શેર (તા. માંડલ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

શેર (તા. માંડલ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા માંડલ તાલુકામાં આવેલું એક ગામ છે. શેર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની જૈવિક ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં અંદાજે વસ્તી ૧૫૦૦ જેટલી છે.

શેર
—  ગામ  —
શેરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°18′57″N 71°57′40″E / 23.315824°N 71.961018°E / 23.315824; 71.961018
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો માંડલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી

ભૂગોળ ફેરફાર કરો

ગામને પાદરે તળાવ આવેલું છે. તળાવની પાર પર રામજી મંદિર આવેલું છે. રામજી મંદિરની સામે પાધર દેવનો ઓટલો આવે છે જેની સામે ગામનું પ્રવેશદ્વાર આવેલું છે. ત્યાર બાદ ચબુતરો અને તેની સામે ગામના પ્રવેશદ્વાર માં લીમડાનું વિશાળ વૃક્ષ આવેલું છે.

ધાર્મિક સ્થળો ફેરફાર કરો

ગામમાં રામજી મદિર તેમ જ સ્વામિનારાયણ મંદિર આવેલાં છે. ત્યાંથી ૧ કિ.મી દુર હનુમાનજી (બાલા હનુમાન) મંદિર આવેલું છે. આ મંદિર પાસે દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે.

માંડલ તાલુકામાં આવેલાં ગામો