહિં આયાત માટેનો વિકલ્પ સક્રિય કરાવ્યો છે. આનો ઘણો મોટો ફાયદો છે, ખાસ કરીને ઢાંચાઓ બનાવવા માટે. કેમકે મોટે ભાગે આપણે અંગ્રેજી વિકિપીડિયા પરથી પ્રેરિત થઈને ઢાંચાઓ બનાવતા હોઈએ છીએ, આપણે મહદંશે ત્યાંથી જ ઢાંચાઓ નકલ કરીને અહિં લાવતા આવ્યા છીએ. હવે એક-એક કરીને ઢાંચા અહિં લાવવાને બદલે એક સમુહમાં આપણે લાવી શકીએ. પણ એક નિરાકરણ આવે ત્યારે બીજી સમસ્યા ઊભી થાય તે સૃષ્ટિનો નિયમ છે. તે અનુસાર, આપણી પાસે આ સુવિધા તો આવી ગઈ, પણ વિકિપીડિયા પર ભાંગફોડ થતી રોકવા માટે થઈને અમુક નિયમો અને કાયદા ઘડેલા છે. એમાંનો એક કાયદો છે, સહુકોઈને આયાતકાર તરિકેનો દરજ્જો નહિ આપવાનો. આ દરજ્જો કે હક્ક વિશેષ વરણી કરીને આપવામાં આવે છે, અને તેમ કરવા માટે પણ વળી પાછા વિશેષ હક્કોની જરૂર પડે છે. આયાતકાર તરીકે પ્રબંધક વર્તી શકે છે, પણ પ્રબંધક અન્યોને આયાતકાર બનાવી શકતા નથી. આને માટે રાજનૈતિક હક્કોની જરૂર પડે છે, જે આપણા ગુજરાતી વિકિમાં કોઈ પણ સક્રિય સભ્ય પાસે નથી. સામાન્ય સભ્યોના અન્ય હક્કો અને સમસ્યાઓનું નિરાકરણ પણ સ્થાનિક રાજનૈતિક સહેલાઈથી અને ઝડપથી લાવી શકે છે.
Within Wikimedia projects, a bureaucrat is a user who has the technical ability to:
- Promote other users to administrator or bureaucrat;
- Grant and revoke a user's bot flag;
- Add and remove users from custom local groups created by local consensus like account creator, deleter, etc;
- Rename a user;
- Remove a user administrator and bureaucrat flags on some projects
હું રાજનૈતિક તરીકે મારું નામાંકન કરું છું. ગુજરાતીમાં આ બધા કામો કરવા માટે સ્થાનિક રાજનૈતિક સભ્ય હોવો જોઈએ કે નહી તે વિષે આપના મત નીચે જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૮, ૩૦ જૂન ૨૦૧૨ (IST)
તરફેણ (support)
- હું તરફેણમાં છું --Tekina (talk) ૦૮:૪૨, ૩૦ જૂન ૨૦૧૨ (IST)
- હું તરફેણમાં છું-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૪૭, ૩૦ જૂન ૨૦૧૨ (IST)
- હું તરફેણમાં છું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૧૦, ૩૦ જૂન ૨૦૧૨ (IST)
- હું તરફેણમાં છું--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૨૦:૪૧, ૩૦ જૂન ૨૦૧૨ (IST)
- હું તરફેણમાં છું સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૨૧:૧૭, ૩૦ જૂન ૨૦૧૨ (IST)
- હું તરફેણમાં છું -- Vkvora2001 (talk) ૦૮:૩૮, ૧ જુલાઇ ૨૦૧૨ (IST)
વિરુદ્ધ (oppose)
અન્ય (other)
- Closed as unsuccessful. The stewards generally require a higher level of support of active users at a wiki to give the elevated rights of a bureaucrat, and on this occasion this level of support has has not been met, m:Bureaucrat. If your current bureaucrat is absent, then please have requests that require the permissions of a bureaucrat to the relevant area at m:Steward requests. If your current bureaucrat is not present, then you may wish to consider whether those rights are retained. Thanks. Billinghurst (talk) ૧૭:૨૮, ૧૧ જુલાઇ ૨૦૧૨ (IST)
- આ મિત્રને ગુજરાતી લખતાં વાંચતા પહેલાં આપણે બધા ભેગા મળી ગુજરાતી શીખડાવવું જોઈએ. ગુજરાતી શીખડાવવાનો આના કરતાં સારો મોકો બીજો ક્યો હોઈ શકે? Vkvora2001 (talk) ૧૮:૨૯, ૧૩ જુલાઇ ૨૦૧૨ (IST)
રાજ્યની અધિકૃત ભાષાઓ
Infobox Indian jurisdiction આ માહિતીચોકઠામાં જે તે રાજ્યની અધિકૃત ભાષાઓ આપોઆપ દેખાય તેવી સુંદર ગોઠવણ ચિરાયુભાઈએ કરી છે. શક્ય છે કે હર્ષભાઈએ પણ તે કાર્યમાં સહકાર આપ્યો હોય. આ ગોઠવણ સાથે, આ ભાષાઓને જ્યાં અધિકૃત ભાષાઓ તરીકે વર્ણવી છે તેનો સ્રોત પણ સંદર્ભરૂપે આપ્યો છે. હવે તકલીફ એમ થાય છે કે દરેક પાનામાં જ્યાં આ માહિતીચોકઠું ઉમેરીએ ત્યાં આપણે સંદર્ભની યાદિ માટે {{reflist}} એમ ઉમેરવું પડે છે. તેમ ન કર્યું હોય તો પાનાને અંતે ત્રુટિ સંદેશ લાલ અક્ષરે જોવા મળે છે, ઉદાહરણ તરીકે વ્યારા અને છોટાઉદેપુર જુઓ અને તેને ગણદેવી અને ધાનેરા સાથે સરખાવો. હવે પ્રશ્ન એમ છે કે, શું આપણે દરેક સ્થળે આ ભાષાઓને અધિકૃત હોવા માટેનો સંદર્ભ આપવો જરૂરી છે? આપણે સસંદર્ભ માહિતી મુકવાનો આગ્રહ રાખીએ છીએ, પણ આમ આપોઆપ ઉમેરાતી માહિતીની સાથે સાથે દરેક પાનામાં સંદર્ભ ટૅગ પણ મુકવો પડે તેમ છે અને ન મુકતા ત્રુટિ આવે છે. આને ટાળવાનો કોઈ ઉપાય કોઈના ધ્યાને આવે છે? મેં સંદર્ભને ભાષાઓ પછી કૌંસમાં નાના અક્ષરે ઉકવાનો પ્રયત્ન કર્યો, પણ તેમ કરતા ગડબડીયું દેખાય છે. આપના વિચારો જણાવશો?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૧, ૧૭ જુલાઇ ૨૦૧૨ (IST)
- સરળ ભાષામાં કહિયે તો અંગ્રેજી વિકિ માંથી બેઠું ચોકઠું મુકીએ પછી કઈ પણ કરવાની જરુર ન રહેવી જોઇયે એ આદર્શ સ્થિતિ છે. ચિરાયુભાઈ અને હર્ષભાઈની મહેનત ને લિધે આ ઉદ્દેશ ઘણો ખરો સિદ્ધ થયો છે. આવી ત્રુટિઓ પણ કઈ પણ કર્યા વગર ઠિક થઈ જાય તો ઉત્તમ..
- બીજુકે રોબોટ બોટ ઉમેરણ કરી ગુજરાતી વિકિ ના લેખો ને અંગ્રેજી તથા અન્ય વિકિ સાથે સત્વરે જોડવા જોઇયે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૫૪, ૧૭ જુલાઇ ૨૦૧૨ (IST)
- I have done one thing...i have made it a plain link which would appear like this : [૨] it would look similar to references but that would not be added to references actually..--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૨૦:૦૫, ૧૭ જુલાઇ ૨૦૧૨ (IST)
- @ચિરાયુભાઈ, Thank you very much. This looks better and eliminates need of adding reflist tag at the bottom of page.
- @મહર્ષિભાઈ:જો લેખોમાં (પાનાના અંતે [[en:xxx]]] એમ લખીને) અંગ્રેજી વિકિની આંતરવિકી કડી ઊમેરેલી હશે તો આપણે કશું નહિ કરીએ તો પણ, એવા અનેક બોટ્સ સમયાંતરે ચાલતા હોય છે, જે આ લેખો અન્ય ભાષામાં હશે તો ત્યાં આપણી કડી ઉમેરી દેશે. જો ગુજરાતી લેખમાં અન્ય કોઈ પણ ભાષાની કડી નહી ઉમેરાયેલી હોય તો આમ કરવું શક્ય નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૮, ૧૮ જુલાઇ ૨૦૧૨ (IST)
- I have done one thing...i have made it a plain link which would appear like this : [૨] it would look similar to references but that would not be added to references actually..--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૨૦:૦૫, ૧૭ જુલાઇ ૨૦૧૨ (IST)
Social Media Sharing
નમસ્કાર મિત્રો, ઘણા સમય પછી હું ગુજરાતી વિકિપીડિયા પર પરત ફર્યો છું, આપ સહુ નાં કર્યો જોઈ ખૂબ ખુશ થયો. અત્રે મારે એક વાત કહેવી છે કે હાલમાં જ મેં એક Social Media Sharing સ્ક્રીપ્ટ નું કામ કર્યું છે. તેના દ્વારા તમે જે લેખ વાંચતા હોવ તેની બાજુ માં ૩ email, facebook અને twitter ની કડીઓ આવી જાય જેથી તમે શું વાંચી રહ્યા છો તે share કરી શકો. અત્યારે તે Gadget નથી એટલે જે તે સભ્ય આ સરસ મજા ની સ્ક્રીપ્ટ enable કરવા માગતા હોય તો આ પ્રમાણે કરવું. તમારા namespace એટલે કે સભ્ય:XYZ/common.js પર જય અહિયાથી http://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Rangilo_Gujarati/common.js ત્રીજી એટલે કે સહુથી છેલ્લી સ્ક્રીપ્ટ તમારા common.js પર copy paste કરી દો. પછી પેજ સેવ કરીને refresh કરો. તમને ૩ બટનો દેખાશે. કોઈ ને કઈ મુશ્કેલી પડે તો મને વિના સંકોચે કહો. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૦૧:૫૯, ૨૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- હું Srikanth Lakshmanan (User:Logicwiki) નો આભારી છું કે તેણે મને આ કામમાં મદદ કરેલ. તે અંગ્રેજી અને તમિલ વિકિપીડિયા પર ખૂબજ યોગદાન આપે છે, અને હાલમાં જ તેઓ wikimedia foundation ની localisation ટીમમાં પણ જોડાયા છે. --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૦૨:૦૩, ૨૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- આપનો અને આપના મિત્રનો ધન્યવાદ. આ સ્ક્રિપ્ટ સરસ કામ કરે છે. (હું vector ફલક વાપરું છું એટલે vector.js પર પેસ્ટ કરી. ચાલે છે.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૩૨, ૨૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- આભાર અર્ણવભાઈ.. તમે મારું કામ આસાન કરી દીધુ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૦૩, ૧૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
સ્વાગત વિડિયો
હર્ષભાઈના ચર્ચાનાં પાના પર શરૂ કરેલી ચર્ચા... હર્ષભાઈ, કુશળ હશો... ગયા વખતે ગોષ્ઠિ પર વાત થયા મુજબ સ્વાગત સંદેશ ની સાથે સાથે એક વિડિયો (કે જે કઈ રીતે યોગદાન કરવું તે સમજાવતો હોય) મુકીયે તો વધુ સારું.. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૯:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- મહર્ષિભાઈ, મેં જવાબદારી ઉપાડી હતી તે મુજબ આ પ્રકારનો એક વિડિયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. થોડું ઘણું મઠારીને તૈયાર કરી તમારી સાથે શેર કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૮, ૨૯ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- ખૂબ સરસ કામ થશે... અશોકભાઈ (બંન્ને), નૂપુરબહેન તથા અન્ય સભ્યોને પણ આ કામથી સરળતા રહેશે. મુસદ્દો ઘડી આવા અને થોડા બીજા વિડિઓ બનાવવીએ તો કામ દિપિ ઉઠે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૯:૩૫, ૨૯ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- મદદ કે પછી અમારા લાયક કામ હોય તો કહેજો ધવલભાઈ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૩૭, ૨૯ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- ભાઈઓ, આ થોડુંઘણું બનાવ્યું છે, હજુ તેના પર કામ કરવાનું છે, જેમકે માર્ગદર્શક સંદેશા જે, અંગ્રેજીમાં આવે છે, તેને ગુજરાતીમાં મુકવા છે, ફાઈલ સાઇઝ ૪૫ mb જેટલી થઈ છે તેને ઘટાડવી છે, વગેરે. તમારા લોકોના પણ સૂચનો હોય તે જણાવશો. હું અશોકભાઈને પણ આહ્વાન કરું છું કે તેઓ પણ નજર નાંખે. હર્ષભાઈ, ભારતમાં આ વિડિઓ રન થવામાં કોઈ મુશ્કેલી પડે છે કે કેમ તે જણાવશો? એના કદને લીધે કદાચ ધીમા ઇન્ટરનેટ કનેક્શનમાં એ તકલિફ આપે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૭, ૩૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- શ્રી.ધવલભાઈ, વિડિયો જોઈ તો શકાય છે પરંતુ અહીં નેટસ્પીડ ઓછી હોવાને કારણે બહુ વારે થોડો આગળ વધે છે. જો કે મેં ડાઉનલોડ થવા મુક્યું છે તે પછી સંપૂર્ણ જોઈ અને સૂચન આપીશ. બીજૂં કે બની શકે તો ફાઈલસાઈઝ નાની બની શકે તેવો પ્રયત્ન પણ મારી રીતે કરી અને જણાવીશ. બાકી વિડિયો મુકવાનો વિચાર તો અતી ઉત્તમ જ છે. અને બહુ ઉપયોગી પણ થશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૫૧, ૩૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- ભાઈઓ, આ થોડુંઘણું બનાવ્યું છે, હજુ તેના પર કામ કરવાનું છે, જેમકે માર્ગદર્શક સંદેશા જે, અંગ્રેજીમાં આવે છે, તેને ગુજરાતીમાં મુકવા છે, ફાઈલ સાઇઝ ૪૫ mb જેટલી થઈ છે તેને ઘટાડવી છે, વગેરે. તમારા લોકોના પણ સૂચનો હોય તે જણાવશો. હું અશોકભાઈને પણ આહ્વાન કરું છું કે તેઓ પણ નજર નાંખે. હર્ષભાઈ, ભારતમાં આ વિડિઓ રન થવામાં કોઈ મુશ્કેલી પડે છે કે કેમ તે જણાવશો? એના કદને લીધે કદાચ ધીમા ઇન્ટરનેટ કનેક્શનમાં એ તકલિફ આપે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૭, ૩૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- મદદ કે પછી અમારા લાયક કામ હોય તો કહેજો ધવલભાઈ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૩૭, ૨૯ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- ધવલભાઈ અશોકભાઈની વાત સાથે સહમત. બફરીંગ થતા વાર લાગે છે. અને ધવલભાઈ આપડે ઓડિયો મુકિએ તો?-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૭:૫૩, ૩૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
ગુજરાતી ભાષા સાથે ડીજીટલ સ્વરુપે કામ કરવા અંગેના વિચારના પ્રસાર બાબતે ચર્ચા
વિદ્યાર્થીકાળથીજ ગુજરાતી ભાષાનાં ડીજીટલ સ્વરૂપ સાથે કામ કરવાનો મહાવરો પડે તેવા આશયથી Wikimedia India Chapterનાં નૂપુરબહેન રાવળ અને તેમની સહયોગી ટીમદ્વારા ગુજરાતની કેટલીક શાળાઓના સંપર્ક કરવાનું શરૂ કરાયું .
તેમના પ્રથમ પ્રયાસનો સકારાત્મક પ્રતિઘોષ અમદાવાદની ત્રિપદા શિક્ષણ ટ્રસ્ટનાં સંચાલન મંડળએ આપ્યો. જેને પરિણામે તેઓની શાળાઓ ઉપરાંત અન્ય ૧૦ શાળાઓનાં વિદ્યાર્થીઓને કોઇ પણ એક ગુજરાતી સાહિત્યકાર વિષે ૩૦૦ થી ૫૦૦ શબ્દનો સંશોધનાત્મક લેખ લખવાની એક નાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શાળાઓને આ વિષે જાણ કરવામાટે સંપર્ક કરવાનો પ્રથમ તબક્કો પૂરો થયો છે.તે સાથે સપ્ટેમ્બર ૯,૨૦૧૨ સુધી મળી રહે તેવી સમયરેખા સાથે આ શાળાઓનાં વિદ્યાર્થીઓને તેમના પ્રથમ પ્રયાસ સ્વરૂપ નિબંધને 'ત્રિપદા' શિક્ષણ વિષયક સંદેશ માધ્યમ The Open Page [theopenpage.co.in] ને પહોંચતા કરવાનું આમંત્રણ અપાયું છે.
બીજા તબક્કામાં તેમાંથી પસંદ કરાયેલ ૧૦ થી ૨૦ લેખનાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પર ગુજરાતીમાં ટાઇપ કરવાની તાલિમ આપી તેમના હજૂ વધારે સુગઠિત કરાયેલ લેખોને વિકિજ્ઞાનકોષપર મુકવાનું વિચારાયું છે.
આ તબક્કો પૂરો કરવા માટે સપ્ટેમ્બર ૧૬,૨૦૧૨ની તારીખનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
તે પછીથી આ પ્રયોગને વધારે વ્યાપક અને સ્વયંસંચાલિત પણે ચાલતો રાખવા વિષે સક્રિય વિચારણાની જરૂર છે.
વિકિસ્રોતના સ્થાપક સભ્યોપૈકી શ્રી સુશાંત સાવલાનું સુચન છે કે દરેક શાળા ગુજરાતી મુકત સાહિત્યનાં પુસ્તકોને ડીજીટાઇઝ કરવાની પ્રવૃતિને તેમની ઇતર-પ્રવૃતિનો એક સ્થાયી કાર્યક્રમ બનાવે. આ વિચારના પ્રસાર્માટે તેઓ જરૂરી સાહિત્ય પણ તૈયાર કરી રહ્યા છે.
આવું જ પ્રચારસાહિત્ય વિકિજ્ઞાનકોષ અને Wikimedia India Chapterવિષે પણ આ જ સમયમર્યાદામાં તૈયાર થાય તે મહત્વનું છે જેથી કોઇ પણ સભ્ય સરળતાથી પોતપોતાનાં વર્તુળમાં આ વિચારનો પ્રસાર કરી શકે.
આપોઆપ સ્વાગત માટે...
પ્રબંધકશ્રી અને સંપાદક મિત્રો, ખાંખાખોળા કરતાં "આપોઆપ સ્વાગત" માટે કૉમન્સ અને અન્ય કેટલાક વિકિ પ્રકલ્પ પર વપરાતી સ્ક્રિપ્ટ ધ્યાને આવી છે. તકનિકી જાણકારી ધરાવતા મિત્રો ચકાસણી કરે અને આપણને અહીં ઉપયોગી થાય કે નહિ તે ચકાસે તેવી વિનંતિ. આભાર. ( અહીં જુઓ --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૨૪, ૮ ઓકટોબર ૨૦૧૨ (IST)
- આ સ્ક્રિપ્ટથી જ અમે સ્વાગત કરીએ છીએ. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૮:૩૧, ૮ ઓકટોબર ૨૦૧૨ (IST)
- આના કરતા પણ સારો એક અન્ય પર્યાય છે, જેમાં આપણે કોઈ બોટ રન કરવાનો રહેતો નથી. નવો સભ્ય જોડાય તેની સાથે જ તેને આપોઆપ (આપણે કોઈએ કશું કર્યા વગર) સ્વાગત સંદેશો મળી જાય તેવી ગોઠવણ આ NewUserMessage એક્સ્ટેન્શન દ્વારા થઈ શકે તેમ છે. આપ પણ જોઈ જોશો, હું તો તેની તરફેણ કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૨૫, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
- આપો આપ સ્વાગત કરવાથી આત્મીયતા ઓછ્હી થઈ જાય છ્હે. Vkvora2001 (talk) ૦૮:૫૧, ૧૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
- શ્રી.વોરાસાહેબની લાગણી ઉમદા છે, પરંતુ, ઘણી વખત નવા સભ્યશ્રીનું સ્વાગત કરવાનું જ રહી જાય એથી તો સારું કે આપોઆપ અને અચૂક તેઓને સ્વાગત સંદેશ અને એ બહાને વિકિની કાર્યરીતીની પ્રાથમિક માહિતી મળી રહે. હાલ આ કાર્ય કરતા મિત્રો પણ એ જવાબદારીને બદલે અન્ય કાર્યમાં સમય આપી શકે. (કેમ કે, મુદ્દો તો નવા સભ્ય સુધી સ્વાગત સંદેશ પહોંચાડવાનો જ છે, કોઈ વ્યક્તિ દ્વારા પહોંચે કે મશિન આપોઆપ પહોંચાડે, ખાસ ફરક નહિ પડે. આમે અત્યારે શ્રી.હર્ષજી બોટ દ્વારા જ સ્વાગત સંદેશ મુકે છે ને !) લાગણી બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૯, ૧૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
- આપો આપ સ્વાગત કરવાથી આત્મીયતા ઓછ્હી થઈ જાય છ્હે. Vkvora2001 (talk) ૦૮:૫૧, ૧૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
- આના કરતા પણ સારો એક અન્ય પર્યાય છે, જેમાં આપણે કોઈ બોટ રન કરવાનો રહેતો નથી. નવો સભ્ય જોડાય તેની સાથે જ તેને આપોઆપ (આપણે કોઈએ કશું કર્યા વગર) સ્વાગત સંદેશો મળી જાય તેવી ગોઠવણ આ NewUserMessage એક્સ્ટેન્શન દ્વારા થઈ શકે તેમ છે. આપ પણ જોઈ જોશો, હું તો તેની તરફેણ કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૨૫, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
- આપનો નિર્ણય {{તરફેણ}} {{વિરુદ્ધ}} કે {{તટસ્થ}} દ્વારા નીચે જણાવશો. સાથે સાથે આપની સહિ કરવાનું ભૂલશો નહિ.
- તરફેણ--ધવલચર્ચા/યોગદાન ૧૧:૨૫, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૨:૦૫, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૮, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--Maharshi675 (talk) ૦૨:૩૦, ૧૦ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૧:૩૪, ૧૦ ઓકટોબર ૨૦૧૨ (IST)
આભાર મિત્રો, આપ સહુના સાથ અને સહકારને કારણે ગઈકાલથી નવા બનેલા સભ્યોને આપોઆપ સ્વાગત સંદેશો મોકલવાની સુવિધા અમલમાં આવી ગઈ છે. આજે બનેલા આ સભ્યને મળેલો સંદેશો સુયોગ્ય રીતે મળ્યો છે તેથી અસરકારક રીતે આ સુવિધા આજથી શરૂ થઈ એમ કહી શકીએ. હવેથી આપણે નવા બનતા સભ્યોનું સ્વાગત કરવાનું યાદ રાખવાની કે તેને માટે બ્લૉગ દોડાવવાની આવશ્યકતા રહેતી નથી. ફરી એક વખત આપ સૌનો ખૂબખૂબ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૪, ૨૯ નવેમ્બર ૨૦૧૨ (IST)
- ધન્યવાદ, ધવલભાઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૨૪, ૩૦ નવેમ્બર ૨૦૧૨ (IST)
આયાતકાર માટે નામાંકન
અન્ય વિકિમાંથી પાનાં (ખાસ કરીને ઢાંચાઓ)ની આયાત કરવા માટે આયાતકાર તરિકેના હક્કોની આવશ્યકતા રહે છે. હાલમાં પ્રબંધકો પાસે આ આયાતકાર હક્કો છે. હર્ષભાઈનું સુચન છે કે અન્ય સભ્યોને પણ આયાતકારના હક્કો આપવા. આ માટે પ્રબંધક તરિકે અશોકભાઈની સહમતિ સાથે હું આ પ્રક્રિયા બે તબક્કામાં ખુલ્લી મુકુ છું. પહેલા તબક્કામાં આગામી દસ દિવસ સુધીમાં નીચે નામાંકન મંગાવીએ છીએ, જેમાં જે સભ્યોને આયાતકારના હક્કો જોઈતા હોય તે પોતાનું નામાંકન કરે. દરેક સભ્યએ નીચે પોતાનું નામ એક પેટા વિભાગ તરીકે શરૂ કરી તેની સામે પોતાનું અંગત નિવેદન આપવાનું રહેશે, જેમાં તેઓ શ્રી જણાવે કે તેમના આ નામાંકન પાછળનો ઉદ્દેશ્ય શું છે અને તેઓ કેમ માને છે કે તે આ હક્ક માટે યોગ્ય છે.
નામાંકન
સભ્ય
સભ્ય નામ/સાચું નામ - નામાંકન માટેનું નિવેદન.
સભ્ય ૧
હર્ષ કોઠારી - આ હકથી ગુજરાતી વિકિપીડિયા માટે જરુરી ઢાંચા લાવી શકું અને તેના લીધે ગુજરાતી વિકિપીડિયા સમૃધ્ધ બનાવી શકું. અને તદુપરાંત હુ ટેકનિકલ જાણું છુ તેથી ઢાંચામાં યોગ્ય સુધારા પણ કરી શકું અને ગુજરાતી વિકિપીડિયાને જરુરિયાત મુજબના ઢાંચામં ઢાળી શકું.
સભ્ય ૨
સમકિત - મેં આપણી વિકિમાં ઢાંચામાં કરેલા કરેલા ફેરફાર આપ અહીં ચકાસી શકો છો. સોફ્ટવેર ઈજનેરીનો વિદ્યાર્થી હોવાને નાતે આ માટેની તકનિકી માહિતી ધરાવું છું, તો આયાતકારના હક મળવાથી વધુ સરળતા અને ઝડપથી હું આપણી વિકિમાં ઢાંચા લાવીને જરૂરી ફેરફાર કરી શકીશ. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૦:૩૮, ૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
બીજા તબક્કામાં આપણે નામાંકન કરેલા સભ્યોને મતદાન કરીશું. એક કરતા વધુ સભ્યો પસંદ કરી શકાય, એટલે મતદાન કોઈ રસાકસી માટે નહિ પણ અન્યોના મતે સભ્યના ઔચિત્ય માટે કરવામાં આવશે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૧, ૧૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
- આ પ્રક્રિયાને સહપ્રબંધક તરીકે હું સહમતી આપું છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૦૯, ૧૪ ઓકટોબર ૨૦૧૨ (IST)
મતદાન
ઉપર ફક્ત એક જ સભ્યએ નામાંકન કર્યું છે અને નામાંકન મંગાવ્યાને આજે ૧૦ દિવસથી વધુનો સમય થઈ ગયો હોવાથી, હવે નામાંકનની પ્રક્રિયા બંધ થયેલી જાહેર કરીને સભ્ય હર્ષભાઈને આ હક્કો પ્રદાન કરવા માટેનું મતદાન આપણે અહિં ખુલ્લું મુકીએ છીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૦, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
આપનો મત {{તરફેણ}}, {{વિરુદ્ધ}} કે {{તટસ્થ}} એમ લખીને તેના પછી તમારી સહી ચાર ~ નિશાનીઓ વડે ઉમેરીને આપશો.
- તરફેણ--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૦, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૨, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૪:૨૩, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--અર્જુન ત્રિવેદી (ચર્ચા/યોગદાન)
- તરફેણ--sushant (talk) ૧૭:૦૯, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૯:૪૯, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--Vyom25 (talk) ૨૦:૨૧, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--Dhs India (talk) ૨૧:૫૫, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ-- કોનારક (ચર્ચા) ૨૨:૧૯, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ-- Karthikndr (talk) ૨૨:૫૭, ૨૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ-- આકાશ (સભ્યની ચર્ચા:Akash96)૧૧:૩૫, ૨૬ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--Maharshi675 (talk) ૧૩:૦૨, ૨૬ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--Samarth_shah (talk) ૧૩:૧૨, ૨૬ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--Noopur28 Noopur28 (talk) ૧૩:૧૫, ૨૬ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--સતિષચંદ્ર (talk) ૧૭:૪૨, ૨૬ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--Dishant15 (talk) ૧૭:૫૦, ૨૬ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--રંગીલો ગુજરાતી (ગપ્પા) ૨૩:૩૭, ૨૬ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--જીતેન્દ્રસિંહ (talk) ૧૦:૫૮, ૨૭ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--Shailldve (talk) ૧૧:૩૨, ૨૭ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--Maharshi675 (talk) ૦૨:૩૫, ૧૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- Closed. Approved. To note that the user has been granted Transwiki importers rights as per Special:ListGroupRights. Billinghurst (talk) ૧૫:૦૧, ૨૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૩, ૨૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
- બધા સભ્યોના સહયોગ અને મતદાન બદલ ખૂબ ખૂબ આભાર.. :)-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૬:૩૫, ૨૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૩, ૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તરફેણ--sushant (talk) ૨૦:૨૧, ૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તરફેણ-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૪:૦૮, ૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તરફેણ--Dhaval Shah (talk) ૧૪:૧૫, ૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તરફેણ--Vyom25 (talk) ૧૯:૦૬, ૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તરફેણ--અર્જુન ત્રિવેદી (ચર્ચા) ૧૯:૫૯, ૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તરફેણ--Akash96 (talk) ૧૯:૧૨, ૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તરફેણ--હિતાર્થ મેહતા
- તરફેણ--ધવલચર્ચા/યોગદાન
- તરફેણ--Maharshi675 (talk) ૦૨:૩૫, ૧૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૮, ૧૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આપ સૌએ મારામાં બતાવેલા વિશ્વાસ બદલ ખૂબ ખૂબ આભાર..-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૦:૦૫, ૧૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
ફરીથી નામાંકન
શું હવે કોઈ પોતાનું નામાંકન કરાવી શકે છે ??-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૩:૦૭, ૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તુરંત બીજું નામાંકન થઈ શકે કે કેમ એ વિગતથી હું અજાણ છું. શ્રી.ધવલભાઈ કંઈક માર્ગદર્શન કરી શકે તેવી આશા રાખું (અને વિનંતિ પણ કરું). જો કે ત્યાં સુધી કોઈ સભ્યશ્રીને જથ્થાબંધ આયાત જરૂરી લાગે તો આયાતકારશ્રીના ચર્ચાના પાને સૂચન કરી શકે છે. શ્રી.હર્ષજી સહર્ષ આ કાર્ય કરી આપશે જ એવી મને ખાત્રી છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૪૨, ૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આભાર, અશોકભાઈ. હર્ષભાઈની મદદ તો જરૂર પડે ત્યારે વિના સંકોચ લેતો જ હોઉં છું. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૯:૦૮, ૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- સૈદ્ધાંતિક રીતે તો બીજું નામાંકન કરવામાં કોઈ જ વાંધો નથી. મેં સમકિતભાઈને મારા ચર્ચાનાં પાને જણાવ્યું તેમ તેઓ અહિં પોતાનું નામાંકન કરે જેમાં મતદાનને આધારે આપણે નિર્ણય લઈશું. અને હા, તે દરમ્યાનમાં હર્ષભાઈ ઉપરાંત મને પણ તમે આવા કામોમાં તસ્દી આપી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૧, ૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આભાર, અશોકભાઈ. હર્ષભાઈની મદદ તો જરૂર પડે ત્યારે વિના સંકોચ લેતો જ હોઉં છું. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૯:૦૮, ૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
વિકિપીડિયા પરિયોજના : અમદાવાદ
સમકિતભાઈ અને હું પરિયોજના:અમદાવાદ ચાલુ કરવાનુ વિચારીએ છીએ જે અંતર્ગત અમદાવાદને લગતા બધા લેખોની ગુણવત્તા સુધારવી, અમદાવાદને લગતા નવા લેખ બનાવા કેમકે વિકિપીડિયા પરિયોજના:ગ્રામ્યમાહિતી ચોકઠાં વાળી પરિયોજનામાં હવે માહિતીચોકઠાં મારો બૉટ મુકી દેશે.. આભાર.. સુચનો આવકાર્ય..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૧:૪૩, ૧૦ નવેમ્બર ૨૦૧૨ (IST)
- કદાચ, તહેવાર સમયની વ્યસ્તતાના કારણે પ્રબંધકશ્રીઓ આ વિષે કંઇ પ્રત્યુત્તર આપી શક્યા નથી. તો હુ આ વિનંતિ દોહરાવુ છુ:
હમણા અનેક નવા અમદાવાદના વિકિમિત્રો બન્યા છે. તો વિકિપરિયોજના: અમદાવાદ શરૂ કરીને સૌના સહકાર્યથી અમદાવાદ અંગેના લેખોને સમૃધ્ધ કરવા ઇચ્છીએ છીએ. અને હમણાં વેકેશન સમય ચાલતો હોવાથી આ કામને વધારે સારી રીતે ન્યાય આપી શકીશ. તો આપ જલદીથી આ પરિયોજના ચાલુ કરવા મદદ કરશોજી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૨:૪૭, ૨૦ નવેમ્બર ૨૦૧૨ (IST)- ઉત્તમ વિચાર. આપ સમા મિત્રોએ આવા સત્કાર્ય માટે રાહ જોવાની ન હોય ! શુભસ્યશિઘ્રમ ! અમારી સેવા જોઈએ ત્યારે જણાવશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૦૮, ૨૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
- તો અશોકભાઈ હું અને સમકિતભાઈ આ પરિયોજના શરૂ કરીએ છીએ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૭:૨૩, ૨૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
- માફ કરજો, આ સંદેશો બહુ મોડેથી મારા ધ્યાને ચડ્યો, સમકિતભાઈ અને હર્ષભાઈ, આપણા સહુના લાભમાં હોય એવી પરિયોજનાઓ શરૂ કરવા માટે પ્રબંધકોની કે અન્ય કોઈ સભ્યોની રાહ જોવાની જરૂર નથી જ. અશોકભાઈએ ઉપર જણાવ્યું છે તેમ અમારી સેવા જોઈએ ત્યારે જણાવશો, બાકી આ ઉત્તમ કાર્ય ચાલુ રાખો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૬, ૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તો અશોકભાઈ હું અને સમકિતભાઈ આ પરિયોજના શરૂ કરીએ છીએ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૭:૨૩, ૨૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
- ઉત્તમ વિચાર. આપ સમા મિત્રોએ આવા સત્કાર્ય માટે રાહ જોવાની ન હોય ! શુભસ્યશિઘ્રમ ! અમારી સેવા જોઈએ ત્યારે જણાવશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૦૮, ૨૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
નૂતન વર્ષાભિનંદન (સં:૨૦૬૯)
(જરા મોડે મોડે પણ !) સૌ મિત્રોને સહિયારાં નૂતન વર્ષાભિનંદન. સંવત ૨૦૬૯નું વર્ષ ગુજ.વિકિને ધમધોકાર ફળે અને સૌના સથવારે વધુને વધુ ઉત્તમ કાર્ય થઈ શકે તેવી શુભકામનાઓ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૧૪, ૨૨ નવેમ્બર ૨૦૧૨ (IST)
નામ પરિવર્તનો
હાલમાં રાસાયણિક તત્વોના નામ પરિવર્તન કરવામાં આવે છે દા.ત. અલ્યુમિનમ ને સ્ફટયાતુ , નાઇટ્રોજન ને નત્રલવાયુ , સોડિયમ ને ક્ષારાતુ, આર્સેનિક ને સોમલ, હાઈડ્રોજનને ઉદજન વગેરે. હવે આ સૌ શાસ્ત્રીય ગુજરાતી ના નામો પરથી લેખ બનાવવા એ આજના સમયમાં અજુગતું લાગે છે. સ્વયં ગુજરાતની રસાયણ શાસ્ત્રની ગુજરાતી માદ્યમની ચોપડીમાં આ નામો નહીં હોય. તો લેખનું નામ બદલી અને અંગ્રેજીનામના લેખને તેની પર વાળવા કરતાં શાસ્ત્રીય નામે પાનાને પ્રચલિત નામના લેખ પર વાળવા જોઈએ. દા. ત. હાઈડ્રોજનનો લેખ તેમ જ રહેવા દઈ ઉદજનને હાઈડ્રોજન પર વાળવો જોઈએ. મારા મતે ભાગ્યેજ કોઈ ઉદંજન શબ્દ વિકિ પર શોધશે! આપ સૌના શું વિચાર છે. --sushant (talk) ૨૦:૩૦, ૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- ભાઈશ્રી સુશાંતભાઈ, આ વિષે અશોકભાઈએ જે તે સભ્યને સંદેશો ૪ મહિના પહેલા જ લખ્યો હતો. તેઓશ્રી અશોકભાઈના સંદેશાને અવગણીને પોતાના ફેરફારો અચાનક પ્રગટ થઈને કરતા રહે છે. અશોકભાઈ આજે મારું ધ્યાન દોરતાં મેં પણ તે સભ્યને લખ્યું છે. આપણે કયા લેખને મુખ્ય રાખવો અને કયાને તેના પર રિડાયરેક્ટ આપવું તેનો નિર્ણય કરીએ તે પહેલા જરૂરી છે કે તે નામો કેટલી હદે આપણી ભાષામાં સ્વિકૃત છે તે જાણવું. જો તે ભાઈ કે બહેન આપણને આ વિષયે કોઈ ચોખવટભર્યો જવાબ આપી શકે તો આપણે તે દિશામાં કામ કરીએ. નહિતર બધું પૂર્વવત્ કરવું તેમ નિર્ણય લઈશું.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૫, ૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ, આપનો પણ આભાર. ધવલભાઈએ જણાવ્યું તે સાથે સહમત છું. પ્રથમથી જ મેં આ સભ્યશ્રીનાં સંપાદન માંહ્યલા શબ્દપ્રયોગો વિષયે પ્રશ્ન ઉઠાવ્યો છે. પરંતુ તેઓશ્રીએ ચોખવટ કરી નથી. મેં મારી પહોંચ હતી તેટલે સંદર્ભ શોધવા પ્રયાસ કર્યા, પરંતુ એકાદ-બે ને બાદ કરતાં અન્ય શબ્દો સાવ અજાણ્યા જ લાગ્યા છે. શબ્દકોશમાં પણ મળ્યા નથી. એટલે મેં અને ધવલભાઈએ સંદર્ભ જણાવવા, ચોખવટ કરવા, સભ્યશ્રીને જણાવ્યું તો છે જ. જોઈએ, અન્યથા આપણે આ સંપાદનો હટાવવા એ જ રસ્તો બાકી રહે. આપણાં અન્ય કોઈ મિત્રો પણ, આ વિજ્ઞાન વિષયથી જાણકાર હોય તેવા, આવા પારિભાષિક શબ્દોને યોગ્ય ઠરાવી શકે તો સ્વાગત છે. આપણે કોઈની મહેનત પર લીંપણ નથી જ કરવું પરંતુ, જ્યાં જ્યાં ધ્યાને ચઢે ત્યાં, વિકિની (અને આપણી) વિશ્વસનિયતા પણ જાળવવા પ્રયાસરત રહેવું પડે. રસપૂર્વક નિરિક્ષણ કરી મંતવ્ય જણાવવા બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૫૭, ૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
મુખપૃષ્ઠમાં બદલાવ
ખાસા સમયથી આપણી વિકીના મુખપૃષ્ઠ પર કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. મને લાગે છે કે આપણે ઉમદા લેખ અને આજનું ચિત્ર બદલી શકીએ તેમ છીએ. આ અંગે આપ પોતાનો પ્રતિભાવ જણાવશોજી.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૩:૫૯, ૧૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
ઢાંચો શબ્દ અંગે ચર્ચા
ટેમ્પ્લેટ માટે ગુજરાતી વિકિપેડિયા માં વપરાતો શબ્દ હાલ માં ઢાંચો છે . તે રોજબરોજ ની ભાષામાં ભાગ્યેજ વપરાય છે . એથી વધુ વપરાતો કે વધુ યોગ્ય શબ્દ મળે તો બદલવા માટે સુચન કરું છું .
- કેટલાક સુચન: માળખું, નમુનો, સંરચના, રૂપરેખા, તંત્ર
- અન્ય(ખાસ નથી વપરાતો): ફરમો, ક્લેવર
મારા મતે ઉપરના બધામાંથી નમુનો અને માળખું એ બે સૌથી યોગ્ય લાગ્યા છે. આપ આ અંગે વધુ સૂચનો કરી શકો છો. ચર્ચા આવકાર્ય. --Nizil Shah (talk) ૧૬:૫૮, ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- મને હવે તો ઢાંચો શબ્દની આદત પડી ગઈ છે અને મને આ વિશે બહુ ખ્યાલ નથી તો બધા સભ્યશ્રીઓ જે નક્કી કરશે એમાં હું સંમત છું.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૩:૨૭, ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- ઢાંચો શબ્દ કદાચ અમુક મિત્રોને અજાણ્યો લાગે, કિંતુ ’માળખું’નાં સમાનાર્થી તરીકે વપરાતો આ પણ પ્રચલિત શબ્દ છે. જો કે એ વાતે સહમત કે ’માળખું’ શબ્દથી આ શબ્દ ઓછો પ્રચલિત છે. શબ્દકોશ પ્રમાણે તો template = નમૂનો એવું ભાષાંતર છે. પરંતુ આપણે અહીં ઢાંચો શબ્દથી ટેવાયા છીએ અને માત્ર શબ્દાર્થ ન લેતાં ભાવાર્થમાં લઈએ તો ઢાંચો = પ્રકાર, જાત, રીત, રસમ. (૨) (લા.) બીબું, ઢાળો, 'પેટર્ન'. (૩) કાચો ખરડો, મુસદ્દો, 'ડ્રાફ્ટ'. (૪) માળખું, 'ફ્રેમવર્ક’, રીત; રસમ. જેમકે, એક જ ઢાંચાનો સંચા માલ ઢગલાબંધ તૈયાર કરવો. એવો અર્થ શબ્દકોશ આપે છે, તો તેને રહેવા દઈએ તો સારૂં (સં:ઢાંચો (શબ્દકોશ પર). બાકી તો મિત્રોની જેવી સહમતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૧, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- ઢાંચો આ શબ્દ હિંદી વિકિપીડિયાના "ઢાંચા" શબ્દ પરથી આવેલો લાગે છે. ગુજરાતીમાં ઓછો વપરાય છે તે પણ ખરું. પર્ંતુ આપણે સૌ ટેવાયેલા છીએ. વળી કેટલાક હજારો લેખોમાં એ વપરાયો છે. ટાયપિંગ માં maaLakhuM એ લાંબો શબ્દ છે - Dhancho એ ટૂંકો છે. તે સર્વ વસ્તુ જોતા મારા મતે ઢાંચો શબ્દ યથાવત્ રાખો તો સારું. બાકી બહુમતી જેમ કહે તેમ. --sushant (talk) ૨૨:૦૯, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ એ જણાવ્યું તેમ અહીં ઢાંચાનો એક મતલબ છે બીબું કે 'પેટર્ન'. કોઈપણ વસ્તુના જથ્થાબંધ ઉત્પાદન માટે બીબાંનો ઉપયોગ થાય છે જે પહેલેથી તૈયાર હોય છે. અહીં પણ ઢાંચો તૈયાર છે માત્ર આપણે લેખમાં મૂકવાનો જ છે અને એક જ ઢાંચો અનેક લેખમાં ઉપયોગમાં પણ લેવાય છે. માટે ઢાંચો શબ્દ એ એકદમ અનુરૂપ છે અને તેનો મતલબ પણ આપણા ઉપયોગને અનુરૂપ છે.--Vyom25 (talk) ૧૨:૦૬, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તમારા બધાની વાત જોતા લાગે છે કે કોઈને આ શબ્દ સામે કોઈ ખાસ વાંધો પણ નથી અને એ પણ વાજબી વાત છે કે હવે હજારો લેખ માં સુધારા કરવા એ શક્ય પણ નથી . તો ઢાંચો શબ્દ જ રેહવા દેવો યોગ્ય રેહશે . બરાબર. --Nizil Shah (talk) ૧૪:૪૮, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- ધન્યવાદ નિઝિલભાઈ (Nizil Shah), અને ચર્ચામાં ભાગ લેનાર સૌ માન.સભ્યશ્રીઓ. આપે જીજ્ઞાસા દર્શાવી, વિચાર રજુ કર્યો, ચર્ચા માટે સૌને આમંત્રણ આપ્યું, સૌની ચર્ચા અવલોકી અને યોગ્ય નિર્ણય પર આવ્યા એ ખરા વિકિપીડિયનની ખરી રીત છે. આ માટે આપ ધન્યવાદને પાત્ર છો. તો આ ચર્ચા પૂર્ણ થાય છે. સૌ મિત્રોને, સમયે સમયે, કોઈપણ પ્રશ્ન કે અવઢવ જણાય ત્યાં, તાર્કિક તારણ પર પહોંચવા માટે, નિઃસંકોચ આવી તંદૂરસ્ત ચર્ચા કરવા વિનંતિ છે. ફરી એક વાર સૌ મિત્રોનો આભાર. (પ્રબંધકો વતી) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૩, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તમારા બધાની વાત જોતા લાગે છે કે કોઈને આ શબ્દ સામે કોઈ ખાસ વાંધો પણ નથી અને એ પણ વાજબી વાત છે કે હવે હજારો લેખ માં સુધારા કરવા એ શક્ય પણ નથી . તો ઢાંચો શબ્દ જ રેહવા દેવો યોગ્ય રેહશે . બરાબર. --Nizil Shah (talk) ૧૪:૪૮, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ એ જણાવ્યું તેમ અહીં ઢાંચાનો એક મતલબ છે બીબું કે 'પેટર્ન'. કોઈપણ વસ્તુના જથ્થાબંધ ઉત્પાદન માટે બીબાંનો ઉપયોગ થાય છે જે પહેલેથી તૈયાર હોય છે. અહીં પણ ઢાંચો તૈયાર છે માત્ર આપણે લેખમાં મૂકવાનો જ છે અને એક જ ઢાંચો અનેક લેખમાં ઉપયોગમાં પણ લેવાય છે. માટે ઢાંચો શબ્દ એ એકદમ અનુરૂપ છે અને તેનો મતલબ પણ આપણા ઉપયોગને અનુરૂપ છે.--Vyom25 (talk) ૧૨:૦૬, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- ઢાંચો આ શબ્દ હિંદી વિકિપીડિયાના "ઢાંચા" શબ્દ પરથી આવેલો લાગે છે. ગુજરાતીમાં ઓછો વપરાય છે તે પણ ખરું. પર્ંતુ આપણે સૌ ટેવાયેલા છીએ. વળી કેટલાક હજારો લેખોમાં એ વપરાયો છે. ટાયપિંગ માં maaLakhuM એ લાંબો શબ્દ છે - Dhancho એ ટૂંકો છે. તે સર્વ વસ્તુ જોતા મારા મતે ઢાંચો શબ્દ યથાવત્ રાખો તો સારું. બાકી બહુમતી જેમ કહે તેમ. --sushant (talk) ૨૨:૦૯, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- ઢાંચો શબ્દ કદાચ અમુક મિત્રોને અજાણ્યો લાગે, કિંતુ ’માળખું’નાં સમાનાર્થી તરીકે વપરાતો આ પણ પ્રચલિત શબ્દ છે. જો કે એ વાતે સહમત કે ’માળખું’ શબ્દથી આ શબ્દ ઓછો પ્રચલિત છે. શબ્દકોશ પ્રમાણે તો template = નમૂનો એવું ભાષાંતર છે. પરંતુ આપણે અહીં ઢાંચો શબ્દથી ટેવાયા છીએ અને માત્ર શબ્દાર્થ ન લેતાં ભાવાર્થમાં લઈએ તો ઢાંચો = પ્રકાર, જાત, રીત, રસમ. (૨) (લા.) બીબું, ઢાળો, 'પેટર્ન'. (૩) કાચો ખરડો, મુસદ્દો, 'ડ્રાફ્ટ'. (૪) માળખું, 'ફ્રેમવર્ક’, રીત; રસમ. જેમકે, એક જ ઢાંચાનો સંચા માલ ઢગલાબંધ તૈયાર કરવો. એવો અર્થ શબ્દકોશ આપે છે, તો તેને રહેવા દઈએ તો સારૂં (સં:ઢાંચો (શબ્દકોશ પર). બાકી તો મિત્રોની જેવી સહમતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૧, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
લેખમાં શીર્ષક અંગે
હમણાં ઘણા બધા લેખમાં જરૂરી ઢાંચા અને શ્રેણીઓ ઉમેરતા એક વાત ધ્યાનમાં આવી કે આપણી વિકિમાં વ્યક્તિ અંગેના લેખમાં શીર્ષક અંગેની એક નીતિ નક્કી કરવાની જરૂરિયાત છે - દરેક વ્યક્તિના નામનો અધિકારીક પૂર્વગ એટલે કે ડૉ, પ્રો, જનરલ, મેજર વિગેરે.ને લેખના શીર્ષક માં સમાવવા કે નહિ??જેમ કે ડૉ. ઝાકીર હુસૈનના લેખમાં ડૉ છે પણ અબ્દુલ કલામના લેખમાં પૂર્વગ નથી. દરેક લેખમાં એકસુત્રતા જળવાઈ રહે તે માટે કોઈ એક રીત પસંદ કરવી રહી. આમ તો પૂર્વગ ના રાખીએ તો જ બહેતર, કારણ કે વ્યક્તિને જીવનમાં નવા પૂર્વગ ઉમેરવાના અવસર ઘણા હોય છે. અંગ્રેજી વિકિપીડીયામાં પણ મેં આ જ વસ્તુ નોંધી છે. અન્ય માનદ સભ્યોશ્રીઓ મંતવ્ય જણાવશોજી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૩:૨૧, ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- સહમત સમકિતભાઈ. પૂર્વગ રાખવાની જરુર નથી.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૧૭, ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રચલિત નામમાં પૂર્વગ હોય તો રાખવો જોઈએ જેમ કે પંડિત રવિશંકર, ઉસ્તાદ બિસ્મિલ્લાખાન વગેરે.--Vyom25 (talk) ૧૪:૧૯, ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- સમકિતભાઈ, પૂર્વર્ગ ના રાખવો તેવો આપણો આગ્રહ હંમેશા રહ્યો છે, માટે જ અબ્દુલ કલામ જેવા નામી વ્યક્તિના લેખનું શીર્ષક ડૉ.થી શરૂ નથી થતું. ડૉ. ઝાકીર હુસૈન ધ્યાન બહાર ગયું હોઇ શકે છે. આવું કોઈપણ પાનું ધ્યાને ચડે તો તેમાંથી શ્રી, શ્રીમાન, શ્રી શ્રી ૧૦૦૮, વગેરે દૂર કરવા વિનંતિ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૫, ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રચલિત નામમાં પૂર્વગ હોય તો રાખવો જોઈએ જેમ કે પંડિત રવિશંકર, ઉસ્તાદ બિસ્મિલ્લાખાન વગેરે.--Vyom25 (talk) ૧૪:૧૯, ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- સહમત સમકિતભાઈ. પૂર્વગ રાખવાની જરુર નથી.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૧૭, ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- શ્રી, શ્રીમાન, શ્રી શ્રી ૧૦૦૮, જગદગુરુ વગેરે જેવા પૂર્વર્ગ કે જે ફક્ત તેમના અનુયાયિઓ કે જે-તે વ્યક્તિના પ્રશંશક દ્વારા આપવામાં આવે તો તે યોગ્ય નથી. ઝાકીર હુસૈનને આપણે તથા લોકો ઝાકીર હુસૈન તરીકે જ ઓળખે છે પણ રવિશંકર ને લોકો તથા આપણે પણ પંડિત રવિશંકર તરીકે ઓળખીયે છીએ. માટે વ્યોમભાઈએ કહ્યું તેમ પ્રચલિત નામમાં પૂર્વગ હોય તો રાખવો જોઈએ જેમ કે પંડિત રવિશંકર, ઉસ્તાદ બિસ્મિલ્લાખાન વગેરે... આ વિષયે કોઇ ચોક્કસ નીતિ ન જ ઘડી શકાય જેતે નામ વખતે વિવેક વાપરી નામકરણ કરવું યોગ્ય રહેશે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૫૦, ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીના લેખમાં પણ સરદાર અને મહાત્મા પૂર્વગ તો છે જ, મારી દ્રષ્ટિએ એક વસ્તુ કરી શકાય કે આપણે મૂળ લેખના શીર્ષકમાં પૂર્વગ ના સમાવીએ પરંતુ પૂર્વગ સાથેનું આખા નામવાળા શીર્ષકથી લેખ બનાવી તેને મૂળ લેખ પર દિશાનીર્દેશિત કરી શકીએ. આથી કોઈ જયારે કોઈ પ્રચલિત વ્યક્તિના નામે લેખ શોધે તો તેને લેખ પર મળી જાય અને આપણી વિકિમાં એકસુત્રતા પણ જળવાઈ રહે.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૨:૨૦, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- મહાત્મા ગાંધી એ પ્રચલિત નામ છે માટે લેખનું નામ એ જ હોવું જોઈએ. જો તમારે દિશાનિર્દેશિત કરવું હોય તો મોહનદાસ કરમચંદ ગાંધીને કરી શકાય. આજ વસ્તુ સરદાર પટેલ કે પંડિત રવિશંકર ને લાગુ પડે છે. એ. આર. રહેમાન વિશે ના લેખનું નામ શા માટે અલ્લાહ રખા રહેમાન નથી? કારણે કે એ. આર. રહેમાન પ્રચલિત નામ છે.--Vyom25 (talk) ૧૧:૫૯, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીના લેખમાં પણ સરદાર અને મહાત્મા પૂર્વગ તો છે જ, મારી દ્રષ્ટિએ એક વસ્તુ કરી શકાય કે આપણે મૂળ લેખના શીર્ષકમાં પૂર્વગ ના સમાવીએ પરંતુ પૂર્વગ સાથેનું આખા નામવાળા શીર્ષકથી લેખ બનાવી તેને મૂળ લેખ પર દિશાનીર્દેશિત કરી શકીએ. આથી કોઈ જયારે કોઈ પ્રચલિત વ્યક્તિના નામે લેખ શોધે તો તેને લેખ પર મળી જાય અને આપણી વિકિમાં એકસુત્રતા પણ જળવાઈ રહે.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૨:૨૦, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- શ્રી, શ્રીમાન, શ્રી શ્રી ૧૦૦૮, જગદગુરુ વગેરે જેવા પૂર્વર્ગ કે જે ફક્ત તેમના અનુયાયિઓ કે જે-તે વ્યક્તિના પ્રશંશક દ્વારા આપવામાં આવે તો તે યોગ્ય નથી. ઝાકીર હુસૈનને આપણે તથા લોકો ઝાકીર હુસૈન તરીકે જ ઓળખે છે પણ રવિશંકર ને લોકો તથા આપણે પણ પંડિત રવિશંકર તરીકે ઓળખીયે છીએ. માટે વ્યોમભાઈએ કહ્યું તેમ પ્રચલિત નામમાં પૂર્વગ હોય તો રાખવો જોઈએ જેમ કે પંડિત રવિશંકર, ઉસ્તાદ બિસ્મિલ્લાખાન વગેરે... આ વિષયે કોઇ ચોક્કસ નીતિ ન જ ઘડી શકાય જેતે નામ વખતે વિવેક વાપરી નામકરણ કરવું યોગ્ય રહેશે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૫૦, ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
વિકિડેટા અંગે
વિકિડેટાએ મુક્ત માહિતી આધાર છે જેને મશીન અને માનવ બન્ને દ્વારા વાંચી અને સુધારી શકાય છે. જેમ ચિત્ર વગેરે મીડિયા માટે વિકિમીડિયા કૉમન્સ છે તેમ માહિતી માટે વિકિડેટા છે, જે માળખાગત માહિતીના (આંતરવિકિ સંદર્ભ, આંકડાકીય માહિતી વગેરે) વપરાશ અને વ્યવસ્થાપનનું કેન્દ્રીકરણ કરે છે. વિકિડેટા દરેક ભાષાની વિકિપીડિયા માટે માહિતી સંગ્રહે છે. આ પ્રોજેક્ટ હજુ નિર્માણાધિન છે.
અહી વિકિડેટા પર ધ્યાન દોરવાનું કારણ એ છે કે નજીકના ભવિષ્યમાં એ વિકિમીડિયા કોમન્સ ની જેમ માહિતી માટેનું કેન્દ્ર બની જશે. એ સમયે ગુજરાતી વિકિપેડિયા ને વધુ ફાયદો મળે તે હેતુ થી શક્ય તેટલા વધુ ગુજરાતી લેખો અંગ્રેજી લેખ સાથે interwiki વડે સાંકળી દેવા જોઈએ . જયારે આ લેખો માટે કેન્દ્રીય માહિતીનો ડેટાબેઝ તૈયાર થશે ત્યારે સીધું ગુજરાતી માં તેનું સ્વરૂપ અહી મળશે જેમકે infobox , lists વગેરે.
તો વધુને વધુ લેખોને અંગ્રેજી લેખો સાથે interwiki વડે સાંકળી રાખજો. ખાસ કરીને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ થતા લેખો. નવા લખાતા દરેક લેખ પણ એને અનુરૂપ અંગ્રેજી લેખ સાથે સંકલી લેવો. હંગેરિયન વિકિપેડિયા જાન્યુઆરી માં વીકીડેટા સાથે જોડાવનાર પ્રથમ વિકિપેડિયા બનશે, ગુજરાતી વિકિપેડિયા બને તેટલું વહેલા જોડાઈ શકે તે માટે જરૂરી બાબતો માટે જાણકાર મિત્રો કાર્ય કરે . હું પોતે પણ આ અંગે વધુ જાણકાર નથી પણ wikidata ભવિષ્યમાં structured data માટે જરૂરી બનશે . આ બાબતે સૌ સાથે મળી શું કરી શકીએ તેના સૂચનો ચર્ચા અને આવકાર્ય. --Nizil Shah (talk) ૧૬:૨૪, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આ માટે શું કરવાનું છે તે જણાવજો. --sushant (talk) ૧૯:૦૧, ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
આ માટે interwiki links દરેક લેખને અંતે રાખવી તે en:અંગ્રેજી લેખનું નામ , hi:હિન્દી લેખનું નામ વગેરે આ મોટા ભાગના અંગ્રેજી લેખોના અંતે હોય છે તે કોપી કરી ગુજરાતી લેખ માં પેસ્ટ કરવા.
આ ઉપરાંત આ ટૂલ વાપરી કયો લેખ વિકિ ડેટામાં છે કે નહિ એ જાણી શકાય છે . એ વાપરવા તમારા સભ્ય પાના (યુઝર પેજ) પર જઈ તેના લિંક અડ્રેસ માં /commons.js ઉમેરી દો . દા .ત . http://gu.wikipedia.org/wiki/સભ્ય:તમારુંનામ/common.js અને હવે આવતા પેજ પર નીચેની જાવા સ્ક્રીપ્ટ કોપી-પેસ્ટ કરો . સેવ કરો .
// [[d:User:Yair rand/WikidataInfo.js]]
importScriptURI("//www.wikidata.org/w/index.php?title=User:Yair rand/WikidataInfo.js&action=raw&ctype=text/javascript");
આનાથી તમે જે લેખ પર જશો તેની શરૂઆત માં તે વિકિડેટા માં છે કે નહિ તે બતાવશે અને નાં હોય તો યોગ્ય અંગ્રેજી લેખ શોધી ઉમેરી દો. જો એ પણ નાં હોય તો નવું પેજ બનાવો જે ખૂબ આસાન છે . વીકી ડેટા ને લગતી વધુ માહિતી તેમના હોમપેજ પર ઉપલબ્ધ છે. --Nizil Shah (talk) ૦૧:૪૫, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આભાર, નિઝિલભાઈ સ્ક્રિપ્ટ બહુ સારી રીતે કામ કરે છે. મને એક પ્રશ્ન એ છે કે વિકિડેટા છે એ જેમ કોમન્સ ઈમેજનો પુલ છે એવી રીતે વિકિડેટા એ માહિતીનો પુલ છે કે રૅફરન્સનો?--Vyom25 (talk) ૧૦:૨૯, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- વિકિડેટા એ માહિતીનો પુલ છે. નિઝિલભાઈ આભાર. આપડે કંઇક એવી સ્ક્રિપ્ટ ખરી કે આપડા ગામો બધા વિકિડેટા પર એક સાથે ચડી જાય. આપડે ૧૫૦૦૦+ ગામના લેખો છે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૩૩, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- જ્યાં સુધી હું સમજ્યો છું ત્યાં સુધી દરેક લેખને interwiki લીંકથી જોડવાની છે. હવે એ તો જ શક્ય બને જો અન્ય ભાષામાં તે લેખ હોય. interwiki લિંક તો બૉટથી થાય જ છે.--Vyom25 (talk) ૧૦:૫૨, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- વિકિડેટા એ માહિતીનો પુલ છે. નિઝિલભાઈ આભાર. આપડે કંઇક એવી સ્ક્રિપ્ટ ખરી કે આપડા ગામો બધા વિકિડેટા પર એક સાથે ચડી જાય. આપડે ૧૫૦૦૦+ ગામના લેખો છે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૩૩, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- આભાર, નિઝિલભાઈ સ્ક્રિપ્ટ બહુ સારી રીતે કામ કરે છે. મને એક પ્રશ્ન એ છે કે વિકિડેટા છે એ જેમ કોમન્સ ઈમેજનો પુલ છે એવી રીતે વિકિડેટા એ માહિતીનો પુલ છે કે રૅફરન્સનો?--Vyom25 (talk) ૧૦:૨૯, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- વ્યોમ અને હર્ષ, આ સ્ક્રીપ્ટ મેં નથી લખી એટલે એ સંબધી કોઈ સુચન હોય તો વિકિ ડેટા માં ઉપર આપેલી લિંક ઉપર જણાવશો.(હુ ઇજનેર નહિ પણ ડોક્ટર છુ) હર્ષ, ગામ ના લેખો ને સીધા વીકી ડેટા લઇ જવાય એવી કોઈ સ્ક્રીપ્ટ મળી નથી . એવી સ્ક્રીપ્ટ કોઈ જાતે લખે તો મેળ પડે . અત્યારે હું ભાર interwiki links પર એટલા માટે આપું છું કે slurpinterwiki નામનું ગેજેટ વીકી ડેટા માં છે જે interwiki ના ઉપયોગથી સીધા જ લેખોને કનેક્ટ કરે છે અને એક પેજ પર ઉમેરી દે છે . હું જયારે વીકી ડેટા પર લેખ કનેક્ટ કરતો હતો ત્યારે ખબર પડી કે મોટા ભાગના ગુજરાતી લેખોમાં interwiki છે જ નહિ એટલે તે આવતા જ નથી અને મારે મેન્યુઅલી ઉમેરવા પડ્યા જો પહેલેથી interwiki હોય તો કામ આસન બને . જેવું લેખને લગતું પેજ બને, કોઈ પણ ભાષાનો યુઝર એને interwiki થી connect કરી દે અને આપણી મહેનત પણ ઘટે. હજુ તો વીકી ડેટા પહેલા ફેસ માં છે , આગળ જતા કોમન lists અને infoboxes પણ આવાના છે એટલે structured માહિતી માટેનો એ કોમન્સ જેવો જ કેન્દ્રીય સ્રોત (પુલ) બની જશે એટલે અત્યારથી થોડું ધ્યાન રાખીશું તો આગળ ઘણો ફાયદો મળી શકે . આ અંગે વધારે અવેરનેસ આવે એટલે જ અહી આ જણાવ્યું હતું . આભાર . આ અંગે વધુ કશુય જાણવા જેવું આવશે તો અહી ચોક્કસ જણાવીશ .--Nizil Shah (talk) ૦૬:૧૫, ૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- તમેય એ અંગે કશું થઇ શકે એમ હોય તો જણાવશો . દા . ત . કોઈ એવી સ્ક્રીપ્ટ બની શકે કે જેનાથી interwiki વગરના લેખો જુદા તારવી interwiki ઉમેરી શકાય . (HotCat જેવું કંઈક), ટેકનીકલ પ્રતિભાઓ નું સ્વાગત . --Nizil Shah (talk) ૦૬:૧૫, ૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- મિત્રો, આ ચર્ચા મોડીમોડી ધ્યાને ચડી તેથી મોડો ઉત્તર પાઠવું છું તે બદલ ક્ષમા ચાહું છું. આપણે આપણા લેખોને અંગ્રેજીના લેખો સાથે જોડવાની જે વાત કરીએ છીએ તે કામ અનેકોઅનેક Interwiki Bot દ્વારા સમયાંતરે થતું જ હોય છે. તમે જો કદાચ તાજા ફેરફારો પર નજર રાખતા હોવ તો તમે જોયું હશે કે લગભગ દરરોજ એકાદો લેખ તો એવો હોય છે જેમાં કોઈક અન્ય ભાષાના વિકિપીડિયાની આવી આંતરવિકિ કડીઓ ઉમેરતું હોય છે, તે બધા બોટ્સ છે. હર્ષભાઈ, તમે કહો છો તેમ આપણા ગામ વિષેના લેખોમાં અંગ્રેજી વિકિની કડીઓ ત્યારે જ ઉમેરી શકીએ જ્યારે તે વિષયન લેખો અંગ્રેજી વિકિમાં ઉપલબ્ધ હોય. વિકિડેટા ખૂબ જ નવું ઇનિશીયેટીવ છે, એટલે અત્યારે તે પ્રારંભિક સુવિધાઓ ધરાવે છે, પરંતુ આગળ જતા તેમાં બધા ગુજરાતીના બધા લેખો આંતરવિકિની જરૂર વગર પણ સમાવી લેવા માટેની સુવિધા અવશ્ય ઉપલબ્ધ થશે. હાલમાં આ વિષે વધુ પડતી ચિંતા કરવાને બદલે, જ્યારે જે લેખ ધ્યાને ચડે તેમાં ઈન્ટરવિકિ લિંક્સ ઉમેરતા રહેવું કેમકે આપણે અમદાવાદ, ગામડાના લેખો, વગેરે પરિયોજનાઓ ઓલરેડી હાથ પર લઈને બેઠા છીએ, અને આપણું ધ્યાન એક જ દિશામાં કેન્દ્રિત રાખીએ તો વધુ સારું કામ કરી શકીશું.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૧૬, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
મદદ
હર્ષ, ચિરાયુ, નિઝીલ અને અન્ય મિત્રો..... હાલમાં મેં ચેરી અને બદામ આ લેખ પર કાર્ય કર્યું. તેમાં તેઅમનું વૈશ્વીક ઉત્પાદન દર્શાવવા કોઠામાં જે તે દેશના ધ્વજ સામે તે નું વાર્ષિક ઉત્પાદન દર્શાવેલ હતું. ગુજરાતીમાં તે નાના ટચુકડા ધ્વજ દેખાતા નથી. તે લાવી આપ્શો. --sushant (talk) ૧૯:૦૧, ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- કામ થઈ ગયું-- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૧:૫૩, ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- હવે કોઈ પણ લેખ કે જેમાં દેશ અને તેના ઝંડાના ચિહ્નનો ઉપયોગ થતો હશે ત્યા ગુજરાતીમાં તેનું નામ તેના લેખની સાથે આંતરવિકી કડી સાથે આવશે. ઘણા બધા દેશો માટેનું આ જટિલ કામ પતી ગયું છે છતાં બાકીના દેશોનું કામ ટૂંક સમયમાં પતાવવાનો પ્રયત્ન કરીશ.
ભુલ
સર્વ ને નમસ્કાર. થોડી કલાક પહેલા મને bot કઈ રીતે ચલાવવો જાણવા મળ્યું, ઉત્સાહમાં આવીને મેં સભ્ય:હર્ષ ના bot થી કામ ચાલુ કરી દીધું, થોડું ઘણું કામ થયા બાદ મને bot flag વિષે જાણ થઈ. એટલે આપ સહુના તાજા ફેરફારો માં મારા થી થયેલ ભૂલ નાં કારણે મારા જ ઘણા બધા ફેરફારો દેખાશે. હાલમાં મેં bot બંધ કરી દીધો છે, હવે bot flag કરીનેજ પાછુ કામ ચાલુ કરીશ. આભાર --રંગીલો ગુજરાતી (ગપ્પા) ૦૪:૫૫, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
ખેડબ્રહ્મા
આ લેખ લખાઈ ગયો છે પરંતુ એના ઇન્ફોબોક્ષ માં જાળસ્થળ (વેબસાઈટ) માં બરાબર વેબસાઈટ દેખાતી નથી. કદાચ બગ હોય એવું લાગે છે. તે જાણકાર મિત્રો સુધારી આપે. આભાર.--Nizil Shah (talk) ૧૩:૨૩, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- નિઝીલભાઈ, બગ નથી, આપ જયારે Infobox:Indian Jurisdictionનો ઉપયોગ કરો ત્યારે Url ઢાંચાનો ઉપયોગ ન કરો, માત્ર વેબ એડ્રેસ ઉમેરો. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૪:૪૩, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- આભાર. :) --Nizil Shah (talk) ૧૬:૧૪, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
જાળસ્થળ
ઢાંચો: indian jurisdiction માં કદાચ જાતે થતા અનુવાદને લીધે જાળસ્થળ આવું ભદ્રંભદ્ર નામ હશે, તે રાખવાને બદલે વેબસાઈટ જ રાખવા હું ભલામણ કરું છું. જાળસ્થળ વાંચીને તો હું પણ વિચારમાં પડી ગયો હતો કે અહી શું લખવાનું હશે? મિત્રો આ બાબતે પોતાનો અભિપ્રાય જણાવે. --Nizil Shah (talk) ૧૩:૨૩, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- અહીં એક વાત હું કહેવા માંગીશ કે વેબસાઈટ શબ્દ પ્રત્યેક જનમાનસ પર એટલો પ્રચલિત થઇ ગયો છે કે જો હવે આપણે પાછા ગુજરાતી શબ્દને લાવવાનો પ્રયત્ન કરીશું તો ગૂંચવણ પેદા થશે. જેમ અંગ્રેજી ભાષામાં બીજી ભાષાના પ્રચલિત શબ્દો સમાવવામાં આવ્યા, તેમ ગુજરાતી વાચકની સગવડતા જોતા વેબસાઈટ શબ્દ વધુ યોગ્ય રહેશે. જો જાળસ્થળ રાખવામાં આવશે તો તેનો અન્ય કોઈ જગ્યા એ ઉપયોગ ના થતો હોવાથી તે માત્ર વાચકના મનમાં દુવિધા જ પેદા કરશે. સમયની માંગ પ્રમાણે આપણે થોડા પરિવર્તનશીલ તો થવું જ રહ્યું.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૨:૫૬, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- મિત્ર વિહંગ અને ધવલ, હું માનું છું કે કેટલાક શબ્દો, મોટા ભાગે ટેકનીકલ શબ્દો, ને અંગ્રેજી જ રાખવા સારા કેમકે આપણે વિકિપેડિયાને લોકભોગ્ય બનાવવાનો છે, નહિ કે લોકોને વિકિપેડિયા વાંચવા યોગ્ય. એ સીધી સાદી વાત છે કે કોઈ શબ્દ જયારે મોટા ભાગના લોકો વ્યવહારમાં નાં વાપરતા હોય ત્યારે તેને ના વાપરવો . જોવા જોઈએ તો ગુજરાતી ભાષામાં બીજી ભાષાના, દા . ત . અરબી, ફારસી, અંગ્રેજી, પોર્ટુગીઝ ના અઢળક શબ્દો છે તે સર્વે પ્રચલિત હોવાથી વપરાય જ છે . મોબાઈલ માટે કોઈ દુરભાષ વાપરે તો વિચિત્ર લાગેને . આપણે અંગ્રેજી ભાષાની જેમ ગુજરાતીમાં પણ બીજી ભાષાના શબ્દો સ્વીકારી લેવા જોઈએ અને એના ભદ્રભદ્ર ની માફક અનુવાદ નાં કરવા જોઈએ . યુવાનો રોજબરોજની ભાષામાં ના વપરાતા શબ્દોવાળા વિકિપીડિયાને વાંચશે? એમને તે પંડિત ભાષા લાગશે અને એના કારણે જેમ કેટલાક જૂની પેઢીના લેખક વાંચતા નથી, એમ વિકિપીડિયા વાંચવાનું ટાળશે . માત્ર યુવાનો જ નહિ જૂની પેઢીના લોકો પણ આવા શબ્દોથી નવાઈ પામે એટલે વેબસાઈટ જેવા શબ્દ વાપરવો જ યોગ્ય રહે . લોકો માટે વિકિપીડિયા વાંચવું સરળ અને આનંદદાયક હોવું જોઈએ . અજાણ્યા શબ્દો અને ભારેખમ ભાષા એને કંટાળાજનક કે સમજવામાં મુશ્કેલ ના બનાવે એ જરૂરી છે . નવા શબ્દો પ્રચલિત કરવાનું કામ વિકિપીડિયાનું નથી, એણે તો માત્ર જ્ઞાન વહેચવાનું છે . આપ આપનો મત જણાવી શકો છો . --Nizil Shah (talk) ૦૦:૩૮, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- મિત્ર Nizil Shah, બધા શબ્દો અંગ્રેજીના જ રાખવા હોય અને ફ્ક્ત લિપિજ ગુજરાતી રાખવાની હોય તો પછી ગુજરાતી વિકિપીડીયાની જરુર જ શુ છે? જાપાન અને ચીનના ભાષાપ્રેમમાં થી આપણે કંઇક શીખવું જોઇએ એવું આપને નથી લાગતુ?--વિહંગ (talk) ૦૯:૧૨, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
તરફેણ
- તરફેણ --Nizil Shah (talk) ૦૧:૦૨, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- તરફેણ ’જાળસ્થળ’ પ્રચલિત શબ્દ નથી. વેબસાઇટ શબ્દ યોગ્ય છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૧, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- તરફેણ-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૭:૩૯, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- તરફેણ--Vyom25 (talk) ૨૦:૦૫, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- તરફેણ ઘણી વખત આપણી ભાષામાં નવાં શબ્દોની જરુર રહે છે. નવાં શબ્દોની આયાત જ ભાષાને નવાં જમાનામાં પ્રચલિત રાખી શકશે. --KartikMistry (talk) ૦૮:૩૦, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ખરેખર તો આ મત તરફેણમાં ન ગણાય.
- તરફેણ-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૫૦, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- તરફેણ--ધવલ ભાવસાર
- તરફેણ--sushant (talk) ૨૨:૦૫, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
વિરુદ્ધ
- વિરુદ્ધ - અમુક શબ્દો આપણે ગુજરાતીમાં પ્રચલિત કરવા જોઈએ. આપણું દુર્ભાગ્ય છે કે પહેલેથી આપણે આવા ગુજરાતી શબ્દો ઈન્ટરનેટના વપરાશની સાથોસાથ ગુજરાતીમાં ઉપલબ્ધ નહોતા થયા, એનું કારણ એ છે કે તે સમયે ગુજરાતી ટાઇપિંગની સુવિધા ઉપલબ્ધ નહોતી. હવે જ્યારે ગુજરાતી ભાષામાં ઈન્ટરનેટ પર કામ કરવું શક્ય બન્યું છે ત્યારે બને તેટલા ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરીને તેને લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૪, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ભાઈ શ્રી સમકિતભાઈ, અંગ્રેજી ભાષાના અને ખાસ કરીને ઈન્ટરનેટને લગતા અનેક શબ્દો મેં ઉપર જણાવ્યું તેમ આપણી તે સમયની અક્ષમતાને કારને આપણે સ્વિકારવા પડ્યા છે. ફક્ત ઈન્ટરનેટને લગતા જ નહિ, પણ કમ્પ્યૂટરને લગતા બધા જ શબ્દો માટે આ વાત લાગુ પડે છે. એમ જોવા જઈએ તો save, delete, edit, next, previous, જેવા બધા જ શબ્દો અંગ્રેજીમાંથી અક્ષરસ: સ્વિકારી લીધા છે અને પ્રચલિત પન થઈ ચૂક્યા છે. આપણે અહિં સાચવો, ફેરફાર કરો, આગલું, પાછલું, વગેરે શબ્દો પણ આ અંગ્રેજી શબ્દોની અવેજીમાં જ લીધા છે. શું આપણે તે બધા જ ગુજરાતી શબ્દોને ભૂલી જઈને અંગ્રેજી શબ્દોને જ વળગી રહેવું.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૦૩, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ધવલભાઈ, save, delete, edit ના કિસ્સામાં આપની વાત સાચી છે, પરંતુ મારા મત મુજબ વેબસાઈટ શબ્દને અપવાદ ગણવો જોઈએ. બાકી જેવી સૌ મિત્રોની ઈચ્છા. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૧:૨૬, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- શ્રી.ધવલભાઈ અને ’વિરુદ્ધ’માં રહેતાં મિત્રો. આપનાં વિચારનાં સન્માનસહઃ, ’સાચવો’, ’ફેરફાર કરો’ જેવા સૌને સમજાય અને વાતચીતમાં વિદ્યમાન એવા શબ્દો મળી રહે તે માટે તો આપણે જે તે ગુજરાતી શબ્દ વાપરવો જોઈએ જ. એ બાબતે આપણે એકમત છીએ. પરંતુ આ શબ્દ "જાળસ્થળ" ન તો પ્રથમ વખત વાંચનારનાં મગજમાં ’અર્થ’ ઉતારે છે. ન ગુજરાતી ભાષામાં (લખાણ કે વાતચીત) ખાસ ક્યાંય પ્રચલિત છે. (સિવાય કે આપણું વિકિ). બીજું વિજ્ઞાન કે તકનિકીને લગતાં પારિભાષિક શબ્દોની અવેજીમાં પ્રચલિત ગુજરાતી શબ્દો મળી આવે છે ત્યાં તે જ વાપરવાનો આપણે આગ્રહ રાખીએ અથવા ભલે ડિક્શનરીમાં ન હોય પરંતુ બે અર્થપૂર્ણ અને પ્રચલિત શબ્દોનું યુગ્મ બનાવવાથી અર્થ સરતો હોય તો પણ આપણે વાપરીએ છીએ. અહીં ’જાળ’ કહેતાં માછીમારીની જાળ કે કપટ, દગો, ફસામણી એવો અર્થ મગજમાં આવશે. અંગ્રેજી web એટલે કરોળીયાનું જાળું એવો અર્થ પ્રેરિત છે, પણ એ અર્થ અહીં માત્ર ’જાળ’ કહેતાં સૂચિત થતો નથી. રૂઢિપ્રયોગોમાં બહુ પ્રચલિત એવા, ’જાળ નાખવી’, ’જાળ ફેંકવી’, ’જાળ બિછાવવી’ જેવા અનર્થકારી રૂઢિપ્રયોગ વધુ મળશે. આથી આ શબ્દ ’જાળસ્થળ’નો અર્થ અસ્પષ્ટ રહે છે. આ કારણ છે કે, અમો આ શબ્દને બદલે બહુ પ્રચલિત અને અલ્પશિક્ષિત પણ સામાન્ય મોબાઈલ વાપરી જાણતા માણસને પણ સમજવામાં આવી જાય તેવો ’વેબસાઇટ’ શબ્દ વાપરવા પર સહમત થયા છીએ. (નોંધ = મારા માનવા પ્રમાણે વેબસાઈટ નહિ પણ "વેબસાઇટ" સાચી જોડણી થશે.) આ મારો અંગત વિચાર છે અને આપણી વિકિપરંપરા પ્રમાણેની ચર્ચા માત્ર છે. વધુ મિત્રો પોતાનાં સૂચનો જણાવે (તરફેણ-વિરુદ્ધ જે યોગ્ય લાગે તે) તેવી અપેક્ષા. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૩૩, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ધવલભાઈ હું મારી વાત અહીં તમારો મત મારા તરફ ફેરવવા માટે નથી મૂકતો પરંતુ જાળસ્થળ એ પ્રચલિત શબ્દ નથી અને પહેલી વખત વાંચનારને જાળસ્થળ એટલે વેબસાઇટ એવું કેવી રીતે સમજાય?--Vyom25 (talk) ૧૮:૧૭, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- મારી અંગત માન્યતા મુજબ કોઇપણ શબ્દ જો એનો ઉપયોગ થાય તો જ પ્રચલીત થાય ને. પ્રથમ ઉપયોગથી જ આપણે તે શબ્દ તરફ આભડછેટ દાખવીશું તો પ્રચલીત ક્યારે બનશે? જાળસ્થળ શબ્દ પ્રચલીત બને તો જ એનો ઉપયોગ કરીશું એવો દુરગ્રહ મારા મતે તો ""તરતા આવડે પછી જ પાણીમાં ઉતરીશું"" જેવો લાગે છે. ઉપરાંત "website" શબ્દ પોતે પણ આજ થી ૨૦ વર્ષ પહેલા પ્રચલીત ન હતો. કોઇ એ એનો ઉપયોગ શરુ કર્યા પછી એ પ્રચલીત બન્યો છે. એ વખતે જો કોઇએ એમ કહ્યું હોત કે website શબ્દ પ્રચલીત બને પછી જ એનો ઉપયોગ કરીશું તો શું એ શબ્દ પ્રચલીત બન્યો હોત? --વિહંગ (talk)
- વિહંગજી, આગળ નિઝિલજીએ જણાવ્યું તે પ્રમાણે; ’નવા શબ્દો પ્રચલિત કરવાનું કામ વિકિપીડિયાનું નથી,’ (એ કાર્ય સાહિત્યકારો માટે છોડીએ !) અપ્રચલિત શબ્દોને અવગણી પ્રચલિત અને સમજવામાં સરળ શબ્દો વાપરવા એવી અગાઉ ઘણી ચર્ચાઓ અને સહમતી થયેલી છે. અહીં આગ્રહ-દૂરાગ્રહ નથી હોતા. આપણે સૌએ યોગ્ય સંદર્ભો અને કારણો દર્શાવી તરફેણ-વિરુદ્ધમાં તંદૂરસ્ત ચર્ચા દ્વારા એક ઉચિત શબ્દ નક્કી કરવાનો છે. જે મૂળ ભાષાના શબ્દની અવેજીમાં અર્થપૂર્ણ શબ્દની ગરજ સારે અન્યથા મૂળ ભાષાનો (અહીં અંગ્રેજી) શબ્દ વાપરવો રહે. શબ્દ ’જાળસ્થળ’ શા માટે ન વાપરવો તે ઉપર ચર્ચાયું છે. શા માટે વાપરવો તેનો તર્ક અથવા તેની અવેજીમાં અન્ય કોઈ અર્થપૂર્ણ શબ્દ આપને સૂઝતો હોય તો જરૂર જણાવશોજી. આપણે એ માટે તો આ ચર્ચા કરીએ છીએ. ધન્યવાદ. (નોંધ: આપે ઉપર કાર્તિકભાઈનાં ’મત’ નીચે સહી કર્યા વગર પ્રતિભાવ લખ્યો તે સમજાયો નહિ ! તેઓએ સ્પષ્ટ મત જ આપ્યો છે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૧, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- અશોકજી, આપને શું ના સમજાયુ તે મને ના સમજાયુ. એમણે લખેલ છે કે ""નવા શબ્દોની જરુર છે"" એનો અર્થ એવો થાય કે જાળસ્થળ શબ્દ ને બદલે ""વેબસાઇટ" લખવાની તરફેણ નથી કરતા. છતા એમણે તરફેણ માં મતદાન કર્યુ છે. મેં આપ સહુનું એ તરફ ધ્યાન દોરવાનો નમ્ર પ્રયત્ન કરેલ છે. ઉપરાંત, શા માટે વાપરવો તેનો તર્ક પણ જણાવવનો પ્રયત્ન પણ કરેલ છે અને આ બધુ એક તંદુરસ્ત ચર્ચાના ભાગ રુપે જ છે. આપને શું તંદુરસ્ત ના લાગ્યું તે જાણી શકુ? --વિહંગ (talk) ૧૭:૨૧, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- વિહંગજી, આગળ નિઝિલજીએ જણાવ્યું તે પ્રમાણે; ’નવા શબ્દો પ્રચલિત કરવાનું કામ વિકિપીડિયાનું નથી,’ (એ કાર્ય સાહિત્યકારો માટે છોડીએ !) અપ્રચલિત શબ્દોને અવગણી પ્રચલિત અને સમજવામાં સરળ શબ્દો વાપરવા એવી અગાઉ ઘણી ચર્ચાઓ અને સહમતી થયેલી છે. અહીં આગ્રહ-દૂરાગ્રહ નથી હોતા. આપણે સૌએ યોગ્ય સંદર્ભો અને કારણો દર્શાવી તરફેણ-વિરુદ્ધમાં તંદૂરસ્ત ચર્ચા દ્વારા એક ઉચિત શબ્દ નક્કી કરવાનો છે. જે મૂળ ભાષાના શબ્દની અવેજીમાં અર્થપૂર્ણ શબ્દની ગરજ સારે અન્યથા મૂળ ભાષાનો (અહીં અંગ્રેજી) શબ્દ વાપરવો રહે. શબ્દ ’જાળસ્થળ’ શા માટે ન વાપરવો તે ઉપર ચર્ચાયું છે. શા માટે વાપરવો તેનો તર્ક અથવા તેની અવેજીમાં અન્ય કોઈ અર્થપૂર્ણ શબ્દ આપને સૂઝતો હોય તો જરૂર જણાવશોજી. આપણે એ માટે તો આ ચર્ચા કરીએ છીએ. ધન્યવાદ. (નોંધ: આપે ઉપર કાર્તિકભાઈનાં ’મત’ નીચે સહી કર્યા વગર પ્રતિભાવ લખ્યો તે સમજાયો નહિ ! તેઓએ સ્પષ્ટ મત જ આપ્યો છે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૧, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- મારી અંગત માન્યતા મુજબ કોઇપણ શબ્દ જો એનો ઉપયોગ થાય તો જ પ્રચલીત થાય ને. પ્રથમ ઉપયોગથી જ આપણે તે શબ્દ તરફ આભડછેટ દાખવીશું તો પ્રચલીત ક્યારે બનશે? જાળસ્થળ શબ્દ પ્રચલીત બને તો જ એનો ઉપયોગ કરીશું એવો દુરગ્રહ મારા મતે તો ""તરતા આવડે પછી જ પાણીમાં ઉતરીશું"" જેવો લાગે છે. ઉપરાંત "website" શબ્દ પોતે પણ આજ થી ૨૦ વર્ષ પહેલા પ્રચલીત ન હતો. કોઇ એ એનો ઉપયોગ શરુ કર્યા પછી એ પ્રચલીત બન્યો છે. એ વખતે જો કોઇએ એમ કહ્યું હોત કે website શબ્દ પ્રચલીત બને પછી જ એનો ઉપયોગ કરીશું તો શું એ શબ્દ પ્રચલીત બન્યો હોત? --વિહંગ (talk)
- ધવલભાઈ હું મારી વાત અહીં તમારો મત મારા તરફ ફેરવવા માટે નથી મૂકતો પરંતુ જાળસ્થળ એ પ્રચલિત શબ્દ નથી અને પહેલી વખત વાંચનારને જાળસ્થળ એટલે વેબસાઇટ એવું કેવી રીતે સમજાય?--Vyom25 (talk) ૧૮:૧૭, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- શ્રી.ધવલભાઈ અને ’વિરુદ્ધ’માં રહેતાં મિત્રો. આપનાં વિચારનાં સન્માનસહઃ, ’સાચવો’, ’ફેરફાર કરો’ જેવા સૌને સમજાય અને વાતચીતમાં વિદ્યમાન એવા શબ્દો મળી રહે તે માટે તો આપણે જે તે ગુજરાતી શબ્દ વાપરવો જોઈએ જ. એ બાબતે આપણે એકમત છીએ. પરંતુ આ શબ્દ "જાળસ્થળ" ન તો પ્રથમ વખત વાંચનારનાં મગજમાં ’અર્થ’ ઉતારે છે. ન ગુજરાતી ભાષામાં (લખાણ કે વાતચીત) ખાસ ક્યાંય પ્રચલિત છે. (સિવાય કે આપણું વિકિ). બીજું વિજ્ઞાન કે તકનિકીને લગતાં પારિભાષિક શબ્દોની અવેજીમાં પ્રચલિત ગુજરાતી શબ્દો મળી આવે છે ત્યાં તે જ વાપરવાનો આપણે આગ્રહ રાખીએ અથવા ભલે ડિક્શનરીમાં ન હોય પરંતુ બે અર્થપૂર્ણ અને પ્રચલિત શબ્દોનું યુગ્મ બનાવવાથી અર્થ સરતો હોય તો પણ આપણે વાપરીએ છીએ. અહીં ’જાળ’ કહેતાં માછીમારીની જાળ કે કપટ, દગો, ફસામણી એવો અર્થ મગજમાં આવશે. અંગ્રેજી web એટલે કરોળીયાનું જાળું એવો અર્થ પ્રેરિત છે, પણ એ અર્થ અહીં માત્ર ’જાળ’ કહેતાં સૂચિત થતો નથી. રૂઢિપ્રયોગોમાં બહુ પ્રચલિત એવા, ’જાળ નાખવી’, ’જાળ ફેંકવી’, ’જાળ બિછાવવી’ જેવા અનર્થકારી રૂઢિપ્રયોગ વધુ મળશે. આથી આ શબ્દ ’જાળસ્થળ’નો અર્થ અસ્પષ્ટ રહે છે. આ કારણ છે કે, અમો આ શબ્દને બદલે બહુ પ્રચલિત અને અલ્પશિક્ષિત પણ સામાન્ય મોબાઈલ વાપરી જાણતા માણસને પણ સમજવામાં આવી જાય તેવો ’વેબસાઇટ’ શબ્દ વાપરવા પર સહમત થયા છીએ. (નોંધ = મારા માનવા પ્રમાણે વેબસાઈટ નહિ પણ "વેબસાઇટ" સાચી જોડણી થશે.) આ મારો અંગત વિચાર છે અને આપણી વિકિપરંપરા પ્રમાણેની ચર્ચા માત્ર છે. વધુ મિત્રો પોતાનાં સૂચનો જણાવે (તરફેણ-વિરુદ્ધ જે યોગ્ય લાગે તે) તેવી અપેક્ષા. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૩૩, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ધવલભાઈ, save, delete, edit ના કિસ્સામાં આપની વાત સાચી છે, પરંતુ મારા મત મુજબ વેબસાઈટ શબ્દને અપવાદ ગણવો જોઈએ. બાકી જેવી સૌ મિત્રોની ઈચ્છા. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૧:૨૬, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- વિરુદ્ધ -- Fully agree with Shree Davalbhai - --વિહંગ (talk) ૨૧:૨૯, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, નીચેના મુદ્દા પર આ ચર્ચાનો આંશિક ઉત્તર આપવાનો પ્રયત્ન કરીને તમારી દલીલ સાથે અસહમત થવાની ગુસ્તાખી દર્શાવી છે. હું એ વાત સાથે સહમત નથી કે આ શબ્દ ફક્ત એટલા માટે ન વાપરવો કેમકે તે પ્રચલિત નથી અને અન્ય લોકો વેબસાઇટ શબ્દ વધુ સારી રીતે જાણે છે. અન્ય ભાષાના શબ્દો આપણી ભાષામાં અપનાવવાથી તે સમૃદ્ધ થાય તે શક્ય છે, પરંતુ તેનાથી આપણી ભાષાનો વિકાસ થતો નથી. ભાષાનો વિકાસતો નવા શબ્દો રચવાથી જ થાય છે. આપણું આયુર્વેદ ઘણું સમૃદ્ધ છે, કેમકે પહેલેથી આપણા વૈજ્ઞાનિકોએ અનેક ઔષધો શોધીને તેમાં લખી રાખ્યા છે. પરંતુ શું તેનો વિકાસ થઈ રહ્યો છે? જી ના! કેમ? કેમકે તેમાં સંશોધન થતું નથી. નવું કશું ભાગ્યે જ ઉમેરાય છે. એ જ રીતે આપણા વારસાને પકડી રહીએ અને કહીએ કે નવું બધું અન્યત્ર ઉપલબ્ધ છે તેને જ અપનાવી લઈએ તો કેમ ચાલે? જાળસ્થળ શબ્ધમાં જાળના પ્રયોગ થી અ.મો.ને જે લાગણી થાય છે તે સમજી શકાય તેમ છે. એમ હોય તો આપણે પણ web પરથી જાળસ્થળને બદલે જાળાસ્થળ બનાવીએ તો ચાલશે? ચાલો, મજાક બાજુ પર, પણ કમ્પ્યૂટરના વપરાશમાં ફક્ત અંગ્રેજી શબ્દો જ લઈને ચાલવું શું જરૂરી છે? તેને બદલે ગુજરાતી શબ્દો ના વિકસાવી શકીએ? યુરોપની અન્ય ભાષાઓએ તો અંગ્રેજી માટેની એવી ઘેલછા નથી રાખી, તો આપણે શું કામ રાખવી? ભલે લોકોને આજે ખબર ન હોય, આપણે વાપરીશું તો કાલે ખબર પડી જ જશે ને? ટૂંકમાં જાળસ્થળ શા માટે વાપરવો તેના જવાબમાં હું એટલું જ કહીશ કે, એ શબ્દ ગુજરાતીનો શબ્દ છે. એડ્મિનિસ્ટ્રેશન અને એડ્મિનિસ્ટ્રેટર માટે ગુજરાતીમાં પ્રબંધન અને પ્રબંધક, મેનેજમેન્ટ માટે વ્યવસ્થાપન, કાર માટે ગાડી, વગેરે શબ્દો પણ મારા તમારા જેવા જ કોઈક ભાષાપ્રેમીએ વિકસાવ્યા હશે ને? જ્યારે સરસ મજાની આધુનિક મોટરકારને લોકોએ ગાડી કહી હશે ત્યારે રજવાડાઓને કેટલું અપમાનજનક લાગ્યું હશે, નહી? પણ છે ને આજે એ શબ્દ પ્રચલિત? ચાલો, પૂર્ણાહુતિ કરતા પહેલા એટલું જણાવી દઉં કે જાળસ્થળ શબ્દ જ વપરાવો જોઈએ એવો દુરાગ્રહ હું પણ નથી રાખતો, પરંતુ તેની અવેજીમાં કોઈક ગુજરાતી શબ્દ તો હોવો જ જોઈએ. વેબસાઇટ વાપરવું હોય તો પછી, સેવ , પ્રીવિઅસ, નેક્સ્ટ, નેવિગેશન, સર્ચ, પ્રિવ્યુ, એડીટ, સમરી, વગેરે કેમ ન વાપરવા? અને જો એમ કરવાનું નક્કી કરીએ તો લિપિ કઈ રાખવી તેનો નિર્ણય પણ અહિં જ લઈ લઈશું? શું અધુરી એવી ગુજરાતી લિપિ જ વાપરવી કે રોમનને જ પ્રાધાન્ય આપવું? કે પછી જ, ખ, ફ વગેરેના બે સ્પષ્ટ ઉચ્ચારો દર્શાવતી હિંદી કે ઉર્દુ લિપિનો ઉપયોગ કરવો?--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૭, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
પ્રબધકશ્રી અશોકજી ના આદેશ મુજબ ’જાળસ્થળ’ શા માટે વાપરવો ના તર્ક
- ""જાળસ્થળ"" શબ્દ નવો છે અને ફ્ક્ત વિકિપીડીયા પર વપરાય છે તે માહીતિ ખોટી છે. ગુગલ વપરી જુઓ. અઢળક બ્લોગ પર એ શબ્દ વપરાયેલ છે.
- શબ્દ પ્રચલીત નથી એટલે ન વાપરી શકાય, એને પ્રચલીત કરવાનું કામ સાહિત્યકારોનું છે એ દલીલો ઉપર (નં ૧ માં) દર્શાવેલ હકિકતને લિધે પાંગળી બની જાય છે. એ શબ્દ ગુજરાતિ બ્લોગ જગતમાં પ્રસ્સિદ્ધ હોય એમ લાગે છે.
- કોઇ અલગ ભાષાનો શબ્દ, ગુજરાતી ભાષામાં અનુવાદ ઉપલબ્ધ હોવા છતા ""આ જ્ઞાન કોષ છે અને (મારે મન) આ શબ્દ નવો છે એટલે વર્જીત છે" એમ કહીને પર-ભાષાનો શબ્દ વાપરવો એ આપણી માં સમી ગુજરાતીનું અપમાન છે.
- જાપાન અને ચીન જેવા દેશો અન્ય ભાષાના દરેક નવા ટેકનીકલ શબ્દોનો અનુવાદ તાત્કાલીક થઈ જાય એનો ખ્યાલ રાખે છે. ગુજરાતી ભાષાની કમનસીબી એ છે કે એને માટે આવી કોઈ વ્યવસ્થા નથી. ભાષાના સેવકો તરીકે આપણે એ કામ શા માટે ના ઉપાડી લેવું જોઇએ?
- જો કે આ શબ્દ તો બીજે પણ પ્રચલીત છે, પણ વિકી પર નવો શબ્દના વપરાય અને નવો શબ્દ ફક્ત સાહીત્યકારોજ વાપરી શકે એ તદ્દન પાયાવિહોણી દલીલ છે. સાહીત્યકારો જો પત્થરયુગમાં જીવે તો શું હું પણ મારી માતૃભાષાને પણ પછાત રાખુ?
આશા છે સહુ આ મુદ્દા ને તંદુરસ્ત ચર્ચાના ભાગ રુપે જ વાંચશે. આભાર. --વિહંગ (talk) ૧૮:૦૨, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- મુદ્દાસર ટિપ્પણી:
- મેં જાળસ્થળ ને ગૂગલ પર શોધ્યો . આપના કહેવા મુજબ અઢળકના બદલે માત્ર પાંચ પરિણામ મળ્યા, તે પૈકી બે વિકિપિડિયાના લેખોની નકલ ધરાવતા હતા એટલે તે શબ્દ હતો . એક અહીના વિકીમિત્ર ધવલ નો બ્લોગ હતો અને અન્ય એકમાં ક્યાય એ શબ્દ દેખાયો નહિ . ઝમકુડી પર તે હતો.
- ઉપર મુજબ એ દલીલ સાચી નથી.
- જો તમારા મતે પરભાષાના શબ્દો ના વપરાય તો પછી બીજા ઘણા શબ્દો જેવા કે ઈરાની-અરબી શબ્દો: ફાયદો, ગુસ્સો, મકાન, શહેર,ખરાબ, બાજુ, જિંદગી કાઢી નાખવા પડે . ઈસ્ત્રી, મિસ્ત્રી, સાબુ, ચાવી, પાઉં, બટાકા, કાજુ, કોબી જેવા પોર્ટુગીઝ શબ્દો પણ રદ કરવા પડે . અન્ય ભારતીય ભાષાઓના (મરાઠી શબ્દ ચળવળ) શબ્દો પણ હવે ગુજરાતીમાં ભળી ગયા છે . Ref: [[૩]]
- આપણું મુખ્ય કામ જ્ઞાનકોષ સર્જન છે . અને એમ કેમ ન મનાય કે વેબસાઈટ સ્વરૂપે નવો શબ્દ જ ઉમેરાય છે, દરેક શબ્દનું ભાષાકીય સમાન સ્વરૂપ બનાવવું ક્યારેક લોકોને હાસ્યાસ્પદ લાગે અને એ જરૂરી પણ નથી . અંગ્રેજી ભાષા બીજી ભાષાઓ નાં લીધે જ સમૃદ્ધ બની એ તો જગજાહેર છે .
- મારા મતે બીજી ભાષાના નવા શબ્દ સ્વીકારવાને બદલે જુના શબ્દોને વાપરી નવા શબ્દો બનાવવા પણ જુના યુગનું જ પ્રતીક છે . સમય બદલાય એમ ભાષા બદલાય .
- --Nizil Shah (talk) ૧૯:૨૨, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ભાઈશ્રી નિઝિલભાઈ, તમે કરેલી ગુગલસર્ચમાં કાંઈક ત્રુટિ રહી જવા પામી હશે તેમ લાગે છે. કેમકે મેં આ શબ્દ ગુગલ સર્ચમાં શોધી જોયો તો મને ૫૧૯૦, જી હા અંકે કુલ પાંચ હજાર એકસોને નેવું પૂરા પરિણામો મળ્યા. જેમાંથી ફક્ત પહેલા પાનાંના પહેલા બે વિકિપીડિયાના દર્શાવ્યા છે, બાકીના બધા જ અન્ય જાળસ્થળો પરના ઉલ્લેખો દર્શાવે છે. આપ પણ આ પરિણામો અહિં ક્લિક કરીને જોઈ ચકાસી શકશો.
- બીજી ભાષાના શબ્દો વાપરવાનો આપણને કોઈ છોછ નથી, પરંતુ તેમ જો આપણી ભાષાના વિકાસના ભોગે બનતું હોય તો તે આપણને ના પરવડે.
- અશોકભાઈ પ્રત્યેના પૂરા માન સાથે હું તેમની સાથે અસહમત થઈશ કે આપણું કામ ફક્ત જ્ઞાન વહેંચવાનું છે, શબ્દો પ્રચલિત કરવાનું નહિ. આપણું કામ યોગ્ય ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરવાનું અને તેને પ્રચલિત કરવાનું પણ હોવું જોઈએ, કેમકે આપણે જ્ઞાનની વહેંચણી માટેની ભાષાના માધ્યમ તરીકે ગુજરાતી ભાષાને પસંદ કરી છે.
- આપણે ચર્ચા અંગ્રેજી ભાષાના વિકાસ, વૃદ્ધિ, લોકપ્રિયતા, વપરાશ, સરળતા જેવા મુદ્દાઓ પર ચર્ચા નથી કરી રહ્યા, અને માટે વખતોવખત આપણી ભાષાની સરખામણી અંગ્રેજી ભાષા સાથે કરવાનું ઉચિત નથી લાગતું.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૭, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- શ્રી.ધવલભાઈ, આપની સાથે તો વિરુદ્ધમતમાં ચર્ચા કરવાથી પણ જ્ઞાન વધવાનું જ છે. જો કે હાલ હું આ ચર્ચાને અન્ય મિત્રો પર છોડું છું. મને જે યોગ્ય જણાયું તે હું કહી ચૂક્યો છું અને અંતે સૌ સાથે મળી જે નિર્ણય કરો તે મને સ્વિકાર્ય જ હશે. ક્યારેક આવી ચર્ચાને મિત્રો અંગત માન-અપમાનનાં સ્વરૂપે લઈ લે એ ભયસ્થાન રહે છે. આ શબ્દ "જાળસ્થળ" અગાઉ ભાષાંતરો, ઢાંચાઓ વગેરેમાં આપે, મેં, સુશાંતભાઈએ, આપણાં ઘણાં મિત્રોએ વાપર્યો જ છે. છતાં, આપણી પ્રણાલી મુજબ જ્યારે તેની યોગ્યતા વિશે પ્રશ્ન થાય કે તેનાથી પણ વધુ અર્થપૂર્ણ કે યોગ્ય શબ્દ શોધવાનો મોકો મળે ત્યારે ’સંતોષકારક પ્રત્યુત્તર’ અથવા ’ફરી વિચારવું’ અને અંતે ’સ્પષ્ટ નિર્ણય’ એ આપણી રીત છે. આપ સ્પષ્ટ નિર્ણય આપવાનાં હક્કદાર છો. સભ્ય લેખે ચર્ચામાં ભાગ લેતા હોવા છતાં, અનુભવી પ્રબંધક લેખે સૌ સભ્યશ્રીઓની વિરુદ્ધ-તરફેણ દલીલનું વિશ્લેષણ કરી, સ્પષ્ટ નિર્ણય આપે જ લેવો પડશે. ઉપર ભાઈશ્રી વિહંગજીએ (કદાચ માઠું લગાડીને !) ’પ્રબંધકશ્રીના આદેશ’ એવું મથાળું બાંધ્યું પણ ન તો મેં પ્રબંધક લેખે ચર્ચા કરી છે ન કશો આદેશ આપ્યો છે. (એ કાર્ય આપણે કરીએ છીએ ત્યારે સ્પષ્ટપણે જણાવીએ છીએ.) આપણે અગાઉ નકશાઓ (મેપ)નાં વપરાશ, જિલ્લાઓની રચના, (આપણાં ગણેશ વળી કેમ વિસરાય !!) જેવા મુદ્દાઓ કે ક્યારેક ભાષાંતર માટે શબ્દો શોધવાનાં મુદ્દાઓ પર મૈત્રીપૂર્ણ ચર્ચાઓ કરી જ છે ને ! અને અંતે જે વધુ યોગ્ય જણાયું તે સૌએ સ્વિકાર્યું છે. બસ ચર્ચાઓ કોઈ માનવંતા સભ્યશ્રીને માટે અંગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બને, માત્ર એક ઉત્તમ નિર્ણય લેવામાં સહાયક બને, એ વિચાર જ આપણે સદા રાખ્યો છે. તો આપ પ્રબંધક તરીકે નિર્ણય લો ત્યારે ધ્યાને ચઢે તે માટે ઉપરની આપની દલીલમાં જે જોવાનું ચૂકાઈ જવાયું છે તે આપની નજરે કરું છું.
- મુદા (૧)માં શ્રી.વિહંગજી જણાવે છે કે ’અઢળક બ્લોગ’માં ચર્ચાતો શબ્દ વપરાય છે. માટે શ્રી.નિઝિલજી સત્યાર્થતા ચકાસી સંદર્ભ આપે છે તે બ્લોગ્સનું સર્ચ રિઝલ્ટ દર્શાવે છે. (જેમાં માત્ર પ પરીણામ મળ્યાં તેમાંથી તેઓએ ઉલ્લેખ્યો તે એકમાત્ર બ્લોગે આ શબ્દ વાપર્યો હોવાનું જણાશે. અન્ય ચાર ગુજ.વિકિનું જ કોપી-પેસ્ટ છે.) હવે આપ જે ૫૧૯૦ પરીણામો જણાવો છો તે વેબસર્ચ દર્શાવે છે. તેમાં પણ ઉપરોક્ત એક જ બ્લોગમાં આ શબ્દ વપરાયાનું જણાય છે. અન્ય ગુજ.વિકિનાં પાનાઓ છે અને વિકિના પાનાઓ નથી તે બધાંજ સ્થળોએ (બ્લોગ, વેબસાઇટ, ફેસબુક, ચર્ચામંચો બધે જ) ગુજ.વિકિ પરથી કોપી-પેસ્ટ કરાયેલું સ્પષ્ટ દેખાય છે. (ચકાસણી કરી શકાય છે). આમ, ’બ્લોગ્સ’ કે અન્યત્ર આ શબ્દ પ્રચલિત હોવાની ચર્ચાનો સંદર્ભ મળતો નથી જ. આ માત્ર આપને ધ્યાને લાવવા ખાતર લખ્યું. અન્ય તર્ક આ મુદ્દા પર જ આધારીત હોય, ટકવા મુશ્કેલ છે. બાકીની અન્ય ચર્ચાઓ, મિત્રોએ કરી જ છે. મેં તો પોતે જ ’જાળસ્થળ’ શબ્દ વાપર્યો છે એટલે અંગત કશું તરફેણ-વિરોધ જેવું નથી. વિકિ પર આપણે અંગત લાગણીઓને સ્થાન ન આપતાં માત્ર હકિકતોને સ્થાન આપીએ છીએ અને અંગત લાગણીઓને સોશ્યલ નેટવર્ક કે બ્લૉગ્સ માટે અનામત રાખીએ છીએ. ઉપર ’તર્કસંગત’ દલીલોમાં સભ્યશ્રીએ "મારે મન" (અમો માટે) જેવું લખીને વાતને સાચી ઠેરવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો તો છે પણ સર્ચ રિઝલ્ટ આ બાબત "મારા મન"ની હોવાનું નકારે છે ! વિકિ પર હું અંગત કે વ્યક્તિગત આરોપ-પ્રત્યારોપની કે સસંદર્ભને બદલે ’મા, માતૃભાષા, ગુજરાતીનું અપમાન, પાયાવિહોણી દલીલ (જે કહેવાનો પાયો વળી શું તે દર્શાવ્યા વગર જ !!), પથ્થરયુગી સાહિત્યકારો’ જેવા અસંદર્ભ તર્કોની આવશ્યકતા સ્વિકારતો નથી. માતૃભાષાની સેવા કેમ અને કેટલી કરવી, કરવી કે ન કરવી, એ મારી અને સૌની અંગત મરજીની વાત છે. અહીં માત્ર ચોક્કસ, આધારભૂત, પ્રમાણોની જ આવશ્યકતા છે. (વિકિના પાયાના સિદ્ધાંતો પણ આ બાબતે સહમત જણાશે). બાકી આપનાં, વિહંગજીના અને અન્ય મિત્રોના પણ ભાષાપ્રેમની ભાવનાને હું સલામ કરું છું. એ જ માત્ર મુદ્દો હોય તો હું ગુજરાતીનાં કોઈપણ શબ્દના વપરાશ વિશે, ચર્ચાને અંતે, જે નિર્ણય લેવાય તે સહર્ષ સ્વિકાર્ય કરું છું. (હું મારે માટે આ ચર્ચા પૂર્ણ જાહેર કરું છું. અન્ય લેખો પર પણ કામ કરવાનું હોય ને ભાઈ !!) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૦૪, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, "સ્પષ્ટ નિર્ણય આપે જ લેવો પડશે.", "બાકી આપનાં, વિહંગજીના અને અન્ય મિત્રોના પણ ભાષાપ્રેમની ભાવનાને હું સલામ કરું છું." અને "હું મારે માટે આ ચર્ચા પૂર્ણ જાહેર કરું છું. " આ વિધાનોને હું વાંચવાનો નથી. તમે એમ છટકી ના શકો. મેં પણ ૨-૩ દિવસ્ અગાઉ ઉપરના મુદ્દા હેઠળ મારો સંદેશો લખ્યો ત્યારે મારા તરફથી ચર્ચાનો અંત આવ્યો તેમ જ માન્યું હતું, પરંતુ આજે આ ચર્ચા આટલી આગળ વધ્યા પછી હું તેમાં જોડાયા વગર ના રહી શક્યો. આપણે તો પ્રેમાનંદની કૃતિ સુદામાચરિતના કડવા તને સાંભરે રે... મને કેમ વિસરે રે...ની જેમ જૂની ચર્ચાઓ અને તેના તારણો યાદ કરીએ એટલા ઓછા છે. ભાષાપ્રેમ મારો હશે તેના કરતા વધારે તમારો છે. પણ જેટલા સહિષ્ણુ તમે છો તેટલો હું નથી થઈ શકતો તે તકલીફ છે. પરંતુ, આ ચર્ચાને મુલવવાનું કામ તો તમારે જ કરવું પડશે, તમને સહાય માટે હું હાજર છું, પણ એમ છેલ્લી પાટલીએ જઈને બેસો તે તો ના જ ચાલે.
- ૫૦૦૦ અને ૫ વચ્ચેનો તફાવત હવે તમે સમજાવ્યો તે પ્રમાણે સમજાય છે, પરંતુ આ તો ઉપરથી મારી તરફેણનો ચુકાદો થયો. જો લોકો આપણે ત્યાંથી ઉઠાંતરી કરીને અન્યત્ર પ્રકાશિત કરે છે તો શું આપણે આ શબ્દ પ્રચલિત કરવાનું એક માધ્યમ નથી? આ શબ્દ આપણા મૂળમાં રહીને અન્ય માધ્યમો દ્વારા ફેલાતો હોય તો સારું જ છે ને. તમે જુઓ કે આપણી પાસે એકત્ર થયેલી માહિતીનો ઉપયોગ ગુજરાત સરકારની વેબસાઇટ્સ પર પણ થયું છે, અને તેમાં પણ શોધ પરિણામોમાં આ શબ્દ મળી આવે છે. શક્ય છે કે ત્યાં hidden text તરિકે આ શબ્દ હોય જેથી જોવા મળતો નથી. પણ એ આ શબ્દના પ્રચાર-પ્રસારનું જ એક ઉદાહરણ છે. શબ્દ માટે વધુ વકિલાત કરવાની જરૂર છે જ નહિ, કેમકે મેં પહેલા જણાવ્યું જ છે કે મારો આગ્રહ ફક્ત ગુજરાતી શબ્દ વાપરવા પુરતો છે, આ નહિ તો બીજો કોઈ શબ્દ. પણ બહુમતિ પહેલેથી જ વેબસાઇટ માટે છે અને જો તેમ જ રહે તો મને જેટલા સ્થળે જાળસ્થળ વપરાયું છે તે બધી જ જગ્યાએ વેબસાઇટ કરવામાં કોઈ દુ:ખ નહી થાય. in fact આ મુદ્દો કદાચ ગઈ વખતની આપણી વેબગોષ્ઠિમાં પણ આછો પાતળો ચર્ચ્યો હતો.
- તમે જે કહ્યું કે અન્ય સભ્યો આ ચર્ચાઓને અંગત રીતે લઈને વ્યક્તિગત કે કટાક્ષપૂર્ણ રીતે પ્રત્યુત્તરો પાઠવ્યા હોય તો તે ખોટું છે, જેને હું પણ વખોડી નાખું છું. તમને કહેવાની આવશ્યકતા નથી કે આપણે મોટું મન રાખીને આવા પ્રહારોને અને વૈયક્તિક હુમલાઓને અવગણીને પણ આપણું કામ તો કરવું જ પડશે. પેલા એક મિત્રએ મારે કારણે સતિષભાઈને કેટલી હદે છડેચોક ગાળો ભાંડી હતી તે આપણે બંને જાણીએ છીએ. ઉપરના ઉદાહરણો જે તમે ટાંક્યા છે તે ચર્ચાઓ પણ કાંઈ ઓછી ચકમક વા।ળી નહોતી. પણ આપણે આ વિકિને આટલું સુદૃઢ અને આકર્ષક બનાવી શક્યા છે તેની પાછળનું મોટું કારણ જ આપણી લોકશાહી ઢબે નિર્ણય લેવાની પ્રથા છે. આ ચર્ચામાં મેં ભાગ લીધો તેના કરતા વધુ તમે લીધો છે એટલે આખર સુધી તમારે અહિં રહેવું જ પડશે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૯, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- સર્વે મિત્રો, એક શબ્દ માટે આટલી બધી ચર્ચા થશે એવું મને લાગતું નહતું . મૂળ વાત,આપણે અહીં એ અંગે ચર્ચા કરવાની છે કે જાળસ્થળ શબ્દ કે વેબસાઇટ શબ્દ શા માટે વાપરવો કે ના વાપરવો? બીજી વાત યોગ્ય શબ્દની પસંદનો, તો એવું હમેશા થવાનું જ છે કે બધા એક વાત પર સહમત ન હોય એટલે જ તો અહી લોકશાહીની પરંપરા છે . જનમાનસમાં પ્રચલિત શબ્દ વાપરવો એ શબ્દ પસંદગીની સૌથી સરળ રીત છે અને એથી જ વધુ લોકોને તે ઉપયોગી નીવડે . નવા શબ્દો બનાવીને મુકવાથી લોકો અસમંજસ માં મુકાય અને એમને વાંચવામાં સરળતા ઘટે . ખરેખર લોકો એ બ્લોગજગત માં વાપરે છે એ જાણવા મેં ગુગલ સર્ચ કર્યું હતું પણ આ તો તદ્દન નવો શબ્દ નીકળ્યો . અન્ય ભાષાનો શબ્દ સ્વીકારવું ખોટું નથી. એવું દરેક ભાષામાં થતું જ આવ્યું છે . ગુજરાતીમાં બટાકા શબ્દ પોર્ટુગીઝ માંથી આવ્યો કેમકે એ પેહલા બટાકા અહી હતા જ નહિ, આજે એ પરભાષાનો લાગતો જ નથી . એમ જયારે કોઈ સમાન શબ્દ ગુજરાતી માં ન હોય એવા સંજોગોમાં બીજી ભાષાનો શબ્દ સ્વીકારી શકાય, જુના શબ્દોના ઉપયોગથી નવો શબ્દ બનાવવો જરૂરી નથી . એથી ક્યારેક ગૂંચવાડો ઉભો થાય એવુય બને . સૌનો આભાર .--Nizil Shah (talk) ૦૩:૪૧, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- આપણા વિકિપીડિયાનો ઉદ્દેશ્ય અટપટી માહિતીને સરળ માણસ સમજી શકે તેવો રહ્યો છે. આથી જનમાનસમાં પ્રચલિત શબ્દ વાપરીયેતો માણસ તેની સાથે રરળતાથી રીલેટ થઈ શકે.... જોડાઈ શકે. જાળ સ્થળ બોલવામાં અટપટું, વર્ણ શંકર, વિચિત્ર અને ભદ્રંભદ્રની ગુજરાતી ("લોહપથ ગામિનીની મૂલ્યપત્રિકા") જેવો લાગે છે. લાગે છે. નવા શબ્દ બનાવવા કરતા ગુજરાતી ભાષામાં હોય તેવા શબ્દોજ વાપરવા આગ્રહ આપને રાખ્યો હતો. (સ્રોત પર "અભ્યાસિકા" શબ્દ સંદર્ભે અને કદાચ અમુક અન્ય ચર્ચામાં પણ આ ટિપ્પણી થઈ હતી.) જે હોય તે.... તેને અત્યારે બાજુ પર મુકીએ.
- સર્વે મિત્રો, એક શબ્દ માટે આટલી બધી ચર્ચા થશે એવું મને લાગતું નહતું . મૂળ વાત,આપણે અહીં એ અંગે ચર્ચા કરવાની છે કે જાળસ્થળ શબ્દ કે વેબસાઇટ શબ્દ શા માટે વાપરવો કે ના વાપરવો? બીજી વાત યોગ્ય શબ્દની પસંદનો, તો એવું હમેશા થવાનું જ છે કે બધા એક વાત પર સહમત ન હોય એટલે જ તો અહી લોકશાહીની પરંપરા છે . જનમાનસમાં પ્રચલિત શબ્દ વાપરવો એ શબ્દ પસંદગીની સૌથી સરળ રીત છે અને એથી જ વધુ લોકોને તે ઉપયોગી નીવડે . નવા શબ્દો બનાવીને મુકવાથી લોકો અસમંજસ માં મુકાય અને એમને વાંચવામાં સરળતા ઘટે . ખરેખર લોકો એ બ્લોગજગત માં વાપરે છે એ જાણવા મેં ગુગલ સર્ચ કર્યું હતું પણ આ તો તદ્દન નવો શબ્દ નીકળ્યો . અન્ય ભાષાનો શબ્દ સ્વીકારવું ખોટું નથી. એવું દરેક ભાષામાં થતું જ આવ્યું છે . ગુજરાતીમાં બટાકા શબ્દ પોર્ટુગીઝ માંથી આવ્યો કેમકે એ પેહલા બટાકા અહી હતા જ નહિ, આજે એ પરભાષાનો લાગતો જ નથી . એમ જયારે કોઈ સમાન શબ્દ ગુજરાતી માં ન હોય એવા સંજોગોમાં બીજી ભાષાનો શબ્દ સ્વીકારી શકાય, જુના શબ્દોના ઉપયોગથી નવો શબ્દ બનાવવો જરૂરી નથી . એથી ક્યારેક ગૂંચવાડો ઉભો થાય એવુય બને . સૌનો આભાર .--Nizil Shah (talk) ૦૩:૪૧, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
શબ્દની પ્રચલિતતા સંબંધે મને નીચેના અમુક આંકડા મળ્યાં. આ પરથી જણાશે કે વેબસાઈટ આ શબ્દ કેટલો પ્રચલિત છે.
નામ | પરિણામો |
---|---|
વેબસાઈટ | 551,000 |
વેબસાઇટ | 377,000 |
વેબ સાઇટ | 212,000 |
વેબ સાઈટ | 26,300 |
જાળસ્થળ | 5,170 |
વૅબસાઈટ | 589 |
વૅબસાઇટ | 487 |
અન્ય ભાષાના શબ્દો ભાષાનો વિકાસ અટકાવે છે તે વાત બરોબર નથી. તો પછી આઈસક્રીમને - "બરફમલાઈ" કહો, કે હોસ્પીટલ ને રુગ્ણાલય કહો અને ચશ્મા ને "આંખિયા" કહો. આઈસક્રીમ કે હોસ્પીટલ કે ચશ્મા જેવા શબ્દો વર્ષોથી વપરાય છે પણ તેને કારણે ભાષાની સમૃદ્ધિ અટકી પડી હોય તેવું થયું નથી.
માટે મારો મત "વેબસાઈટ શબ્દ માટે જ છે તેમ છતાં નીચે વાંચો
વચ્ચેનો માર્ગ
નિઝિલભાઈ, વિહંગભાઈ તથા અન્ય સહુ મિત્રો, હવે આ ચર્ચા પૂર્ણ કરી નવા લેખો પર કામ કરીએ. (વિહંગભાઈ ૨૪ ઑગષ્ટ ૨૦૧૨ પછી ૪ જાયુઆરી ૨૦૧૩ ના આપના લોગઈન દ્વારા કંઈ એડિટ દેખાયું, તે પણ માત્ર ચર્ચામાં, વિકિના લેખોને પણ આપના સક્રીય યોગદાનનો લાભ આપો હો કે! ) આ ચર્ચાની પૂર્ણતા માટે મારે એક વચ્ચેનો રસ્તો સુઝાવવો છે. વેબસાઈટ અને જાળસ્થળ આ બંને શબ્દને બૉટ દ્વારા "વેબસાઈટ (જાળસ્થળ)" અથવા "જાળસ્થળ (વેબસાઈટ)" સાથે બદલી નાખો. આને કારણે ભાષાનો વિકાસ પણ થશે અને લોકોને સરળતાથી સમજાઈ પણ જશે. બોલો શું કહો છો મિત્રો? --sushant (talk) ૧૫:૫૭, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
હું સુશાંત ભાઈ જોડે સહમત છું. --ધવલભાવસાર (talk) ૧૮:૦૦, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
કામ થઈ ગયું સાડા ત્રણ કલાકમાં લગભગ ૨૦૦ પાનાં પર.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૬, ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
archives
અહીં ચોતરા પર છેક 2006 થી આજ સુધીની વિગતો અને ચર્ચાઓ છે જેમાંથી ઘણી બધી હવે કોઈ અગત્યતા ધરાવતી નથી, આથી તેને archives માં ફેરવવા હું ટેકનીકલ જ્ઞાન ધરાવતા મિત્રોને ભલામણ કરું છું . archivesનામ માટે જો કોઈ યોગ્ય ગુજરાતી શબ્દની ભલામણ પણ મિત્રો અહી કરે . મને એના માટે કોઈ યોગ્ય શબ્દ જડ્યો નથી . જો એના માટે bot કાર્યરત કરી શકાતો હોય તો તે પણ કરવા વિનંતિ .--Nizil Shah (talk) ૦૦:૫૯, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- Archives શબ્દ માટે ગુજરાતી નામ:
- સંગ્રહ --KartikMistry (talk) ૧૦:૧૮, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- શબ્દકોશ ’દફતરભંડાર’ એવો શબ્દ આપે છે. ઉપરાંત આપણે ’ચોતરાની પુરાણી ચર્ચાઓનાં સંગ્રહ’ માટે ’ચર્ચાસંગ્રહ’ વાપરીએ અથવા વિશાળ અર્થમાં ’સંગ્રહ’ વાપરીએ. અન્ય સૂચનો આવકાર્ય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૫૦, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- મેં હિંદી તપાસ્યું તેમાં લેખાગાર, ઐતિહાસિક અભિલેખ, પુરાલેખ શબ્દો મળે છે. મારા મતે જુની ચર્ચાઓ ૨૦૦૯, જુની ચર્ચાઓ ૨૦૧૦, જુની ચર્ચાઓ ૨૦૧૧ એવા નામો રાખવા યોગ્ય છે જે સમજવામાં આસાન છે. તે સિવાય ચર્ચાસંગ્રહ, (દા.ત ચર્ચાસંગ્રહ ૨૦૧૦; ચર્ચાસંગ્રહ ૨૦૧૧) પણ મને ઉચિત શબ્દ લાગે છે. --sushant (talk) ૨૨:૦૨, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ચર્ચાસંગ્રહ યોગ્ય લાગે છે. --Nizil Shah (talk) ૧૯:૨૯, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- દફ્તર અથવ દફ્તરે કરવું એ પણ એક પર્યાય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૫૬, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
ઢાંચો:ચર્ચા-પૂરી
મિત્રો, અહિં જૂના સંદેશાઓના નિકાલ બાબતે ચર્ચા ચાલી છે તેના નિરાકરણરૂપે મેં એક નવો ઢાંચો {{ચર્ચા-પૂરી}} બનાવ્યો છે અને ઉદાહરણ તરિકે ઉપર ઢાંચો શબ્દ અંગેની ચર્ચામાં તે વાપર્યો છે. આપ સહુને વિનંતિ કે તે જોઈ જોશો. મારો મત તો એવો છે કે તે બધી જ ચર્ચાઓને આમ બંધ કરીને અહિં જ રહેવા દેવી, જેથી ભવિષ્યમાં આ એક જ પાના પર નવાંગતુકને બધી ચર્ચાઓ મળી રહે. એમ છતાં જો જૂની ચર્ચાઓ દફ્તર/સંગ્રહ/ચર્ચાસંગ્રહ કરવાનું વિચારીએ તો એ દિશામાં પણ આગળ વધી શકીએ તેમ છીએ. પરંતુ પાછલા બે વર્ષમાં ઘણી કામની ચર્ચાઓ થઈ છે જેને અહિંથી હાલમાં ખસેડવી મને વ્યાજબી નથી લાગતી, તેને બદલે આ રીતે ચર્ચાઓ સંકેલી લેવી વધુ યોગ્ય રહેશે. આપના દૃષ્ટિકોણ જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૦, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- સહમત. અગાઉની અગત્યની ચર્ચાઓને ઢાંચો વાપરી બંધ કરી અહીં જ રહેવા દઈએ. તેમ કરવા છતાં આગળ જ્યારે પાનાની લંબાઈ બહુ જ વધુ જણાય ત્યારે થોડી ચર્ચાઓને દફતરે કરી શકાશે. હાલ તો ઢાંચો વાપરવો યોગ્ય છે. (મારા મતે, કાર્યારંભ કરી જ દઈએ)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૧૬, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ખૂબ ખૂબ આભાર. તો શું એ ઢાંચાના લખાણમાંથી "...ટૂંક સમયમાં તે દફ્તરે કરવામાં આવશે." વા।ળું લખાણ હાલ પૂરતું કાઢી નાખીશું?--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૩, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- હા જી, હાલ તુરંત તો આપણે કશું જ દફતરે કરવાની આવશ્યકતા જણાતી નથી. પાનાની લંબાઈ વધે ત્યારે એકસાથે કેટલીક અનાવશ્યક (તે સમયાનૂસાર) ચર્ચાઓ દફતરે ખસેડાય. (નોંધ: આ ઢાંચાનો વપરાશ કેમ કરવો એ વિશે માર્ગદર્શન આપવા વિનંતિ, મારો ટપ્પો તો ખાધો નહિ !!)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૫, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- સરસ. ભવિષ્યમાં તે બીજી ઘણી જગ્યાએ મદદરૂપ થશે .--Nizil Shah (talk) ૦૩:૪૯, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- હા જી, હાલ તુરંત તો આપણે કશું જ દફતરે કરવાની આવશ્યકતા જણાતી નથી. પાનાની લંબાઈ વધે ત્યારે એકસાથે કેટલીક અનાવશ્યક (તે સમયાનૂસાર) ચર્ચાઓ દફતરે ખસેડાય. (નોંધ: આ ઢાંચાનો વપરાશ કેમ કરવો એ વિશે માર્ગદર્શન આપવા વિનંતિ, મારો ટપ્પો તો ખાધો નહિ !!)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૫, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ખૂબ ખૂબ આભાર. તો શું એ ઢાંચાના લખાણમાંથી "...ટૂંક સમયમાં તે દફ્તરે કરવામાં આવશે." વા।ળું લખાણ હાલ પૂરતું કાઢી નાખીશું?--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૩, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
અગત્યનું સુચન:અનુવાદના ધારાધોરણો
અન્ય એક અગત્યનું સુચન: website ના અનુવાદ બાબતે ચર્ચા જોયા પછી એવું લાગે છે કે અંગ્રેજી કે અન્ય ભાષાના શબ્દોને ગુજરાતીમાં અનુવાદિત કરવા ચર્ચા કરી નવા ધારાધોરણોનો વિકિપીડિયા:અનુવાદ માં ઉમેરો કરવો જોઈએ જેથી દર વખતે કોઈ શબ્દના અનુવાદનો પ્રશ્ન ઉભો થાય ત્યારે એ ધારાધોરણોને આધારે કોઈ મત ઉપર પહોચી શકાય. આ ધારાધોરણોના આધારે નવો શબ્દ પસંદગી પામે અને દર વખતે અનુવાદિત શબ્દ માટે એક સમાન મુદ્દાઓ પર ચર્ચા ના કરવી પડે. યોગ્ય ધારાધોરણો ના અભાવ ના લીધે ક્યાં આધાર પર અનુવાદ નક્કી કરવો એ ક્યારેક મુશ્કેલીભર્યું નીવડે, ખાસ જયારે અનુવાદ ના બંને શબ્દો સરખા વજન ધરાવતા હોય(દા . ત . Timeline માટે સમયરેખા કે સમયસારણી ) . ટેકનીકલ શબ્દોના અનુવાદ માટે પણ ધારાધોરણો જોઇશે . દર વખતે ચર્ચામાં સમય બરબાદ કરવાને બદલે આવા ધારાધોરણો ઘણા અનુવાદને માટે મદદરૂપ નીવડે . --Nizil Shah (talk) ૦૩:૪૧, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- સરસ સુચન છે નિઝિલભાઈ. સાથે સાથે એક સ્પષ્ટતા એ પણ કે જે શબ્દો પહેલેથી અહિં વપરાશમાં હોય તેવા શબ્દો માટે કોઈ ચર્ચાનો અવકાશ હોવો જ ના જોઈએ, કેમકે જે-તે સમયે તેવા શબ્દો પર ચર્ચાવિચારણા થઈને જ તે વપરાશમાં આવ્યા હોય. આ વિકિપીડિયા છેલ્લા ૪ વર્ષમાં ૨૦૦ લેખોથી ૨૨૦૦૦ લેખો સુધી પહોંચ્યું છે તે આવી અનેક ચર્ચાઓને પરિણામે જ છે. નવા શબ્દો માટે ચર્ચા કરીએ કે પહેલી વખત વપરાતા શબ્દો માટે ચર્ચા કરીએ તે વ્યાજબી છે.
- સમયસારણી એટલે ટાઇમટેબલ, અને સમયરેખા સર્વવિદિત રીતે ટાઇમલાઇન માટે વપરાતો શબ્દ છે. તેમાં અવઢવનો કે ચર્ચાનો કોઈ પ્રશ્ન જ નથી. જ્યાં આવા શબ્દો દેખાય ત્યાં ફેરફાર કરવા. ગુજરાતિ લેક્સિકન કે અન્ય આધારભૂત ડિક્શનરી (ઓઝા એન્ડ ભટ્ટ, પી.જી. દેશપાંડે, વગેરે)માં શબ્દનો અનુવાદ જોઈને તે પ્રમાણે ચાલવું એ સર્વસામાન્ય નિયમ છે. નવા શબ્દો જ્યારે આવે ત્યારે તેના પર ચર્ચા કરવાની આપણી રીત છે જ અને તેને આધારે જ અહિં વપરાશ થાય છે. આગળ જતા પણ તે રિવાજને અનુસરવું એવું આપણે નક્કી કરીએ. જો આપને અનુકૂળ હોય તો આજે/કાલે (રવિવારે) સવારે ૧૧ વાગ્યે વેબ ગોષ્ઠિમાં જોડાશો તો મજા આવશે. આ અને આવા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો સારો મોકો હોય છે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૦૧, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- મિત્ર ધવલ, વેબગોષ્ઠિમાં હું જોડાઈ શક્યો નથી તે બદલ માફ કરશો . આપ દ્વારા સમયસારણી અંગે ધ્યાન દોરવા બદલ આભાર . મેં ધારાધોરણ બનાવવા ધ્યાન દોર્યું કેમકે એમ કરવાથી નવા શબ્દોના અનુવાદ માટે કોઈ ચોક્કસ દિશા નક્કી થાય . અને અનુવાદોમાં એકસુત્રતા જળવાય . ધારાધોરણ હોય તો કેટલાક શબ્દોના અનુવાદ માટે એના અંગે સરળતાથી સહમતી સાધી શકાય . નવા સભ્યોને પણ તેનાથી અનુવાદ કરતા શું કરવું અને શું નાં કરવું તેનો અંદાજ આવે . જુના શબ્દો માટે ફરીને અનુવાદ અંગે ચર્ચા કરવાની જરૂર નથી . એ જે તે સમયે ચર્ચાઈ ગયા જ હશે. માની લો જેમકે ગુજરાતી લેક્સિકોનના પ્રમાણે અનુવાદ કરવો એવો ધારો હોય તો સૌને ખબર પડે કે શબ્દોના અનુવાદ સમયે જરૂર પડે તો આધાર તરીકે તેનો ઉપયોગ કરવો. --Nizil Shah (talk) ૦૧:૩૪, ૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
કંપની ચોકઠાં વિષે...
કંપની ચોકઠાંમાં ફોટોગ્રાફ, મુખ્ય મથક, પેટાકંપનીઓ જેવા લેબલ જોડી દેવાયતો માહિતી રસપ્રદ બને... તમારા સૂચનો આવકાર્ય છે -- ધવલભાવસાર ૧૭:૦૨, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
અંગ્રેજી: Internet protocol suite ઢાંચા વિષે.
અંગ્રેજી: Internet protocol suite ઢાંચામાં કોઇકે બિનજરૂરી પ્રોગ્રામિંગ કર્યું લાગે છે. આ લીંક પર મોઉસ ફેરવતા ગૂગલની જાહેરાત આવે છે. ઘટતું કરવા વિનંતિ. --ધવલભાવસાર (talk)
- આપ કયા ઢાંચાની વાત કરો છો તે કૃપયા લિંક સહીત દર્શાવશો. ઉલ્લેખીત પ્રકારનો ઢાંચો મળતો નથી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૪૫, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
લેખ ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ માં પહેલી લાઈનમાં ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ ને અંગ્રેજી માં લખવા માટે એક ઢાંચાનો ઉપયોગ કરાયો છે. આજે સવારે તે લીંક પર માઉસ મુક્તા ગૂગલની બિનજરૂરી જાહેરાત આવતી હતી હાલ તેને કાઢી લેવાઈ છે એવું લાગે છે. ખાસ કરીને Internet શબ્દ પર દેખાતી હતી. --- ધવલભાવસાર (talk) ૧૭:૫૦, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ
મિત્રો, એક મહિનામાં ગુજરાતી વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ આવી જશે. તે નિમિત્તે વિશિષ્ટ ઉજવણીના હેતુથી આપણે એક કાર્યક્રમનું આયોજન ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડની યજમાન સંસ્થા રૂપાયતન ખાતે કરવામાં આવ્યું છે. જૂનાગઢ નજીક આવેલી આ સંસ્થામાં ૩૧ માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમમાં આપ સૌ પધારો એવી આશા. કાર્યક્રમ વિષે વધુ જાણવા માટે અને તમારા આવવાની અમને જાણ કરવા માટે તેને માટે બનાવવામાં આવેલા વિશિષ્ટ પૃષ્ઠ વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠની મુલાકાત લો.--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૬:૪૯, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ ને તો હ્જુ આવી જશે એક મહિનામાં આવશે પરંતું આપની વર્ષગાંઠતો આજે જ છે. ભગવાન આપને લાંબુ, નિરોગી, આનંદદાયક અને સુખી જીવન આપે એવી પ્રાર્થના સહઃ --વિશેષ:પ્રદાન વિહંગ વ્યાસંગી ૧૧:૩૫, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
બોટ ફ્લેગ અંગે
ગામના લેખમાં ઇન્ફોબોક્ષ ઉમેરવા તેમજ જોડણી સુધારવા માટે લગભગ બે મહિના પહેલા બોટનુ એકાઉન્ટ બનાવેલું, પરંતુ ઉચિત ભરોસાપાત્ર ઇન્ટરનેટના અભાવે પછી તે કામ પડતું મૂકેલુ. હવે યોગ્ય ઇન્ટરનેટ કનેક્શન હાથવગુ થતા હવે તે બાકી કામ પૂર્ણ કરવા મારે User:Samkbot એકાઉન્ટ માતે બોટ ફ્લેગ જોઇએ છે. આ માટે મેટા વિકિપીડિયાના નિયમ મુજબ વિકિસમુદાયની મંજૂરી જોઇએ. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૩:૨૧, ૧ માર્ચ ૨૦૧૩ (IST)
User:Samkbotને બોટ ફ્લેગ માટેના મતદાનમાં આપને યોગ્ય લાગે તે મુજબ વોટ આપવા વિનંતિ.
સહમત
- --Ashvin Patel (talk) ૧૫:૫૩, ૧ માર્ચ ૨૦૧૩ (IST)
- મહર્ષિ --Maharshi675 (talk) ૧૬:૩૫, ૧ માર્ચ ૨૦૧૩ (IST)
- --Kondi (talk) ૧૬:૪૦, ૧ માર્ચ ૨૦૧૩ (IST)
- --ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૭:૧૦, ૧ માર્ચ ૨૦૧૩ (IST)
- --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૪૧, ૧ માર્ચ ૨૦૧૩ (IST)
- --સતિષચંદ્ર (talk) ૧૭:૫૮, ૧ માર્ચ ૨૦૧૩ (IST)
- --sushant (talk) ૦૬:૨૦, ૨ માર્ચ ૨૦૧૩ (IST)
- --જીતેન્દ્રસિંહ (talk) ૧૫:૫૮, ૨ માર્ચ ૨૦૧૩ (IST)
- --Vyom25 (talk) ૧૭:૨૪, ૨ માર્ચ ૨૦૧૩ (IST)
- --નિલેશ બંધીયા (talk) ૧૪:૩૩, ૩ માર્ચ ૨૦૧૩ (IST)
- --જયમ પટેલ (talk) ૨૧:૪૯, ૩ માર્ચ ૨૦૧૩ (IST)
- --Nizil Shah (talk) ૧૮:૦૬, ૬ માર્ચ ૨૦૧૩ (IST)
અસહમત
બોટફ્લેગ મળી ગયેલ છે
- મારામાં વિશ્વાસ મૂકવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૪:૦૪, ૧૦ માર્ચ ૨૦૧૩ (IST)
બારડોલી સુગર ફેક્ટરીના ચિત્ર બાબત.
ધવલભાઈ / અશોકભાઈ, બારડોલી સુગર ફેક્ટરીની માહિતી આપતા લેખમાં ઉમેરવામાં આવેલા ફોટોગ્રાફને કોઈ બોટ દ્વારા કાઢી નાખ્યા છે અને આ ફોટોગ્રાફ હુંએ પોતે મારા કેમેરાથી લીધેલ હતા આમાં પ્રકાશન ભંગ ની વાત જ ક્યાં આવી છે. મને કશું સમજાતું નથી. વધુ માટે મારો લેખ બારડોલી સુગર ફેક્ટરી જોશો. વધુમાં મારા વિકિપીડિયા કોમન્સ માં ઉપલોડ કરેલા કેટલાક ફોટોગ્રાફ ડીલીટ કરાયા છે. (મારું --ધવલભાવસાર (talk) ૧૭:૩૩, ૧ એપ્રિલ ૨૦૧૩ (IST)
- ધવલભાઈ વચ્ચે ઘૂસ મારવા માટે માફી ચાહું છું પણ કોમન્સ પર તમે ફોટા ચડાવતી વખતે ક્યા criteria હેઠળ ચડાવેલું? તેમાં તમે તમારા પોતાની માલિકીના ફોટા છે એમ જો જણાવેલ હોય તો તે ડીલિટ ન થાય. આપે આ વિશે સ્પષ્ટતા કરેલી? આપણે ડિલીટ કરનાર વ્યક્તિનો પણ તે વિશે સંપર્ક કરી શકીએ છીએ.--Vyom25 (talk) ૨૩:૫૭, ૧ એપ્રિલ ૨૦૧૩ (IST)
વ્યોમભાઈ, સુગર ફેકટરીના ફોટોગ્રાફ તો પાછા આવી ગયા છે. પણ તેઓ એ એવા ફોટોગ્રાફ ઉડાવ્યા છે જેમાં નેતાઓના જુના ફોટોગ્રાફ હોય (જે હુએ બારડોલી મ્યુઝીયમ અંદર લીધા હતા) અને કેટલાક એવા કે જે ઈન્ટરનેટ પરથી મેળવેલ હતા. તમારી જાણ માટે - હું દર વખતે ફોટોગ્રાફ મારા પોતાના કામ માટે છે એ શરત પર ચઢાવુ છું. લાગે છે કે દરેક ફોટોગ્રાફ જાતે જ લેવા પડશે જુદા જુદા એન્ગલથી... વાંધો નહિ... થોડી મહેનત વધારે...!! અને નિર્દેશન માટે તમે ગમે ત્યારે ઘૂસ મારી શકો છો...!! --ધવલભાવસાર (talk) ૧૧:૪૪, ૪ એપ્રિલ ૨૦૧૩ (IST)
- ઈન્ટરનેટ પરથી લીધેલ ફોટોગ્રાફ પ્રકાશન અધિકાર હેઠળ હોવાની શક્યતા ઘણી છે અને આપે મ્યુઝિયમમાંથી પાડેલ ફોટો જે પણ જે તે ફોટા પરથી લીધો હશે ને? જેમ કે, સરદાર પટેલનો જે તે સમયે જે તે વ્યક્તિએ પાડેલ ફોટો છે એ મ્યુઝિયમમાં તે ફોટોગ્રાફરની પરવાનગીથી હોય અને આપણે તેનો ફોટો પાડીએ તો તે પ્રકાશન અધિકારથી મુક્ત ન ગણી શકાય. કૉમન્સ પર પ્રકાશન અધિકાર મુક્ત ફોટા ચડાવી શકાય એટલે તમે તેને પોતાના કામ માટે છે એ શરત પર નહિ પરંતુ મારી માલિકીના છે એ શરત પર ચડાવો તો દૂર થવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. પછી ભલે ને એ તમારો પોતાનો ફોટો હોય. ;)--Vyom25 (talk) ૧૬:૫૬, ૪ એપ્રિલ ૨૦૧૩ (IST)
નિર્દેશન માટે આભાર વ્યોમભાઈ. --ધવલભાવસાર (talk) ૧૭:૪૦, ૪ એપ્રિલ ૨૦૧૩ (IST)
વિકિપીડિયા વિશે માહિતી
મુ.પ્રબંધકોશ્રી, હું ગઇ કાલે જ સભ્ય તરીકે આપણા આ સમૂહ સાથે જોડાયો છું. સ્વાગત સંદેશમાં પ્રાથમિક વિગતો તો મળી પણ વિકિપીડિયા વિશે થોડી ઊંડાણપૂર્વકની વિગતો આપવા કોઇ સ્નેહી કૃપા કરશે તો એમનો આભારી રહીશ.--યોગેશ કવીશ્વર (talk) ૦૭:૩૭, ૧૮ મે ૨૦૧૩ (IST)
- યોગેશભાઈ, તમારા ચર્ચાનાં પાનાં પર સુશાંતભાઈનો સંદેશ તમને મળ્યો હશે. વિકિપીડિયાનો સ્વાગત સંદેશ પણ તમે વાંચ્યો એટલે તમને પ્રાથમિક વિગતો મળી ગઈ. હવે તમારે એક જ કામ કરવાનું રહે છે અને તે છે હાજર લેખોમાં સુધારા વધારા કરવા કે પછી તમને પસંદ હોય તેવા નવા લેખો બનાવવા. નવા લેખો બનાવતા પહેલાં શોધોમાં તે search કરી લેશો કે તમે બનાવવા માગતા લેખ પહેલેથી હાજર તો નથી. નવા લેખો બનાવવામાં પણ કેટલાક સામાન્ય નિયમો છે જેમ કે જ્ઞાનકોષમાં આવે તેવા લેખો જ બનાવવા. હવે તેમાં ક્યા વિષયો આવે તો મારે તમને એટલું જ જણાવવાનું કે મોટાભાગના બધા સિવાય કે કોઈ પ્રસિદ્ધ ન હોય તેવી વ્યક્તિ કે વસ્તુ. બીજું એક કામ છે હાલમાં બનેલા અન્ય ભાષાના લેખો જેમાં ભાષાંતરની જરૂર હોય તે પર પણ તમે કામ કરી શકો. મુખ્યત્ત્વે તો તમારે તમારા રસના વિષય પર કામ કરવું શરૂ કરવું. તો પછી શરૂ થઈ જાવ. વધુ કોઈ પ્રશ્ન અહીં અથવા તમારા ચર્ચાનાં પાનાં પર અથવા મારા ચર્ચાનાં પાનાં પર પૂછી શકો છો.--Vyom25 (talk) ૧૧:૩૩, ૧૮ મે ૨૦૧૩ (IST)
આભાર વ્યોમભાઈ.--યોગેશ કવીશ્વર (talk) ૦૧:૦૬, ૧૯ મે ૨૦૧૩ (IST)
ફકરો પાડવો
સરળ ઉપાય
--યોગેશ કવીશ્વર (talk) ૧૨:૨૬, ૨૫ મે ૨૦૧૩ (IST)
- યોગેશભાઈ, મોટા ભાગની ભાષાઓમાં ફકરાની પદ્ધતિ હોય જ છે પરંતુ વિકિ લખાણની આ પદ્ધતિ છે માટે ફકરોમાં આગળ જગ્યા નથી છોડાતી. મને આ યોગ્ય લાગે છે વધુ સારું કારણ તો ધવલભાઈ જ આપી શકશે.--Vyom25 (talk) ૧૨:૩૬, ૨૫ મે ૨૦૧૩ (IST)
મારા ખ્યાલ મુજબ વિકિ લખાણની આ જ પદ્ધતિ છે એવું તો નહિ હોય પણ સરળતાથી ફકરો પડતો નહિ હોવાથી આ જ પદ્ધતિ અપનાવાતી રહી છે. ફકરામાં જગ્યા છોડવી નહિ એવું કશું નિર્ધારીત નહિ કર્યું હોય. ફકરો શરુ થાય ત્યારે લખાણની આગળ & n b s p ; જગ્યા છોડ્યા વગર સાથે લખવાથી સ્પેશ છોડી શકાય છે.--યોગેશ કવીશ્વર (talk)
- યોગેશભાઈ, ફકરો પાડવા માટે (ઇન્ડેન્ટેશન માટે) કશું જ કરવાની જરૂર નથી. ફક્ત કોલોન (:) ઉમેરવાથી પણ લખાણની શરૂઆતમાં ઇન્ડેન્ટેશન ઉમેરાઇ જાય છે. જેટલા કોલોન ઉમેરશો તેટલી જગ્યા વધતી જશે. તમે કદાચ ચર્ચાના પાનાઓ પર જોયું હશે કે દરેક નવો જવાબ ઉપરના ફકરા કરથા અંદરની બાજુએથી શરૂ થાય છે. તમે પણ તે રીત અપનાઅવી શકો છો.
- આ ઉપરાંત, લેખનમાં ફકરો થોડે આઘેથી શરૂ કરવાની પ્રથા બીબા વાળા પ્રેસના જમાનામાં અને ટાઇપરાઈટરના જમાનામાં હતી. લેખનની પદ્ધતિમાં પણ ઉત્ક્રાંતિ થતી રહે છે. તે મૂજબ હવે કમ્પ્યૂટરમાં બે ફકરા વચ્ચે આપણે ચાહિયે તેટલી જગ્યા ઉમેરાતી હોવાથી, સ્પષ્ટ પણે નવો ફકરો શરૂ થયો છે તેવી સમજ પડે છે અને એટલે આધુનિક લેખન પદ્ધતિમાં ઉન્ડેન્ટેશન ઉમેરવામાં આવતું નથી. એ જ પદ્ધતિ આપણે અહિં વિકિમાં પણ અપનાવીએ છીએ. બે ફકરા વચ્ચે લાઇન બ્રેક આપીને જ ફકરા અલગ તારવવાના હોય છે. આપને પણ અનુરોધ કે કશું જ કર્યા વગર ફક્ત લાઇન સ્પેસ આપીને જ નવા ફકરા બનાવવા.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૧, ૨૫ મે ૨૦૧૩ (IST)
લેખની અંતર્ગત અંગ્રેજી વિકિપીડિયાની આંતરવિકિ કડીઓ
હુ એક અંગ્રેજી વિકિપીડિયા ના લેખ નુ ગુજરાતી મા ભાષાંતર કરી રહ્યો છું. તેમા આવતા અમુક શબ્દો ની પુરી માહીતી અંગ્રેજી વિકિપીડિયા મા ઉપલબ્ધ છે. હુ આ શબ્દો ને તેમના પેજ ની લીંક સાથે જોડવા માંગુ છું. પરંતુ તેમ નથી થઈ રહ્યું. મને લાગે છે કે ગુજરાતી વિકિપીડિયા ના લેખ માં આપણે અંગ્રેજી વિકિપીડિયા ની કડી જોડી શક્તા નથી(?). જેમકે Imperial Japanese Army અથવા ઈંપીરીયલ જાપાનીઝ આર્મી .. જ્યારે આ પાનું અંગ્રેજી વીકીપિડીયા મા અસ્તિત્વ ધરાવે છે. આપણે સમજવુ જોઈએ કે અંગ્રેજી વીકિપીડિયા મા છે એ બધા લેખો ગુજરાતી વીકીપીડીયા મા હોય જ એ શક્ય નથી ત્યારે આપણે વાંચકો ની સરળતા માટે અંગ્રેજી વીકિપિડીયા ની કડી નો ઉપયોગ ગુજરાતી વીકિપિડીયા ના પેજ મા થાય એવી વ્યવસ્થા કરવી જોઇઍ. ---સભ્ય:Pradipsinh hada
- પ્રદીપભાઈ, કોઈ પણ ભાષાના વિકિપીડિયાની કડીઓ અન્ય ભાષાના વિકિપીડિયામાં ઉમેરી શકાય છે. પરંતુ ગુજરાતી લેખમાં અંગ્રેજી લેખની કડીઓ આપવાનો કોઈ અર્થ નથી અને તેમ કરવાની અહિં ભલામણ કરવામાં આવતી નથી. ગુજરાતીમાં કોઈ લેખ વાંચનાર વ્યક્તિને ગુજરાતી માહિતી જ પીરસવી જોઈએ. [[:en:Imperial Japanese Army]] અથવા [[:en:Imperial Japanese Army|ઈંપીરીયલ જાપાનીઝ આર્મી]] લખવાથી en:Imperial Japanese Army અથવા ઈંપીરીયલ જાપાનીઝ આર્મી એમ વંચાશે. પણ આપને એમ ન કરવાની ભલામણ છે. જે લેખો શબ્દો કે વિષયો પર ગુજરાતીમાં લેખ ન હોય તે શબ્દોને ચોરસ કૌંસમાં મૂકશો નહિ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૮, ૨૧ જૂન ૨૦૧૩ (IST)
શરુઆતડેઇલી દ્વારા જાહેરખબર-અંગત જેવાં લેખો અને રીવર્ટ રમત :)
જુઓ: https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:SharooatDaily&diff=next&oldid=352800 અને તેના પહેલાંના ફેરફારો --KartikMistry (talk) ૧૨:૨૭, ૨૬ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
- કાર્તિકભાઈ, મેં પરમ દિવસે બનેલો આ લેખ જોયો હતો અને તેને ફેરફાર કરીને સબસ્ટબ બનાવવા માટે રહેવા દીધો હતો. પણ ગઈ કાલે તેમાં ઘણો ઉમેરો થયો એ ખેદની વાત છે. મેં બધું જ લખાણ દૂર કરીને ફક્ત સબસ્ટબ કક્ષાનો લેખ રહેવા દીધો છે. એટલું જ નહિ, સભ્ય:SharooatDaily પરથી પણ તે લખાણ હટાવ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૦, ૨૬ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
લિપ્યાંતર કી-બોર્ડમાં એન્જિન શબ્દ..
ગુજરાતી લિપ્યાંતર કી-બોર્ડમાં એન્જિન શબ્દ લખવા જતા એઞિન લખાઇ જાય છે. એનો કોઇ ઉપાય બતાવવા વિનંતિ અથવા આપણે એ માટે બગ રીપોર્ટ કરી શકીએ? આભાર. --KokilaMistry (talk) ૧૦:૦૦, ૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- એન્જિન શબ્દ લખવા માટે પ્રથમ e ત્યારબાદ n લખીને સ્પેશ છોડો અને ji લખો ત્યારબાદ પાછા આવીને સ્પેશ દૂર કરો અને બાદમાં na લખો. એટલે એન્ જિન લખીને સ્પેશ દૂર કરો એટલે એન્જિન થશે. આ સિવાયનો કોઈ ઉપાય મારી જાણમાં નથી આ અંગે અન્ય કોઈ મિત્રને વધુ જાણ હોય તો જણાવશો. હું દર વખતે આ પ્રમાણે જ લખું છું.--Vyom25 (talk) ૧૨:૧૪, ૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- એકદમ બરોબર વ્યોમભાઈ, હું પણ અમુક શબ્દો એ રીતે જ ટાઇપ કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૦, ૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
નિષ્ક્રિય પ્રબંધકો
મિત્રો, આપણા ગુજરાતી વિકિ પર કુલ પાંચ પ્રબંધકો છે જેમાંથી ફક્ત બે પ્રબંધકો સક્રિય છે જ્યારે અન્ય ત્રણ પ્રબંધકો છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય છે. મેટા પરની નીતિ અનુસાર એક વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય પ્રબંધકો/રાજનૈતિકો ના હક્કો દૂર કરવામાં આવે છે. માટે આ વિષય પર આપણે ભલામણ કરવી કે પછી મેટા પરના કારભારીઓ પોતાની મેળે આ પગલાં લે તેની રાહ જોવી આ વિશે આપ સૌ વિચાર જણાવશો. આ ત્રણે પ્રબંધકોએ જ્યારે આપણું ગુજરાતી વિકિ બાલ્યાવસ્થામાં હતું ત્યારે પ્રસંશનીય કામગીરી કરી છે માટે આ પ્રક્રિયા તેમનો વિરોધ કે અન્ય કોઈ વસ્તુ નથી બતાવતું પરંતુ એક સામાન્ય ચર્ચા છે. જ્યારે પણ આ સભ્યો પાછા ફરે ત્યારે તેમને આ હક્કો પાછા મળી શકે છે. તેની સામે કોઈ વિરોધ નથી. તો આ બાબત પર સૌ કોઈ પોતાના વિચાર જણાવશો. આભાર.--Vyom25 (talk) ૧૯:૩૦, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
અસંબંધ ટૅગ્સનો પ્રશ્ન !
મિત્રો, હાલ હું "વિશેષ:દુરુપયોગ_ગળણીઓ" પર પ્રબંધનકાર્યને કંઈક ઉપયોગી બને એવા હેતુથી ‘અખતરાઓ’ કરતો હોઈ કદાચ માન.સંપાદકશ્રીઓને કોઈ અસંબંધ ચેતવણી કે ટૅગ જોવા મળે તો અવગણશો. (ઉદાઃ કેટલાંક લેખનાં સંપાદન સમયે ‘(ટેગ: non-Gujarati content)’ આવી હતી. જે અસફળ ગાળકને કારણે બન્યું. ક્ષમા !).
- ગાળક ૧ (ટૂંકો લેખ)
- ગાળક ૩ (લેખમાં ઈ-મેઈલ સરનામું લખવા પર ચેતવણી)
- ગાળક ૪ (પાનું સંપૂર્ણ ખાલી કરવા પર ચેતવણી)
- ગાળક ૭ (ચિત્ર/સાઈટની અમાન્ય એવી બાહ્ય લિંક દાખલ કરવા પર ચેતવણી) આટલાં બરાબર કાર્યરત થયેલાં છે. અન્ય હજુ પ્રાયોગીક છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૪, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- અતિસુંદર કાર્ય અશોકભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૧, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- સરસ, અશોકભાઈ. ગાળક ૭ વિશે વિગતે માહિતી ક્યાં મળી શકે? --KartikMistry (talk) ૦૯:૫૮, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- કાર્તિકભાઈ, તે જ્યારે કોઈ અન્ય સાઇટ પર રહેલી ઇમેજ કે મીડિયા ફાઇલની http લિંક પેજમાં ઉમેરે ત્યારે કામ કરે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- સરસ, અશોકભાઈ. ગાળક ૭ વિશે વિગતે માહિતી ક્યાં મળી શકે? --KartikMistry (talk) ૦૯:૫૮, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
ઢાંચો:ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બાબત સલાહ - સુચનો કરવા વિનંતિ
પ્રબંધકશ્રી તથા અન્ય મિત્રો, ઢાંચો:ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનોમાં નિચે પ્રમાણે ફે્રફાર કરવાની ઇચ્છા છે.
- હાલના ઢાંચામાં બધા જ રાજ્યોના નામ એક સામટા હોવાથી ઢાંચાનું કદ વધી જાય છે.
- ભાષાંતર બાકી છે એને પુરૂ કરવાનું છે.
- લાલ કીડીઓ બહુ ઉભરાણી છે. એેને દુર કરી કાળી લાવવી છે. (કહે છે ને કે કાળી કીડી ઘરમાં ઉભરાય તો લક્ષ્મી આવે !)
આ માટે એક ઢાંચો બનાવ્યો છે કે જે અત્યારે તો પ્રાયોગીક ધોરણે અહીં મુકેલ છે.
આપ સહુને વિનંતિ કે મને માર્ગદર્શન આપો કે શું હું જુના ઢાંચાને બદલી ને નવો ઢાંચો મુકુ તો શું એ યોગ્ય કહેવાશે? નવો ઢાંચો સ્વિકાર્ય રહેશે? (નોંધ: નવો ઢાંચો હજી સંપુર્ણ બની ચુક્યો નથી પણ મને થયુ કે વધારે મહેનતનું રોકાણ થઇ જાય એ પહેલા બધાનો અભિપ્રાય લઇ જોઉ.) નવા ઢાંચામાં વિગતોને Compact કરી શકાય છે અને expand પણ કરી શકાય છે. જરૂરી નક્શાપણ બનાવવા માટે ચૂલે આંધણ મેલ્યા છે. બસ હવે આપ સહુની ઇચ્છા જાણવી છે કે બધુ બરોબર છે કે નહી? આભાર, --વિહંગ (talk) ૨૦:૩૦, ૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સારું કાર્ય. આને આગળ વધારી શકાય. મારી સહમતિ. --sushant (talk) ૨૧:૩૫, ૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સ_રસ ! શક્ય બને તો ઢાંચાના નીચેનાં ચારે પાંચે વિભાગો (ઉત્તર, પૂર્વ વગેરે)ના રંગ ‘ગ્રીન જ’ પણ જરાતરા અલગ અલગ શેડનાં રાખો તો વધુ સારૂં દેખાશે. બાકી રચના (અને રચનાનો વિચાર) બહુ જ સરસ છે. મારી પણ સહમતિ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૦, ૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સારું કાર્ય. આને આગળ વધારી શકાય. મારી સહમતિ. --sushant (talk) ૨૧:૩૫, ૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
ચાલો રમીએ, કલર... કલર... ક્યો કલર ... કામ થઈ ગયું
હવે પીપડાથી નહી ચલાવી લેવું પડે. આખો સમુદ્ર અહીંયા હાજર છે. એટલે અહીથી કાઢી નાખું છું.--વિહંગ (talk) ૧૧:૦૮, ૩ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અરે આ તો રંગોનું પિપડું છલકાવ્યું ! આપને જે યોગ્ય જણાય તે, માત્ર દરેક ચોકઠું તુરંત અલગ તરી આવે એ માટે થોડા થોડા અલગ શેડથી નીચેનાં પાંચે વિભાગને સજાવી દો. (અને અહીં તો હવે પાંચને બદલે ઘણાં શેડ મળ્યા છે. આ રંગસંજ્ઞાઓ અહીં રહેવા દેજો. અન્યત્ર પણ કામ લાગશે.)ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
- મારી દૃષ્ટિએ ફક્ત બે જ શેડ વાપરો અને તેને અંતરાલ પર રાખો જેથી જુદું પણ પડે અને અનેક રંગો ન દેખાય. જોનારાને રંગો કરતાં વધુ મહત્ત્વ માહિતીનું લાગવું જોઈએ જોકે અશોકભાઈના વિચાર મુજબ કરવાથી રંગોનું મહત્ત્વ વધી જાય છે એમ નથી કહેતો પણ આ રીતે પણ એક કોશિષ કરી જુઓ પછી જે સારું લાગે તે મુકો. આ કામ સારું કરો છો ધન્યવાદ.--Vyom25 (talk) ૧૭:૧૪, ૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
- વ્યોમજીનું સૂચન માન્ય કરવા વિનંતી...સહમત--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૧, ૨ ઓકટોબર ૨૦૧૩ (IST).
- મારી દૃષ્ટિએ ફક્ત બે જ શેડ વાપરો અને તેને અંતરાલ પર રાખો જેથી જુદું પણ પડે અને અનેક રંગો ન દેખાય. જોનારાને રંગો કરતાં વધુ મહત્ત્વ માહિતીનું લાગવું જોઈએ જોકે અશોકભાઈના વિચાર મુજબ કરવાથી રંગોનું મહત્ત્વ વધી જાય છે એમ નથી કહેતો પણ આ રીતે પણ એક કોશિષ કરી જુઓ પછી જે સારું લાગે તે મુકો. આ કામ સારું કરો છો ધન્યવાદ.--Vyom25 (talk) ૧૭:૧૪, ૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
બહુ થયુ!
મિત્રો, ચાલો હવે બહુ થયુ!. થોડી ઘણા મધ્યાંતર-આરામ દિવસો મળેલા તે આ વિકિમાં ખર્ચીને આનંદ થયો. માતૃભાષા, પુર્વજો અને ગુરૂજનોનું ઋણ ઉતારી શકાય એટલું તો નહી પણ એની ચૂકવણી તરફ નું વધુ એક નાનકડું ચરણ આવતી કાલે સમાપ્ત થઇ જશે. આપ સહુની સાથે વિનોદ કરતા કરતા થોડું કામ થઈ શક્યુ એનો સંતોષ છે. રોટલા અને ઓટલા સાચવવાની જવાબદારી આથી વધુ સમય આપવાની છુટ નથી આપતી. મારી મજાક કરવાની આદતને લીધે જો કોઇ પણનું દિલ દુભવ્યુ હોય તો ક્ષમા-પાર્થના. ફરી કામમાં મધ્યાંતર આવે ત્યારે આપ સહુને ફરી મળુ ત્યારે આપ સહુ સ્વસ્થ અને ખુશમિજાજ હો એવી પણ પ્રાર્થના સહ ....--વિહંગ (talk) ૨૦:૪૭, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અમે તમારા કામમાં મધ્યાંતર આવે તેની રાહ જોઈશું અને એવી આશા રાખીશું કે મધ્યાંતરનો સદ્ઉપયોગ તમે વિકિ ખાતે જ કરશો.--Vyom25 (talk) ૨૧:૪૭, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
Germplasm માટે ગુજરાતી શબ્દ
મિત્રો, સીસમના લેખના અનુવાદ કરતી વખતે મને Germplasm નામનો શબ્દ આડો આવ્યો. તેનો અર્થ શબ્દકોષમાં મળ્યો નહીં. તેની વ્યાખ્યા આવી છે, "A germplasm is a collection of genetic resources for an organism. For plants, the germplasm may be stored as a seed collection or, for trees, in a nursery." હવે તેની માટે ગુજરાતી શબ્દ શું હોઈ શકે?
મેં હિન્દીમાં શોધ કરી તો મને "जनन्द्रव "શબ્દ મળ્યો. આપના વિચાર જણાવશો.
પ્રજનન સંપદા અને અનુવાંશિક સંપદા જેવું કશુંક હોઈ શકે?--sushant (talk) ૦૯:૦૩, ૧૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
- જો મારે કરવાનો હોય તો હું ઉપરનાં અંગ્રેજી વાક્યનો ભાવાનુવાદ આ પ્રમાણે કરુ.
"જીવતંત્ર માટે પ્રજનન-દ્રવ્ય એ જનીનિક સ્ત્રોતોનો સંગ્રહ છે. વૃક્ષો માટે રોપ ઉછેર કેન્દ્ર અને બીયારણ માટે બીજ-સંચય એ પ્રજનન-દ્રવ્યનું કાર્ય કરે છે.". સીધા સાદા અનુવાદ કરતા હું ભાવાનુવાદને વધારે અગત્યનો માનુ છું. (જોકે આ એક અંગત માન્યતા છે - કોઇના પર અંગત માન્યતા ન થોપવી એવી અંગત માન્યતા દરેકે દરેક જણનાં માથે થોપવામાં હું ઉસ્તાદ છું.)--મહાથી (talk) ૧૪:૪૩, ૧૯ ઓકટોબર ૨૦૧૩ (IST)- આપણે પણ અહીં ભાવાનુવાદને જ વધુ યોગ્ય ગણીએ છીએ. મકનભાઈએ સૂચવેલો "પ્રજનન-દ્રવ્ય" શબ્દ યોગ્ય લાગ્યો છે. બીજો એક શબ્દ "બીજરસ" પણ ક્યાંક વાંચેલો (સંદર્ભ નથી). એ ઉપરાંત આપણી પાસે સદ્નસીબે અહીં ધવલભાઈ છે જ, આ શાસ્ત્ર એમનું જાણીતું છે એટલે તેઓ પણ કંઈક માર્ગદર્શન કરે તેવી વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૪૭, ૧૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
- મને યાદ છે ત્યાં સુધી ગુજરાતીમાં પણ અમે જર્મપ્લાઝમ જ ભણતા. છતાં હું યાદ/તપાસ કરી જોઈશ અને સાચો ગુજરાતી શબ્દ મળશે તો જણાવીશ. ગુજરાતીમાં વ્યાખ્યા આ મુજબ કરી શકાય, "જર્મપ્લાઝમ એ કોઈ પણ સજીવના જનિન દ્રવ્યનો સંચય છે. વનસ્પતિઓ માટે જર્મપ્લાઝમ એ બીજ સંગ્રહનાં રૂપમાં હોઈ શકે છે અને મોટા વૃક્ષો માટે નર્સરીને જર્મપ્લાઝમ ગણાવી શકાય."--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૭, ૨૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- આપણે પણ અહીં ભાવાનુવાદને જ વધુ યોગ્ય ગણીએ છીએ. મકનભાઈએ સૂચવેલો "પ્રજનન-દ્રવ્ય" શબ્દ યોગ્ય લાગ્યો છે. બીજો એક શબ્દ "બીજરસ" પણ ક્યાંક વાંચેલો (સંદર્ભ નથી). એ ઉપરાંત આપણી પાસે સદ્નસીબે અહીં ધવલભાઈ છે જ, આ શાસ્ત્ર એમનું જાણીતું છે એટલે તેઓ પણ કંઈક માર્ગદર્શન કરે તેવી વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૪૭, ૧૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
- જો મારે કરવાનો હોય તો હું ઉપરનાં અંગ્રેજી વાક્યનો ભાવાનુવાદ આ પ્રમાણે કરુ.
ઢાંચો:સ્થંભાકાર યાદીનો પ્રાયોગીક ઉપયોગ
ઢાંચો:સ્થંભાકાર યાદીનો પ્રાયોગીક ઉપયોગ ભાવનગર અને ઢાંચો:ભાવનગર તાલુકાના ગામો એમ બે જગ્યાએ કરી જોયો છે. આપ સહુ મિત્રોના અભિપ્રય જાણવાની આતુરતાથી રાહ જોઉ છું. --મહાથી (talk) ૨૨:૦૩, ૨૦ ઓકટોબર ૨૦૧૩ (IST)
- નિખાલસપણે કહું તો મને એ ગમ્યું નહિ. આમે, ભાવનગરમાં કાંઈક વધારે પડતા કોષ્ટકો થઈ ગયા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૭, ૨૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- તમારી નિખાલસતા સ્પર્શી ગઇ. મારી અંગત માન્યતા છે કે દરેક અભિપ્રાય હંમેશા નિખાલસ જ હોવો જોઇએ. ભાવનગરમાં કોષ્ટકોની કત્લેઆમ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે કોષ્ટકોનો ઉપદ્રવ શાંત થયો હોય એમ લાગે છે? --મહાથી (talk) ૧૫:૩૬, ૨૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અને મને પણ ! આપણે યાદીઓ માટે, સર્વ વિકિ પર વપરાતા ઢાંચો:col-begin જૂથનાં ઢાંચા વાપરીએ જ છીએ. એમાં ઘણી સગવડ છે. એમાં આપોઆપ ‘કખગઘ’ ક્રમમાં, ચઢતા/ઉતરતા ક્રમમાં વગેરે ગોઠવણ શક્ય છે જ. અહીં નાવિન્ય શું છે ? ઉલટું ડેટા આપોઆપ ક્રમબદ્ધ થઈ શકે એમ પણ જણાતું નથી. તદ્ઉપરાંત અહીં શક્ય એટલું "પ્રિન્ટ" વર્ઝનને અને ખાલી રહેતી જગ્યાને પણ ધ્યાને લેવાનું છે. ઢાંચો પોતે ઓછામાં ઓછી જગ્યા રોકે અને ઓછામા ઓછી તકનિકી જાણકારી છતાં સહેલાઈથી વાપરી શકાય તેવા હોય તે જરૂરી છે. ખાસ તો તેની ઉપયોગીતા જોવાની રહે. અહીં કોલાપ્સિબલ કોલમ્સને કારણે પ્રિન્ટ વર્ઝનમાં માહિતીઓ કપાશે. અને ઢાંચા માંહ્યલી કોરી જગ્યા વધુ પેપર્સમાં ફેલાશે. આ ઢાંચાને આપણે Navigation template તરીકે વર્ગીકૃત કરી જોઈએ તો બહુ બધા ફેરફાર કરવા જરૂરી બને. આ પ્રકારના અને અન્ય સઘળા પ્રકારનાં ઢાંચાઓની રચના અને એકવાક્યતા માટે કેટલાંક માર્ગદર્શક નિયમો જેવું Wikipedia:Navigation templates અને Wikipedia guidelines:Navigation_templates પર જાણવા મળશે. આ વિશે ખુલ્લા મનથી ચર્ચા આવશ્યક. એ ઉપરાંત અન્ય એક મુદ્દો પણ અહીં જ લઉં અને નમૂનારૂપે ભાવનગરનાં ગામોને જોઈએ તો, (દા.ત.સિદસર (તા. ભાવનગર)) દરેક ગામનાં પાને ઢાંચો "ભાવનગર શહેર" જરૂરી નથી. એ જ રીતે દરેક ગામનાં પાને તાલુકાનાં બધાં જ ગામોની યાદી ધરાવતા ઢાંચા પણ જરૂરી નથી (તો એ ક્યાંક ક્યાંક મુકાયેલા છે જ, આ વિશે એક સર્વસંમત રીત રાખવાની જરૂર છે. અને મુકવા જ હોય તો બહુ ઓછી જગ્યા રોકતા, યાદી પ્રકારનાં ઢાંચા વાજબી છે.) ગામનાં પાને માત્ર ચાર-પાંચ લીટીની વિગતો સામે ચાર-પાંચ પાના રોકતો ઢાંચો અયોગ્ય ગણાય. આપણે એકમાત્ર ઈન્ફોબોક્ષ રાખવાનું જરૂરી છે. (ગામ વિશે કોઈ ચોક્કસ વિગત ખૂટતી હોય તો એ ઈન્ફોબોક્ષમાં ઉમેરો કરવાની સગવડ પણ છે.) વિકિનાં પાનાઓ પર બહુ ઓછી તકનિકી જાણકારી ધરાવતા સભ્યશ્રી પણ સહેલાઈથી વિગતો મુકી શકે/સુધારી શકે એ પ્રકારનું ફોર્મેટ રાખવું જોઈએ. પાના પર લખાણ કરતાં ઢાંચા (એટલે કે રોટલા કરતાં અથાણા) ઝાઝા ન થાય તે પણ જોવું રહ્યું !!! અને શક્ય એટલું વિકિના ફોર્મેટમાં જ પાનું બને (બાહ્ય કોડનો ઓછામાં ઓછો ઉપયોગ થાય) તે પણ જરૂરી છે. (આ વિકિનો મૂળ મત પણ છે !!) પ્રબંધકશ્રી અને અન્ય સભ્યશ્રીઓ પણ આ મુદ્દે નિઃસંકોચ માર્ગદર્શન, સલાહ/સૂચન કરી શકે છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૦૧, ૨૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સાચી વાત છે. કંઇક સારૂ કરવા જતા ખરાબ થઇ ગયું હોય એમ લાગે છે. વિહંગભાઇનો કે મારો ઇરાદો જગ્યા ઓછામાં ઓછી રોકાય તેવું કંઇક બનાવવાનો હતો બીજો એવો કોઇ કશું બગાડવાનો ઇરાદો તો હતો નહી. બધાને ગમે તેવું ન થઇ શક્યું તેનો ખેદ છે. માફ કરજો, મિત્રો.
અશોકભાઇએ ચર્ચેલા અન્ય મુદ્દા માટે કહેવાનું કે એવી રજુવાત કે ભાવનગરતાલુકાના ગામે ગામે મેં ભાવનગર શહેરનો ઢાંચો મુકેલો છે એ જરા વધારે પડતું છે. સિદસરમાં ભાવનગર શહેરનો ઢાંચો મેં તો મુક્યો જ નથી. --મહાથી (talk) ૧૯:૩૩, ૨૧ ઓકટોબર ૨૦૧૩ (IST)- શ્રી.મકનભાઈ, આપે ‘દુઃખી’ થવાની જરૂર ન જ હોય. ઘણી વખત એવું બને છે કે વિકિની કાર્યશૈલી પ્રમાણે ચર્ચામાં તરફેણ-વિરૂદ્ધ મત પડે છે. મિત્રો (સાવ અંગત મિત્રો પણ !) પરસ્પર વિરૂદ્ધ મત ધરાવતા અને દર્શાવતા અચકાય નહિ અને ચોકસાઈ (કહો કે સંદર્ભો) કે લેખનશૈલી (જેમ કે આપણી આ ચર્ચા) વિશે પોતપોતાના મત નિઃસંકોચ વ્યક્ત કરે. આમાં અંગતપણે કોઈને સારૂં કે માઠું લગાડવાનો હેતુ હોય જ નહિ. અહીં પણ માત્ર આ ચર્ચામાં રહેલા ઢાંચા સાથેની બાબતો કદાચ આપને માટે ગણાય (એ પણ હાલ આપે એકલે હાથે મહેનત લીધી છે એટલે, બાકી તો કોઈપણ પાનું કે ઢાંચો કે અન્ય યોગદાન સહીયારૂં સમજી માત્ર એને જ ચર્ચામાં ગણવાનું હોય છે, કોઈને પણ વ્યક્તિગત રીતે નહીં). આમ "એ ઉપરાંત અન્ય એક મુદ્દો..."થી શરૂ થતી ચર્ચા તો પૂર્ણપણે સૌ મિત્રોને માટે છે. દર્શાવેલું ગામનું પાનું માત્ર ઉદાહરણ માટે છે અને આપે ત્યાં તે ઢાંચો મુક્યો છે એવું મેં કહ્યું જ નથી. સૌને માટે છે એટલે જ તો મેં મારા મત ઉપર ચર્ચા કરવા સૌ પ્રબંધકશ્રી/સભ્યશ્રીઓને જણાવ્યું છે. માત્ર હું કહું તે સાચું જ હોય એવું તો હોય નહિ, સૌ મિત્રોને લાગુ પડતું એવું આ પાયાનું માર્ગદર્શન મેં લખ્યું છે એટલે સૌને ચર્ચામાં પોતાની વાત રાખવાનું કહેવું જ જોઈએ. અને એટલે જ આ ચર્ચા "ચોતરા" પર છે. વ્યક્તિગત કોઈપણ સભ્યશ્રી સાથે વાર્તાલાપ કરવાનો હોય તો જે તે સભ્યશ્રીનાં અંગત ચર્ચાને પાને જ હોય. ટૂંકમાં આપે ન તો ખેદ વ્યક્ત કરવાની જરૂર છે ન અંગતરીતે વાતને લેવાની. આપનો સહયોગ અમુલ્ય છે. અને સો-પાંચસો સંપાદને એકાદમાં કોઈ ક્ષતિ હોય (એ પણ હોય જ એવું નથી, માત્ર કોઈ સભ્યશ્રીને ક્ષતિ છે એવું લાગતું હોય અને તે એને ચર્ચે/દર્શાવે/સુધારા સૂચવે) એ કંઈ ખેદની વાત નથી (અમે તો એથી પણ વધુ ક્ષતિઓ કરી છે !). કૃપયા વિકિની ચર્ચાને માત્ર વિકિયોગ્ય/જ્ઞાનકોશયોગ્ય લખાણો બનાવવા માટેની જ સમજવી એવી સૌ માન.મિત્રોને વિનંતી છે. આશા રાખું મકનભાઈ સમેત આપ સૌ મિત્રો મુજ ગરીબ પર રોષ નહિ જ કરો ! ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૫, ૨૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- મિત્રો, અથાણું "ભાવે છે" એવી ખબર પડ્યા પછી જ પીરસેલ હતું, હો કે...
વાત રહી સિદસરની. ત્યાં ભાવનગર શહેરનો ઢાંચો વિહંગભાઇએ સંપુર્ણ સભાન અવસ્થામાં અન્ય કોઇપણ વ્યક્તિનાં કોઇપણ પ્રકારના દબાણ, શેહશરમ કે હઠાઆગ્રહને વશ થયા વગર મુક્યો હતો. એ વ્યવહારીક રીતે ભાવનગર શહેરનો (અભિન્ન) હિસ્સો બની ગયુ છે એવું દર્શાવવા. એટલે સુધી કે મ.સા. કૃષ્ણકુમાર યુનિ. ની હોસ્ટલોથી માંડીને કોલેજો અને ભાવનગર શહેરનું રમત-ગમત-સંકુલ ૨૦ જેટલા વર્ષો પહેલાથી સિદસરમાંજ છે. અને ફક્ત એટલા પુરતુ જ એ ત્યાં મુકેલું છે. (એનો કોઇ રેફરંસ નથી! સરકારી ચોપડે તો એ અલગ ગામ છે જ અને આપણે એવો દાવો કરતા પણ નથી કે એ અલગ ગામ નથી.) પણ એટલે કંઇ દરેક ગામમાં ભાવનગર શહેરનો ઢાંચો છે એમ તો નથી જ. સિદસરમાં એ ઢાંચાની હાજરી જો આપણા સમુદાયને માફક ન આવતી હોય તો કાઢી નાખીશ. પણ ભાવનગર તાલુકામાં ૫૯ ગામો છે તેમાંથી કેટલામાં ભાવનગર શહેરનો ઢાંચો છે એની યાદી બનાવીએ અને પછી એ પછી પણ જો આપ સહુને એમ લાગે કે દરેક ગામનાં પાને ઢાંચો "ભાવનગર શહેર" છે એ જરા ઉતાવળે બાંધેલો અભિપ્રાય નથી તો એનો અર્થ થાય આપણે નિખાલસ અભિપ્રાય આપુ છુ એમ કહીએ છીએ પણ હકીકતમાં નથી આપી રહ્યા. મહેરબાની કરીને નોંધ લેવી કે હું કોઇ માઠુ નથી લગાડી રહ્યો. ફક્ત નિખાલસ થઇ રહ્યો છું.--મહાથી (talk) ૧૦:૨૬, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)- મકનભાઇ, આપણું કામ ફક્ત થાય એટલું કામ કરવાનું અને બહોળા સમુદાયની અને પ્રબંધકોની પસંદગીને અનુસરવાનું છે અન્ય કોઇ માથાફોડનું નહી. મેં તમને ઇમેલમાં કહેલી વાત તમારે મારા વતી અહીંયા લખી મારી એ વાતથી હું નાખુશ છું. મહેરબાની કરીને મારા વતી તો કોઇ પણ દિવસ કશું પણ ના લખતા.
બીજુ કે તમે જાણો છો તેમ બન્ને પ્રબંધકો ઘણા બધા વર્ષોથી અહીંયા અમુલ્ય સેવાઓ આપી રહ્યા છે. ગુજ.વિકિ માટે એ બન્નેની મમતા સુપ્રસિધ્ધ છે. જે ગાય માતા દુધ આપે તે ક્યારેક ખીજાયને લાત પણ મારે. આપણે કંઇ નહી કરવાનું.--વિહંગ (talk) ૧૦:૪૮, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)- મિત્રો (અને માત્ર મિત્રો જ, કેમકે મરો દુશમન તો અહિં કોઈ છે નહિ), આજકાલ આંતરજાળ (Internet) પર વધુ સમય મળતો નથી એટલે આવી કામની ચર્ચાઓમાં મોડો પડું છું. અશોકભાઈ, આભાર કે મારે ઘણા વખતથી જે વાત કરવી હતી તે તમે કહી કે વિકિનાં પાનાઓ પર બહુ ઓછી તકનિકી જાણકારી ધરાવતા સભ્યશ્રી પણ સહેલાઈથી વિગતો મુકી શકે/સુધારી શકે એ પ્રકારનું ફોર્મેટ રાખવું જોઈએ...... અને શક્ય એટલું વિકિના ફોર્મેટમાં જ પાનું બને (બાહ્ય કોડનો ઓછામાં ઓછો ઉપયોગ થાય) તે પણ જરૂરી છે. (આ વિકિનો મૂળ મત પણ છે !!). અને વિહંગભાઈ, અમને બંને પુર્લિંગના જીવોને તમે સ્ત્રીલિંગની ગાય સાથે સરખાવ્યા, અને એમાં પણ પાછા મારકણી ગાય સાથે, એ ગમ્યું નહિ, પણ એ શિંગડાનો પ્રતાપ તમને રૂબરૂમાં જ બતાવવામાં આવશે. મકનભાઈ, મેં સળી કરીને આઘા રહેવાનું જે કામ કર્યું અને તે સળીને લીધે આપને ખેદ થયો તે બદલ માફ કરશો. ભાઈ, આપણે બધા અહિં એક કોમન ઇન્ટરેસ્ટ સાથે યોગદાન કરીએ છીએ. દરેકનો દૃષ્ટિકોણ અલગ હોય છે. મને અહિં મારા દેશમાં જેની વાહવાહ થાય છે તેવા સ્ટોનહેન્જમાં કંઈ શક્કરીયા ય નથી એવું લાગે છે, અને દુનિયા આખી જે તાજ મહાલ જોવા ગાંડી થાય છે તેમાં મારા ધર્મપત્નીને કંઈ (કલા/કોતરણીની દૃષ્ટીએ) ખાસ દેખાતું નથી એવું છે. અને મને એમ કહો કે શું તમે ફક્ત ઢાંચાઓ ઉમેરવાનું જ કામ કર્યું છે? શું તમે ફક્ત ઢાંચાઓમાં કોડ જ ઉમેર્યા છે? ના ને? તમે એ સિવાય પણ અન્ય કામો કર્યા છે અને તેની સરાહના પણ થઈ છે, તો પછી ખોટું શું લગાડવાનું. હું કશું કહું કે કરું અને તમને તે ન ગમે કે સ્વિકાર્ય ન હોય તો બેધડક તેનો વિરોધ કરી શકો છો. અન્ય સભ્યો પોતાનો મત આપી શકે છે અને પ્રબંધક શ્રી અશોકભાઈ પોતાનો પક્ષ રજૂ કરીને આખરી નિર્ણય લઈ શકે છે. તો ભલામાણસ એવું ક્યાંય મનમાં ન લાવશો કે તમે બધાને ગમે તેવું ન કરી શક્યા. છેલ્લે, અહિં આપણે કોઈ અંગત ચર્ચાઓ કરતા નથી એટલે કોઈ ચર્ચાને અંગત રીતે ન લેવી તેમ વિનંતિ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૫, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- મકનભાઇ, આપણું કામ ફક્ત થાય એટલું કામ કરવાનું અને બહોળા સમુદાયની અને પ્રબંધકોની પસંદગીને અનુસરવાનું છે અન્ય કોઇ માથાફોડનું નહી. મેં તમને ઇમેલમાં કહેલી વાત તમારે મારા વતી અહીંયા લખી મારી એ વાતથી હું નાખુશ છું. મહેરબાની કરીને મારા વતી તો કોઇ પણ દિવસ કશું પણ ના લખતા.
- મિત્રો, અથાણું "ભાવે છે" એવી ખબર પડ્યા પછી જ પીરસેલ હતું, હો કે...
- શ્રી.મકનભાઈ, આપે ‘દુઃખી’ થવાની જરૂર ન જ હોય. ઘણી વખત એવું બને છે કે વિકિની કાર્યશૈલી પ્રમાણે ચર્ચામાં તરફેણ-વિરૂદ્ધ મત પડે છે. મિત્રો (સાવ અંગત મિત્રો પણ !) પરસ્પર વિરૂદ્ધ મત ધરાવતા અને દર્શાવતા અચકાય નહિ અને ચોકસાઈ (કહો કે સંદર્ભો) કે લેખનશૈલી (જેમ કે આપણી આ ચર્ચા) વિશે પોતપોતાના મત નિઃસંકોચ વ્યક્ત કરે. આમાં અંગતપણે કોઈને સારૂં કે માઠું લગાડવાનો હેતુ હોય જ નહિ. અહીં પણ માત્ર આ ચર્ચામાં રહેલા ઢાંચા સાથેની બાબતો કદાચ આપને માટે ગણાય (એ પણ હાલ આપે એકલે હાથે મહેનત લીધી છે એટલે, બાકી તો કોઈપણ પાનું કે ઢાંચો કે અન્ય યોગદાન સહીયારૂં સમજી માત્ર એને જ ચર્ચામાં ગણવાનું હોય છે, કોઈને પણ વ્યક્તિગત રીતે નહીં). આમ "એ ઉપરાંત અન્ય એક મુદ્દો..."થી શરૂ થતી ચર્ચા તો પૂર્ણપણે સૌ મિત્રોને માટે છે. દર્શાવેલું ગામનું પાનું માત્ર ઉદાહરણ માટે છે અને આપે ત્યાં તે ઢાંચો મુક્યો છે એવું મેં કહ્યું જ નથી. સૌને માટે છે એટલે જ તો મેં મારા મત ઉપર ચર્ચા કરવા સૌ પ્રબંધકશ્રી/સભ્યશ્રીઓને જણાવ્યું છે. માત્ર હું કહું તે સાચું જ હોય એવું તો હોય નહિ, સૌ મિત્રોને લાગુ પડતું એવું આ પાયાનું માર્ગદર્શન મેં લખ્યું છે એટલે સૌને ચર્ચામાં પોતાની વાત રાખવાનું કહેવું જ જોઈએ. અને એટલે જ આ ચર્ચા "ચોતરા" પર છે. વ્યક્તિગત કોઈપણ સભ્યશ્રી સાથે વાર્તાલાપ કરવાનો હોય તો જે તે સભ્યશ્રીનાં અંગત ચર્ચાને પાને જ હોય. ટૂંકમાં આપે ન તો ખેદ વ્યક્ત કરવાની જરૂર છે ન અંગતરીતે વાતને લેવાની. આપનો સહયોગ અમુલ્ય છે. અને સો-પાંચસો સંપાદને એકાદમાં કોઈ ક્ષતિ હોય (એ પણ હોય જ એવું નથી, માત્ર કોઈ સભ્યશ્રીને ક્ષતિ છે એવું લાગતું હોય અને તે એને ચર્ચે/દર્શાવે/સુધારા સૂચવે) એ કંઈ ખેદની વાત નથી (અમે તો એથી પણ વધુ ક્ષતિઓ કરી છે !). કૃપયા વિકિની ચર્ચાને માત્ર વિકિયોગ્ય/જ્ઞાનકોશયોગ્ય લખાણો બનાવવા માટેની જ સમજવી એવી સૌ માન.મિત્રોને વિનંતી છે. આશા રાખું મકનભાઈ સમેત આપ સૌ મિત્રો મુજ ગરીબ પર રોષ નહિ જ કરો ! ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૫, ૨૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સાચી વાત છે. કંઇક સારૂ કરવા જતા ખરાબ થઇ ગયું હોય એમ લાગે છે. વિહંગભાઇનો કે મારો ઇરાદો જગ્યા ઓછામાં ઓછી રોકાય તેવું કંઇક બનાવવાનો હતો બીજો એવો કોઇ કશું બગાડવાનો ઇરાદો તો હતો નહી. બધાને ગમે તેવું ન થઇ શક્યું તેનો ખેદ છે. માફ કરજો, મિત્રો.
- અને મને પણ ! આપણે યાદીઓ માટે, સર્વ વિકિ પર વપરાતા ઢાંચો:col-begin જૂથનાં ઢાંચા વાપરીએ જ છીએ. એમાં ઘણી સગવડ છે. એમાં આપોઆપ ‘કખગઘ’ ક્રમમાં, ચઢતા/ઉતરતા ક્રમમાં વગેરે ગોઠવણ શક્ય છે જ. અહીં નાવિન્ય શું છે ? ઉલટું ડેટા આપોઆપ ક્રમબદ્ધ થઈ શકે એમ પણ જણાતું નથી. તદ્ઉપરાંત અહીં શક્ય એટલું "પ્રિન્ટ" વર્ઝનને અને ખાલી રહેતી જગ્યાને પણ ધ્યાને લેવાનું છે. ઢાંચો પોતે ઓછામાં ઓછી જગ્યા રોકે અને ઓછામા ઓછી તકનિકી જાણકારી છતાં સહેલાઈથી વાપરી શકાય તેવા હોય તે જરૂરી છે. ખાસ તો તેની ઉપયોગીતા જોવાની રહે. અહીં કોલાપ્સિબલ કોલમ્સને કારણે પ્રિન્ટ વર્ઝનમાં માહિતીઓ કપાશે. અને ઢાંચા માંહ્યલી કોરી જગ્યા વધુ પેપર્સમાં ફેલાશે. આ ઢાંચાને આપણે Navigation template તરીકે વર્ગીકૃત કરી જોઈએ તો બહુ બધા ફેરફાર કરવા જરૂરી બને. આ પ્રકારના અને અન્ય સઘળા પ્રકારનાં ઢાંચાઓની રચના અને એકવાક્યતા માટે કેટલાંક માર્ગદર્શક નિયમો જેવું Wikipedia:Navigation templates અને Wikipedia guidelines:Navigation_templates પર જાણવા મળશે. આ વિશે ખુલ્લા મનથી ચર્ચા આવશ્યક. એ ઉપરાંત અન્ય એક મુદ્દો પણ અહીં જ લઉં અને નમૂનારૂપે ભાવનગરનાં ગામોને જોઈએ તો, (દા.ત.સિદસર (તા. ભાવનગર)) દરેક ગામનાં પાને ઢાંચો "ભાવનગર શહેર" જરૂરી નથી. એ જ રીતે દરેક ગામનાં પાને તાલુકાનાં બધાં જ ગામોની યાદી ધરાવતા ઢાંચા પણ જરૂરી નથી (તો એ ક્યાંક ક્યાંક મુકાયેલા છે જ, આ વિશે એક સર્વસંમત રીત રાખવાની જરૂર છે. અને મુકવા જ હોય તો બહુ ઓછી જગ્યા રોકતા, યાદી પ્રકારનાં ઢાંચા વાજબી છે.) ગામનાં પાને માત્ર ચાર-પાંચ લીટીની વિગતો સામે ચાર-પાંચ પાના રોકતો ઢાંચો અયોગ્ય ગણાય. આપણે એકમાત્ર ઈન્ફોબોક્ષ રાખવાનું જરૂરી છે. (ગામ વિશે કોઈ ચોક્કસ વિગત ખૂટતી હોય તો એ ઈન્ફોબોક્ષમાં ઉમેરો કરવાની સગવડ પણ છે.) વિકિનાં પાનાઓ પર બહુ ઓછી તકનિકી જાણકારી ધરાવતા સભ્યશ્રી પણ સહેલાઈથી વિગતો મુકી શકે/સુધારી શકે એ પ્રકારનું ફોર્મેટ રાખવું જોઈએ. પાના પર લખાણ કરતાં ઢાંચા (એટલે કે રોટલા કરતાં અથાણા) ઝાઝા ન થાય તે પણ જોવું રહ્યું !!! અને શક્ય એટલું વિકિના ફોર્મેટમાં જ પાનું બને (બાહ્ય કોડનો ઓછામાં ઓછો ઉપયોગ થાય) તે પણ જરૂરી છે. (આ વિકિનો મૂળ મત પણ છે !!) પ્રબંધકશ્રી અને અન્ય સભ્યશ્રીઓ પણ આ મુદ્દે નિઃસંકોચ માર્ગદર્શન, સલાહ/સૂચન કરી શકે છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૦૧, ૨૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
- તમારી નિખાલસતા સ્પર્શી ગઇ. મારી અંગત માન્યતા છે કે દરેક અભિપ્રાય હંમેશા નિખાલસ જ હોવો જોઇએ. ભાવનગરમાં કોષ્ટકોની કત્લેઆમ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે કોષ્ટકોનો ઉપદ્રવ શાંત થયો હોય એમ લાગે છે? --મહાથી (talk) ૧૫:૩૬, ૨૧ ઓકટોબર ૨૦૧૩ (IST)
હરણીવાવ (તા. દસ્ક્રોઇ)
હરણીવાવ (તા. દસ્ક્રોઇ)માં ઇન્ફોબોક્ષ જરા વધારે પડતી તંદુરસ્ત હાલતમાં છે. લાગે છે કે જીમમાં મોકલી દુબળો કરવાની જરૂર છે. જરૂરી પગલા લેવા વિનંતિ.--146.185.23.27 ૨૧:૦૪, ૨૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું સૌ મિત્રોને ધ્યાને આવે એ માટે જાહેર માર્ગદર્શન : એક જ પાને, બે જગ્યાએ "coords/અક્ષાંશ-રેખાંશ" ન લખવા, ક્યાંય ધ્યાને ચઢે તો એક (ઢાંચો હોય જ તો ઢાંચામાં જ) રાખી અન્યને હટાવવા. error ચાલી જશે !! અને કૃપયા, જે તે પાનાને લગતો મુદ્દો તે પાનાનાં ચર્ચાને પાને લખવો. ધ્યાનાકર્ષણ બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૯, ૨૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
પ્રસ્તાવ:: અક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન
મિત્રો, નિયમિત મુલાકાત લેતા સહુ ને ખબર છે એ પ્રમાણે શહેરો અને તાલુકા પંચાયત સિવાય મોટાભાગનાં ગામનાં કિસ્સામાં ગામનાં અક્ષાંશ-રેખાંશ તાલુકા મથકનાં છે. ગામનાં અક્ષાંશ રેખાંશ શોધીને લેખોમાં મઠારવાનું ભગીરથ કાર્ય આપણે શરૂ કરવાનો ઇરાદો છે. ૧૬૦૦૦ કરતા વધારે ગામનાં લેખમાં આ કામ કરવાનું હોઇ આપણે શ્રી અશોકભાઇના સુચન મુજબ અભિયાન સ્વરૂપે આ કામ શરૂ કરવું છે.
ઘણા બધા લોકો કામમાં જોડાશે એવી આશા છે. માટે ક્યાં સમારકામ બાકી છે, ક્યાં થઇ ચૂક્યુ છે તે બઘી સ્થિતિનો યોગ્ય ટ્રેક રહે એ માટે એક ઢાંચાની મદદ લેવાનું મારૂ સૂચન છે. એ છે ઢાંચો:અક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન.
plan A
નહિ થાય ઘવલભાઇ કે બીજા કોઇ જે બોટ ચલાવી શકતા હોય એમને એ પુછવાનુ કે શું એ શક્ય છે કે જેમાં પણ ઇન્ફોબોક્ષમાં type=ગામ લખેલ હોય એવા બઘા જ લેખમાં { {ઢાંચો:અક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન|સ્થિતિ=ચકાસો} } ઉમેરી દેવું શક્ય છે કે નહી? નહીતો બઘે જાતે ઉમેરવા પડશે.
plan A end
plan B
ઢાંચો:Infobox Indian Jurisdiction માં નિચે મુજબની એક લાઇન છે.
|- <!-- ###### Type ###### --> {{#if:{{{type|}}}| <tr class="mergedtoprow"><!-- ***category*** --> <td colspan=2 style="text-align: center; background-color: {{IIJ/P|PT|{{{type|}}}}}">— '''<span class="category">{{#if:{{{settlement_type|}}}|{{{settlement_type|}}}|{{{type}}}}}</span>''' —</td> </tr>
અહીયા </tr> પહેલા નિચે મુજબનો કોડ ઉમેરી દઇએ તો પણ હાથેથી દરેક પાને શ્રેણી ઉમેરવાની જંજટ મટી જાય એમ છે. અને કોઇ પણ પાના પર ઢાંચો ઉમેરવાની જરૂર ન રહે.
{{#switch:{{#if:{{{સ્થિતિ|}}} | {{{સ્થિતિ}}} |ચકાસો}} |ચકાસો= <includeonly>[[શ્રેણી:અક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી]]</includeonly> |યોગ્ય= <includeonly>[[શ્રેણી:અક્ષાંશ રેખાંશ યોગ્ય છે]]</includeonly> |અયોગ્ય= <includeonly>[[શ્રેણી:અક્ષાંશ રેખાંશ યોગ્ય નથી]]</includeonly> |default=<includeonly>[[શ્રેણી:અક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી]]</includeonly> }}
plan B end
એ પછી બઘાજ ગામ એેક શ્રેણી:અક્ષાંશ રેખાંશ ચકાસણી બાકીમાં ઉમેરાઇ જશે. અભિયાનનાં કાર્યકરો એ શ્રેણીમાં થી એક પછી એક ગામ લેતા જાય અને જે ગામનાં અક્ષાંશ રેખાંશ યોગ્ય થઇ જાય ત્યા સ્થિતિ=ચકાસો ને બદલે સ્થિતિ=યોગ્ય લખી નાખે. એટલે એ ગામ શ્રેણી:અક્ષાંશ રેખાંશ ચકાસણી બાકીમાંથી કમી થઇ ને આપોઆપ શ્રેણી:અક્ષાંશ રેખાંશ યોગ્ય નામની શ્રેણીમાં સ્થાનાંતર પામી જશે. જો કોઇ ગામનાં અક્ષાંશ રેખાંશ ના મળે અને એટલી ખાત્રી હોય કે જે લખેલા છે તે તો અયોગ્ય જ છે તો સ્થિતિ=ચકાસો ને બદલે સ્થિતિ=અયોગ્ય કરી નાખવાથી શ્રેણી:અક્ષાંશ રેખાંશ ચકાસણી બાકીમાંથી કમી થઇ ને આપોઆપ શ્રેણી:અક્ષાંશ રેખાંશ અયોગ્ય નામની શ્રેણીમાં સ્થાનાંતર પામી જશે. અા રીતે અભિયાન ખરેખર કેટલે અાગળ વધ્યુ તેનો વાસ્તવિક ચિતાર પણ મળતો રહેશે.
કેવો લાગે છે આ વિચાર.
આપ ભાગ લેશો કે...?
અહીંયા નિચે આપના વિચાર લખી જણાવો. --વિહંગ ૧૯:૪૫, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
કેટલાક ઉદાહરણો - ચકાસણી બાકી માંટે જુવો વૌઠા, અયોગ્ય માટે જુવો મોટી બોરુ, યોગ્ય માટે જુવો વાસણા નાનોદરા.
- શક્ય તેટાલો પ્રયત્ન કરીશ. --sushant (talk) ૨૦:૦૭, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
- હું તો આમાં ભાગીદાર થઈશ જ. બોટ દ્વારા થતાં કાર્ય અને ઢાંચાઓ વિશે મને બહુ સમજ નથી પણ કોઈક રીતે એમ થઈ શકે તો ઘણું સારૂં. જો કે પરિયોજના ચાલુ કર્યા પછી દરેક ગામને પાને વિવિધ ‘ચકાસણી ઢાંચા’ મુકવાની મહેનત કરવાપણું રહેશે નહિ. આમે એ ઢાંચો મુકવા દરેક પાને જવું એ કરતાં તો ત્યાં અ-રે જ સુધારી કાઢવા એ વધુ સહેલું પડશે. અને ક્યાં કામ પત્યું અને ક્યાં બાકી છે એ વિગતો તો પછી આપોઆપ પરિયોજના પાને મળતી પણ રહેશે. હું મારી સમજણ પ્રમાણે વધુ કેટલાંક સૂચન કરૂં છું. એમાં ફેરફારને અવકાશ હોય જ એટલે સૌએ ‘નિસંકોચ’ ફેરફાર સૂચવવા વિનંતી ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૦, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
- શક્ય તેટાલો પ્રયત્ન કરીશ. --sushant (talk) ૨૦:૦૭, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
પ્રસ્તાવને સહમત/અસહમત/સૂચનો
- હું શ્રી.વિહંગભાઈ આ પરિયોજનાનું સંચાલન સંભાળે એ માટેનો પ્રસ્તાવ કરૂં છું. સાથે સૂચનો...
- સૌ પ્રથમ આપણે શ્રી.વિહંગભાઈનાં સંચાલન તળે "વિકિપીડિયા:વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા"નું પાનું બનાવીએ. (નમૂના માટે જુઓ પાનું (વિકિપીડિયા:વિકિપરિયોજના ગ્રામ્ય માહિતીચોકઠાં)
- આ પરિયોજનામાં સ્વૈચ્છીક સહયોગ આપનાર સભ્યશ્રીઓ ત્યાં નામ નોંધાવે.
- પરિયોજનાને પાને સંચાલકશ્રી અ-રે ક્યાંથી/કઈ રીતે મેળવવા તેનું સંક્ષેપ માર્ગદર્શન પણ સૌને આપે.
- દરેક સભ્યશ્રીને સંચાલકશ્રી પ્રથમ એક જિલ્લો નક્કી કરી એનો એક એક તાલુકો સોંપી દે. સભ્યશ્રી એનાં તમામ ગામનાં અક્ષાંશ-રેખાંશ ચકાસી/ઉમેરી/સુધારી એ પૂર્ણ થયે ત્યાં પરિયોજના પાને નોંધ મુકી અન્ય તાલુકો સંભાળે. (ટૂંકમાં તાલુકા પ્રમાણે ગામો લેવાથી દરેક સભ્યને અલગ અલગ કાર્ય મળશે અને મહેનત બેવડાશે નહિ.)
- સંચાલકશ્રી એ પાને, એક વિભાગમાં, પૂર્ણ થયેલા જિલ્લા/તાલુકાની યાદી રાખતા જાય. (નમૂનો: વિકિપીડિયા:વિકિપરિયોજના ગ્રામ્ય માહિતીચોકઠાં/પરિયોજના વિકાસ)
- આમ આ કાર્ય પરિયોજનાને ધોરણે (જે આપણે વિકિસ્રોત પર પણ સફળ રીતે અજમાવેલી જ છે) સહેલાઈથી અને સુવ્યવસ્થિતપણે કરી શકીશું.
- જે તાલુકાનાં ગામનાં પાના બનવા બાકી હોય કે તેમાં ઢાંચો ઈન્ફોબોક્ષ બાકી હોય (જે આશરે ૨% લેખો પર બાકી છે) તેને સંચાલકશ્રી અલગ કાઢી એ કાર્ય રસ ધરાવતા અન્ય મિત્રોને સોંપી શકે.
- આ પરિયોજના પુરતું કંઈ મુશ્કેલી (જેમ કે, ગામ ‘અ’નાં અ-રે વિશે કંઈ અસમંજસ સર્જાય, સાચા-ખોટા કોને ગણવા, કોઈ ગામ બેવડાતું કે ખોટી માહિતીવાળું ધ્યાને ચઢે તો કયું રાખવું-ન રાખવું, કોઈ ગામનાં અ-રે પ્રાપ્ત ન બને તો કામચલાઉ શું કરવું, કોઈ સભ્યશ્રી અનિવાર્ય સંજોગાનુસાર સોંપાયેલું કાર્ય પૂર્ણ ન કરી શકે તો એ કામ અન્યને સોંપવું વગેરે બાબતો) સર્જાય. તેમાં આખરી નિર્ણય સંચાલકશ્રીનો માન્ય ગણવો. (આમાં અને જરૂરી તકનિકી બાબતોમાં તેઓ સ્વેચ્છાએ પ્રબંધકોની સલાહ/મદદ લઈ શકે છે.)
- સહમત--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૦, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સહમત. ઢાંચો:અક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન|સ્થિતિ=ચકાસો બોટ દ્વારા ઉમેરવું શક્ય છે. પરંતુ તેના બદલે અશોકભાઈએ ઉપર કરેલા સુચનને વળગીને ચાલીએ તો સહેલું થશે. સાથે સાથે વ્યોમભાઈનું સુચન પણ વ્યાજબી છે કે દરેક ભાગલેનાર સભ્યે પોતાના ફેરફારને નાનો સુધારો છે, તરીકે અંકિત કરવો જેથી તાજેતરના ફેરફારોમાંથી તેમને અલગ તારવી શકાય. અને હા, પરિયોજનાનાં પાને નામ નોંધાવ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૮, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)
- જી સાહેબ, એ ઢાંચો ઉમેરવાનો ખ્યાલ તો અશોકભાઇના સુચન પછી પડતો જ મુક્યો છે. (કદાચ હું પરિયોજનાના પાન પર બરોબર સમજાવવામાં નિષ્ફળ નિવડ્યો હોઉ એમ બને)એ સીવાય નું સૂચન એ કરેલ છે કે ઢાંચો:Infobox Indian Juridiction માં એક નાનકડું કોડ સ્નીપેટ ઇન્જેક્ટ કરીને કામ પાર પાડવું. વધારે પરીયોજનાના પાને વાચવા મળશે.--વિહંગ ૨૦:૨૦, ૩૦ ઓકટોબર ૨૦૧૩ (IST)
પ્રબંધકશ્રીઓને અરજી ...
જત જણાવવાનુ કે
- ઉમરાળા તાલુકાના બધા ગામના ઈન્ફોબોક્ષમાં વાહન કોડ જીજે - ૦૧ બતાવાયો છે જે જીજે - ૦૪ કરવાનો છે.
- ભાવનગર જી્લ્લાના મહુવા તાલુકાના મહુવા સિવાયના બાકીના બઘા ગામની વ્યાખ્યામાં આવતા સ્થળ છે, પણ લેખમાં
type=નગર
તરીકે દર્શાવાયેલ છે. આ બધામાં|type=ગામ
કરવાનું છે. - (ઉમેર્યા તા: ૧૩:૪૮, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)) કોઇપણ Infobox Indian Jurisdiction માં district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] લખ્યુ હોય ત્યાં district = ભાવનગર કરવાનું છે.
શું બોટ ચલાવીને આપ આ કાર્ય કરી શકશો?
આભાર.
--વિહંગ ૨૦:૦૨, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)
- ચોક્કસ થઈ શકશે, અને હું કરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૨, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું ફક્ત district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] વાળો ફેરફાર કર્યો નથી કેમકે તેમ કરવાથી કોઈ ફરક પડે એમ લાગતું નથી. જો તેનો કોઈ ફાયદો હોય તો અવશ્ય જણાવશો. [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] કે ભાવનગર લખતા, લેખમાં પરિણામ તો સમાન જ મળે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૫, ૧૮ નવેમ્બર ૨૦૧૩ (IST)
પરિણામો શોધવા માટેની નવી સુવિધા
ભાઈઓ અને બહેનો,
વિકિપીડિયામાં પરિણામો શોધવા (Search) માટેની સુવિધામાં એક નવો ઉમેરો થયો છે, જેને સિરસ સર્ચ (Cirrus Search) એવું નામ તેના ડેવલપર્સે આપ્યું છે. આ સુવિધા પ્રાયોગિક ધોરણે આપણાં ગુજરાતી વિકિપીડિયામાં પણ મેં શરૂ કરાવી છે. મને એના દ્વારા મળતા પરીણામો વધુ સચોટ લાગે છે, આપ સહુને પણ વિનંતિ કે થોડો અખતરો કરી જુઓ અને પરિણામો મને જણાવશો. આનો મોટામાં મોટો ફાયદો એ છે કે પાનામાં વપરાયેલા ઢાંચાઓમાં પણ જો શબ્દ વાપર્યો (transcluded template) હોય તો શોધ પરિણામોમાં એ પાનું જોવા મળે છે.
મેં કારતક શબ્દ શોધવા માટે આ પ્રયોગ કર્યો, તો વગર cirrus searchએ મને ૯૪ પરિણામો આપ્યા જ્યારે cirrus searchએ ૪૧૪ પરિણામો મારી સામે ધર્યા.
બીજી મહત્વની વાત એ છે કે જો આપણે પરિણામો પર એક નજર નાખશુ તો જણાશે કે સામાન્ય શોધમાં છેવટના ૧૮ પરિણામો એવા છે જેમાં ખરેખર શબ્દ "કારતક" વપરાયો નથી, બલ્કે કૃતિકા, કાર્તિક, વગેરે જેવા રૂપો વપરાયા છે જે આપણે શોધ્યા નહોતા. જ્યારે સિરસ સર્ચ ફક્ત અને ફક્ત કારતક શબ્દ ધરાવતા પરિણામો જ બતાવે છે.
અને હવે વાત તમારે આ પ્રયોગ કેવી રીતે કરવો તેની. તમે ઉપર આપેલી બંને કડીઓ વચ્ચેનો તફાવત નોંધ્યો જ હશે, જે મુજબ સિરસ સર્ચ કરવા માટે તમને સામાન્ય સર્ચને અંતે મળતા પરિણામોમાં ઉપરના URLમાં અંતે &srbackend=CirrusSearch એટલું ઉમેરીને એન્ટર મારવાનું છે. કરી જુઓ અને જો આ સુવિધા ઉપયોગી ન લાગે તો જણાવશો. જો ઉપયોગી જણાય અને કોઈ મોટો વિરોધ ન હોય તો આવતા સપ્તાહના અંત સુધીમાં મુખ્ય શોધની પદ્ધતિ તરીકે આને સક્રિય કરી દેવામાં આવશે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૯, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)
ઉપયોગી કે નહિ?
આપને આ સુવિધા ઉપયોગી લાગે છે કે નહિ અને તે આપણે રાખવી કે ન રાખવી તે અહિં નીચે {{તરફેણ}}, {{વિરુદ્ધ}} કે {{તટસ્થ}} લખી તેના અંતે આપની સહિ કરી જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૯, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)
એક અવલોકન
-- લિ.,વિહંગ વ્યાસંગી ૧૯:૧૫, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)
- એવું ન થઈ શકે કે સિરસ સર્ચ પણ મળતી આવતી જોડણી સહિત શોધ કરી આપે? આપણે સિરસના ડેવેલોપર્સને આ સુઝાવ ન આપી શકીએ કે શોધનું સમાન ઉચ્ચારન વાળી જોડણી દર્શાવવાનું જુનું લોજીક એ જ પ્રમાણે રાખી તેમાં સિરસના અન્ય ફાયદા ઉમેરીને તેને વધુ ઉપયોગિ બનાવવી.--sushant (talk) ૨૦:૩૪, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)
- વિહંગભાઈ, મને હતું જ કે કોઈક તો આ તર્ક લાવશે જ (અને તમે જ લઈ આવ્યા) કે ભળતા-સળતા પરિણામો પણ ઉપયોગી છે. હું જ્યારે કોઈ શબ્દ શોધતો હોઉં ત્યારે મને તે અને માત્ર તે જ શબ્દનો ઉલ્લેખ હોય તેવા પરિણામો જોઈતા હોય છે. લક્ષ્ય સાધતી વખતે ભીમને જે દેખાયું અને અર્જુનને જે દેખાયું, તે બંને વચ્ચેના ભેદના કારણે જ અર્જુન બાણવિદ્યાનો પાવરધો બન્યો અને ભીમ નહિ. અને હા, હું એ વાત કરતા ભૂલી ગયો હતો કે હાલમાં સિરસ સર્ચ સેકન્ડરી છે, જ્યારે તે પ્રાયમરી થશે ત્યારે નોર્મલ સર્ચ સેકન્ડરી બની જશે. એટલે આપણી પાસે ત્યારે પણ બંને પર્યાયો તો રહેવાના જ. અને એવું પણ નથી કે હંમેશા સિરસ સર્ચ વધુ જ પરિણામો લઈ આવે છે. અમુક કિસ્સાઓમાં અત્યંત ઓછા પરિણામો પણ લાવે છે, જે ખરેખર ઉપયોગી હોય છે. (ઉપરના દૃષ્ટાંતોને કારણે સંદેશો ઘણો લાંબો થઈ રહ્યો છે, મેં જે તે શબ્દોની તો નોંધ લીધી જ છે, જો તમને યોગ્ય લાગે તો એ બધા લંબાણપૂર્વકના વાક્યો દૂર કરશો જેથી ચર્ચા મુદ્દા પર જ રહે અને ભટકે નહી?)--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૨, ૧૮ નવેમ્બર ૨૦૧૩ (IST)
- અને સુશાંતભાઈ, ભળતા-સળતા શબ્દો શોધવા જ હોય તો સિરસ સર્ચની શું જરૂર છે? આપણી પાસે આપણી સાદી સર્ચ પદ્ધતિ તો છે જ ને, તેનો જ ઉપયોગ ન કરીએ? સમાન ઉચ્ચારણોનું કોઈ લોજીક નથી, એ ફક્ત સમાન સ્પેલિંગને કારણે થાય છે. ખરેખર એ ત્રુટિ છે. તમે અંગ્રેજીમાં (અંગ્રેજી વિકિપીડિયામાં) Ahmedabad લખી શોધ આદરી જુઓ, શું તમને સામાન્ય સર્ચ પરિણામમાં amdavad, ahamadabaad, વગેરે પરિણામો મળે છે? મારા ખ્યાલ પ્રમાણે નથી મળતા.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૨, ૧૮ નવેમ્બર ૨૦૧૩ (IST)
- જો તે ત્રુટી હોય તો દુર કરવી રહી. મારો વિચાર તો હ્રસ્વ-દીર્ઘની માત્રા નો ફેર કર્યા વગર સર્ચ થાય એમ હતો આથી જો કોઈ ખોટી માત્રા વાપરી શોધે તો પણ તેને સાચા પરિણામ મળી રહે. જોકે આવી સુવિધા પણ ગોટાળો તો ઊભો જ કરશે જ. માટે તે ચોક્કસ શબ્દની સર્ચ કરે જ યોગ્ય. (કદાચ ભવિષ્યમાં આપણે એવો વિકલ્પ રાખી શકીયે કે હ્રસ્વ દીર્ધની ચોક્કસ માત્રા સાથે શોધો અથવા અન્ય માત્રાના ઉપલબ્ધ પરિણામ પણ ઉમેરો... હા હા હા) --sushant (talk) ૦૮:૦૭, ૧૮ નવેમ્બર ૨૦૧૩ (IST)
૨૫૦૦૦ લેખ
મિત્રો,
આપણે ૨૫૦૦ લેખથી લગભગ ૨૫૦ લેખ દૂર છીએ. સભ્યોને વિનંતી કે નવા લેખ પ્રત્યે હાલમાં યોગદાન આપે તો આપણે ૦૧-૦૧-૨૦૧૪ ની શરૂઆત ૨૫૦૦૦ના આંકડા સાથે કરી શકીએ.
--Sushant savla (talk) ૧૯:૩૯, ૬ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- સુશાંતભાઈ આપ તાલુકાના લેખોની તડાફડી ફોડી રહ્યા છો તો વધુ એક તમને આપું બોટાદ તાલુકાના ગામના લેખો પણ બાકી છે.--Vyom25 (talk) ૧૯:૪૩, ૬ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- યાહોમ કરીને પડો ! .... --લિ., વિહંગ વ્યાસંગી ૧૯:૪૬, ૬ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- ) --Sushant savla (talk) ૨૦:૪૧, ૬ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- વાહ ! હવે તો પહોંચી જ જશું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૩૭, ૭ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- કચ્છ જિલ્લો પૂરો થયો. હજુ ૪૯ લેખ બાકી.... ગુજરાતના જિલ્લાનો તાલુકો બાકી છે કે જેના ગામડા ઉમેરવાના બાકી છે? કે પછી તાલો મેળવવાનો રહેશે?--Sushant savla (talk) ૧૨:૪૪, ૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- માત્ર "૪૯" -- હું જોઉં છું. જો કે ગામ બાકી નહિ હોય તો પણ અન્ય ઘણું બાકી છે. જેમ કે, ધોરીમાર્ગો...એટલે એ નક્કી કે આપણે ૨૦૧૪માં ૨૫૦૦૦+ સાથે જઈશું ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૯, ૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- કચ્છ જિલ્લો પૂરો થયો. હજુ ૪૯ લેખ બાકી.... ગુજરાતના જિલ્લાનો તાલુકો બાકી છે કે જેના ગામડા ઉમેરવાના બાકી છે? કે પછી તાલો મેળવવાનો રહેશે?--Sushant savla (talk) ૧૨:૪૪, ૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- હુર્ર્ર્રે !!! થયા ૨૫૦૦૦+. આ યાત્રામાં સાથ આપનાર સૌ વિકિમિત્રોને હાર્દિક વધામણી ! ચાલો પાર્ટી હો જાય !!!--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૬, ૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- ભાઈ ભાઈ તમે તો ફફડાટી બોલાવી દીધી. સૌને ખૂબ ખૂબ અભિનંદન. પાર્ટી ક્યાં ક્યારે અને ક્યા સ્વરૂપમાં છે?--Vyom25 (talk) ૧૯:૩૮, ૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- સૌ મિત્રોને વધામણી અને ખૂબ ખૂબ અભિનંદન --Sushant savla (talk) ૨૧:૨૨, ૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- હુર્ર્ર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રેર્રે !!! (અતિ લાંબો સાદ પાડવાને લીધે બેસી ગયેલા અવાજે ... ) પાર્ટી ક્યાં અને ક્યારે?--લિ., વિહંગ વ્યાસંગી ૧૦:૨૬, ૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- સૌ મિત્રોને વધામણી અને ખૂબ ખૂબ અભિનંદન --Sushant savla (talk) ૨૧:૨૨, ૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- લ્યો ગળું ભીનું કરો !!! આમ તો આ પાર્ટીનું આયોજન આપણાં "ધવલભાઈ" કરે એવી લોકલાગણી છે !! અને આપણે તો શેમ્પેઈનને બદલે શરબત પણ ચાલશે :-) જય હો ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૪૧, ૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- આટલું સરસ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પીણુ પિરસવા માટે આભાર, સમ્રાટ. પણ મારે વર્જ્ય છે. ફક્ત પાણી અને પાણીવાળા-માણસો ગમે. વીકી સાથેના મારા આ થોડા વર્ષોનાં અનુભવોને ટૂંકમાં કહું તો <સાવધાન અાગળ કશુંક કવિતા જેવું છે.>શરૂવાતનાં વર્ષોમાં અહીંયા ફક્ત થોડા સ્પંદનો થતા અને હવે બધુ ઉજળું (ધવલ) અને શોક રહીત (અશોક) દિસે છે.</કવિતા માટેની સાવધાની સમાપ્ત> (છેક અંદરથી જાગીને બહાર આવવા તરફડીયા મારતા કવિનું ગળું ટૂંપીને)
સુંદર સંચાલન માટે અભિનંદન. (ધવલભાઇ લોકલાગણીને માન આપીને જલદી પ્રગટશે અને પાર્ટીની વ્યવસ્થા કરશે એ અભિપ્સાએ અમદાવાદથી યુ.કે.ની દિશામાં આશાભરી આંખે અને કાગ ડોળે તાકી રહે છે. )--લિ., વિહંગ વ્યાસંગી ૧૭:૫૦, ૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)- હું અંગત અને વ્યક્તિગત આમંત્રણની રાહ જોઈ રહ્યો હતિ... પણ થયું કે ખેર, કોઈ મને બોલાવશે નહિ, તો ટપકી જ પડું.... તો બોલો મિત્રો, કાંકરીયાની પાળે મળીશું આ રવિવારે કે પછી આવતે રવિવારે સ્કાયપ પર મંડળી જમાવવી છે?--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૫, ૧૨ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- આટલું સરસ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પીણુ પિરસવા માટે આભાર, સમ્રાટ. પણ મારે વર્જ્ય છે. ફક્ત પાણી અને પાણીવાળા-માણસો ગમે. વીકી સાથેના મારા આ થોડા વર્ષોનાં અનુભવોને ટૂંકમાં કહું તો <સાવધાન અાગળ કશુંક કવિતા જેવું છે.>શરૂવાતનાં વર્ષોમાં અહીંયા ફક્ત થોડા સ્પંદનો થતા અને હવે બધુ ઉજળું (ધવલ) અને શોક રહીત (અશોક) દિસે છે.</કવિતા માટેની સાવધાની સમાપ્ત> (છેક અંદરથી જાગીને બહાર આવવા તરફડીયા મારતા કવિનું ગળું ટૂંપીને)
- લ્યો ગળું ભીનું કરો !!! આમ તો આ પાર્ટીનું આયોજન આપણાં "ધવલભાઈ" કરે એવી લોકલાગણી છે !! અને આપણે તો શેમ્પેઈનને બદલે શરબત પણ ચાલશે :-) જય હો ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૪૧, ૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
બોપલમાં મુંબઇવાળી થઇ છે.
આજે ઘણા વખતે બોપલના પાનાની મુલાકાત લીધી તો તેના પર કશુ જ દેખાતું નથી. મને જો બરોબર યાદ હોય તો થોડા વખત પહેલા મુંબઇના પાના પર પણ આવું જ કંઇક થયેલું. મને યાદ નથી આવતું કે એ કેવી રીતે ઠીક કરવામાં આવેલ હતું. કોઇને યાદ એ ખબર હોય તો મદદ કરવા વિનંતિ.--લિ., વિહંગ વ્યાસંગી ૧૮:૨૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૩ (IST) કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૦:૨૯, ૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- ખુબ ખુબ આભાર--લિ., વિહંગ વ્યાસંગી ૦૯:૧૮, ૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- આભાર ધવલભાઈ. (વિહંગજીએ વાપરેલું વાક્ય ગમ્યું ! ‘બોપલમાં મુંબઈવાળી !!!’ હું તો દોડીને પહોંચ્યો, મને એમ કે કંઈ 31stની પાર્ટીસાર્ટી હશે !! :-) ). અચાનક નવા વર્ષે જ મારૂં નેટ કનેક્શન રિસાયું એટલે બે-તઈણ દા‘ડા જાણ કર્યા વિના "ઘેર હાજર" રે‘વું પડ્યું. ક્ષમાપ્રાર્થી છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૩, ૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- ભાઈ મને પણ એમ વિચાર આવ્યો કે આ ધનારકમાં કોઈ લગન-બગનમાં વ્યસ્ત થયા હોવ અવું તો બને નહિ, તો પછી આ ક્યાં ખોવાણા? બાકી ભૂવો આ બાજુ ધુણ્યા વગર રહે નહિ. અને પહેલા તો હું પણ આ મુદ્દો કોઈક "આજની તાજાખબર" જેવા ગરમાગરમ સમાચાર હશે એમ વાંચીને જ અહિં દોડી આવ્યો હતો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૧૫, ૩ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- સમ્રાટને દોડાવવાની ગુસ્તાખી માફીને લાયક ન જ હોય. ગુસ્તાખ કા સર કલમ કીયા જાય. પણ આ જોકે આ ગુસ્તાખ તો માથા વગરના મરધા માઇકની જેમ પણ સેવા આપવા તૈયાર છે. --લિ., વિહંગ વ્યાસંગી ૦૯:૩૨, ૩ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- ભાઈ મને પણ એમ વિચાર આવ્યો કે આ ધનારકમાં કોઈ લગન-બગનમાં વ્યસ્ત થયા હોવ અવું તો બને નહિ, તો પછી આ ક્યાં ખોવાણા? બાકી ભૂવો આ બાજુ ધુણ્યા વગર રહે નહિ. અને પહેલા તો હું પણ આ મુદ્દો કોઈક "આજની તાજાખબર" જેવા ગરમાગરમ સમાચાર હશે એમ વાંચીને જ અહિં દોડી આવ્યો હતો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૧૫, ૩ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- આભાર ધવલભાઈ. (વિહંગજીએ વાપરેલું વાક્ય ગમ્યું ! ‘બોપલમાં મુંબઈવાળી !!!’ હું તો દોડીને પહોંચ્યો, મને એમ કે કંઈ 31stની પાર્ટીસાર્ટી હશે !! :-) ). અચાનક નવા વર્ષે જ મારૂં નેટ કનેક્શન રિસાયું એટલે બે-તઈણ દા‘ડા જાણ કર્યા વિના "ઘેર હાજર" રે‘વું પડ્યું. ક્ષમાપ્રાર્થી છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૩, ૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- ખુબ ખુબ આભાર--લિ., વિહંગ વ્યાસંગી ૦૯:૧૮, ૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
"વરાઇ" એ શું છે ?
મિત્રો, થોડું સફાઈકામ કરતાં ‘ઇચ્છિત પાનાં’ઓમાં "વરાઇ" નામે જરૂરી પાનું ધ્યાને આવ્યું, જેની જરૂર આશરે ૬૧૮ લેખોમાં છે ! ટૂંકમાં આટલાં ગામના લેખોમાં (જે મોટાભાગે ડાંગ વિસ્તારનાં જણાય છે) એને ખેતપેદાશ તરીકે દર્શાવાયું છે. (જુઓ:વિશેષ:અહિં_શું_જોડાય_છે?/વરાઇ) પણ આવી કોઈ ખેતપેદાશ "મારે" ધ્યાને ચઢતી નથી તો (૧) જો કોઈ સભ્યને આવી ખેતપેદાશ હોવાની પાકી ખાતરી, સંદર્ભ, હોય તો કૃપયા લેખ બનાવવો (૨) અન્યથા મારી સમજણ પ્રમાણે, આ "રાઈ"નાં બદલે લખાયું લાગતું જણાય તો બોટને વિનંતી કે શબ્દને બદલે અથવા સાવ હટાવે. સૂચનો આવકાર્ય. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૧, ૩ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- અમારા અમદાવાદમાં વારાહી માતાને બદલે ઘણા લોકો વરાઇ માતા બોલતા હોવાનું જાણમાં છે પણ માતાજીનું નામ ખેત-પેદાશ હેઠળતો કોઇ કાળે ન જ હોવું જોઇએ. એથી એમ લાગે છે કે આપની સમજ જ વધારે યોગ્ય લાગે છે. (રાઇ નો પહાડ, ભુલ્યો, રાઇ નું વરાઇ થયું હોય તેમ જ લાગે છે. )--લિ., વિહંગ વ્યાસંગી ૧૮:૫૬, ૩ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- વરાઇ, ભગર, વગેરે હલકાં ધાન છે. ડાંગ વિસ્તારમાં જ થતા હોય છે. એક મત પ્રમાણે મોરૈયો એ જ વરાઇ. એટલે કે આ શબ્દ સાચો છે અને આપણે રાખવો પણ જોઈએ. જોડણી ચકાસીને અને ખરેખર વરાઇ એટલે મોરૈયો જ કે એના જેવી અન્ય કોઈ વનસ્પતિ એ વાતની ખાતરી કરીને હું જરૂરી ફેરફાર કરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૮, ૪ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- "વરાઇ" ધાન્ય હોવાનું પાકું થયું. માન્ય ગુજરાતી વર્તમાનપત્રનાં એક સમાચારમાં ઉલ્લેખ મળ્યો છે. (જુઓ:સંદેશ સમાચારપત્ર). હવે એની વિગતો (અન્ય નામ, લેખ બનાવવા લાયક વિગતો વગેરે) શોધી આપવા વિનંતી. (વિકિપીડિયા પર વરાઇ (સંદિગ્ધ) નામે પાનું પણ છે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૩૯, ૪ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- અને લો (જો હું ખોટા પાટે ચઢેલો ન હોઉં તો !), તમે ચકાસણી કરી શકો એ માટે થોડું પ્રારંભિક સંશોધન કરી ’વરાઇ’નાં બાલની ખાલ ખેંચી જણાવું છું. એ "સામો કે મૌરૈયો" છે. જેને અંગ્રેજીમાં Proso millet (Panicum miliaceum) કહે છે. અંગ્રેજીમાં લેખ Proso millet ઉપલબ્ધ છે. મોં માં પાણી લાવવું હોય તો આ રેસિપી પણ જોઈ જશો. જો કે એને "સાંબો" ગણવામાં આવે તો, (ભ.ગો.મં. પર એને સંસ્કૃતમાં ‘શ્યામાક‘ અને ગુજરાતીમાં સાંબો, મૌરૈયો, સામો વગેરે એકસમાન નામે ઓળખાવ્યો છે અહીં જુઓ) એ માટેનું વનસ્પતિક નામ વળી Echinochloa frumentacea, અને અંગ્રેજીમાં Indian barnyard millet કહ્યો છે. જેનો લેખ પણ અંગ્રેજીમાં છે (Echinochloa frumentacea). આ લેખમાં પણ તેને સામો, મૌરૈયો કે ભગર નામે ઓળખાવ્યો છે. ટૂંકમાં, બે નામ અને બે લેખ મળ્યા. આપણે કયો લેખ રાખવો તે વિચારવું એ તમ જેવા તજજ્ઞનું કામ. મને તો બેમાંથી ગમે તેનો શિરો પિરસો, ભાવશે ! આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૧, ૪ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- એક બહુ ખોટી માન્યતા અંગ્રેજી અને બીનગુજરાતી વનસ્પતિશાસ્ત્રીઓ અને આમજનતામાં એ પ્રવર્તે છે કે સામો અને મોરૈયો એ બંને એક જ. અને એચિનોક્લોઆ પ્રજાતિની જુદી-જુદી અમુક જાતિઓને આ બેમાંથી એકાદાનું નામ આપતા રહે છે. ખરેખર સામો અને મોરૈયો એ પણ બંને જુદી વનસ્પતિઓ છે (વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ). તમારા કન્ફ્યુઝનમાં એક વધારો કરવા માટે સુશાંતભાઈએ થોડા સમય પહેલા બનાવેલો આપણે અહિંનો સામો લેખ જુઓ. જેમાં સાંબો, સામો, મોરૈયો વગેરે બધું એક જ, અને એ બધું એટલે Echinochloa colona એમ જણાવવામાં આવ્યું છે. આ બધો વાંક નરસિંહ મહેતાનો કે એમણે ગાઈ નાખ્યું "...રંગ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોયે..." અને એટલે જ આપણે પણ શું ફેર પડે છે, સાંબો હોય કે સામો હોય કે પછી મોરૈયો કે ભગર હોય કે ભલે હોય વરાઇ, કોઈ એને શ્યામ કહે, કોઈ ઘનશ્યામ, કયે નામે લખવી કંકોતરી.... તો પછી કોઈ કહે Echinochloa colona અને કોઈ એને કહેતા Echinochloa colona... એવું છે ભાઈ. હવે સામાન્ય નિયમ પ્રમાણે મોરૈયો રંગે સફેદ હોય અને સામો નામ સંસ્કૃત શબ્દ શ્યામક પરથી ઉતરી આવ્યું છે, જે દર્શાવે છે કે એનો રંગ શ્યામ હોય. આમ જો તમે આપણી સ્ત્રીઓને સામા પાંચમ કરતી જોઈ હોય તો તે દિવસે તેઓ થોડું શામળા રંગનું ધાન ખાય છે, જે છે સામો. એક સામાન્ય માન્યતા એવી છે કે સામો બહુ ગરમ પડે, એટલે અને શહેરોમાં બહુ છૂટથી મળતો ન હોવાને કારણે સામાનો ચપટો ભરીને મોરૈયા ભેગો ભેળવીને તે દિવસે બનાવવામાં આવે છે, જેથી સામો ખવાઈ ગયો એમ ગણાય. આમ સામો અને મોરૈયો બન્ને જુદા. એમાંથી ભગર એટલે કદાચ સામો અને વરાઇ એટલે મોરૈયો. વળી એ બેમાંથી કયાનું વૈજ્ઞાનિક (શાસ્ત્રીય કે વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ) નામ કયું તે મારું જૂનું જ્ઞાન અને ખૂણે ખાંચરે પડેલા પુસ્તકોમાંથી ખંખોળીને પાકું કર્યા પછી જણાવીશ અને તે પ્રમાણે અહિં લેખ બનાવીશું કે જે છે તેને મઠારીશું.
- સ_ર_સ ! નડતા શનિનાં નિવારણ માટે વિદ્વાન જ્યોતિષ પાસે જઈએ એટલે એ કહે ‘શનિનો નંગ સોનાની વિંટીમાં પહેરો’, શનિ તો નડતો રહે, સોની પણ નડે !!! પણ ખેર, આશરે અડધી જિંદગી (૪૬ થયા, ૯૨-૯૫ તો કરવા જોઈશે જ !) ગઈ પણ આ વિકિપીડિયા અને આ ચર્ચા (સાથે ધવલજીનો અનુગ્રહ) ન થઈ હોત તો બાકીની અડધી જિંદગીમાં પણ આ "સામો", "સાંબો", "મૌરૈયો", "વરાઇ" જેવાં ધાન્યો અને એ વિશે આવી સરસ માહિતીઓ જાણવા ન મળત. (ખાવા મળવાની તો વાત જ દૂર રહેત, હવે ઘરમાં એક દા‘ડો બનાવીશું !). આપે નરસૈંયાને ઠીક સંભાળ્યો, એથી મને આપણું વિકિસ્રોત યાદ આવ્યું. ત્યાં પણ વળી થોડું કામ કરીએ. "વરાઈ" વિશે એક વિગતવાર લેખ બને ત્યારે આ ‘ચર્ચાની એને ઉપયોગી વિગતો’ ત્યાંના ચર્ચાને પાને ફેરવાય એવું કરીશું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૯, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- એક બહુ ખોટી માન્યતા અંગ્રેજી અને બીનગુજરાતી વનસ્પતિશાસ્ત્રીઓ અને આમજનતામાં એ પ્રવર્તે છે કે સામો અને મોરૈયો એ બંને એક જ. અને એચિનોક્લોઆ પ્રજાતિની જુદી-જુદી અમુક જાતિઓને આ બેમાંથી એકાદાનું નામ આપતા રહે છે. ખરેખર સામો અને મોરૈયો એ પણ બંને જુદી વનસ્પતિઓ છે (વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ). તમારા કન્ફ્યુઝનમાં એક વધારો કરવા માટે સુશાંતભાઈએ થોડા સમય પહેલા બનાવેલો આપણે અહિંનો સામો લેખ જુઓ. જેમાં સાંબો, સામો, મોરૈયો વગેરે બધું એક જ, અને એ બધું એટલે Echinochloa colona એમ જણાવવામાં આવ્યું છે. આ બધો વાંક નરસિંહ મહેતાનો કે એમણે ગાઈ નાખ્યું "...રંગ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોયે..." અને એટલે જ આપણે પણ શું ફેર પડે છે, સાંબો હોય કે સામો હોય કે પછી મોરૈયો કે ભગર હોય કે ભલે હોય વરાઇ, કોઈ એને શ્યામ કહે, કોઈ ઘનશ્યામ, કયે નામે લખવી કંકોતરી.... તો પછી કોઈ કહે Echinochloa colona અને કોઈ એને કહેતા Echinochloa colona... એવું છે ભાઈ. હવે સામાન્ય નિયમ પ્રમાણે મોરૈયો રંગે સફેદ હોય અને સામો નામ સંસ્કૃત શબ્દ શ્યામક પરથી ઉતરી આવ્યું છે, જે દર્શાવે છે કે એનો રંગ શ્યામ હોય. આમ જો તમે આપણી સ્ત્રીઓને સામા પાંચમ કરતી જોઈ હોય તો તે દિવસે તેઓ થોડું શામળા રંગનું ધાન ખાય છે, જે છે સામો. એક સામાન્ય માન્યતા એવી છે કે સામો બહુ ગરમ પડે, એટલે અને શહેરોમાં બહુ છૂટથી મળતો ન હોવાને કારણે સામાનો ચપટો ભરીને મોરૈયા ભેગો ભેળવીને તે દિવસે બનાવવામાં આવે છે, જેથી સામો ખવાઈ ગયો એમ ગણાય. આમ સામો અને મોરૈયો બન્ને જુદા. એમાંથી ભગર એટલે કદાચ સામો અને વરાઇ એટલે મોરૈયો. વળી એ બેમાંથી કયાનું વૈજ્ઞાનિક (શાસ્ત્રીય કે વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ) નામ કયું તે મારું જૂનું જ્ઞાન અને ખૂણે ખાંચરે પડેલા પુસ્તકોમાંથી ખંખોળીને પાકું કર્યા પછી જણાવીશ અને તે પ્રમાણે અહિં લેખ બનાવીશું કે જે છે તેને મઠારીશું.
- અને લો (જો હું ખોટા પાટે ચઢેલો ન હોઉં તો !), તમે ચકાસણી કરી શકો એ માટે થોડું પ્રારંભિક સંશોધન કરી ’વરાઇ’નાં બાલની ખાલ ખેંચી જણાવું છું. એ "સામો કે મૌરૈયો" છે. જેને અંગ્રેજીમાં Proso millet (Panicum miliaceum) કહે છે. અંગ્રેજીમાં લેખ Proso millet ઉપલબ્ધ છે. મોં માં પાણી લાવવું હોય તો આ રેસિપી પણ જોઈ જશો. જો કે એને "સાંબો" ગણવામાં આવે તો, (ભ.ગો.મં. પર એને સંસ્કૃતમાં ‘શ્યામાક‘ અને ગુજરાતીમાં સાંબો, મૌરૈયો, સામો વગેરે એકસમાન નામે ઓળખાવ્યો છે અહીં જુઓ) એ માટેનું વનસ્પતિક નામ વળી Echinochloa frumentacea, અને અંગ્રેજીમાં Indian barnyard millet કહ્યો છે. જેનો લેખ પણ અંગ્રેજીમાં છે (Echinochloa frumentacea). આ લેખમાં પણ તેને સામો, મૌરૈયો કે ભગર નામે ઓળખાવ્યો છે. ટૂંકમાં, બે નામ અને બે લેખ મળ્યા. આપણે કયો લેખ રાખવો તે વિચારવું એ તમ જેવા તજજ્ઞનું કામ. મને તો બેમાંથી ગમે તેનો શિરો પિરસો, ભાવશે ! આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૧, ૪ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- "વરાઇ" ધાન્ય હોવાનું પાકું થયું. માન્ય ગુજરાતી વર્તમાનપત્રનાં એક સમાચારમાં ઉલ્લેખ મળ્યો છે. (જુઓ:સંદેશ સમાચારપત્ર). હવે એની વિગતો (અન્ય નામ, લેખ બનાવવા લાયક વિગતો વગેરે) શોધી આપવા વિનંતી. (વિકિપીડિયા પર વરાઇ (સંદિગ્ધ) નામે પાનું પણ છે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૩૯, ૪ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- વરાઇ, ભગર, વગેરે હલકાં ધાન છે. ડાંગ વિસ્તારમાં જ થતા હોય છે. એક મત પ્રમાણે મોરૈયો એ જ વરાઇ. એટલે કે આ શબ્દ સાચો છે અને આપણે રાખવો પણ જોઈએ. જોડણી ચકાસીને અને ખરેખર વરાઇ એટલે મોરૈયો જ કે એના જેવી અન્ય કોઈ વનસ્પતિ એ વાતની ખાતરી કરીને હું જરૂરી ફેરફાર કરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૮, ૪ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૪
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૪ બાબતે જણાવવાનું કે આગામી એપ્રિલ ૩૦, ૨૦૧૪ ના ગુજરાતમાં લોકસભા - ૨૦૧૪ માટે મતદાન થનાર છે. તો આ માટે લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા માટે વિકિપીડિયાની સહાય લઇ શકાય તેમ છે. આથી અહીં, વિકિપીડીયા તથા વિકિસ્રોતના મુખપૃષ્ઠ પર મતદાન માટેની અપિલ કરી શકાય તેમ છે. તો મારો એવો વિચાર છે કે આપણા ગુજરાતી વિકિના મુખપૃષ્ઠ પર મતદાન કરવાની અપિલ દર્શાવતું ચિત્ર / લખાણ / લિન્ક (http://ceo.gujarat.gov.in) મુકી શકાય. આ બાબતે આપનો સહુનો અભિપ્રાય આપવા વિનંતી.
વિરુદ્ધ
વિકિપીડિયા નિષ્પક્ષ તેમજ રાજકારણથી પરે હોવાથી આ બાબતમાં મારા મતે કશું કરી ન શકાય. --KartikMistry (talk) ૧૧:૧૦, ૧૭ એપ્રિલ ૨૦૧૪ (IST)
- હા, જરૂર. પરંતુ આપણે કોઇ પક્ષની તફરેણમાં મતદાન કરવાનું કહેવાનું નથી. જેવી રીતે Election Commission કહે છે, તે રીતે નિષ્પક્ષ જ અપિલ કરવાની થાય છે. જેમ કે આમીર ખાનની ટીવીસી. અને સરકારી કર્મચારી હોવાના નાતે એવું હું કરી પણ ના શકું.... આપણે માત્ર મતદાનનું મહત્વ સમજાવવાનું છે. મતદાન એ નાગરિકની ફરજ છે, એવું સમજાવવાની કોશીશ કરી શકાય. જેથી કરીને વિકિપીડિયા દેશને મદદ કરી રહી છે, તેવું સાબિત થઇ શકે. અને હા, આ બાબતે સૌ સંમત હોય તો જ આ અભિયાન ચલાવીશું. આભાર. નિલેશ બંધીયા (talk) ૧૪:૧૬, ૧૭ એપ્રિલ ૨૦૧૪ (IST)
તરફેણ
- વિચાર સારો છે. આપણે નિષ્પક્ષ રહીને ફક્ત લોકોને મતદાન કરવાની જ અપિલ કરવાનું સામાજીક કામ કરી શકીએ. જો કે, અન્ય સક્રિય સભ્યો અને વિકિપીડિયાના શુભચિંતકોની રાય પણ જાણવી જરૂરી છે. બહુમતી હશે તો આપણે અમલમાં મૂકીશું. અને હા, ઇમેજીસ કોપીરાઇટથી મુક્ત છે કે નહિ તેની કોઈ માહિતી મળતી નથી, એટલે આપણે એનો ઉપયોગ ન કરતા ફક્ત સાદું વિકિટેક્સ્ટના રૂપમાં લખાણ મૂકી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૯, ૧૭ એપ્રિલ ૨૦૧૪ (IST)
- જી, હા. આપણે નિષ્પક્ષ રહીને માત્ર મતદાનની અપિલ જ કરવાની છે. અહીં માત્ર લખાણ અથવા ચિત્ર જે પણ યોગ્ય લાગે તે રાખી શકાય. - નિલેશ બંધીયા (talk)
- યોગ્યતા વિશે હું ચોક્કસ નથી પણ માત્ર સામાજીક ‘સેવા’ની દૃષ્ટિએ જોતાં મતદાન જાગૃતિ જેવું કામ વિકિપીડિયાની નીતિ વિરૂદ્ધ નહિ હોય એવું લાગે છે. એક બાબતે ચોક્કસ કે ઉપર જણાવેલાં કોઈ ચિત્રો આપણે વાપરી ન શકીએ. (© COPYRIGHT 1999-2014,All Rights Reserved OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER,GUJARAT STATE - આ પ્રકાશનાધિકાર લખાણ વેબસાઈટ પર છે.) એટલે સાદી ટેક્સ્ટ તરીકે (ચોકઠું બનાવીને) અપીલ મુકીએ. અથવા અન્ય એક રસ્તો એ છે કે, ‘ભારતનું ચૂંટણી પંચ’ ([૪]) વિશે એક લેખ બનાવીએ જેમાં તેના દ્વારા થતા ભારતમાં મતદાર જાગૃતિ વિશેના તેના કાર્યની ઝલક આપીએ, 4th National Voters' Day at Vigyan Bhawan New Delhi on 25th January, 2014, [૫] વિશે માહિતી આપતો લેખ બનાવીએ, ચૂંટણી ૨૦૧૪ ([૬]) વિશે લેખ બનાવીએ, આવા માહિતીપ્રદ લેખો બનાવી અને એ લેખ/લેખોની કડી ટૂંક સમય માટે મુખપૃષ્ટ્ઠ પર દર્શાવીએ. (સાંપ્રત કે પ્રાસંગીક લેખે). એક સરસ વિચારને વિકિની મર્યાદામાં રહી કાર્યાન્વિત કરવા વિશેના આ નમ્ર સૂચનમાત્ર છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૮, ૧૭ એપ્રિલ ૨૦૧૪ (IST)
- અશોકભાઇ, આપનો વિચાર પણ ખુબ જ સરસ છે. આ ઉપરાંત આપણે મતદાનની જાગૃતિ અંગે કોઇ વાક્ય લખી, વિકિના લોગો સાથેનું પણ ચિત્ર બનાવી શકીએ. નિલેશ બંધીયા (talk)
- વિચાર સારો છે. આપણે નિષ્પક્ષ રહીને ફક્ત લોકોને મતદાન કરવાની જ અપિલ કરવાનું સામાજીક કામ કરી શકીએ. જો કે નવા વર્ષ પર જેવું કાંઉટ ડાઉન રાખેલું તેવું પણ બનાવી શકાય. --લિ., વિહંગ વ્યાસંગી ૨૧:૫૭, ૧૮ એપ્રિલ ૨૦૧૪ (IST)
- કામ થઈ ગયું (સહમતિની અપેક્ષાએ; નમૂનારૂપ) - જુઓ મુખપૃષ્ઠ, ફેરફાર માટે સૂચન આવકાર્ય. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૨૬, ૧૯ એપ્રિલ ૨૦૧૪ (IST)
- આભાર, અશોકભાઇ. પ્રાસંગિક લેખમાં ભારતીય સામાન્ય ચૂંટણી ૨૦૧૪ને ઉમેરી, નીચેનું લખાણ ઉમેરવા યોગ્ય છે:
- આપ ચૂંટણી કાર્ડ ધરાવતા હોય, તેથી આપને મતાધિકારની ખાત્રી મળતી નથી. મત આપવા માટે મતદાર યાદીમાં આપનું નામ નોંધાયેલ હોવું એ ફરજિયાત છે. મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે વેબસાઈટ પરથી અથવા હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને અથવા મોબાઈલ નંબર ૯૨૨૭૫૦૦૯૫૮ પર epic < space > <આપના ચૂંટણી કાર્ડનો નંબર> એ પ્રમાણે SMS કરી જાણી લો.
- ચૂંટણી લક્ષી કેટલાક મહત્વના FAQ: http://ceo.gujarat.gov.in/FAQ.aspx
- યુટ્યૂબ પરના મતદાન કરવા અપિલ કરતાં ગુગલ તથા ECI દ્વારા નિર્મત વિડીયો એડ. પણ અહીં દર્શાવી શકાય. - નિલેશ બંધીયા (talk)
પુસ્તકનું કવર - વિકિપીડિયામાં ચાલે?
પ્રશ્ન ઉપર મુજબ. એક વ્યક્તિ ફોટો પાડીને કોઇ પુસ્તકનું કવર વિકિપીડિયા કે કોમન્સમાં મૂકી શકે? આભાર. --KartikMistry (talk) ૨૧:૦૯, ૩ મે ૨૦૧૪ (IST)
- અઘરો સવાલ ! :-) કૃપયા જુઓ:કૉમન્સની આ નીતિ, મારી સમજણ પ્રમાણે જે પુસ્તક પ્રકાશનાધિકાર મુક્ત હોય તેનું મુખપૃષ્ઠ પણ મુક્ત જ સમજાય. અન્યથા તે "ઉચિત વપરાશ"ની શરતો પૂર્ણ કરતું હોવું જોઈએ. જો કે "ઉચિત વપરાશ" સંબંધે દેશકાળ મહત્વનો છે, એક દેશના કાયદા તેને વાજબી ગણે તો અન્યના વળી ન પણ ગણે ! વિવિધ ભાષાના વિકિઓ પર પણ એમ જ છે, આથી ગુજરાતી વિકિ માટે તો માત્ર કૉમન્સ જે તે ચિત્રને માન્ય ગણે એટલે આપણે ભયો ભયો સમજવું !!
વધુ મગજમારી માટે અહીં એકાદ બે લિંક્સ આપું છું; Wikipedia:NFCC--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૮, ૪ મે ૨૦૧૪ (IST)- પુસ્તકના કવર માટે હંમેશા એવું કહી શકાય નહી. જો પુસ્તકનું કવર ફક્ત લખાણ જ ધરાવતું હોય (જે ફક્ત બહુ જૂના પુસ્તકોમાં જ હોતું હતું) તો પુસ્તકના પ્રકાશનાધિકાર પૂર્ણ થતા કવર પણ મુક્ત ગણાય, અથવા તેના પહેલા પણ મૂક્ત હોય. પરંતુ જો પુસ્તકના કવર પર કોઈ ગ્રાફિક્સ, ફોટોગ્રાફ કે એવું કશુંક હોય, તો જ્યાં સુધી એ ગ્રાફિક, ડિઝાઈન કે ફોટોગ્રાફ પ્રકાશનાધિકારથી મુક્ત ન થાય ત્યાં સુધી તે કવર પણ પ્રકાશનાધિકારથી મુક્ત ન થાય. અશોકભાઈએ કહ્યું તેમ, ઉચિત વપરાશ હેઠળ કોઈક કવરનું ચિત્ર મૂકી શકાય, પરંતું તેમણે જેમ ફોડ પાડ્યો છે તેમ ગુજરાતી વિકિપીડિયામાં આપણે ફક્ત કૉમન્સમાં ચડાવી શકાય તેવા જ ચિત્રોને સ્થાન આપીએ છીએ અને કૉમન્સમાં ઉચિત વપરાશ (Fair use) માન્ય નથી, ત્યાં ફક્ત પ્રકાશનાધિકારમુક્ત અથવા CC પરવાના વાળા જ ચિત્રો સ્વિકાર્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૬, ૪ મે ૨૦૧૪ (IST)
- ઓહ, યસ. આભાર, અશોકભાઇ અને ધવલભાઇ! --KartikMistry (talk) ૧૮:૪૫, ૪ મે ૨૦૧૪ (IST)
- પુસ્તકના કવર માટે હંમેશા એવું કહી શકાય નહી. જો પુસ્તકનું કવર ફક્ત લખાણ જ ધરાવતું હોય (જે ફક્ત બહુ જૂના પુસ્તકોમાં જ હોતું હતું) તો પુસ્તકના પ્રકાશનાધિકાર પૂર્ણ થતા કવર પણ મુક્ત ગણાય, અથવા તેના પહેલા પણ મૂક્ત હોય. પરંતુ જો પુસ્તકના કવર પર કોઈ ગ્રાફિક્સ, ફોટોગ્રાફ કે એવું કશુંક હોય, તો જ્યાં સુધી એ ગ્રાફિક, ડિઝાઈન કે ફોટોગ્રાફ પ્રકાશનાધિકારથી મુક્ત ન થાય ત્યાં સુધી તે કવર પણ પ્રકાશનાધિકારથી મુક્ત ન થાય. અશોકભાઈએ કહ્યું તેમ, ઉચિત વપરાશ હેઠળ કોઈક કવરનું ચિત્ર મૂકી શકાય, પરંતું તેમણે જેમ ફોડ પાડ્યો છે તેમ ગુજરાતી વિકિપીડિયામાં આપણે ફક્ત કૉમન્સમાં ચડાવી શકાય તેવા જ ચિત્રોને સ્થાન આપીએ છીએ અને કૉમન્સમાં ઉચિત વપરાશ (Fair use) માન્ય નથી, ત્યાં ફક્ત પ્રકાશનાધિકારમુક્ત અથવા CC પરવાના વાળા જ ચિત્રો સ્વિકાર્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૬, ૪ મે ૨૦૧૪ (IST)
નમસ્કાર. વધુમાં હાલમાં ગુજરાતી વિકિમાં ભાઈશ્રી આદિત્ય ઓરિસ્સા ને બદલે ઑડિશા જ્યાં જ્યાં લાગુ પડે છે તેને બદલવાનું કાર્ય કરી રહ્યા છે. એ બાબતે મારું મંતવ્ય એમ છે કે ગુજરાતી ભાષાનાં તમામ વર્તમાનપત્રો-સામાયિકોમાં, અધિકૃત ગુજરાતી ભાષામાં તેમ જ ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં ઓરિસ્સા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, તો આપણે સહુ આ બાબતે બધા સભ્યો જોડે ચર્ચાવિચારણા કરી પછી જ આ ફેરફારને કાયમી અમલી રાખવો અથવા આ ફેરફારને રદ કરવો એ નક્કી કરશો. જે વિદ્યાર્થી કે અન્ય માહિતીવાંછુ અહિયાં વિકિમાં ઓરિસ્સા શબ્દ શોધવા પ્રયત્ન કરશે, તેને અહીં માહિતી હોવા છતાં ઉપલબ્ધ નહીં થાય એવું ન થવું જોઈએ. આપ સૌને વિનંતી છે કે આ ફેરફાર માટે અન્ય સભ્યો જોડે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેશો. આભાર સહ--સતિષચંદ્ર (talk) ૧૩:૩૪, ૧૩ મે ૨૦૧૪ (IST)
- સતિષચંદ્રભાઇના સૂચન સાથે સહમત. --KartikMistry (talk) ૧૪:૦૫, ૧૩ મે ૨૦૧૪ (IST)
- સતિષભાઈના સૂચન સાથે સહમત. સભ્યશ્રીએ એકસાથે વધુ પાનાઓ પર, આ ઉચ્ચાર વિષયક, ફેરફાર કરતા પહેલાં અન્ય સભ્યોનું મંતવ્ય/સલાહ/સૂચન જાણવા/ચર્ચવા આગ્રહ રાખવો જોઈએ. ગુજરાતી ભાષામાં "ઓરિસ્સા" રૂઢ અને સર્વમાન્ય શબ્દ છે. જ્યારે "ઑડિશા" શબ્દ પ્રમાણમાં બહુ જ ઓછો પરિચિત છે. (ગુજરાતી લેક્સિકોન શબ્દકોશ પણ ("ઓરિસ્સા" શબ્દ દર્શાવે છે.) અન્ય સક્રિય સભ્યશ્રીઓ અને પ્રબંધકશ્રી ધવલભાઈને વિનંતી કે પોતાનાં મંતવ્યો અને ઉપાય જણાવે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૫, ૧૩ મે ૨૦૧૪ (IST)
- સતિષભાઈની સાથે સંપૂર્ણ સહમત. ભલે સ્થાનિક ભાષામાં તેને ઑડિશા કહેવામાં આવતું હોય, આપણે ગુજરાતીમાં વર્ષોથી તેને ઓરિસ્સા તરિકે જ જાણતા આવ્યા છીએ અને અશોકભાઈએ સંદર્ભ આપ્યો ત્યાં પણ ઓરિસ્સા જ છે માટે આપણે ઓરિસ્સા જ રહેવા દેવું. મારા મત પ્રમાણે તો સભ્ય:Aditya Maharએ કરેલા ફેરફારો પાછા વાળવા જોઈએ. આ ઉપરાંત આપણે ગુજરાતી ભાષામાં ઑ અને ઍનો ઉપયોગ ખાસ કરતા નથી. જો કે સ્થાનિક ભાષાનો ઉચ્ચાર દર્શાવવા માટે તે વાપરી શકાય પણ મારા ખ્યાલમાં ઑડિશાને બદલે ઊડિશા એ વધુ સાચો ઉચ્ચાર હશે. કેમકે ભાષાને પણ ઊડિયા ભાષા કહેવાય છે. એટલે ઑડિશા શબ્દને રિડાયરેક્ટમાં વાપરવાની તરફેણમાં પણ હું તો નથી. જો નિર્ણય લેવાય તો કદાચ તેમના બધા ફેરફારો એક સાથે પાછા વાળવાનો રસ્તો નીકળી જ આવશે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૫૯, ૧૪ મે ૨૦૧૪ (IST)
- આભાર ધવલભાઈ, જો કે, મને ઉચ્ચાર કરતાં પણ વધુ વાંધો, વગર ચર્ચાએ/કારણ દર્શાવ્યા વગર, જથ્થાબંધ પાનાઓ પર એકસરખા ફેરફાર સામે હતો/છે. અંગ્રેજી વિકિ પરના લેખ પર પણ આ વિષયે તરફેણ-વિરુદ્ધમાં ઢગલાબંધ ચર્ચાઓ થયેલી છે. પ્રથમ તો, ફેરફારકર્તાએ ‘શા માટે ફેરફાર કરવો’ એનું સસંદર્ભ કારણ જણાવવું જોઇએ એવો આગ્રહ અસ્થાને નથી. હવે એ કારણ તો આપણને જ્ઞાત છે, સને.૨૦૧૦માં સરકારી ઠરાવ દ્વારા એ રાજ્યના નામનો "સરકારી" અંગ્રેજી ઉચ્ચાર બદલાયો છે (આપણે લેખમાં આ ઉલ્લેખી સંદર્ભ ટાંકીશું). ધ્યાન રહે, નામ નથી બદલાયું, માત્ર અંગ્રેજીમાં લખાતો ખોટો સ્પેલીંગ સુધારાયો છે. બાકી સ્થાનિક ભાષામાંતો તે ଓଡ଼ିଶା જ રહે છે. અને અંગ્રેજી વિકિના લેખ પરનું આ વાક્ય વાંચો; "the name Orissa is closer to the actual Oriya pronunciation of the name, whereas Odisha is an intentionally archaising transcription." જે દ્વારા એ નિશ્ચિત થાય છે કે એનો ઉચ્ચાર મૂળ ઉડિયાભાષામાં જે થવો જોઈએ તેને અંગ્રેજીમાં વધુ યોગ્ય રીતે સમજાવવા ખાતરનો આ સુધારો છે, પણ આપણે ગુજરાતીમાં કંઈ ઉચ્ચાર સુધારવો જરૂરી નથી ! જો કે એ અંગ્રેજી ભાષા માટે વાજબી કારણ થયું. અન્યભાષા માટે વિકિની નીતિને ચકાસતા એવું જણાશે કે; મથાળામાં રૂઢ અને સર્વમાન્ય શબ્દનો ઉપયોગ કરવો (COMMONNAME નીતિ), જે તે પાને સંદર્ભસહ અન્ય સઘળા ઉચ્ચારોનો (જે અન્ય ભાષાના હોય કે મૂળ ભાષાના સમાનાર્થી હોય કે સ્થળકાળ પ્રમાણે રૂઢ ગણાતા હોય એવા કોઈપણ ઉચ્ચાર હોય) ઉલ્લેખ કરાય એ ઈચ્છનીય ખરૂં. વિકિપીડિયાનું કામ કોઈપણ શબ્દ/ઉચ્ચાર/વિચાર (વગેરે વગેરે !!)ને રૂઢ કરવાનું નથી (વાંચો:વિવિધ નીતિઓ). રૂઢ થયેલા શબ્દો/ઉચ્ચારો વાપરી વિષયની માહિતી આપવાનું છે. સાથે સાથે અરૂઢ પણ સસંદર્ભ લઘુમતિ વપરાશના કે સરકારી (જો રૂઢથી અલગ હોય તો) શબ્દ/ઉચ્ચારનો પણ લેખના પાને ઉલ્લેખ જરૂર કરાય. આપણે પણ જ્યારે "વધુ માત્રામાં" ઑડિશા" શબ્દ ગુજરાતી માધ્યમે વપરાતો થયેલો જણાશે ત્યારે એને મુખ્ય ઉચ્ચાર તરીકે વાપરી શકીએ પણ ત્યાં સુધી મુખ્ય ઉચ્ચારમાં તો "ઓરિસ્સા" ("ઉડિસા" પણ ગુજરાતીમાં વપરાય છે), "ઉડિયા" (‘ઑડિઆ’ને બદલે, કેમ કે મૂળ સંસ્કૃત શબ્દ ઉડ્ર પરથી ભાષા ઉડિયા થઈ સં:ભગોમં) જેવા જાણીતા શબ્દો જ વાપરવા એવું નમ્ર મંતવ્ય છે. (રૂઢ હોવાનો ગૂગલ સંદર્ભ: "ઓરિસ્સા", ૧,૨૨,૦૦૦ પરિણામ. "ઑડિશા",૨૮૨ પરિણામ, જે પણ વિકિ પરના સુધારા પછીના જ છે !!])
ઉચ્ચારના દાખલામાં આપણે બંગાળી વાનગી "રોસોગુલ્લા" લઈએ તો તેને માટે ગુજરાતી તો "રસગુલ્લા" જ વપરાશે. અંગ્રેજીમાં Ahmedabad ભલે રહ્યું પણ ગુજરાતીમાં ‘અહમદબાદ, અહમેદાબાદ, અહેમદાબાદ કે એહમદાબાદ’ નહિ પણ "અમદાવાદ" જ કહેવાશે/લખાશે. "મુંબઈ"ને અંગ્રેજીમાં "બોમ્બે" કહેવાતું તો પણ આપણે ગુજરાતીમાં મુંબૈ કહેતા/મુંબઈ લખતા અને હાલ પણ મુંબૈ (સુધર્યા તે વળી બોમ્બે કે બમ્બઈ કે બંબૈ બોલતા ખરા !!!) જ કહીએ/મુંબઈ જ લખીએ છીએ ને. આ અંગ્રેજીના ઉચ્ચારણનો સુધારો એ એવી બાબત છે કે, આપણે "અમદાવાદ" લખવામાં રૂઢ છે પણ કાલે કોઈક જ્ઞાનીજન ધ્યાન દોરે કે ગુજરાતીઓ બોલવામાં તો "અંદાવાદ (અમ્દાવાદ)" બોલે છે એટલે એનો અંગ્રેજી સ્પેલિંગ એ પ્રમાણે કરવો. એથી કરીને અન્યભાષીઓ કંઈ ‘આપણી જેમ’ "અંદાવાદ" ઉચ્ચારતા શીખી જાય નહિ અને લખાણોમાં અમદાવાદને બદલે અંદાવાદ કરવું/કરાવવું જરૂરી નહિ. હા, "કર્ણાવતી" એમ સમગ્ર નામ બદલે તો આગ્રહ રાખવો વાજબી. (આ મારૂં હળવાશપૂર્ણ એવું અંગત માનવું છે !) આ નિબંધ પૂર્ણ થયો (!) વિચારી નિર્ણય કરીએ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૨, ૧૪ મે ૨૦૧૪ (IST)- મને ધ્યાન છે ત્યાં સુધી ઓરિસ્સા એ શબ્દ અંગ્રેજી પરથી ઉતરી આવ્યો છે. હિન્દીમાં તેને ઊડિસા(શા) કહે છે. અને તે સ્થાનીય ભાષામાં ઓડિશા કહે છે.
- આભાર ધવલભાઈ, જો કે, મને ઉચ્ચાર કરતાં પણ વધુ વાંધો, વગર ચર્ચાએ/કારણ દર્શાવ્યા વગર, જથ્થાબંધ પાનાઓ પર એકસરખા ફેરફાર સામે હતો/છે. અંગ્રેજી વિકિ પરના લેખ પર પણ આ વિષયે તરફેણ-વિરુદ્ધમાં ઢગલાબંધ ચર્ચાઓ થયેલી છે. પ્રથમ તો, ફેરફારકર્તાએ ‘શા માટે ફેરફાર કરવો’ એનું સસંદર્ભ કારણ જણાવવું જોઇએ એવો આગ્રહ અસ્થાને નથી. હવે એ કારણ તો આપણને જ્ઞાત છે, સને.૨૦૧૦માં સરકારી ઠરાવ દ્વારા એ રાજ્યના નામનો "સરકારી" અંગ્રેજી ઉચ્ચાર બદલાયો છે (આપણે લેખમાં આ ઉલ્લેખી સંદર્ભ ટાંકીશું). ધ્યાન રહે, નામ નથી બદલાયું, માત્ર અંગ્રેજીમાં લખાતો ખોટો સ્પેલીંગ સુધારાયો છે. બાકી સ્થાનિક ભાષામાંતો તે ଓଡ଼ିଶା જ રહે છે. અને અંગ્રેજી વિકિના લેખ પરનું આ વાક્ય વાંચો; "the name Orissa is closer to the actual Oriya pronunciation of the name, whereas Odisha is an intentionally archaising transcription." જે દ્વારા એ નિશ્ચિત થાય છે કે એનો ઉચ્ચાર મૂળ ઉડિયાભાષામાં જે થવો જોઈએ તેને અંગ્રેજીમાં વધુ યોગ્ય રીતે સમજાવવા ખાતરનો આ સુધારો છે, પણ આપણે ગુજરાતીમાં કંઈ ઉચ્ચાર સુધારવો જરૂરી નથી ! જો કે એ અંગ્રેજી ભાષા માટે વાજબી કારણ થયું. અન્યભાષા માટે વિકિની નીતિને ચકાસતા એવું જણાશે કે; મથાળામાં રૂઢ અને સર્વમાન્ય શબ્દનો ઉપયોગ કરવો (COMMONNAME નીતિ), જે તે પાને સંદર્ભસહ અન્ય સઘળા ઉચ્ચારોનો (જે અન્ય ભાષાના હોય કે મૂળ ભાષાના સમાનાર્થી હોય કે સ્થળકાળ પ્રમાણે રૂઢ ગણાતા હોય એવા કોઈપણ ઉચ્ચાર હોય) ઉલ્લેખ કરાય એ ઈચ્છનીય ખરૂં. વિકિપીડિયાનું કામ કોઈપણ શબ્દ/ઉચ્ચાર/વિચાર (વગેરે વગેરે !!)ને રૂઢ કરવાનું નથી (વાંચો:વિવિધ નીતિઓ). રૂઢ થયેલા શબ્દો/ઉચ્ચારો વાપરી વિષયની માહિતી આપવાનું છે. સાથે સાથે અરૂઢ પણ સસંદર્ભ લઘુમતિ વપરાશના કે સરકારી (જો રૂઢથી અલગ હોય તો) શબ્દ/ઉચ્ચારનો પણ લેખના પાને ઉલ્લેખ જરૂર કરાય. આપણે પણ જ્યારે "વધુ માત્રામાં" ઑડિશા" શબ્દ ગુજરાતી માધ્યમે વપરાતો થયેલો જણાશે ત્યારે એને મુખ્ય ઉચ્ચાર તરીકે વાપરી શકીએ પણ ત્યાં સુધી મુખ્ય ઉચ્ચારમાં તો "ઓરિસ્સા" ("ઉડિસા" પણ ગુજરાતીમાં વપરાય છે), "ઉડિયા" (‘ઑડિઆ’ને બદલે, કેમ કે મૂળ સંસ્કૃત શબ્દ ઉડ્ર પરથી ભાષા ઉડિયા થઈ સં:ભગોમં) જેવા જાણીતા શબ્દો જ વાપરવા એવું નમ્ર મંતવ્ય છે. (રૂઢ હોવાનો ગૂગલ સંદર્ભ: "ઓરિસ્સા", ૧,૨૨,૦૦૦ પરિણામ. "ઑડિશા",૨૮૨ પરિણામ, જે પણ વિકિ પરના સુધારા પછીના જ છે !!])
- સતિષભાઈની સાથે સંપૂર્ણ સહમત. ભલે સ્થાનિક ભાષામાં તેને ઑડિશા કહેવામાં આવતું હોય, આપણે ગુજરાતીમાં વર્ષોથી તેને ઓરિસ્સા તરિકે જ જાણતા આવ્યા છીએ અને અશોકભાઈએ સંદર્ભ આપ્યો ત્યાં પણ ઓરિસ્સા જ છે માટે આપણે ઓરિસ્સા જ રહેવા દેવું. મારા મત પ્રમાણે તો સભ્ય:Aditya Maharએ કરેલા ફેરફારો પાછા વાળવા જોઈએ. આ ઉપરાંત આપણે ગુજરાતી ભાષામાં ઑ અને ઍનો ઉપયોગ ખાસ કરતા નથી. જો કે સ્થાનિક ભાષાનો ઉચ્ચાર દર્શાવવા માટે તે વાપરી શકાય પણ મારા ખ્યાલમાં ઑડિશાને બદલે ઊડિશા એ વધુ સાચો ઉચ્ચાર હશે. કેમકે ભાષાને પણ ઊડિયા ભાષા કહેવાય છે. એટલે ઑડિશા શબ્દને રિડાયરેક્ટમાં વાપરવાની તરફેણમાં પણ હું તો નથી. જો નિર્ણય લેવાય તો કદાચ તેમના બધા ફેરફારો એક સાથે પાછા વાળવાનો રસ્તો નીકળી જ આવશે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૫૯, ૧૪ મે ૨૦૧૪ (IST)
- સતિષભાઈના સૂચન સાથે સહમત. સભ્યશ્રીએ એકસાથે વધુ પાનાઓ પર, આ ઉચ્ચાર વિષયક, ફેરફાર કરતા પહેલાં અન્ય સભ્યોનું મંતવ્ય/સલાહ/સૂચન જાણવા/ચર્ચવા આગ્રહ રાખવો જોઈએ. ગુજરાતી ભાષામાં "ઓરિસ્સા" રૂઢ અને સર્વમાન્ય શબ્દ છે. જ્યારે "ઑડિશા" શબ્દ પ્રમાણમાં બહુ જ ઓછો પરિચિત છે. (ગુજરાતી લેક્સિકોન શબ્દકોશ પણ ("ઓરિસ્સા" શબ્દ દર્શાવે છે.) અન્ય સક્રિય સભ્યશ્રીઓ અને પ્રબંધકશ્રી ધવલભાઈને વિનંતી કે પોતાનાં મંતવ્યો અને ઉપાય જણાવે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૫, ૧૩ મે ૨૦૧૪ (IST)
- હાલમાં ઊડિયા લોકો તેમના રાજ્યને ઓરિસ્સાને બદલે "ઑડિશા" કે "ઓડિશા" તરીકે ઓળખાવવાનો આગ્રહ રાખતા થયા છે.
- અંગ્રેજીમાં પણ તેનો સ્પેલિંગ ઉચ્ચારણ પ્રમાણે "Odisha" લખાવાની શરૂઆત થઈ છે. સંદર્ભ : ગુગલ મેપ
- અંગેજી વિકિપીડિયાનો લેખ પણ Odisha નામે છે.
- સત્તાવાર રીતે પણ ઓરિસ્સાને ઓડિશા (Odisha) અને ઓરિયાને ઓડિયા (Odia) તરીકે નામકરણ કરવાની જાહેરાત થઈ છે. સંદર્ભ : Orissa's new name is Odisha-ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સંસદે તેને માન્યતા આપી છે.
- આને કારણે જો પાઠ્ય પુસ્તકોમાં પણ તેને ઓડિશા કહેવાશે અને આવનારી પેઢી તેને ઓડિશા તરીકે ઓળખશે.
સ્થાનીય ભાષાના માનમાં જે તે રાજ્યને તેના સ્થાનીય નામે ઓળખાવું જોઈએ એમ મારું માનવું છે. પરંતુ આપણી મુશ્કેલી એ છે કે આપણે સૌ તેને ઓરિસ્સા નામે ઓળખીયે છીએ. તે માટે મારો એવો સુઝાવ છે કે "ઓરિસ્સા" શબ્દને "ઓડિશા (ઓરિસ્સા)" નામ વડે બદલી દેવા. આથી કોઈ પન શબ્દ વડે શોધનારને તેનો લાભ મળે. --Sushant savla (talk) ૧૯:૦૪, ૧૪ મે ૨૦૧૪ (IST)
- સુશાંતભાઈ, તમને આપણી તાજમહલ વાળી ચર્ચા યાદ હશે. આપણો આગ્રહ ગુજરાતીમાં જે નામો પ્રચલિત હોય તે રાખવાનો છે, નહિ કે શાસ્ત્રીય ઉચ્ચાર અને સ્થાનિક ઉચ્ચાર. ગુજરાતીમાં જ્યાં સુધી ઓડિશા નામ પ્રચલિત ન થાય ત્યાં સુધી ઓરિસ્સા જ રહેવા દેવું એવો મારો હજુ આગ્રહ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૨, ૧૫ મે ૨૦૧૪ (IST)
- તે હિસાબે તો અંગ્રેજીમાં પણ orissa પ્રચલિત હતું અને તેમણે Odisha અપનાવવું ન જ જોઈએ. તેમણે સુધારો અપનાવ્યો છે, સારી શરૂઆત કરી છે, આપણે પણ તે સારી વાત અપનાવીએ. આપણે પણ અપનાવવો જોઈએ.
- વળી તાજમહલ કે તાજ મહેલ એ રૂઢિગત વપરાતો શબ્દ છે, પણ ઓડિશા એ તો ભારતીય સંસદ દ્વારા માન્યતા પ્રાપ્ત શબ્દ છે, તેને માન જ આપવું જોઈએ.
- જ્યારે વિદેશી ભાષાએ સ્થાનીય ઉચ્ચારણને માન આપી Bombay ને Mumbai તરીકે સ્વીકાર્યું, Orissaa ને Odisha તરીકે સ્વીકાર્યું. તો આપણી માતૃભાષાની બહેન જેવી પોતીકી દેશી ભાષાને આપણે સાથ આપવો ઘટે.
- જો આપણા ગુજરાતને કોઈ અન્ય ભાષી "ગુસરાટ" કરી બોલાવે તો એક ગુજરાતી તરીકે આપણને એવી ઈચ્છા ન થાય કે તે લોકો સાચો ઉચ્ચાર જાણે અને તેમ જ આપણી માતૃભૂમિને ઓળખે. તો આપણે પણ ઓડિયા ભાષા અનુસાર તેના રાજ્યના નામને ઓળખવો જોઈએ.
- વિશ્વકોષનો ઉદ્દેશ્ય માહિતી આપવાનો છે. હું તેથી આગાળ વધીને માનું છું કે "વિશ્વકોષનો ઉદ્દેશ્ય સાચી માહિતી આપવાનો છે." અને કોઈ એક શબ્દની જોડણી પણ માહિતેનો જ એક અંશ છે. પ્રચલિતતાના ઓઠા હેઠળ જો આપણે લોકોને ખોટા ઉચ્ચાર ધરાવતી માહિતી પીરસવી અને પ્રસારવી એ તો અયોગ્ય (અનૈતિક?!? હળવાશમાં) કહેવાય. આથી વિશ્વકોષની તરીકેની વિશ્વશનીયતા ઓછી થઈ શકે.
- જ્યારે ઉચ્ચારણ કે જોડણીની ગૂંચવણ ઉત્પન્ન થાય ત્યારે આપણે જે તે રાજ્યની વેબસાઈટનો સંદર્ભ લઈ છીએ. ઓડિશા રાજ્ય સરકારની વેબસાઈટ www.odisha.gov.in નામે છે.
- ગુગલ સર્ચને આધારે ઓડિશા શોધતાં ૮૮૦૦ પરિણામા મળે છે. અને ઓડિસા શોધતાં ૮૩૦ પરિણામ મળે છે. ( આ માહિતી અંદાજે ચાર વર્ષના નામકરણ પછીની છે) જે ઑડિશા કે ઑડિસા કરતા વધુ છે. તેનો અર્થ એમ થયો કે હવે "રિ" ને બદલે "ડિ" નો પ્રયોગ વધી રહ્યો છે.
- સ્થાનિય શબ્દ "ଓଡ଼ିଶା " ના મધ્ય શબ્દ ଡ଼ି નો હિન્દી અનુવાદ ड़ि થાય છે. સંદર્ભ : [૭]
- તે સિવાય, અલબત્ મેં પણ, ખોટો પણ પ્રચલિત ઉચ્ચાર (ઓરિસ્સા) ને કૌંસમાં રાખવાની અને આથી આપના દ્રષ્ટિકોણનો પણ સમાવેશ થાય એ વાત કરેલી જ છે.
બાકી હાથમાં દીવો હોય છતાં ય આંખ બંધ કરી કેમ ચાલી શકાય? તો પેલી વાંદરા કેળાં અને બરફના પાણીની વાર્તા જેવું થયું (હાલમાં વોટ્સઅપ પર બહુ પ્રચલિત છે). જ્ઞાન મળ્યા પછી અજ્ઞાની બનીને કે અજ્ઞાનની તરફેણ કરતાં કેમ રહી શકાય.
જ્યારે જ્યારે અસમંજસની સ્થિતિ નિર્માણ થાય છે ત્યારે આપણે મતદાન કરીએ છીએ. તો આ વિષયે પણ મતદાન કરી નિવેડો લાવી શકીયે. એ વિષયે આપની સહમતી સમજીને નીચે મતદાન માટેના વિકલ્પો મુકું છું. સભ્યોને મતદાન કરવા તથા અન્ય વિકલ્પો હોય તો મુકવા વિનંતી--Sushant savla (talk) ૨૨:૪૮, ૧૫ મે ૨૦૧૪ (IST)
- પ્રિય સુશાંતભાઈ, આપની સાથે સંપૂર્ણ સહમત! આપના મતમાં મારો મત ગણવો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૭, ૧૬ મે ૨૦૧૪ (IST)
ઓરિસ્સા-ઓડિશા નામ સંબંધે મતદાન
વિકલ્પ ૧ - ઓરિસ્સા
વિકલ્પ ૨ - ઓડિશા
વિકલ્પ ૩ - ઓડિશા (ઓરિસ્સા)
- --Sushant savla (talk) ૨૨:૩૭, ૧૫ મે ૨૦૧૪ (IST)
- --સતિષચંદ્ર (talk) ૦૭:૩૯, ૨૨ મે ૨૦૧૪ (IST)
- --KartikMistry (talk) ૦૯:૫૩, ૨૨ મે ૨૦૧૪ (IST)
- (જો કે હું સુશાંતભાઈની બધી દલીલો સાથે સહમત નથી ! કેમ કે, એમાંની મોટાભાગની દલીલોના પ્રત્યુત્તર અગાઉ જ ઉપરના મારા ‘નિબંધ’માં આપી ગયો છું. પણ વિનાદલીલે, એમણે આપેલા આ ઉકેલ સાથે સહમત છું. મથાળાની આ સ્ટાઈલ જો કે અહીં અપવાદરૂપે જ માન્ય ગણાશે, ભવિષ્યમાં આ મથાળાનું ઉદાહરણ ટાંકી અન્ય કોઈ પાનાઓને પણ આ પ્રકારનાં દ્વિનામી મથાળા આપવા વિશેની દલીલ માન્ય ગણાવી જોઈએ નહિ. (મથાળાઓ માટેની નીતિ સાથે એ અસંગત છે)) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૦, ૨૪ મે ૨૦૧૪ (IST)
સાબાશ અશોકભાઈ!
સાબાશ અશોકભાઈ! મેં અહિં દલીલ કરવાનું છોડી દીધું છે કારણકે ભૂતકાળના મારા અનુભવોને આધારે મને એમ લાગે છે કે એમ કરવાથી (મારા અને જેની સાથે હું દલીલ કરતો હોઉં એ) બેમાંથી એક જણ છેવટે ત્રાગું કરવા માટે મજબૂર થઈ જ જાય છે, અને ફક્ત એ પરિસ્થીતિ ટાળવા માટે જ મેં અહિં મતદાન કરવાનું ટાળ્યું હતું અને હજું ટાળું છું. લોકશાહિના આ યુગમાં ૩ સભ્યોએ સુશાંતભાઈને અનકંડિશનલ સપોર્ટ પણ આપ્યો છે, તમે કોંગ્રેસે 'આપ'ને આપેલા સપોર્ટ જેવો બહારથી ટેકો આપ્યો અને તમારી પોતાની દલીલ રજૂ કરી એટલે તમને જણાવું છું કે હું કૌંસમાં અન્ય નામ લખવા વાળા વિકલ્પનો વિરોધી જ છું. વિકિપીડિયાના શીર્ષકો એ શબ્દકોશના શબ્દો જેવા બધા જ પર્યાય એક સાથે વર્ણવેલા ન હોઈ શકે. કોઈ સ્પષ્ટ નામ માટે દલીલ સાથે સહમતી સધાવી જ જોઈએ. આના કરતા તો સારો ઉપાય એ છે કે વિવાદાસદ લેખનું નામ બેમાંથી કોઈ એક શબ્દનું જ આપીએ અને બીજા શબ્દ વાળો લેખ તે લેખ પર વાળીએ (કદાચ તમે અત્રે અન્ય સભ્યોને એ યાદ દેવડાવવાનું ઉચિત સમજશો કે આપણી પાસે દિશાનિર્દેશન એટલે કે રિડાયરેક્ટ (Redirect) નામની સુવિધા ઉપલબ્ધ છે. હું મેં અગાઉથી જ સુશાંતભાઈ સામે હથીયાર હેઠા પાડી દીધા છે એ હું યથાવત જ રાખું છું અને અન્ય કોઈ વિકલ્પ સુચવવાથી અળગો રહું છું. પરંતુ તમારી હિંમતને દાદ આપ્યા વગર નથી રહી શકતો. ફરી એક વખત કહીશ કે સાબાશ અશોકભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૨, ૨૬ મે ૨૦૧૪ (IST)
હે ! રામ !
ઉનાળોના આ મોસમમાં તો સૂરજ ઘણો તપ્યો છે અને આ ગરમ રાતોમાં ચંદ્રની શીતળતા પણ ઘટેલી જણાય છે ?!!? (હા ! હા ! હા ! મજાક!) ટાઢા પડો મારા ભાઈઓ ! હળવા થાવ ! મને તો મારા પક્ષી-મગજમાં જે યોગ્ય લાગ્યું તે સૂચવ્યું. જો યોગ્ય ન લાગે તો તે પ્રમાણે નહી કરીયે. જો તમને ઓરિસ્સા ઉચિત અને નિતીગત લાગે છે તો એમ કરીએ ચાલો. અને રિડાયરેક્ટ કરી દો. એટલે પતે. બસ છે પછી કાંઈ ?
અને તે સિવાય ભઈલાઓ, સર્વસંમતિ સાધવી જ જોઈએ એવું કોઈ દબાણ થોડી જ છે. એવો કોઈ પણ પ્રકારનો ભાર મનમાં રાખશો જ નહિ. વિના કોઈ બોજાએ આપ આપનો મત આપના મતે ઉચિત વિકલ્પને આપશો અથવા તે ન હોય તો નવો વિકલ્પ આપશો. હજી પણ આપને ગમે તે વિકલ્પ પર આપનો મત આપશો તો મને ગમશે. કદાચ પરસ્પર સંબંધ સચવાવા જોઈએ કે કદાચ દલીલ કરીને કંટાળી ગયા હોઈએ એનો અર્થ એમ થોડી છે કે આપણે આપણો મત આપણને અનુચિત લાગતી વસ્તુ પર આપી દેવો!
ચાલો એક વધુ વિકલ્પ આપું ..... લાગે છે ભારતીય ચૂંટણી પંચને અનુસરી હવે NATO વિકલ્પ આપણે આપણા મતદાનમાં પણ ઉમેરવો પડશે. હા હા હા !--Sushant savla (talk) ૨૧:૦૯, ૨૬ મે ૨૦૧૪ (IST)
- જો કે આપણે અહીં કાર્યરત એવા જૂના સૌ મિત્રો ‘ઘડાયેલા, સમજદાર, વિકિપીડિયાની પદ્ધત્તિથી માહિતગાર’ છીએ એટલે અમથુંએ કોઈ દુઃખ/માઠું લગાડે એમ નથી છતાં કહી દઉં કે, મારો આશય કોઈને કે મને અમસ્તા દુઃખી કરવાનો/માઠું લગાવવાનો ન જ હોય. ચર્ચા માત્ર "ઉત્તમોત્તમ" કાર્યના ઈરાદે જ હોય છે. બાકી દર ઉનાળે અમે "આમ"ના પક્ષમાં જ રહેવા ટેવાયેલા છીએ ! (ગિરના પ્રખ્યાત, કેસરી આમ !!! ધવલજી ! આપ હમારી મીલીજૂલી સરકાર તોડના ચાહતે હો ! યા...દ રખેંગે બોસ !)
હવે કામની વાત, જો સહમતી બને તો, ખાસ કરીને મતદાન કરનાર આદરણીય મિત્રો સહમત થાય તો, રિડાયરેક્ટ એ ઉત્તમ વિકલ્પ છે. એમાં કંઈ નવું કરવાનું પણ નથી. હાલ "ઓરિસ્સા" પરથી "ઑડિશા" પર રિડાયરેક્ટ થયેલું છે જ. ફેરફાર માત્ર એટલો કરવાનો કે, "ઑડિશા"નું "ઓડિશા" કરવું. એક કરતાં વધુ અર્થપૂર્ણ, માન્ય, પ્રચલિત મથાળાઓ રિડાયરેક્ટ દ્વારા રાખી શકાય છે, એમાં કોઈ સમસ્યા નથી. આ મને અગાઉ કેમ ન સૂઝ્યું ? હું હજુ કાચો પ્રબંધક છું ! સુશાંતભાઈએ પણ યથામતિ ઉત્તમ માર્ગ કાઢવાનો સરસ પ્રયાસ કર્યો છે. તેઓના લખાણ પરથી જણાય જ છે કે તેઓ કોઈ એક બાબતે હઠાગ્રહી નથી જ. અને મારો મુખ્ય વાંધો પણ મેં શરૂઆતમાં કહેલું તેમ, ‘ઉચ્ચાર કરતાં...વગર ચર્ચાએ/કારણ દર્શાવ્યા વગર, જથ્થાબંધ પાનાઓ પર એકસરખા ફેરફાર સામે હતો/છે.’ તો આ ચોથો વિકલ્પ: સુશાંતભાઈના સૂચવ્યા વિકલ્પ ૧ અને વિકલ્પ ૨, બંન્ને માન્ય ("ઓડિશા" અને "ઓરિસ્સા" (રિડાયરેક્ટ)), યોગ્ય લાગે તો ચર્ચાને વિરામ આપી તત્કાલ અમલમાં લાવીએ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૯, ૨૬ મે ૨૦૧૪ (IST)