સરભોણ (બારડોલી)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(સરભોણ(બારડોલી) થી અહીં વાળેલું)
સરભોણ (બારડોલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલું ગામ છે. સરભોણ ગામમાં હળપતિ તેમ જ પાટીદારોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, કેળાં, સૂરણ, પપૈયાં, કેરી તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દુધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.
સરભોણ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°07′01″N 73°06′28″E / 21.117024°N 73.107676°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | બારડોલી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, શેરડી, પપૈયાં,કેરી કેળાં, સૂરણ તેમજ શાકભાજી |
સરભોણ એક ખુબ જ મોટું ગામ છે, અને આ ગામ નવસારી અને બારડોલી શહેરોને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |