સિલુડી (વાલિયા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(સિલુડી(વાલિયા) થી અહીં વાળેલું)

સિલુડી (વાલિયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક ગામ છે. સિલુડી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે.

સિલુડી
—  ગામ  —
સિલુડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′35″N 72°54′54″E / 21.726464°N 72.91505°E / 21.726464; 72.91505
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો વાલિયા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી,જુવાર,

મકાઈ

આ ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન જેવાં કાર્યો કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી કે ખાનગી નોકરી પણ કરે છે. જુવાર, તુવર, મકાઈ, કપાસ તથા અન્ય શાકભાજી અહીંના મુખ્ય ખેત-ઉત્પાદનો છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે.