સરડોઈ (તા. મોડાસા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સરડોઈ (તા. મોડાસા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા મોડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. સરડોઈ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ૨ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીઓ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સરડોઈ
—  ગામ  —
સરડોઈનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°27′36″N 73°17′43″E / 23.460087°N 73.295399°E / 23.460087; 73.295399
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
તાલુકો મોડાસા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

ધાર્મિક સ્થાનો

ફેરફાર કરો

૧. શ્રી બહુચરાજી માતાજી મંદિર - શ્રી બહુચરાજી માતાજી સરડોઇ ગામની ગામ ટોડાની માતાજી તરીકે માનવામાં આવે છે.

૨. શ્રી માણકેશ્વર મહાદેવ

૩. શ્રી ચામુંડા માતાજી મંદિર - ગામને અડીને આવેલ 'મોહન ટેકરી' નામની એક ટેકરી પર શ્રી ચામુંડા માતાજી અને શ્રી મહાકાળી માતાજીનુ મંદિર આવેલું છે. ટેકરી ઉપર જ સહેજ નીચે 'શ્રી મોહનેશ્વર મહાદેવ'નું મંદિર આવેલુ છે. મોહન ટેકરીના ચામુંડા મંદિરે ભાદરવી પુનમે મેળો ભરાય છે. આ મંદિર ને 'છોટે ચોટીલા' પણ કહેવાય છે.

૪. શ્રી ધારેશ્વર મહાદેવ